સુદર્શન કવચ મહામંત્ર
શ્રી સુદર્શન કવચ
વૈષ્ણવાનાં હી રક્ષાર્થ શ્રી વલ્લભ નિરુપિત:|
સુદર્શન મહામંત્રો વૈશ્નવા નાં હિતાવહ :|| ૧ ||
મંત્રા મધ્યે નિરપ્યંતે ચક્રાકાર ચ લિખ્ય્તે |
ઉત્તરાગર્ભરક્ષા ચ પરીક્ષિત હિતે રત: || ૨ ||
બ્રહ્માસ્ત્ર વારણમ ચૈવ ભક્તાનાંભય ભંજન 😐
વધમ ચ દુષ્ટ દૈત્યાનાં ખંડમ ખંડમ ચ કારયેત || ૩ ||
વૈષ્ણવાનાં હિતાર્થાય ચક્રમ ધારયતે હરી |
પીતાંબરો પરબ્રહ્મ વનમાલી ગદાધર : ||૪ ||
કોટી કંદર્પ લાવાણ્યો ગોપિકા પ્રાણ વલ્લભ |
શ્રી વલ્લભ કૃપાનાથો ગિરીધર શત્રુ મર્દન : ||૫ ||
દાવાગ્નિદર્પહર્તા ચ ગોપીનાં ભય નાશન 😐
ગોપલો ગોપ કન્યાભિ સમાવૃતોડ ધિતિષ્ઠતે ||૬ ||
વ્રજ મંડલ કાશી ચ કાલિંદી વીરહાનલ |
સ્વરૂપાનંદ દાનાર્થ તાપ્નોત્તર ભાવન: ||૭ ||
નિકુંજ વિહાર દાવાગ્રે દેહી મેં નિજ દર્શનમ |
ગો ગોપિકા શ્રુતાકીરણો વેણું વાદન તત્પર :||૮ ||
કામરૂપી કલાવાંશ્ચ કામિની કામદો વિભુ:|
મન્થો મથુરાનાથો માધવો મકરધ્વજ : ||૯ ||
શ્રી ધર : શ્રીકરશ્ચેવ શ્રી નિવાસ : સતાં ગતિ |
મુક્તિ દો ભુક્તિ દો વિષ્ણુ ભૂર્ધરો ભૂત ભાવન : ||૧૦ ||
સર્વ દુઃખહર વીરો દુષ્ટ દાનવ નાશક 😐
શ્રી નૃસિંહો મહાવિષ્ણું શ્રી નિવાસ : સતાં ગતી :||૧૧||
ચિદાનન્દમયો નિત્ય : પૂર્ણ બ્રહ્મ સનાતન : |
કોટીભાનુપ્રભાવી ચ કોટી લીલા પ્રકાશવાન ||૧૨ ||
ભક્ત પ્રિય : પદ્મ નેત્રો ભક્તાનાં વાંછીત પ્રદ: |
હ્રદયે કૃષ્ણો મુખે કૃષ્ણો નેત્રે કૃષ્ણશ્ચ કર્ણયો : ||૧૩ ||
ભક્તિપ્રિયશ્ચ શ્રી કૃષ્ણમ સર્વં કૃષ્ણમયં જગત |
કાલમ મૃત્યું યમમ્ દૂતમ ભૂતમ પ્રેતમ ચ પુર્યતે ||૧૪ ||
પર વિદ્યા નિવારણાય અતી દીપ્તાય અથર્વ વેદ |
ઋગ્વેદ – સામવેદ -યજુર્વેદ -સિદ્ધ કરાય નીરહારાય ||૧૫ ||
મહાબલ પરાક્રમાય મહા વિપત્તિ નિવારણાય ભક્તજન |
કલ્પના કલ્પદૃમાય દુષ્ટજન મનોરથ સ્તંભનાય ||૧૬ ||
પિશાચાન રાક્ષસાન ચૈવ હ્ર્દ્યી રોગાંશ્ચ દારૂણાન્ |
ભૂચરાન્ ખેચરાન્ સર્વ ડાકિની: શાકિની સ્તથા ||૧૭||
નાચકં ચેટકં ચૈવ ચ્છલચ્ચિછ્દ્ર્મ ન દ્રશ્ય્તે |
અકાલે મરણમ તસ્ય શોક દોષો ન લભ્યતે ||૧૮||
સર્વ વિઘ્નમ ક્ષયં યાતી રક્ષસ્વ ગોપિકા પ્રિય |
ભયં દાવાગ્નિ ચૌરાણામ વિગ્રહે રાજ સંકટે ||૧૯ ||
વ્યાલવ્યાગ્ર મહા શત્રુ વૈરીબંધો ન લભ્ય્તે |
આધી વ્યાધી હરશ્ચેંવ ગ્રહ પીડા વિનાશને ||૨૦||
સંગ્રામ જયદસ્તમાદ્ ધ્યાયે દેવં સુદર્શનમ્ |
સપ્તદશ ઇમો શ્લોકો યંત્ર મધ્યે ચ લિખ્ય્તે ||૨૧||
વૈષ્ણવાના મિદમ યંત્ર મ્ન્યેભ્યશ્ચ ન દિયતે |
વંશ વૃદ્ધિ ર્ભ વેત્ત્સ્ય શ્રોતા ચ ફલ માપ્નુંયાત્ ||૨૨||
સુદર્શન મહામંત્રો લભતે જય મંગલમ્ |
કૃષ્ણ ત્વામહં શરણાગત : |
વૈષ્ણવાર્થ કૃતં યંત્રમ શ્રી વલ્લભ નિરુપિતમ્ ||૨૩||
( ઇતિ શ્રી વલ્લભાચાર્ય કૃતં સુદર્શન કવચં સંપૂર્ણમ્ )
--------------------------------------------
શ્રી સુદર્શન કવચના મંત્ર જાપથી શું લાભ ? કવચના મંત્રો ગ્રહપીડામાં રાહત આપી શકે ?
- ‘મંત્ર’માં અનેરી શક્તિ છે ‘મંત્રો’ દ્વારા યજ્ઞમાં આહુતી આપવામાં આવે છે. અમુક મંત્રો બોલવાથી મેઘની વર્ષા થઈ શક્તી હોય તો માણસની પીડા કેમ ન હરે ? મંત્ર શુદ્ધ મન અને વાણીથી બોલેલા હોવા જોઇએ. તેમાં પવિત્રતા જરૂરી છે.
‘મંત્ર’માં અનેરી શક્તિ છે ‘મંત્રો’ દ્વારા યજ્ઞમાં આહુતી આપવામાં આવે છે. અમુક મંત્રો બોલવાથી મેઘની વર્ષા થઈ શક્તી હોય તો માણસની પીડા કેમ ન હરે ? મંત્ર શુદ્ધ મન અને વાણીથી બોલેલા હોવા જોઇએ. તેમાં પવિત્રતા જરૂરી છે.
સુદર્શન કવચમાં ૧૫મા શ્વ્લોકમાં આવે છે.
‘‘પિશાયાન્ રાક્ષાસાન્ ચૈવ હદિ રોગાંશ્વ દારૂણાન્ ।
ભૂમચરાને ખેમરાન્ સેર્વડાક્તિઃ શાકિની સ્તથા ’’।।
હે પ્રભુ આપ મારા વિરોધી-પિશાચ રાક્ષસે અને હૃદયમાં રહેલા દારૂણ રોગો, પૃથ્વી ઉપર ફરનારા અને આકાશમાં ફરનારા ભૂતો અને સર્વ ડાકીણીઓનો તથા શાકિણીઓનો નાશ કરો. માન્યતા મુજબ ‘કવચ’ના શ્વ્લોકો પોતાની પાસે રાખવાથી પણ ભયથી મુક્તિ મળે છે. આ અંધશ્રદ્ધા નથી પણ ‘કવચ’એ પ્રભુનું નામ છે મંત્રો દ્વારા પ્રભુનું આહ્વાન છે ભક્તો ગાય છે ઃ
કૃષ્ણ ત્વામહૃં શરણાગતઃ ।
વૈષ્ણવાર્થ કૃતં યત્રં શ્રી વલ્લભનિરૂપિતમ્ ।।
શ્રીમદ્ ભાગવતના ૬ઠ્ઠા સ્કંધમાં અઘ્યાય આઠમાં ‘નારાયણ કવચ’ પણ આવે છે.
શુકદેવજીને પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને નારાયણ કવચ કહેલું
દરેક કવચની અનેરી જુદી જુદી વિધિ છે. ૐ નમો નારાયણ અને ૐ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો છે તે નારાયણ કવચમાં મુખ્ય છે.
શુકદેવજીએ કહ્યું છે કે જે ‘‘નારાયણ કવચ બોલે છે તે બધી જાતના ભયથી મુક્ત બને છે.’’
શ્રી યમુના કવચ ઃ (ગર્ગ સંહિતા માઘુર્ય ખંડે અઘ્યાય ૧૬) આ કવચ મનુષ્યોના ચાર અર્થોને આપનારૂ સાક્ષાત્ યમુના કવચ છે.
યમુનાશ્ચ કવચં સર્વ રક્ષા કરે નૃક્ષામ્ ।
ચતુષ્પદાર્થદં સાક્ષાત શૃણુ રાજન્મહાર્મતે ।।
યમુના કવચના પાઠથી માનવનું સઘળ ઇષ્ટ થાય છે. તે સર્વ તીર્થોના ફળને પામે છે અને અંતે પરમ દુર્લભ એવા પરમધામને ગોલોકવાસને પામે છે. શ્રી સિદ્ધિલક્ષ્મી કવચ સ્વરૂપે સ્તોત્રમ્ આ સ્તોત્રનું પઠન કરવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે. નાણાંકીય અવરોધ દૂર થાય છે. (શ્રી મહાલક્ષ્માષ્ટક સ્તોત્ર) માતાજીના ઉપાસકો માટે દેવી કવચ પણ થઈ શકે છે.
‘સૂર્યદેવ’ એ ગ્રહોના રાજા ગણાય છે. ‘સૂર્ય નમસ્કાર’ સૂર્યના કવચમાંથી ગ્રહો ઓછી પીડા આપે છે.
છાયા સંજ્ઞા પતયે નમઃ ।।
નો શ્વ્લોક બોલવાથી સૂર્યદેવની કૃપા થાય છે.
શ્રી સુક્તમ્ પણ એક પ્રકારનું કવચની ગરજ સારે છે.
દેવી કવચ પણ છે.
આદિત્ય પ્રથમં નામં દ્વિતીયં તુ દિવાકર ।
તૃતીયં ભાંસ્કરઃ પ્રોકતં ચતુર્થ તું પ્રભાકર ।।
પંચમં તુ સહસ્ત્રાશું ષષ્ઠં ચ ત્રિલોચનઃ ।
સપ્ત હરિશ્ચશ્ચ અષ્ટમ્ ચ વિભાવસુ ।।
નવમં દિનકૃત્યોક્તં દશમ્ દ્વાદશાત્મકઃ ।।
આમ સૂર્યની સ્તુતિ પણ ઉપયોગી છે મનના મનોરથો પુરા પાડી ગ્રહદશામાં રાહત આપે છે. કવચના મંત્રોને અંધશ્રદ્ધા સાથે ન જોડવું જોઇએ કરેલા કર્મો તો ભોગવવા જ પડે. ખરાબ કૃત્ય કે કરેલા પાપોનો પુણ્યમાંથી બાદબાકી નથી થતી. દરથ રાજાથી શ્રવણના મા-બાપની ભૂલથી તિર વાગવાથી હત્યા થઈ તો પુત્ર વિયોગ સહન કરવો પડ્યો. પણ પ્રભુનું નામસ્મરણ ‘કવચ’ દ્વારા કરવાથી તે રાહત તો જરૂર આપે જ.
‘સૂર્ય કવચ’ સ્તોત્રમ્માં યાજ્ઞવલ્કયામે ઉવામ્
શ્રુણુઘ્વ મુનિશાર્દુલ સૂર્યસ્ય કવચં શુભમ્ ।
શગરારોગ્યદં દિવ્ય સર્વ સૌભાગ્ય દાયકમ્ ।।
આ સૂર્યની ઉપાસનાનું કવચ છે. ૐ સાવિત્રુ સૂર્યનારાયણ નમઃ સૂર્ય નારાયણને બાર નમસ્કાર છે તેમાંનો એક નમસ્કાર છે માનતા મુજબ સૂર્યનારાયણની આરાધના કરવાથી સર્વ પ્રકારના રોગ શોક અને સંકટોમાંથી મુક્ત થાય છે.
વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ એક કવચની ગરજ સારે છે.
‘તુલસી કવચ’ પણ છે. તુલસી કવચના સ્તોત્રના મંત્રના શ્રી મહાદેવજી ૠષિ છે. અનુષ્ટુપ છંદ છે. શ્રી ‘તુલસીજી’ માતા છે મનમાં ધારેલી કામનાઓની સિદ્ધિ છાતા છે.
યા દુષ્ટા નિખિલાધસડધશમની સ્પૃશ વયુ પાવની
રોગાણામભિવન્દિતા નિરસની સિત્કાન્તત્રોસિજા ।।
તુલસીનાં દર્શન પાપોને નાશ કરનારાં છે સઘળાં રોગોને દૂર કરનારા છે.
તુલસીને પાણી સીંચનારા ગોલોક મેળવનારા બને છે. તુલસી દ્વારકાધિશના ચરણારવંિદમાં અર્પણ કરે તો વૈકુંઠ સુખ પામે જ.
જેના ઘેર તુલસી કયારા છે તે ઘર એક તિર્થ છે. યમદૂત ન આવી શકે.
(બ્રહ્માંડ પુરાણમાં નવમા અઘ્યાયમાં તુલસી કવચ છે.)
દુઃખ કે ગ્રહો કોઈ દિવસ પીડા આપતા નથી આ કરેલા કર્મોનો હિસાબ છે.
-------------------------------------------
સુદર્શન ચક્રના દર્શન અને પૂજાથી મન વાંચ્છિત ફળ મળે છે
શ્રી નાથજીની છત ઉપર સાત ધજા કેમ ફરકે છે?
શ્રી નાથજીના મંદિર ઉપર દિવ્ય સુદર્શન ચક્ર શોભે છે. શ્રી નાથજીની ધજાને ‘ઘ્વજાજી’ કહેવામાં આવે છે. શ્રી નાથ દ્વારામાં રાજભોગના દર્શન કર્યા બાદ ઘ્વજાજી ચઢાવવામાં તેમજ ભોગ ધરાવવાની સેવા થાય છે. ઘ્વજાજીના દર્શનથી હૃદયમાં આનંદ થાય છે. શ્રીજીબાવા પ્રસન્ન થાય છે. ઘ્વજાજી સાથે જ સુદર્શન ચક્ર શોભે છે. ઘ્વજાજી એ શ્રી નાથજીનું જ દિવ્ય સ્વરૂપ છે. શ્રીજીના મંદિર ઉપરનો કળશ અને ચક્ર તે ઐશ્વર્ય, ધર્મનું પ્રતિક છે. તેની નીચે ચાર સંિહ છે તે વેદનું સ્વરૂપ છે.
સુદર્શન ચક્ર શ્રી ધર્મનું સ્વરૂપ છે. સુદર્શનને અત્તર અંગીકાર કરાવાય છે તેમજ ભોગ ધરાવવામાં આવે છે છત ઉપર વૈષ્ણવોને જવાની મનાઇ છે.
પરમાનંદ દાસજી પદમાં ગાય છે ઃ-
‘‘પદ્ય ધર્યો જન તાપ નિવારન
ચક્ર સુદર્શન ધર્યો કમલ કર,
ભક્તિ કી રક્ષા કે કારન ।। (૧)
શંખ ધર્યો રિપુ ઉદર વિદારન
ગદા ધરી દુષ્ટના સંહારન
ચારો ભુજર ચારુ આયુધ ધરિ
નારાયણ ભુવિ ભાર ઉતારન ।। (૨)
દીનાનાથ દયાલ જગતગુરૂ
આરતિ હરન ભક્ત ચંિતામન
પરમાનંદદાસકો ઠાકુર
યહ ઔસર છોડો જિના ।। (૩)
સું એટલે સુંદર-
દર્શન એટલે શાસ્ત્ર
સુદર્શન ચક્ર સર્વ શાસ્ત્રોના સારરૂપ છે. આથી પુષ્પોના સારરૂપ સુગંધીના ભંડારરૂપ અત્તર નિત્ય અંગીકાર કરે છે.
જે વૈષ્ણવો ભાવપૂર્વક અત્તર શ્રઘ્ધાથી સમર્પણ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.
કલશ ઉપરનું શ્રી નાથજીનું સુદર્શન ચક્ર છે ભક્તોની સદાય રક્ષા મનોકામના પૂર્ણ કરે છે તે મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજીના સ્વરૂપે છે.
મંદિરમાં ચાર ચોક છે (૧) ગોવર્ધન પૂજાનો ચોક (૨) ફુલ ચોક (ધોલી પટિયા) (૩) કમલ ચોક (૪) રત્ન ચોક
રતન ચોકમાંથી સીડી વાટે આ સુદર્શન ચક્રના દર્શન માટે જવાય છે.
શ્રી ઘ્વજાજી અને કલશ ચાર કોઠાની વચ્ચે છે. મોટો કલશ શ્રી મહાપ્રભુજીનો અને નાનો કલશ શ્રી સ્વામીજીનાં ભાવનો છે. કલશોની નીચેના ચાર સંિહો ધર્મ, અર્થ કામના અને મોક્ષ સ્વરૂપે દેખા દે છે. ઘ્વજાજી વાંસની લાકડીમાં ખોસાય છે. પ્રભુની વાંસળી વેણુ વાંસની બનેલી છે. વાંસ પ્રભુને પ્રિય છે. સાત ઘ્વજાઓ ફરકે છે. આ ઘ્વજાજી ગોપીઓના ભાવથી છે. ઘ્વજાજીનાં વસ્ત્રો ગોપીજનોના વસ્ત્રોના ભાવથી છે.
જે વૈષ્ણવ ઘ્વજાનાં દર્શન કરે તેને શ્રીજી બાવા આશીર્વાદ આપે છે. વ્રજભક્ત શ્રીજીની સન્મુખ કરે છે. માન્યતા મુજબ સુદર્શન ચક્રની અત્તરની પ્રસાદી નિજમણિને માદળિયામાં મુકી બાળકોના ગળામાં રાખે છે. આથી બાળકો કોઇ મેલી વિદ્યાનો ભોગ બનતા નથી. શ્રીજીબાવા તેનું રક્ષણ કરે છે.
‘સુદર્શન’ ચક્રની પાસે વાંસના ૭ વાંસ શ્રી ગુસાંઇજીના સાત લાલજીના સ્વરૂપો માનવામાં આવ્યા છે.
ઘ્વજાજી સાત રંગોની છે.
(૧) મેધ રંગ - શ્રી નાથજીનો ભાવ
(૨) પીળો રંગ - શ્રી રાધાજીનો ભાવ
(૩) શ્યામ રંગ - શ્રી યમુનાજીનો ભાવ
(૪) સફેદ રંગ - ચંદ્રાવલીનો ભાવ
(૫) લીલો રંગ - શ્રી રાધા સહચારીણીનો ભાવ
(૬) જાંબલી રંગ - શ્રી ગિરિરાજજીનો ભાવ
(૭) ગુલાબી રંગ - શ્રી ગોપીજનોનો ભાવ
આમ સાત ઘ્વજાઓ. શ્રી નાથજી સકલ લીલા પરિકર સહિત મંદિરમાં બિરાજે છે અને દર્શન કરવા આવનાર વૈષ્ણવોના સુખ પ્રદાન કરે છે.
‘સાત’નો અંક પુષ્ટિ અંક છે.
(૧) પ્રભુએ સાત દિવસ ગોવર્ધન ધારણ ટચલી આંગણી ઉપર કર્યો.
(૨) પ્રભુએ સાત વર્ષની આયુમાં ગોવર્ધન ધારણ કર્યો.
(૩) શ્રી નાથજીનું નામાત્મક સ્વરૂપ સાત પ્રકારે ભાગવત્માં વર્ણન છે ઐશ્વર્ય, વીર્ય, યશ શ્રી સાત વૈરાગ્ય.
પ્રભુના સાત ધર્મી સ્વરૂપ છે.
(૪) પ્રભુની ‘વેણું’માં સાત છિદ્રો છે.
(૫) સંગીતના સાત સૂરો છે.
(૬) જીવના સાત રક્ષક તત્ત્વો છે.
(૭) પંચ મહાભુતનું શરીર અને અંતઃકરણ અને આત્મા એમ સાત થાય.
(૮) શ્રી નાથજીનો પાટોત્સવ મહાવદી સાતમે આવે છે.
(૯) સપ્તપદી સાત છે.
(૧૦) સાત વારમાંથી એક વારે સૌએ શ્રીજી ચરણે જવાનું છે.
‘સુદર્શન કવચ’ વૈષ્ણવોની રક્ષા કરે છે. આ કવચનો પાઠ ‘સુદર્શન કવચમ્’ વૈષ્ણવોનો પરમ હિતકારી છે.
‘‘કૃષ્ણ ત્વમાહં શરણાગતઃ
વૈષ્ણવાર્થ કૃતં પાત્ર,
શ્રી વલ્લભનિરૂપિત્તમ’’
(સુદર્શન કવચમ્)
સુદર્શન ચક્ર દર્શન અને શ્રી સુદર્શન કવચનું પઠન રિઘ્ધિ સિઘ્ધિ આપનારાં છે. મનોકામના પૂર્ણ કરનારાં છે.
દુર્ભાગ્ય અને કોઈપણ નકારાત્મકતાથી બચો
ReplyDeleteશ્રી મહાસુદર્શન યંત્ર તેના નામ અનુસાર ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રની જેમ કોઈપણ સમસ્યા સામે રક્ષણ આપે છે. આ યંત્ર ખૂબ જ શક્તિશાળી હોય છે અને કોઈપણ ખરાબ શક્તિઓ સામે જાતકને સુરક્ષા કવચ પુરુ પાડે છે. તેની આસપાસ સતત તૈયાર થતુ ઉર્જા ક્ષેત્ર કોઈપણ પ્રકારની માંદગી, દુર્ભાગ્ય અને ખરાબ શક્તિઓથી જાતકને બચાવે છે.
પ્રભુ શરણ વગર ભક્તિ વ્યર્થ છે
ReplyDeleteઅન્યથા શરણમ્ નાસ્તિ ત્વમેવ શરણમ્ મમ્
તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જનાર્દન ।।
જેનંુશરણ લેવાથી જગતની તમામ પીડાઓમાંથી મુક્તિ મળે છે. જેની રક્ષાનું સુદર્શન કવચ મળે પછી અન્ય રક્ષાની આવશ્યકતા રહેતી નથી, તેવા જનાર્દન વાસુદેવનુ શરણ જો મે પુર્ણ પુરુષોત્તમ માસમા લીધુ હોય તો મારી વૈષ્ણવી ભક્તિ વ્યર્થ છે !! હે પરમ પાવનકારી પરમાત્મા! તારી સેવા કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રીઓથી પૂર્ણ ભાવથી કરી, તેમા કોઇપણ પ્રકારની ક્ષતિ રહી ગઇ હોય, મારો કોઇપણ જાતનો અપરાધ થયો હોય, કે જાણતા અજાણતા મારાથી કોઇ ભૂલ થઇ હોય તો શુ મારી અધિકમાસની ઉપાસના અધુરી ગણાય ? અધિકની અમાસે પ્રભુના વચનોમા વિશ્વાસ રાખીએ \"પત્રમ્ પુષ્પમ્ ફલમ તોયમ્ યો મે ભક્ત્યા પ્રયચ્છતી\" અર્થાત ફળ,ફુલ, પત્ર કે ફક્ત જળ લઇને પણ ખરા હ્યદયથી મારી પાસે આવે તો તમામ ઇચ્છાઓ પુરી કરુ છુ. સ્મરણથી ભગવત્ ચરણોમા પૂર્ણ સ્નેહ રાખી પુર્ણબ્રહમને પામવા માટેના અધિકમાસની ઉપાસના \"નારાયણાર્પણમસ્તુ\" કહેવાનો અવસર એટલે આજનો પૂર્ણાહૂતિનો દિવસ. સૌ ને સ્નેહ ભર્યા જયશ્રીકૃષ્ણ...જય જગન્નાથ
જય શ્રી કૃષ્ણ.. આખો આર્ટિકલ વાંચી ને મને ખુબ જ આનંદ થયો.. તમે આ જ પ્રકારે ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપતા રહેજો તેવી વિનંતી...
ReplyDelete