VALLABH KUL / GLOBAL BHATIA FAMILY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Monday, January 22, 2018

શ્રીનારાયણ કવચ




શ્રીનારાયણ કવચ ગુજરાતી ભાષામાં –
અથ શ્રીનારાયણકવચ

||રાજોવાચ||
યયા ગુપ્તઃ સહસ્ત્રાક્ષઃ સવાહાન રિપુસૈનિકાન|
ક્રીડન્નિવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ||1||

ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ|
યથાસ્સ્તતાયિનઃ શત્રૂન યેન ગુપ્તોસ્જયન્મૃધે||2||

||શ્રીશુક ઉવાચ||
વૃતઃ પુરોહિતોસ્ત્વાષ્ટ્રો મહેન્દ્રાયાનુપૃચ્છતે|
નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ||3||

વિશ્વરૂપ ઉવાચધૌતાઙ્ઘ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદઙ મુખઃ|
કૃતસ્વાઙ્ગકરન્યાસો મન્ત્રાભ્યાં વાગ્યતઃ શુચિઃ||4||

નારાયણમયં વર્મ સંનહ્યેદ ભય આગતે|
પાદયોર્જાનુનોરૂર્વોરૂદરે હૃદ્યથોરસિ||5||

મુખે શિરસ્યાનુપૂર્વ્યાદોંકારાદીનિ વિન્યસેત|
ઓં નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા||6||

કરન્યાસં તતઃ કુર્યાદ દ્વાદશાક્ષરવિદ્યયા|
પ્રણવાદિયકારન્તમઙ્ગુલ્યઙ્ગુષ્ઠપર્વસુ||7||

ન્યસેદ હૃદય ઓઙ્કારં વિકારમનુ મૂર્ધનિ|
ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા દિશેત||8||

વેકારં નેત્રયોર્યુઞ્જ્યાન્નકારં સર્વસન્ધિષુ|
મકારમસ્ત્રમુદ્દિશ્ય મન્ત્રમૂર્તિર્ભવેદ બુધઃ||9||

સવિસર્ગં ફડન્તં તત સર્વદિક્ષુ વિનિર્દિશેત|
ઓં વિષ્ણવે નમ ઇતિ ||10||

આત્માનં પરમં ધ્યાયેદ ધ્યેયં ષટ્શક્તિભિર્યુતમ|
વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મન્ત્રમુદાહરેત ||11||

ઓં હરિર્વિદધ્યાન્મમ સર્વરક્ષાં ન્યસ્તાઙ્ઘ્રિપદ્મઃ પતગેન્દ્રપૃષ્ઠે|
દરારિચર્માસિગદેષુચાપાશાન દધાનોસ્ષ્ટગુણોસ્ષ્ટબાહુઃ ||12||

જલેષુ માં રક્ષતુ મત્સ્યમૂર્તિર્યાદોગણેભ્યો વરૂણસ્ય પાશાત|
સ્થલેષુ માયાવટુવામનોસ્વ્યાત ત્રિવિક્રમઃ ખે‌உવતુ વિશ્વરૂપઃ ||13||

દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃ પાયાન્નૃસિંહો‌உસુરયુથપારિઃ|
વિમુઞ્ચતો યસ્ય મહાટ્ટહાસં દિશો વિનેદુર્ન્યપતંશ્ચ ગર્ભાઃ ||14||

રક્ષત્વસૌ માધ્વનિ યજ્ઞકલ્પઃ સ્વદંષ્ટ્રયોન્નીતધરો વરાહઃ|
રામો‌உદ્રિકૂટેષ્વથ વિપ્રવાસે સલક્ષ્મણોસ્વ્યાદ ભરતાગ્રજોસ્સ્માન ||15||

મામુગ્રધર્માદખિલાત પ્રમાદાન્નારાયણઃ પાતુ નરશ્ચ હાસાત|
દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃ પાયાદ ગુણેશઃ કપિલઃ કર્મબન્ધાત ||16||

સનત્કુમારો વતુ કામદેવાદ્ધયશીર્ષા માં પથિ દેવહેલનાત|
દેવર્ષિવર્યઃ પુરૂષાર્ચનાન્તરાત કૂર્મો હરિર્માં નિરયાદશેષાત ||17||

ધન્વન્તરિર્ભગવાન પાત્વપથ્યાદ દ્વન્દ્વાદ ભયાદૃષભો નિર્જિતાત્મા|
યજ્ઞશ્ચ લોકાદવતાજ્જનાન્તાદ બલો ગણાત ક્રોધવશાદહીન્દ્રઃ ||18||

દ્વૈપાયનો ભગવાનપ્રબોધાદ બુદ્ધસ્તુ પાખણ્ડગણાત પ્રમાદાત|
કલ્કિઃ કલે કાલમલાત પ્રપાતુ ધર્માવનાયોરૂકૃતાવતારઃ ||19||

માં કેશવો ગદયા પ્રાતરવ્યાદ ગોવિન્દ આસઙ્ગવમાત્તવેણુઃ|
નારાયણ પ્રાહ્ણ ઉદાત્તશક્તિર્મધ્યન્દિને વિષ્ણુરરીન્દ્રપાણિઃ ||20||

દેવોસ્પરાહ્ણે મધુહોગ્રધન્વા સાયં ત્રિધામાવતુ માધવો મામ|
દોષે હૃષીકેશ ઉતાર્ધરાત્રે નિશીથ એકોસ્વતુ પદ્મનાભઃ ||21||

શ્રીવત્સધામાપરરાત્ર ઈશઃ પ્રત્યૂષ ઈશો‌உસિધરો જનાર્દનઃ|
દામોદરો‌உવ્યાદનુસન્ધ્યં પ્રભાતે વિશ્વેશ્વરો ભગવાન કાલમૂર્તિઃ ||22||

ચક્રં યુગાન્તાનલતિગ્મનેમિ ભ્રમત સમન્તાદ ભગવત્પ્રયુક્તમ|
દન્દગ્ધિ દન્દગ્ધ્યરિસૈન્યમાસુ કક્ષં યથા વાતસખો હુતાશઃ ||23||

ગદે‌உશનિસ્પર્શનવિસ્ફુલિઙ્ગે નિષ્પિણ્ઢિ નિષ્પિણ્ઢ્યજિતપ્રિયાસિ|
કૂષ્માણ્ડવૈનાયકયક્ષરક્ષોભૂતગ્રહાંશ્ચૂર્ણય ચૂર્ણયારીન ||24||

ત્વં યાતુધાનપ્રમથપ્રેતમાતૃપિશાચવિપ્રગ્રહઘોરદૃષ્ટીન|
દરેન્દ્ર વિદ્રાવય કૃષ્ણપૂરિતો ભીમસ્વનો‌உરેર્હૃદયાનિ કમ્પયન ||25||

ત્વં તિગ્મધારાસિવરારિસૈન્યમીશપ્રયુક્તો મમ છિન્ધિ છિન્ધિ|
ચર્મઞ્છતચન્દ્ર છાદય દ્વિષામઘોનાં હર પાપચક્ષુષામ ||26||

યન્નો ભયં ગ્રહેભ્યો ભૂત કેતુભ્યો નૃભ્ય એવ ચ|
સરીસૃપેભ્યો દંષ્ટ્રિભ્યો ભૂતેભ્યોં‌உહોભ્ય એવ વા ||27||

સર્વાણ્યેતાનિ ભગન્નામરૂપાસ્ત્રકીર્તનાત|
પ્રયાન્તુ સંક્ષયં સદ્યો યે નઃ શ્રેયઃ પ્રતીપકાઃ ||28||

ગરૂડ઼ો ભગવાન સ્તોત્રસ્તોભશ્છન્દોમયઃ પ્રભુઃ|
રક્ષત્વશેષકૃચ્છ્રેભ્યો વિષ્વક્સેનઃ સ્વનામભિઃ ||29||

સર્વાપદ્ભ્યો હરેર્નામરૂપયાનાયુધાનિ નઃ|
બુદ્ધિન્દ્રિયમનઃ પ્રાણાન પાન્તુ પાર્ષદભૂષણાઃ ||30||

યથા હિ ભગવાનેવ વસ્તુતઃ સદ્સચ્ચ યત|
સત્યનાનેન નઃ સર્વે યાન્તુ નાશમુપાદ્રવાઃ ||31||

યથૈકાત્મ્યાનુભાવાનાં વિકલ્પરહિતઃ સ્વયમ|
ભૂષણાયુદ્ધલિઙ્ગાખ્યા ધત્તે શક્તીઃ સ્વમાયયા ||32||

તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન હરિઃ|
પાતુ સર્વૈઃ સ્વરૂપૈર્નઃ સદા સર્વત્ર સર્વગઃ ||33

વિદિક્ષુ દિક્ષૂર્ધ્વમધઃ સમન્તાદન્તર્બહિર્ભગવાન નારસિંહઃ|
પ્રહાપયંલ્લોકભયં સ્વનેન ગ્રસ્તસમસ્તતેજાઃ ||34||

મઘવન્નિદમાખ્યાતં વર્મ નારયણાત્મકમ|
વિજેષ્યસ્યઞ્જસા યેન દંશિતો‌உસુરયૂથપાન ||35||

એતદ ધારયમાણસ્તુ યં યં પશ્યતિ ચક્ષુષા|
પદા વા સંસ્પૃશેત સદ્યઃ સાધ્વસાત સ વિમુચ્યતે ||36||

ન કુતશ્ચિત ભયં તસ્ય વિદ્યાં ધારયતો ભવેત|
રાજદસ્યુગ્રહાદિભ્યો વ્યાઘ્રાદિભ્યશ્ચ કર્હિચિત ||37||

ઇમાં વિદ્યાં પુરા કશ્ચિત કૌશિકો ધારયન દ્વિજઃ|
યોગધારણયા સ્વાઙ્ગં જહૌ સ મરૂધન્વનિ ||38||

તસ્યોપરિ વિમાનેન ગન્ધર્વપતિરેકદા|
યયૌ ચિત્રરથઃ સ્ત્રીર્ભિવૃતો યત્ર દ્વિજક્ષયઃ ||39||

ગગનાન્ન્યપતત સદ્યઃ સવિમાનો હ્યવાક શિરાઃ|
સ વાલખિલ્યવચનાદસ્થીન્યાદાય વિસ્મિતઃ|
પ્રાસ્ય પ્રાચીસરસ્વત્યાં સ્નાત્વા ધામ સ્વમન્વગાત ||40||

||શ્રીશુક ઉવાચ||
ય ઇદં શૃણુયાત કાલે યો ધારયતિ ચાદૃતઃ|
તં નમસ્યન્તિ ભૂતાનિ મુચ્યતે સર્વતો ભયાત ||41||

એતાં વિદ્યામધિગતો વિશ્વરૂપાચ્છતક્રતુઃ|
ત્રૈલોક્યલક્ષ્મીં બુભુજે વિનિર્જિત્ય‌உમૃધેસુરાન ||42||

||ઇતિ શ્રીનારાયણકવચં સમ્પૂર્ણમ||
( શ્રીમદ્ભાગવત સ્કન્ધ 6,અ| 8 )

Hindi -Sanskrit, English –

॥राजोवाच॥
यया गुप्तः सहस्त्राक्षः सवाहान् रिपुसैनिकान्।
क्रीडन्निव विनिर्जित्य त्रिलोक्या बुभुजे श्रियम्॥१॥

भगवंस्तन्ममाख्याहि वर्म नारायणात्मकम्।
यथास्स्ततायिनः शत्रून् येन गुप्तोस्जयन्मृधे॥२॥

॥श्रीशुक उवाच॥
वृतः पुरोहितोस्त्वाष्ट्रो महेंद्रायानुपृच्छते।
नारायणाख्यं वर्माह तदिहैकमनाः शृणु॥३॥

विश्वरूप उवाचधौतांघ्रिपाणिराचम्य सपवित्र उदङ् मुखः।
कृतस्वांगकरन्यासो मंत्राभ्यां वाग्यतः शुचिः॥४॥

नारायणमयं वर्म संनह्येद् भय आगते।
पादयोर्जानुनोरूर्वोरूदरे हृद्यथोरसि॥५॥

मुखे शिरस्यानुपूर्व्यादोंकारादीनि विन्यसेत्।
ॐ नमो नारायणायेति विपर्ययमथापि वा॥६॥

करन्यासं ततः कुर्याद् द्वादशाक्षरविद्यया।
प्रणवादियकारंतमंगुल्यंगुष्ठपर्वसु॥७॥

न्यसेद् हृदय ओंकारं विकारमनु मूर्धनि।
षकारं तु भ्रुवोर्मध्ये णकारं शिखया दिशेत्॥८॥

वेकारं नेत्रयोर्युंज्यान्नकारं सर्वसंधिषु।
मकारमस्त्रमुद्दिश्य मंत्रमूर्तिर्भवेद् बुधः॥९॥

सविसर्गं फडंतं तत् सर्वदिक्षु विनिर्दिशेत्।
ॐ विष्णवे नम इति ॥१०॥

आत्मानं परमं ध्यायेद ध्येयं षट्शक्तिभिर्युतम्।
विद्यातेजस्तपोमूर्तिमिमं मंत्रमुदाहरेत ॥११॥

ॐ हरिर्विदध्यान्मम सर्वरक्षां न्यस्तांघ्रिपद्मः पतगेंद्रपृष्ठे।
दरारिचर्मासिगदेषुचापाशान् दधानोस्ष्टगुणोस्ष्टबाहुः ॥१२॥

जलेषु मां रक्षतु मत्स्यमूर्तिर्यादोगणेभ्यो वरूणस्य पाशात्।
स्थलेषु मायावटुवामनोस्व्यात् त्रिविक्रमः खे‌உवतु विश्वरूपः ॥१३॥

दुर्गेष्वटव्याजिमुखादिषु प्रभुः पायान्नृसिंहो‌உसुरयुथपारिः।
विमुंचतो यस्य महाट्टहासं दिशो विनेदुर्न्यपतंश्च गर्भाः ॥१४॥

रक्षत्वसौ माध्वनि यज्ञकल्पः स्वदंष्ट्रयोन्नीतधरो वराहः।
रामो‌உद्रिकूटेष्वथ विप्रवासे सलक्ष्मणोस्व्याद् भरताग्रजोस्स्मान् ॥१५॥

मामुग्रधर्मादखिलात् प्रमादान्नारायणः पातु नरश्च हासात्।
दत्तस्त्वयोगादथ योगनाथः पायाद् गुणेशः कपिलः कर्मबंधात् ॥१६॥

सनत्कुमारो वतु कामदेवाद्धयशीर्षा मां पथि देवहेलनात्।
देवर्षिवर्यः पुरूषार्चनांतरात् कूर्मो हरिर्मां निरयादशेषात् ॥१७॥

धन्वंतरिर्भगवान् पात्वपथ्याद् द्वंद्वाद् भयादृषभो निर्जितात्मा।
यज्ञश्च लोकादवताज्जनांताद् बलो गणात् क्रोधवशादहींद्रः ॥१८॥

द्वैपायनो भगवानप्रबोधाद् बुद्धस्तु पाखंडगणात् प्रमादात्।
कल्किः कले कालमलात् प्रपातु धर्मावनायोरूकृतावतारः ॥१९॥

मां केशवो गदया प्रातरव्याद् गोविंद आसंगवमात्तवेणुः।
नारायण प्राह्ण उदात्तशक्तिर्मध्यंदिने विष्णुररींद्रपाणिः ॥२०॥

देवोस्पराह्णे मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो माम्।
दोषे हृषीकेश उतार्धरात्रे निशीथ एकोस्वतु पद्मनाभः ॥२१॥

श्रीवत्सधामापररात्र ईशः प्रत्यूष ईशो‌உसिधरो जनार्दनः।
दामोदरो‌உव्यादनुसंध्यं प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः ॥२२॥

चक्रं युगांतानलतिग्मनेमि भ्रमत् समंताद् भगवत्प्रयुक्तम्।
दंदग्धि दंदग्ध्यरिसैन्यमासु कक्षं यथा वातसखो हुताशः ॥२३॥

गदे‌உशनिस्पर्शनविस्फुलिंगे निष्पिंढि निष्पिंढ्यजितप्रियासि।
कूष्मांडवैनायकयक्षरक्षोभूतग्रहांश्चूर्णय चूर्णयारीन् ॥२४॥

त्वं यातुधानप्रमथप्रेतमातृपिशाचविप्रग्रहघोरदृष्टीन्।
दरेंद्र विद्रावय कृष्णपूरितो भीमस्वनो‌உरेर्हृदयानि कंपयन् ॥२५॥

त्वं तिग्मधारासिवरारिसैन्यमीशप्रयुक्तो मम छिंधि छिंधि।
चर्मञ्छतचंद्र छादय द्विषामघोनां हर पापचक्षुषाम् ॥२६॥

यन्नो भयं ग्रहेभ्यो भूत् केतुभ्यो नृभ्य एव च।
सरीसृपेभ्यो दंष्ट्रिभ्यो भूतेभ्यों‌உहोभ्य एव वा ॥२७॥

सर्वाण्येतानि भगन्नामरूपास्त्रकीर्तनात्।
प्रयांतु संक्षयं सद्यो ये नः श्रेयः प्रतीपकाः ॥२८॥

गरूड़ो भगवान् स्तोत्रस्तोभश्छंदोमयः प्रभुः।
रक्षत्वशेषकृच्छ्रेभ्यो विष्वक्सेनः स्वनामभिः ॥२९॥

सर्वापद्भ्यो हरेर्नामरूपयानायुधानि नः।
बुद्धिंद्रियमनः प्राणान् पांतु पार्षदभूषणाः ॥३०॥

यथा हि भगवानेव वस्तुतः सद्सच्च यत्।
सत्यनानेन नः सर्वे यांतु नाशमुपाद्रवाः ॥३१॥

यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयम्।
भूषणायुद्धलिंगाख्या धत्ते शक्तीः स्वमायया ॥३२॥

तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः।
पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः ॥३३

विदिक्षु दिक्षूर्ध्वमधः समंतादंतर्बहिर्भगवान् नारसिंहः।
प्रहापयंल्लोकभयं स्वनेन ग्रस्तसमस्ततेजाः ॥३४॥

मघवन्निदमाख्यातं वर्म नारयणात्मकम्।
विजेष्यस्यंजसा येन दंशितो‌உसुरयूथपान् ॥३५॥

एतद् धारयमाणस्तु यं यं पश्यति चक्षुषा।
पदा वा संस्पृशेत् सद्यः साध्वसात् स विमुच्यते ॥३६॥

न कुतश्चित भयं तस्य विद्यां धारयतो भवेत्।
राजदस्युग्रहादिभ्यो व्याघ्रादिभ्यश्च कर्हिचित् ॥३७॥

इमां विद्यां पुरा कश्चित् कौशिको धारयन् द्विजः।
योगधारणया स्वांगं जहौ स मरूधन्वनि ॥३८॥

तस्योपरि विमानेन गंधर्वपतिरेकदा।
ययौ चित्ररथः स्त्रीर्भिवृतो यत्र द्विजक्षयः ॥३९॥

गगनान्न्यपतत् सद्यः सविमानो ह्यवाक् शिराः।
स वालखिल्यवचनादस्थीन्यादाय विस्मितः।
प्रास्य प्राचीसरस्वत्यां स्नात्वा धाम स्वमन्वगात् ॥४०॥

॥श्रीशुक उवाच॥
य इदं शृणुयात् काले यो धारयति चादृतः।
तं नमस्यंति भूतानि मुच्यते सर्वतो भयात् ॥४१॥

एतां विद्यामधिगतो विश्वरूपाच्छतक्रतुः।
त्रैलोक्यलक्ष्मीं बुभुजे विनिर्जित्य‌உमृधेसुरान् ॥४२॥

॥इति श्रीनारायणकवचं संपूर्णम्॥

Narayan Kavach in English:–

Rajo Uvacha ||

Yaya guptha sahasraksha savaahaan ripu sainikan,

Kreedanniva vinirjithya trilokya bhubhuje sriyam., 1

Bhagawam sthan mamakhyahi varma narayanathmakam,

Yadha athathayina shathroon yena guptho jayan mrudhe., 2

Sri Shuka Uvacha ||

Vrutha, purohitha thwashtro mahendra yanu pruchathe,

Narayanakhyam varmaha thadihaika mana srunu., 3

Dhouthangri panir achamya sapavithra udang mukha,

Kruthaswa anga kara nyaso manthrabhyam vagyatha suchi., 4

Narayana mayam varma sannahyedh bhaya agathe,

Daiva bhoothathma karmebhya narayana maya puman., 5

Padyor janu noruvor udhare hrudhyadhorasi,

Mukhe sirasya anu poorva omgaradheeni vinyaseth., 6

Om namo narayanethi viparyaya madhapi vaa,

Kara nyasam Thatha kuryad dwadasakshara vidhyaya., 7

Pranavadhi yakarandha mangulyam angushta parvasu,

Nyased drudaya omkaram vikara manu moordhani., 8

Shakaranthu brovor madhye nakaram shikhayam nyased,

Vekaram nethrayor yunjyannakaram sarva sandhishu., 9

Makara masthra mudhisya mantha moorthir bhaved budha,

Sarva sanga shadantham thath sarva dikshu vinirdisheth,

Om Vishnava nama ithi., 10

Athmanam paramam dhyeyed dhyeyam shad shakthibhir yudham,

Vidhya thejas thapo murthim imam manthra mudhahareth., 11

Om harir vidhadhyan mama sarva raksham.

Nyashngir padma padgendra prushte,

Dharari charmasi gadheshu chapa,

Pasan dadhano ashtaguno ashta bahu., 12

Jaleshu maam rakshathu mathsya moorthir,

Yadho ganebhyo varunasya pasad,

Sthaleshu maya vatu vamano avyal,

Trivikrama khevadu viswaroopa., 13

Durgesh atavyaji mukhadhishu Prabhu,

Payanrusimho asura yoodha pari,

Vimunchatho yasya mahattahasam,

Dhiso vinedhur anya pathangascha Garbha., 14

Rakshathwasou maadhwani Yajna Kalpa,

Swadamshtrayoth patha dharo varaha,

Ramo aadhrikooteshwadha vipravase,

Sa lakshmanovyadh bharathagrajo maam., 15

Mamugra dharmad akhilath pramadath,

Narayana pathu narascha hasath,

Dathaswa yogad adha Yoga natha,

Payadh Gunesa kapila Karma bandath., 16

Sanath kumaro aavathu Kama devath,

Hayanano maam padhi deva helanath,

Devarshi varya purusharcha nantharath,

Koormo harir maam nirayadh aseshath., 17

Dhanwandarir bhagawan pathway padhyath,

Dwandwadh bhayad rushabho nirjithama,

Yajnascha loka devathaa janandath,

Balo ganath krodha vasadh aheendra., 18

Dwaipayano bhagwan aprabhodhad,

Budhasthu pashanda ganath pramadhath,,

Kalki kale kala malath prapath,

Dharma vanayoru kruthavathara., 19

Maam kesavo gadhaya pratharavyad,

Govinda aasangava aartha venu,

Narayana prahana udatha shakthir,

Madhyandhine vishnurareendra pani., 20

Devo aparahne Madhu hogra dhanwa,

Sayam thridhamavathu Madhwao maam,

Doshe Hrishi kesa, uthardha rather,

Niseedha yekovathu Padmanabha., 21

Srivathsa dhamaapara rathra eesa,

Prathyoosha eesosidharo janardhana,

Dhamodharo avyad anusandhyam prabathe,

Visweswaro bhagwan kala moorthi., 22

Chakram yugantha analathigma nemi,

Bhramath samanthad Bhagvath prayuktham,

Dandhagdhi dangdhyari sainya masu,

Kaksham yadha vatha sakho huthasa., 23

Gadhe asani sparsana visphulinge,

Nishpindi nishpindyajitha priyasi,

Koosmanda vainayaka yaksha raksho,

Bhootha graham choornaya choornyarin., 24

Thwam yathu dhana pramadha pretha mathru,

Pisacha vipra graham gora drushteen,

Dharendra vidhravaya Krishna pooritho,

Bhima swano arer hrudhayani kambhayan., 25

Thwam thigma dharasi varari sainyam,

Eesa prayuktha mama chindhi, chindhi,

Chakshoomshi charman satha chandra chadhaya,

Dwishamaghonaam hara papa chakshusham., 26

Yanna bhayam grahebhyobhooth kethubhyo nrubhya eva cha,

Saree srupebhyo dhamshtribhyo bhoothabyohebhya yeva cha., 27

Sarvanyethani bhagavan nama roopasthra keerthanath,

Prayanthu samkshayam sadhyo ye na sreya pratheepika., 28

Garudo Bhagawan sthothra sthobha chandho maya Prabhu,

Rakshathwa sesha kruchsrebhyo vishwaksena swa namabhi., 29

Savapadbhyo harer nama roopayanaayudhani na.

Budheendriya mana praanan paanthu parshadha bhooshana., 30

Yadhahi bhagwan eva vasthutha sad sachayath,

Sathye nanena na sarve yanthu nasamupadrawa., 31

Yadaikathmanu bhavanam vikalpa rahitha swayam,

Bhooshanuyudha lingakhya dathe shakthi swa mayaya., 32

Thenaiva sathya manen sarvajno Bhagwan Hari,

Pathu sarvai swaroopairna sada sarvathra sarvaga., 33

Vidikshu dikshoordhwamadha Samantha,

Anthar bahir bhagwan narasimha,

Praha bhayam loka bhayam swanena,

Swathejasa grastha samastha theja., 34

Maghavan idham aakhyatham varma narayanathmakam,

Vijeshya syanjasa yena damsitho sura yoodhapan., 35

Yethad dharayamanasthu yam yam pasyathi chakshusha,

Pada vaa samsprusethsadhya saadvasath sa vimuchyathe., 36

Na kuthaschid bhayam thasya vidhyam dharayatho bhaved.,

Raja dasyu grahadhebhyo vyagradhibhyascha karhichith., 37

Imam vidhyam pura kaschid kaushiko dharayan dwija,

Yogadharanaya swa angam jahow marudhanwani., 38

Thasyopari vimanena gandharwa pathi rekhadha,

Yayou chithra radha sthreebhir vrutho yathra dwijakshaya., 39

Gagamam anya pada sadhya savimano hyavak sira,

Sa balakhilya vachanad asthhenyadhya vismitha,

Prasya prachee saraswathyam snathwa dhama swa manwagadh., 40

Sri Shuka Uvacha ||

Ya idham srunuyath kale yo dharayathi chadhrutha,
Tham namasyanthi bhoohani muchyathe sarvatho bhayath., 41

Yetham vidhyamadhi gatho viswaroopa chatha kruthu,

Trilokya lakshmeem bubhuje vinirjithya mrude asuran., 42

According to Hindu Mythology chanting of Narayan Kavach regularly is the most powerful way to please God Narayan and get his blessing.

How to Recite Narayan Kavach

To get the best result you should do recitation of Narayan Kavach early morning after taking bath and in front of God Narayan Idol or picture. You should first understand the Narayan Kavach meaning in hindi to maximize its effect.

Benefits of Narayan Kavach

Regular recitation of Narayan Kavach gives peace of mind and keeps away all the evil from your life and makes you healthy, wealthy and prosperous.

સંસાર દુઃખોથી ભરેલો છે. સુખ એ તો બે સુખો વચ્ચેનો અંતરાલ (ઈન્ટરવલ) છે. એમ કોઈકે યોગ્ય જ કહ્યું છે. સંસારમાં રહેતા મનુષ્ય પણ ક્યારેક એવી પરિસ્થિતિમાં મૂકાઈ જાય કે તેને કોઈ રસ્તો મળતો નથી. ચારે બાજુએથી ઘેરાઈ જાય છે. સગાવહાલા, મિત્રો બધા જ પોતાના મોં ફેરવી લે છે. ત્યારે હતાશ થયેલ મનુષ્ય આત્મહત્યાને પંથે વળે છે. આવા સંજોગોમાં આપણા કરૂણાશીલ મનીષીઓએ, આ દુઃખ, આ ભય વગેરેમાંથી ઉપાય સૂચવેલ છે – તેમાંનું એક છે – ‘નારાયણ કવચ’. શ્રીમદ્ ભાગવતના ૬ઠ્ઠા સ્કંધના આઠમા અઘ્યાયના શ્વ્લોક ૧૨ થી ૩૪ – એ ૨૩ શ્વ્લોકોને નારાયણ કવચ નામ અપાયું છે. પોતાના ગુરૂ એવા બૃહસ્પતિનો અનાદર કરવાથી નારાજ થયેલ બૃહસ્પતિ (દેવગુરૂ)એ ઈન્દ્રનું ગુરૂપદ છોડી દીઘું. અને તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા. પછીથી ઈન્દ્રને ભૂલ સમજાઈ. તેણે ગુરૂની શોધ કરી, પણ તેમની ભાળ મળી નહી. આ દેવો ગુરૂહીન થયા છે. એ વાત દૈત્યોએ પોતાના ગુરૂ શુક્રાચાર્ય દ્વારા જાણી, અને દેવો પર આક્રમણ કરવા કહ્યું. ગુરૂની અવહેલનાથી નિસ્તેજ થઈ ગયેલ દેવોનો ભૂંડો પરાજય થયો. થાકી હારીને દેવો બ્રહ્માના શરણે ગયા. બ્રહ્માની સલાહથી તેમણે વિશ્વરૂપને (ષ્વષ્ટ્રાના પુત્ર) ગુરૂપદે સ્થાપિત કર્યા. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ કર્યો. તે નારાયણ કવચથી રક્ષિત થઈને ઇન્દ્રે દૈત્યો સાથે યુદ્ધ કર્યું. જેમાં તેનો ભવ્ય વિજય થયો. આ નારાયણ કવચનો ઇતિહાસ શ્રીમદ્ ભાગવતમાં વર્ણવાયો છે. આજે પણ ભયથી ત્રસ્ત, વિપત્તિથી ઘેરાયેલ મનુષ્ય નારાયણ કવચની ઉપાસના દ્વારા, સંકટોને પાર કરી શકે છે. મહર્ષિ વ્યાસ શ્રીમદ્ ભાગવતના રચયિતા છે. તેઓ મહાભારતના પણ રચયિતા છે. શ્રી વ્યાસ ભગવાન વિષ્ણુના ૧૭મા અવતાર છે. ‘‘તતઃ સપ્તદશે જાતઃ સત્યવ્રત્યાં પરાશરાત્ ચક્રે વેદતરોઃ શાખા દ્રષ્ટ્વા વુંસોલ્પમેધસઃ (શ્રીમત્ ભાગવત ૧/૩/૧૧) સત્યવતની અજે પરાશરના પુત્ર વેદવ્યાસ વિષ્ણુનાં ૧૭મો અવતાર છે. તેમણે વેદરૂપી વૃક્ષને ચાર શાખાઓ (ઋગ્વેદ, યજુર્વેદ સામવેદ અથર્વવેદ)માં વિભાજિત કર્યું. કારણે માણસોની બુદ્ધિ ઘટતી જતી હતી) આ દ્રષ્ટિએ જોતાં શ્રીમદ્ ભાગવત ભગવાનની વાણી છે. તે ભગવાનનું જ સ્વરૂપ છે. ‘ઇદં ભાગવતં નામ પુરાણં બ્રહ્મ સંનિતં (ભાગવત એ ભગવાન-બ્રહ્મની વાણી છે.’ આ દ્રષ્ટિએ જોતાં, ભગવાન શ્રી કૃષ્ણે કરૂણાવશ થઈને વ્યાસ અવતાર દ્વારા આપત્તિ, ભયમાંથી બચવા નારાયણ કવચની રચના કરી છે. આ નવ્ય સમજીને નારાયણ કવચનો નિયમિત પાઠ બધી જ આપત્તિઓમાંથી ઉગારશે. અહીં નારાયણ કવચના મૂળશ્વ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર આપ્યું છે. (મૂળ શ્વ્લોકો ૬ઠ્ઠા સર્ગના ૮મા અઘ્યાયના શ્વ્લોક ૧૨-૩૪ છે.) ‘‘ૐ હરિર્વિદ ઘ્યાન્મમ સર્વરક્ષાં ન્યસ્તાંઘ્રિપદ્મ પતત્રેન્દ્ર પૃષ્ઠે, દરારિ ચર્મઃસિગદેષુચાપ પાશાન્ દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુઃ)’ અષ્ટસિદ્ધિ અને આઠ ભુજાઓવાળા, ગરૂડ પર સવાર થયેલા, શંખ, ઢાલ, ખડ્ગ, ધનુષ્ય બાણ અને પાશ ધારણ કરનાર વિષ્ણુ ભગવાન મારી સર્વ પ્રકારે રક્ષા કરો. પાણીમાં જળચરો અને વરુણના પાશથી મસ્ત્યમૂર્તિ, જમીનર બટુક સ્વરૂપ ધારણ કરનાર ત્રિવિક્રમ એવા, વામન અને આકાશમાં વિશ્વરૂપ મારી રક્ષા કરો. કિલ્લા જંગલ, યુદ્ધભૂમિમાં, દૈત્યોનો અધિપતિના શત્રુ કે જેના અટ્ટહાસ્યથી દિશાઓ કંપી ઉઠે છે અને દૈત્યસ્ત્રીઓના ગર્ભ ગળી જાય છે. તેવા નરસિંહ ભગવાન રક્ષા કરો. યજ્ઞસ્વરૂપ અને પોતાની દાઢ દ્વારા પાતાળમાંથી પૃથ્વીને લઈ આવનાર વરાહ માર્ગમાં અને ભરતના મોટાભાઈ શ્રી રામ લક્ષ્મણ પર્વતના શિખરો અને પ્રવાસમાં મારી રક્ષા કરો. મારા ઉગ્રભાવ (ક્રોધ) અને પ્રમાદથી શ્રી નારાયણ અને પરિહાસથી નર સ્વરૂપ મારી રક્ષા કરો. યોગી દત્તાત્રેય મને યોગથી વિમુખ થતો બચાવો, ત્રણ ગુણોને વશમાં કરનાર કપિલ ભગવાન કર્મના બંધથી મારી રક્ષા કરો. અનંતકુમાર મને કામવાસનાથી બચાવો, હયગ્રીવ દેવોના તિરસ્કાર કરતાં મને રોકો. દેવર્ષિ નારદ મને પૂજાની અયોગ્ય વિધિ હું ન કરૂં. તે અજ્ઞાનથી બચાવો, અને કૂર્મ (કચ્છપ) નરકથી મને બચાવો. ધન્વંતરિ મને અયોગ્ય આહાર કરતાં રોકો. પોતાના આત્માને જીતનાર ઋષભદેવ. દ્વન્દ્વો (સુખ-દુખ, હર્ષ-ખેદ) અને ભયથી મારું રક્ષણ કરો. યજ્ઞ ભગવાન મારી નજીક રહેતા (કુમાર્ગે દોરતા) માણસોથી બચાવો. બુદ્ધ ભગવાન મને પાખંડ અને પ્રમાદ (આળસ)થી મારું રક્ષણ કરો. કલ્કિ ભગવાન કલિયુગના મલિન કર્મોથી મારું રક્ષણ કરો. કેમકે તેમનો અવતાર ધર્મના રક્ષણ માટે જ થયો છે. કેશવ પોતાની ગદા દ્વારા સવારમાં મારું રક્ષણ કરી મુરલીધર કૃષ્ણ, મને બચાવો. મઘુરાક્ષસનો વધ કરનાર ધનુષ્યધારી વિષ્ણુ બપોરે મારી રક્ષા કરો. માધવ સાંજે, રાતના પહેલા પ્રહરમાં, ઋષીકેશ મઘ્યરાત્રિએ પદ્મનાભ, મઘ્યરાત્રિ પછી શ્રી વસ્તધામ મારી રક્ષા કરો. સૂર્યોદય પહેલાં ઉષઃકાલમાં, ખડ્ગધારી જનાર્દન અને દામોદર, વિશ્વેશ્વર અને કાલમૂર્તિ સન્ઘ્યાકાળે મારું રક્ષણ કરો. પ્રલયકાળના અગ્નિની જ્વાળા ધરાવતું, ભગવાને મોકલેલ અને સતત ફરતું સુદર્શન ચક્ર, મારા શત્રુઓના સૈન્યને સૂકા ઘાસની જેમ બાળી નાખો. વજ્રના સ્પર્શથી જેનામાં તણખા ઝરે છે, તે ગદા, કુષ્માંડ, ભૈરવ, વૈનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત-પ્રેતના ચૂરેચુરા કરો. જે પાંચજન્ય શંખ ભગવાન વગાડે છે. તે ભયંકર ઘ્વનિવાળો શંખ, યાતુ ધાન્ પ્રથમ પ્રેત, માતૃકા પિશાચ, વિપ્રગ્રહ વગેરે ઘોર દ્રષ્ટિવાળા તત્વોને ભગાડી મૂકો. તીક્ષ્ણ ધારવાળું, ભગવાનનું ખડ્ગ મારા શત્રુઓને કાપી નાખે, સો ચંદ્રના નિશાનથી અંકિત ઢાલ શત્રુઓની આંખ પર ઢંકાઈ, તેને અંધ કરો. અમને ગ્રહો, કેતુ (ઘૂમકેતુ). સાપ, વીંછી, વાઘ, સિંહ વગેરે હિંસક પશુઓનો ડર લાગે છે. તે ભગવાનના નામ સ્મરણથી દૂર થાઓ. સ્તોત્ર અને છન્દરૂપ ગ્રહો બધી મુશ્કેલીઓમાંથી અમને બચાવો. ભગવાનના નામરૂપ આયુધો, વાહન અમારી ઇન્દ્રિયો, બુદ્ધિ, મન પ્રાણનું રક્ષણ કરો. ભગવાન જ સત અને અસત્ છે આ સત્ય જ અમારા દુઃખ દૂર કરો. બધા સાથે એકતાની ભાવના જ શક્તિરૂપ છે. તેથી ભગવાન પોતાના સ્વરૂપ, આયુધ વાહન દ્વારા સર્વત્ર અમારી રક્ષા કરો. ‘‘દિક્ષુ વિદિક્ષૂર્ઘ્વ મધઃ સમન્તાદ્ અન્તર્બહિઃ ભગવાન નારસિંહઃ પ્રહાપયે બ્લોકભયં સ્વનેન સ્વાતેજસ્વગસ્ત સમસ્ત તેજાઃ (ભગવાન નરસિંહ કે જેમણે બધા તેજને પોતાનામાં સમાવી લીધા છે. તે પોતાના તેજ દ્વારા પોતાના અટ્ટહાસ્ય કે ગર્જના દ્વારા સર્વ દિશાઓ, વિદિશા (વાયવ્યાદિ ચાર ખૂણા) નીચે ઉપર બધે રહેલા ભયને ભગાડીને અમારું રક્ષણ કરો.) આ છે નારાયણ કવચ. આપત્તિ, પીડા, ભય વખતે તેનું પઠન મનુષ્યને અવશ્ય બચાવે છે.

---------------------------------

સુદર્શન કવચ મહામંત્ર



સુદર્શન કવચ મહામંત્ર


શ્રી સુદર્શન કવચ
વૈષ્ણવાનાં  હી રક્ષાર્થ શ્રી વલ્લભ નિરુપિત:|

સુદર્શન મહામંત્રો  વૈશ્નવા નાં હિતાવહ :|| ૧ ||

મંત્રા મધ્યે નિરપ્યંતે  ચક્રાકાર  ચ  લિખ્ય્તે |

ઉત્તરાગર્ભરક્ષા  ચ પરીક્ષિત હિતે રત: || ૨ ||

બ્રહ્માસ્ત્ર વારણમ ચૈવ ભક્તાનાંભય ભંજન 😐

વધમ ચ દુષ્ટ દૈત્યાનાં ખંડમ  ખંડમ  ચ કારયેત || ૩ ||

વૈષ્ણવાનાં  હિતાર્થાય ચક્રમ  ધારયતે  હરી |

પીતાંબરો  પરબ્રહ્મ વનમાલી ગદાધર : ||૪ ||

કોટી કંદર્પ લાવાણ્યો  ગોપિકા પ્રાણ વલ્લભ  |

શ્રી વલ્લભ કૃપાનાથો  ગિરીધર શત્રુ મર્દન : ||૫ ||

દાવાગ્નિદર્પહર્તા  ચ ગોપીનાં ભય નાશન 😐

ગોપલો ગોપ કન્યાભિ  સમાવૃતોડ ધિતિષ્ઠતે ||૬ ||

વ્રજ મંડલ કાશી ચ  કાલિંદી  વીરહાનલ  |

સ્વરૂપાનંદ  દાનાર્થ  તાપ્નોત્તર  ભાવન:  ||૭ ||

નિકુંજ વિહાર દાવાગ્રે દેહી મેં  નિજ દર્શનમ  |

ગો  ગોપિકા  શ્રુતાકીરણો  વેણું વાદન  તત્પર :||૮ ||

કામરૂપી  કલાવાંશ્ચ કામિની કામદો વિભુ:|

મન્થો મથુરાનાથો માધવો  મકરધ્વજ :  ||૯ ||

શ્રી ધર : શ્રીકરશ્ચેવ  શ્રી નિવાસ : સતાં ગતિ  |

મુક્તિ દો  ભુક્તિ દો વિષ્ણુ  ભૂર્ધરો  ભૂત ભાવન : ||૧૦ ||

સર્વ દુઃખહર  વીરો દુષ્ટ દાનવ  નાશક 😐

શ્રી નૃસિંહો  મહાવિષ્ણું  શ્રી નિવાસ : સતાં  ગતી :||૧૧||

ચિદાનન્દમયો  નિત્ય : પૂર્ણ બ્રહ્મ  સનાતન : |

કોટીભાનુપ્રભાવી  ચ કોટી લીલા પ્રકાશવાન  ||૧૨ ||

ભક્ત પ્રિય : પદ્મ નેત્રો  ભક્તાનાં  વાંછીત પ્રદ: |

હ્રદયે  કૃષ્ણો  મુખે કૃષ્ણો  નેત્રે કૃષ્ણશ્ચ  કર્ણયો : ||૧૩ ||

ભક્તિપ્રિયશ્ચ  શ્રી કૃષ્ણમ  સર્વં કૃષ્ણમયં  જગત  |

કાલમ મૃત્યું યમમ્  દૂતમ  ભૂતમ પ્રેતમ  ચ  પુર્યતે  ||૧૪ ||

પર વિદ્યા નિવારણાય  અતી દીપ્તાય  અથર્વ વેદ |

ઋગ્વેદ – સામવેદ -યજુર્વેદ -સિદ્ધ કરાય નીરહારાય  ||૧૫ ||

મહાબલ પરાક્રમાય  મહા વિપત્તિ  નિવારણાય  ભક્તજન  |

કલ્પના કલ્પદૃમાય  દુષ્ટજન મનોરથ સ્તંભનાય  ||૧૬ ||

પિશાચાન  રાક્ષસાન ચૈવ  હ્ર્દ્યી રોગાંશ્ચ દારૂણાન્ |

ભૂચરાન્   ખેચરાન્  સર્વ  ડાકિની:  શાકિની સ્તથા ||૧૭||

નાચકં   ચેટકં  ચૈવ ચ્છલચ્ચિછ્દ્ર્મ ન   દ્રશ્ય્તે   |

અકાલે  મરણમ તસ્ય શોક દોષો ન લભ્યતે  ||૧૮||

સર્વ વિઘ્નમ  ક્ષયં યાતી  રક્ષસ્વ ગોપિકા પ્રિય  |

ભયં  દાવાગ્નિ  ચૌરાણામ  વિગ્રહે  રાજ સંકટે   ||૧૯ ||

વ્યાલવ્યાગ્ર  મહા શત્રુ વૈરીબંધો  ન લભ્ય્તે     |

આધી વ્યાધી   હરશ્ચેંવ  ગ્રહ પીડા વિનાશને     ||૨૦||

સંગ્રામ જયદસ્તમાદ્  ધ્યાયે દેવં  સુદર્શનમ્   |

સપ્તદશ ઇમો  શ્લોકો  યંત્ર મધ્યે  ચ  લિખ્ય્તે    ||૨૧||

વૈષ્ણવાના મિદમ  યંત્ર મ્ન્યેભ્યશ્ચ     ન  દિયતે |

વંશ વૃદ્ધિ ર્ભ વેત્ત્સ્ય  શ્રોતા  ચ  ફલ માપ્નુંયાત્   ||૨૨||

સુદર્શન મહામંત્રો લભતે જય મંગલમ્  |

કૃષ્ણ ત્વામહં  શરણાગત :            |

વૈષ્ણવાર્થ  કૃતં યંત્રમ   શ્રી વલ્લભ નિરુપિતમ્   ||૨૩||

( ઇતિ  શ્રી  વલ્લભાચાર્ય કૃતં  સુદર્શન કવચં  સંપૂર્ણમ્  )

--------------------------------------------


શ્રી સુદર્શન કવચના મંત્ર જાપથી શું લાભ ? કવચના મંત્રો ગ્રહપીડામાં રાહત આપી શકે ?
- ‘મંત્ર’માં અનેરી શક્તિ છે ‘મંત્રો’ દ્વારા યજ્ઞમાં આહુતી આપવામાં આવે છે. અમુક મંત્રો બોલવાથી મેઘની વર્ષા થઈ શક્તી હોય તો માણસની પીડા કેમ ન હરે ? મંત્ર શુદ્ધ મન અને વાણીથી બોલેલા હોવા જોઇએ. તેમાં પવિત્રતા જરૂરી છે.
‘મંત્ર’માં અનેરી શક્તિ છે ‘મંત્રો’ દ્વારા યજ્ઞમાં આહુતી આપવામાં આવે છે. અમુક મંત્રો બોલવાથી મેઘની વર્ષા થઈ શક્તી હોય તો માણસની પીડા કેમ ન હરે ? મંત્ર શુદ્ધ મન અને વાણીથી બોલેલા હોવા જોઇએ. તેમાં પવિત્રતા જરૂરી છે.
સુદર્શન કવચમાં ૧૫મા શ્વ્લોકમાં આવે છે.
‘‘પિશાયાન્‌ રાક્ષાસાન્‌ ચૈવ હદિ રોગાંશ્વ દારૂણાન્‌ ।
ભૂમચરાને ખેમરાન્‌ સેર્વડાક્તિઃ શાકિની સ્તથા ’’।।
હે પ્રભુ આપ મારા વિરોધી-પિશાચ રાક્ષસે અને હૃદયમાં રહેલા દારૂણ રોગો, પૃથ્વી ઉપર ફરનારા અને આકાશમાં ફરનારા ભૂતો અને સર્વ ડાકીણીઓનો તથા શાકિણીઓનો નાશ કરો. માન્યતા મુજબ ‘કવચ’ના શ્વ્લોકો પોતાની પાસે રાખવાથી પણ ભયથી મુક્તિ મળે છે. આ અંધશ્રદ્ધા નથી પણ ‘કવચ’એ પ્રભુનું નામ છે મંત્રો દ્વારા પ્રભુનું આહ્‌વાન છે ભક્તો ગાય છે ઃ
કૃષ્ણ ત્વામહૃં શરણાગતઃ ।
વૈષ્ણવાર્થ કૃતં યત્રં શ્રી વલ્લભનિરૂપિતમ્‌ ।।
શ્રીમદ્‌ ભાગવતના ૬ઠ્ઠા સ્કંધમાં અઘ્યાય આઠમાં ‘નારાયણ કવચ’ પણ આવે છે.
શુકદેવજીને પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને નારાયણ કવચ કહેલું
દરેક કવચની અનેરી જુદી જુદી વિધિ છે. ૐ નમો નારાયણ અને ૐ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રો છે તે નારાયણ કવચમાં મુખ્ય છે.
શુકદેવજીએ કહ્યું છે કે જે ‘‘નારાયણ કવચ બોલે છે તે બધી જાતના ભયથી મુક્ત બને છે.’’
શ્રી યમુના કવચ ઃ (ગર્ગ સંહિતા માઘુર્ય ખંડે અઘ્યાય ૧૬) આ કવચ મનુષ્યોના ચાર અર્થોને આપનારૂ સાક્ષાત્‌ યમુના કવચ છે.
યમુનાશ્ચ કવચં સર્વ રક્ષા કરે નૃક્ષામ્‌ ।
ચતુષ્પદાર્થદં સાક્ષાત શૃણુ રાજન્મહાર્મતે ।।
યમુના કવચના પાઠથી માનવનું સઘળ ઇષ્ટ થાય છે. તે સર્વ તીર્થોના ફળને પામે છે અને અંતે પરમ દુર્લભ એવા પરમધામને ગોલોકવાસને પામે છે. શ્રી સિદ્ધિલક્ષ્મી કવચ સ્વરૂપે સ્તોત્રમ્‌ આ સ્તોત્રનું પઠન કરવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે. નાણાંકીય અવરોધ દૂર થાય છે. (શ્રી મહાલક્ષ્માષ્ટક સ્તોત્ર) માતાજીના ઉપાસકો માટે દેવી કવચ પણ થઈ શકે છે.
‘સૂર્યદેવ’ એ ગ્રહોના રાજા ગણાય છે. ‘સૂર્ય નમસ્કાર’ સૂર્યના કવચમાંથી ગ્રહો ઓછી પીડા આપે છે.
છાયા સંજ્ઞા પતયે નમઃ ।।
નો શ્વ્લોક બોલવાથી સૂર્યદેવની કૃપા થાય છે.
શ્રી સુક્તમ્‌ પણ એક પ્રકારનું કવચની ગરજ સારે છે.
દેવી કવચ પણ છે.
આદિત્ય પ્રથમં નામં દ્વિતીયં તુ દિવાકર ।
તૃતીયં ભાંસ્કરઃ પ્રોકતં ચતુર્થ તું પ્રભાકર ।।
પંચમં તુ સહસ્ત્રાશું ષષ્ઠં ચ ત્રિલોચનઃ ।
સપ્ત હરિશ્ચશ્ચ અષ્ટમ્‌ ચ વિભાવસુ ।।
નવમં દિનકૃત્યોક્તં દશમ્‌ દ્વાદશાત્મકઃ ।।
આમ સૂર્યની સ્તુતિ પણ ઉપયોગી છે મનના મનોરથો પુરા પાડી ગ્રહદશામાં રાહત આપે છે. કવચના મંત્રોને અંધશ્રદ્ધા સાથે ન જોડવું જોઇએ કરેલા કર્મો તો ભોગવવા જ પડે. ખરાબ કૃત્ય કે કરેલા પાપોનો પુણ્યમાંથી બાદબાકી નથી થતી. દરથ રાજાથી શ્રવણના મા-બાપની ભૂલથી તિર વાગવાથી હત્યા થઈ તો પુત્ર વિયોગ સહન કરવો પડ્યો. પણ પ્રભુનું નામસ્મરણ ‘કવચ’ દ્વારા કરવાથી તે રાહત તો જરૂર આપે જ.
‘સૂર્ય કવચ’ સ્તોત્રમ્‌માં યાજ્ઞવલ્કયામે ઉવામ્‌
શ્રુણુઘ્વ મુનિશાર્દુલ સૂર્યસ્ય કવચં શુભમ્‌ ।
શગરારોગ્યદં દિવ્ય સર્વ સૌભાગ્ય દાયકમ્‌ ।।
આ સૂર્યની ઉપાસનાનું કવચ છે. ૐ સાવિત્રુ સૂર્યનારાયણ નમઃ સૂર્ય નારાયણને બાર નમસ્કાર છે તેમાંનો એક નમસ્કાર છે માનતા મુજબ સૂર્યનારાયણની આરાધના કરવાથી સર્વ પ્રકારના રોગ શોક અને સંકટોમાંથી મુક્ત થાય છે.
વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ એક કવચની ગરજ સારે છે.
‘તુલસી કવચ’ પણ છે. તુલસી કવચના સ્તોત્રના મંત્રના શ્રી મહાદેવજી ૠષિ છે. અનુષ્ટુપ છંદ છે. શ્રી ‘તુલસીજી’ માતા છે મનમાં ધારેલી કામનાઓની સિદ્ધિ છાતા છે.
યા દુષ્ટા નિખિલાધસડધશમની સ્પૃશ વયુ પાવની
રોગાણામભિવન્દિતા નિરસની સિત્કાન્તત્રોસિજા ।।
તુલસીનાં દર્શન પાપોને નાશ કરનારાં છે સઘળાં રોગોને દૂર કરનારા છે.
તુલસીને પાણી સીંચનારા ગોલોક મેળવનારા બને છે. તુલસી દ્વારકાધિશના ચરણારવંિદમાં અર્પણ કરે તો વૈકુંઠ સુખ પામે જ.
જેના ઘેર તુલસી કયારા છે તે ઘર એક તિર્થ છે. યમદૂત ન આવી શકે.
(બ્રહ્માંડ પુરાણમાં નવમા અઘ્યાયમાં તુલસી કવચ છે.)
દુઃખ કે ગ્રહો કોઈ દિવસ પીડા આપતા નથી આ કરેલા કર્મોનો હિસાબ છે.


-------------------------------------------


સુદર્શન ચક્રના દર્શન અને પૂજાથી મન વાંચ્છિત ફળ મળે છે
શ્રી નાથજીની છત ઉપર સાત ધજા કેમ ફરકે છે?
શ્રી નાથજીના મંદિર ઉપર દિવ્ય સુદર્શન ચક્ર શોભે છે. શ્રી નાથજીની ધજાને ‘ઘ્વજાજી’ કહેવામાં આવે છે. શ્રી નાથ દ્વારામાં રાજભોગના દર્શન કર્યા બાદ ઘ્વજાજી ચઢાવવામાં તેમજ ભોગ ધરાવવાની સેવા થાય છે. ઘ્વજાજીના દર્શનથી હૃદયમાં આનંદ થાય છે. શ્રીજીબાવા પ્રસન્ન થાય છે. ઘ્વજાજી સાથે જ સુદર્શન ચક્ર શોભે છે. ઘ્વજાજી એ શ્રી નાથજીનું જ દિવ્ય સ્વરૂપ છે. શ્રીજીના મંદિર ઉપરનો કળશ અને ચક્ર તે ઐશ્વર્ય, ધર્મનું પ્રતિક છે. તેની નીચે ચાર સંિહ છે તે વેદનું સ્વરૂપ છે.
સુદર્શન ચક્ર શ્રી ધર્મનું સ્વરૂપ છે. સુદર્શનને અત્તર અંગીકાર કરાવાય છે તેમજ ભોગ ધરાવવામાં આવે છે છત ઉપર વૈષ્ણવોને જવાની મનાઇ છે.
પરમાનંદ દાસજી પદમાં ગાય છે ઃ-
‘‘પદ્ય ધર્યો જન તાપ નિવારન
ચક્ર સુદર્શન ધર્યો કમલ કર,
ભક્તિ કી રક્ષા કે કારન ।। (૧)
શંખ ધર્યો રિપુ ઉદર વિદારન
ગદા ધરી દુષ્ટના સંહારન
ચારો ભુજર ચારુ આયુધ ધરિ
નારાયણ ભુવિ ભાર ઉતારન ।। (૨)
દીનાનાથ દયાલ જગતગુરૂ
આરતિ હરન ભક્ત ચંિતામન
પરમાનંદદાસકો ઠાકુર
યહ ઔસર છોડો જિના ।। (૩)
સું એટલે સુંદર-
દર્શન એટલે શાસ્ત્ર
સુદર્શન ચક્ર સર્વ શાસ્ત્રોના સારરૂપ છે. આથી પુષ્પોના સારરૂપ સુગંધીના ભંડારરૂપ અત્તર નિત્ય અંગીકાર કરે છે.
જે વૈષ્ણવો ભાવપૂર્વક અત્તર શ્રઘ્ધાથી સમર્પણ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.
કલશ ઉપરનું શ્રી નાથજીનું સુદર્શન ચક્ર છે ભક્તોની સદાય રક્ષા મનોકામના પૂર્ણ કરે છે તે મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી શ્રી ગોપીનાથજીના સ્વરૂપે છે.
મંદિરમાં ચાર ચોક છે (૧) ગોવર્ધન પૂજાનો ચોક (૨) ફુલ ચોક (ધોલી પટિયા) (૩) કમલ ચોક (૪) રત્ન ચોક
રતન ચોકમાંથી સીડી વાટે આ સુદર્શન ચક્રના દર્શન માટે જવાય છે.
શ્રી ઘ્વજાજી અને કલશ ચાર કોઠાની વચ્ચે છે. મોટો કલશ શ્રી મહાપ્રભુજીનો અને નાનો કલશ શ્રી સ્વામીજીનાં ભાવનો છે. કલશોની નીચેના ચાર સંિહો ધર્મ, અર્થ કામના અને મોક્ષ સ્વરૂપે દેખા દે છે. ઘ્વજાજી વાંસની લાકડીમાં ખોસાય છે. પ્રભુની વાંસળી વેણુ વાંસની બનેલી છે. વાંસ પ્રભુને પ્રિય છે. સાત ઘ્વજાઓ ફરકે છે. આ ઘ્વજાજી ગોપીઓના ભાવથી છે. ઘ્વજાજીનાં વસ્ત્રો ગોપીજનોના વસ્ત્રોના ભાવથી છે.
જે વૈષ્ણવ ઘ્વજાનાં દર્શન કરે તેને શ્રીજી બાવા આશીર્વાદ આપે છે. વ્રજભક્ત શ્રીજીની સન્મુખ કરે છે. માન્યતા મુજબ સુદર્શન ચક્રની અત્તરની પ્રસાદી નિજમણિને માદળિયામાં મુકી બાળકોના ગળામાં રાખે છે. આથી બાળકો કોઇ મેલી વિદ્યાનો ભોગ બનતા નથી. શ્રીજીબાવા તેનું રક્ષણ કરે છે.
‘સુદર્શન’ ચક્રની પાસે વાંસના ૭ વાંસ શ્રી ગુસાંઇજીના સાત લાલજીના સ્વરૂપો માનવામાં આવ્યા છે.
ઘ્વજાજી સાત રંગોની છે.
(૧) મેધ રંગ - શ્રી નાથજીનો ભાવ
(૨) પીળો રંગ - શ્રી રાધાજીનો ભાવ
(૩) શ્યામ રંગ - શ્રી યમુનાજીનો ભાવ
(૪) સફેદ રંગ - ચંદ્રાવલીનો ભાવ
(૫) લીલો રંગ - શ્રી રાધા સહચારીણીનો ભાવ
(૬) જાંબલી રંગ - શ્રી ગિરિરાજજીનો ભાવ
(૭) ગુલાબી રંગ - શ્રી ગોપીજનોનો ભાવ
આમ સાત ઘ્વજાઓ. શ્રી નાથજી સકલ લીલા પરિકર સહિત મંદિરમાં બિરાજે છે અને દર્શન કરવા આવનાર વૈષ્ણવોના સુખ પ્રદાન કરે છે.
‘સાત’નો અંક પુષ્ટિ અંક છે.
(૧) પ્રભુએ સાત દિવસ ગોવર્ધન ધારણ ટચલી આંગણી ઉપર કર્યો.
(૨) પ્રભુએ સાત વર્ષની આયુમાં ગોવર્ધન ધારણ કર્યો.
(૩) શ્રી નાથજીનું નામાત્મક સ્વરૂપ સાત પ્રકારે ભાગવત્‌માં વર્ણન છે ઐશ્વર્ય, વીર્ય, યશ શ્રી સાત વૈરાગ્ય.
પ્રભુના સાત ધર્મી સ્વરૂપ છે.
(૪) પ્રભુની ‘વેણું’માં સાત છિદ્રો છે.
(૫) સંગીતના સાત સૂરો છે.
(૬) જીવના સાત રક્ષક તત્ત્વો છે.
(૭) પંચ મહાભુતનું શરીર અને અંતઃકરણ અને આત્મા એમ સાત થાય.
(૮) શ્રી નાથજીનો પાટોત્સવ મહાવદી સાતમે આવે છે.
(૯) સપ્તપદી સાત છે.
(૧૦) સાત વારમાંથી એક વારે સૌએ શ્રીજી ચરણે જવાનું છે.
‘સુદર્શન કવચ’ વૈષ્ણવોની રક્ષા કરે છે. આ કવચનો પાઠ ‘સુદર્શન કવચમ્‌’ વૈષ્ણવોનો પરમ હિતકારી છે.
‘‘કૃષ્ણ ત્વમાહં શરણાગતઃ
વૈષ્ણવાર્થ કૃતં પાત્ર,
શ્રી વલ્લભનિરૂપિત્તમ’’
(સુદર્શન કવચમ્‌)
સુદર્શન ચક્ર દર્શન અને શ્રી સુદર્શન કવચનું પઠન રિઘ્ધિ સિઘ્ધિ આપનારાં છે. મનોકામના પૂર્ણ કરનારાં છે.