સંકલનકર્તા - લેખક
ડૉ.પ્રવીણ પુરેચા .એમ.ડી. પી.એચ.ડી.ગોલ્ડ મેડાલીસ્ટ (યુ.એસ.એ.).
શ્રીમદ્
વલ્લભાચાર્યજી પ્રાગટયદિન
શ્રીમદ
વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત, વેદ, બ્રહ્મસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યક્તિએ
જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યું છે. તેમના પ્રાગ્ટય વિષે બે મત છે.
કેટલાકને મતે તેમનું પ્રાગટ્ય સંવત 1535માં હતું તો ક્ર્ટલાક માને છે કે તેમનું પ્રાગટ્ય
સંવત 1529માં થયું હતું. પણ તેમના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભક્તિમાં અતિનિષ્ણાત હતા. 11 વર્ષની કૂમળી વયે તેમણે પિતાની છત્રછયા
ગુમાવી. આ બાળક સૌને પ્રિય હોવાથી તેમનું નામ ‘વલ્લભ’ રાખવામાં આવ્યું હતું. તેઓના
ચરણારવિંદમાં શુભ ચિન્હોનાં દર્શન થતાં. મહાપ્રભુજી વલ્લભાચાર્યએ કૃષ્ણભક્તિ દ્વારા
ધર્મના સિદ્ધાંતને સમજાવવા માટે એક નવો જ દૃષ્ટિકોણ આપ્યો છે. વલ્લભાચાર્યજીના મત મુજબ
પ્રભુનો જીવો પ્રત્યેનો જે સદ્ભાવ, કૃપાદૃષ્ટિ અને જીવનો પ્રભુમાં
વિશ્વાસ એ જ પુષ્ટીમાર્ગ છે. વલ્લભાચાર્યજીએ પોતાના સિદ્ધાંતને પુષ્ટીમાર્ગ નામ આપ્યું
હતું, તેથી તે પુષ્ટીમાર્ગના પ્રણેતા કહેવાય છે
તો ક્ર્ટલાક
માને છે કે, મહાપ્રભુજી વલ્લભાચાર્યનો જન્મ સંવત
૧૪૭૮માં વૈશાખ વદ એકાદશીના દિવસે ચંપારણ્ય (રાયપુર, છત્તીસગઢ)માં
થયો હતો. તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લામાગારુ હતું. તેમણે
વેદ, ઉપનિષદનું અધ્યયન કર્યું અને માત્ર અગિયાર વર્ષની નાની ઉંમરે
વિજયનગરમાં રાજા કૃષ્ણદેવરાજના રાજદરબારમાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને બધાને નિરુત્તર
કરી દીધા હતા. તેમનાથી પ્રભાવિત થઈને કૃષ્ણદેવ રાજાએ તેમને આચાર્ય પદ પર સ્થાપિત કર્યા.
તેમણે ત્રણ વખત ભારતભ્રમણ કર્યું, પુષ્ટીમાર્ગનો પ્રચાર કર્યા,
૮૪ ભાગવદ્ પારાયણ કરી. જે સ્થાન પર તેમણે પારાયણ કરી હતી તે દરેક સ્થાન
આજે પણ ૮૪ બેઠકના નામે જાણીતાં છે, તેમજ આ બેઠક પર જવાથી શાંતિનો
અનુભવ પણ થાય છે.
પિતાનું નામ ‘લક્ષમણ ભટ્ટજી’ અને માતાનું નામ
ઈલ્લમા – ગારુજી હતું. નાની ઉંમરમાં તેમણે યજુર્વેદ, ઋગવેદ,સામવેદ, ભાષ્યસહિત પાણીની
સૂત્ર, અષ્ટાધ્યાયી, ગૌતમ-કણાદનાં ગ્રંથો
તથા યોગ સાંખ્ય, મીમાંસા વગેરેનો અભ્યાસ કર્યો હતો.. તે ઉપરાંત
માધવસંપ્રદાયી માધવેનદ્રપતિ પાસેથી ગીતા,ભાગવત, નારદપંચરાત્ર વગેરેનું અધ્યયન કર્યું હતું. તેમનામાં અદભૂત વાક્શક્તિ હતી.
ધીરે ધીરે તેઓ વિદ્વાનોમાં પૂજનીય થતાં ગયાં. અને ત્યારબાદ તેઓ શ્રી મહાપ્રભુજી તરીકે
માન્ય થયાં.
આચાર્યશ્રીએ ભારતભરમાં ત્રણ વખતે ખુલ્લા ચરણે
પરિક્રમા કરી હતી. પરિક્રમા દરમિયાન વિદ્યાનગરમાં શરૂ થયેલ વાદમાં એક તરફ શાંકરવાદીઓ
હતાં ત્યારે બીજી તરફ માધવ, રામાનુજ,
નિંબાર્ક મતવાદીઓ હતાં. આચાર્યશ્રીને જાન થતાં તેમણે નવેસરથી વાદના મુદ્દા
ખોલાવ્યા અને શ્રી વલ્લભે પોતાનો મંતવ્ય દર્શાવ્યો જે સર્વમાન્ય થયો. આ સમયે તેમનો
કનકાભિષેક થયો. 30 વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.
તેઓ દિવ્યશક્તિ પ્રગટ કરતાં કરતાં તેઓ વૃંદાવનમાં
છ માસ બિરાજી વિદ્વત્સમાજમાં બ્રહ્મવાદની સ્થાપના કરી. આપે શ્રી યમુનાષ્ટક રચ્યું.
સં. 1549 માં શ્રાવણ સુદ 11ની રાત્રિએ સાક્ષાત પ્રભુએ દર્શન દીધા અને આજ્ઞા કરી,’ શ્રી વલ્લ્ભ ! મારો આપેલો ગદ્ય મંત્ર અમે જે જીવને આપશો તેનો હું સ્વીકાર
કરીશ.’ આ ગદ્ય મંત્ર અર્પણ વિધિને ‘બ્રહ્મસંબંધ’થી ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ
16 ગ્રંથો લખ્યાં જે ષોડશ ગ્રંથના નામે ઓળખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી ઉપદેશમાં કહે
છે કે ‘જીવો બ્રહ્મને ભૂલી ગયાં છે માટે દુઃખી છે.’ અર્થાત શ્રી મહાપ્રભુજી કહે છે
કે જેણે શ્રી કૃષ્ણનું શરણું છોડ્યું છે તે દુઃખી છે. રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતાં
શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે ‘બ્રહ્મની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્તજીવનું
તે સાથે મિલન અને આનંદનું ઊભરવું તે રાસલીલા. તેથી શ્રીમદજીએ રાસલીલાને અતિમહત્વ આપ્યું
છે.
પુષ્ટિ સંપ્રદાયના પુષ્ટિનો અર્થ ‘ભગવત કૃપા’.
શ્રીમદજી કહે છે કે ‘જીવ સાધ્ય પ્રયત્નથી પ્રભુની પ્રાપ્તી કરે તે મયાદા માર્ગ અને
જ્યાં જીવના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ જીવને પોતાના કરી લઈ પોતાની પ્રાપ્તિ
કરાવે તે પુષ્ટિમાર્ગ. શ્રીમદજી કહે છે કલિયુગમાં શ્રી કૃષ્ણનું શરણું એ જ પ્રભુ પ્રાપ્તિનો
માર્ગ છે. ચૈત્ર વદ ગિયારસ,પ્રાગટયદિન શ્રી
વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ,
કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ
છે પુષ્ટિ સંપ્રદાયના પ્રસ્થાપક પ્રણેતા અને ભકિતમાર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રીનારદાદિ
પરંપરાના મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ
છે. જે દિવસે ઇન્દ્રદમન ગોવર્ધનનાથજીનું પૂર્ણ સ્વરૂપ ગિરિરાજ ઉપર પ્રકટ થયું તે દિવસે
મહાપ્રભુ વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર અવતર્યા અને હિંદુ ધર્મ અને સંસ્કતિનું રક્ષણ કર્યું
છે. શ્રી વલ્લભ (મહાપ્રભુજી)ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કાંકરવાડ
ગામમાં..
શ્રી વલ્લભ
સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ
અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ છે
પુષ્ટિ
સંપ્રદાયના પ્રસ્થાપક પ્રણેતા અને ભકિતમાર્ગના વિકાસ માટે પ્રગટ થયેલ શ્રીનારદાદિ પરંપરાના
મૂર્ધન્ય આચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે.
જે દિવસે
ઇન્દ્રદમન ગોવર્ધનનાથજીનું પૂર્ણ સ્વરૂપ ગિરિરાજ ઉપર પ્રકટ થયું તે દિવસે મહાપ્રભુ
વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર અવતર્યા અને હિંદુ ધર્મ અને સંસ્કતિનું રક્ષણ કર્યું છે.
શ્રી વલ્લભ
(મહાપ્રભુજી)ના વડવાઓની જન્મભૂમિ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના કાંકરવાડ ગામમાં હતી.
તેમના કુટુંબના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ જાતે તૈલંગ બ્રાહ્મણ હતા. શ્રી યજ્ઞ નારાયણ
ભટ્ટ ખૂબ જ શ્રદ્ધાળુ અને વિદ્વાન હતા. તેમણે બત્રીસ સોમયજ્ઞ કર્યા હતા. એમ કહેવાય
છે કે સોમયજ્ઞની પૂણાર્હુતિના સમયે સાક્ષાત્ ભગવાને પ્રગટ થઇ તેમને વરદાન આપ્યું હતું
કે તમારા વંશમાં સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ત્યાં જન્મ લઇશ.
તેમના પુત્ર
ગંગાધરભટ્ટે અઠ્ઠાવીસ સોમયજ્ઞ કર્યા હતા. પુત્ર ગણપતિ ભટ્ટે અને વલ્લભ ભટ્ટે ૩૦ સોમયજ્ઞ
અને પુત્ર લક્ષ્મણ ભટ્ટે પાંચ સોમયજ્ઞ કર્યા હતા. આમ લક્ષ્મણ ભટ્ટના સમયમાં સો સોમયજ્ઞ
પૂરા થયા હતા. ભગવાને આપેલું વચન કદી મિથ્યા થાય નહીં અને તેથી સો સોમયજ્ઞો પરિપૂર્ણ
થતાની સાથે જ ચંપારણ્ય ગામની પાવનભૂમિ પર રહેતા લક્ષ્મણ ભટ્ટ અને ઇલ્લમાગારુજીને ત્યાં
વિ.સં.૧૫૩૫ના ચૈત્ર વદ દશમની રાત્રે મહાનદીના કિનારે શમી વૃક્ષની છાયામાં ઇલ્લમાજીને
સાતમા (અધૂરા) માસે મૃતપુત્ર પ્રસવ થયો.
પુત્રને
મૃત જાણીને માતૃહૃદય ભરાઇ આવ્યું પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર કરી લઇને આ પુત્ર રત્નને
ઇલ્લમાજીએ સાડીનો છેડો ફાડીને સાડીના એક મોટા ટુકડામાં લપેટીને શમી વૃક્ષની મોટી બખોલમાં
પોઢાડી ભારે હૈયે વિદાય લીધી. રાત્રિના સમયે પુત્ર વિરહની યાદમાં વ્યથિત થઇને અર્ધનિદ્રામાં
ભગવાન શ્રીકૃષ્ણે લક્ષ્મણ ભટ્ટને દર્શન આપીને બોલ્યા, ‘કાં ભટ્ટજી છેતરાઇ ગયા ને? મારી માયાજાળમાં તો ભલભલા
થાપ ખાઇ જાય છે! એમાં તમારો શો વાંક? ઊઠો તમારે ત્યાં હું પુત્રરૂપે
જન્મ્યો છું. પાછા ફરો તમારો નંદલાલ આતુરતાપૂર્વક તમારી રાહ જુએ છે.’
લક્ષ્મણ
ભટ્ટ અને ઇલ્લમાજી ઈશ્વર સ્મરણ કરતાં કરતાં શમી વૃક્ષ તરફ આવે છે અને વૃક્ષ તરફ નજર
નાખીને જુએ છે તો વૃક્ષ નીચે તો ભડભડ અગ્નિ ભડકે બળે છે. ઇલ્લમાજી ચિંતાતુર સ્વરે લક્ષ્મણ
ભટ્ટને કહે છે, ‘નાથ! આ વૃક્ષની બખોલમાં જ આપણા મૃત
બાળકને સંતાડયો છે પરંતુ હમણાં આખું ઝાડ આગમાં લપેટાઇ જશે તો આપણા નંદલાલનું શું થાશે.’
નવદંપતી
આગળ વિચારે એ પહેલાં તો આકાશમાંથી ભગવાનની વૃષ્ટિ થઇ રહી હોય એમ ઝરમર ઝરમર વરસાદ વરસવા
લાગ્યો. આ જોઇને નવદંપતી આશ્ચર્ય ચકિત થઇને બોલ્યું, ‘ભગવાનની લીલા કેવી અકળ છે.’ અગ્નિમાં વર્તુળની વચ્ચે એક અદભૂત બાળકનાં દર્શન
થયાં. આ બાળક તે જ શ્રી વલ્લભાચાર્યજી. તેમનું પ્રાગટય વરુથિની એકાદશી વિ.સં.૧૫૩૫ના
ચૈત્ર વદ -૧૧ને પવિત્ર દિને થયું હતું.
શ્રી વલ્લભનું
બાળપણ કાશીમાં વીત્યું હતું. નાની વયમાં જ પિતા દ્વારા તેમને વિધા, જ્ઞાન અને ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમના પિતા સાથે ચર્ચા કરવા આવતા વિદ્વાનો
શ્રી વલ્લભની કુશાગ્ર બુદ્ધિ જોઇ તેમને વાક્પતિ અને બાલસરસ્વતી કહીને પ્રશંસા કરતા.
સાત વર્ષની વયે તેમનો યજ્ઞપવીત સંસ્કાર થાય પછી તેમને વિધાભ્યાસ માટે વિદ્વાન ગુરુઓ
પાસે મૂકવામાં આવ્યા.
શ્રી વલ્લભે
થોડાક મહિનાઓમાં સર્વ શાસ્ત્રોનો ખૂબ જ ઝીણવટપૂર્વક વિધાભ્યાસ પૂરો કર્યો. વિધાભ્યાસ
દરમિયાન જ તેમણે અદ્વૈતવાદ મતને પડકાર ફેંકયો અને પોતાનો સ્વતંત્ર મત રજૂ કરવા માંડયો.
વિ.સં.૧૫૪૪માં પિતાનો ગોલોકવાસ થયા બાદ તેમણે માતાની આજ્ઞા લઇને ભારત પરિક્રમાનો પ્રારંભ
કર્યો. દસ વર્ષની નાની વયે ખાલી ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને ભારત પરિક્રમાની શરૂઆત
કરી.
તેમણે આખાય
ભારતની પરિક્રમા ત્રણ વખત કરી. આ ત્રણ પરિક્રમામાં તેમના જીવનનાં લગભગ અઢાર જેટલાં
વર્ષોવ્યતિત થયાં છે. સંવત ૧૫૪૯ના શ્રાવણ વદી ત્રીજથી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ
ગોકુલમાં ગોવિંદઘાટ ઉપર શ્રીમદ્ ભાગવતનો પ્રારંભ કર્યો. આવા સમયે આ ઠકુરાણીઘાટ (ગોકુલ)
ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યા. વિશ્વની આ અદભૂત વિરલ ઘટના છે. ઠાકોરજીએ
શ્રીવલ્લભને આજ્ઞા કરી કે, આપ જે જીવને મારું નામ નિવેદન
કરાવી બ્રહ્મસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર કરીશ. તેના બધા જ દોષો દૂર કરીશ.
એક વખત
શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા. ત્યાં રાજા ગજપતિ પુરુષોત્તમનું રાજય હતું. તેનાં
રાજયમાં પંડિતો વિદ્વાનો વચ્ચે ધર્મ સંબંધી મતભેદ ઊભો થયો. રાજાએ ધર્મસભા બોલાવી હતી.
શ્રી વલ્લભ પણ ત્યાં પધાર્યા. રાજાએ સભાને ચાર પ્રશ્નો પૂછ્યા, ‘કિ શાસ્ત્રમ્?’, ‘કો દેવ?’, ‘કો મંત્ર?’ અને ‘કિ કર્મ?’ આ વિવાદમાં શ્રીમહાપ્રભુનો વિજય થયો તો પણ પંડિતોએ ભગવાનનો મત માંગ્યો.
સત્ય સિદ્ધાંતને
જાણવા માટે શ્રી જગન્નાથ ભગવાનની સન્મુખ કાગળ, કલમ અને ખડિયો મૂકવામાં આવ્યો અને મંદિર બંધ કરી દેવામાં આવ્યું. થોડીવાર પછી
મંદિર ખોલીને જોતા કાગળ પર એક શ્લોક દ્વારા ઉપરોકત ચારેય પ્રશ્નોનો ઉત્તર મળી ગયો અને
શ્રી જગન્નાથ ભગવાને શ્રી મહાપ્રભુજીના મતને પણ સંમતિ આપી.
સર્વશાસ્ત્રોમાં
ગીતા જ એક માત્ર સર્વોત્તમ શાસ્ત્ર છે. સર્વ દેવોમાં શ્રીકૃષ્ણ જ સર્વોત્તમ પૂર્ણ પુરુષોત્તમ
છે. સર્વ મંત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણનું નામ જ સર્વોત્તમ મંત્ર છે એટલે કે ‘શ્રીકૃષ્ણ
શરણં મમ’ અને સર્વ કર્મોમાં સૌથી મોટું કર્મ આપણા પ્રભુ ભગવાન શ્રીકૃષ્ણની સેવા એ જ
આપણું સર્વોત્તમ કર્મ છે અને એ જ આપણું કર્તવ્ય છે.
આમ શ્રી
વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહાદિ અવતારો અંશાવતાર છે એમ શ્રી વલ્લભ
અંશ રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ છે.
તફાવત એટલો
જ છે કે શ્રીકૃષ્ણ અવતારમાં મર્યાદા તેમજ પુષ્ટિ બંને લીલાઓ છે. જયારે શ્રી વલ્લભ પુષ્ટિ
જીવોના પુષ્ટિમાર્ગીય મનોરથો સિદ્ધ કરવા પ્રકટયા છે.
વલ્લભાચાર્યજીએ
જીવના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પુષ્ટીજીવ જે પ્રભુના પ્રેમ પર અતૂટ વિશ્વાસ રાખે છે.
બીજો મર્યાદાજીવ જે શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર જીવન જીવે છે. ત્રીજો પ્રકાર જે સંસારના
મોહમાં જ ડૂબ્યો રહે છે. વલ્લભાચાર્યજીએ ત્રણ દર્શન આપ્યાં છે. બ્રહ્મ, બ્રહ્માંડ અને આત્મા અર્થાત્ ઈશ્વર, જગત, જીવ. આ ત્રણ તત્ત્વોને કેન્દ્રમાં રાખીને જ તેમણે જગત, જીવના પ્રકાર બતાવ્યા અને તેમને પરસ્પર સંબંધનો ખુલાસો કર્યો છે. તેમના મત
મુજબ બ્રહ્મ જ એકમાત્ર સત્ય છે. જે સર્વવ્યાપક અને અંતર્યામી છે. કૃષ્ણભક્ત હોવાને
લીધે તેમણે કૃષ્ણને બ્રહ્મ માનીને તેમનું વર્ણન કર્યું છે. વલ્લભાચાર્યજીએ બ્રહ્મસૂત્ર
પર આધારિત ‘અણુભાષ્ય’ની રચના કરી, તદુપરાંત તેમણે ભગવદ્ગીતા પર
‘સુબોધિની ટીકા’ અને ‘તત્ત્વાર્થ દીપ’ નિબંધ રચ્યા. આ ઉપરાંત તેમણે અનેક ગ્રંથોની રચના
કરી.
વલ્લભાચાર્યજીના
પરમભક્ત સુરદાસ
વલ્લભાચાર્યજીએ
ઉચ્ચ આધ્યાત્મિક ચિંતનથી ઘણા લોકોનાં જીવનને અજવાળ્યાં. તેમના ૮૪ શિષ્યો હતા. તેમાં
સુરદાસ મુખ્ય હતા. આ સુરદાસ રસ્તા પર ગાતા હતા અને લાચારીનું જીવન જીવતા હતા, વલ્લભાચાર્યજીએ તેમના મસ્તક પર હાથ મૂક્યો અને તેમનો ભાગ્યોદય થઇ ગયો અને તે
સાહિત્યકાર બની ગયા. એક વખત વલ્લભાચાર્યજી યમુના તટ પર જઈ રહ્યા હતા. ત્યાં તેમણે સુરદાસને
અર્થહીન ગીતો ગાતા જોયા. તેમણે સુરદાસને કહ્યું કે, ‘તમે અર્થહીન
ગીતો ગાવા કરતાં કૃષ્ણલીલાનું ગાન કરોને તો જીવનનો ઉદ્ધાર થઈ જશે. ત્યારે તે સુરદાસે
કહ્યું કે, હું તો આંધળો છું. મેં કૃષ્ણલીલા જોઈ નથી,
તો પછી એ વિશે શું ગાઈ શકું. ત્યારે વલ્લભાચાર્યજીએ સુરદાસના માથા પર
હાથ મૂક્યો અને તેમને બધી જ લીલાનું દૃશ્ય સાથે રસાસ્વાદ કરાવ્યો, ત્યારબાદ વલ્લભાચાર્યજી તેમને વૃંદાવન લઈ આવ્યા અને ત્યાં શ્રીનાથજીની આરતીમાં
રોજ એક નવું પદ રચીને ગાવાનો આદેશ આપ્યો. આ જ સુરદાસનાં હજારો પદો ‘સુરસાગર’ પુસ્તકમાં
સંગ્રહિત છે. આ જ પદોનું ગાયન આજે પણ કૃષ્ણને રીઝવવા માટે થાય છે. આ રીતે વલ્લભાચાર્યએ
પોતાના પારસમણિરૂપી સ્પર્શથી અને કૃષ્ણની સગુણ ભક્તિના માધ્યમથી તેમના શિષ્યોના જીવનને
પણ સુવર્ણમય બનાવી દીધું, તેથી જ આજે પણ પુષ્ટીમાર્ગી ભક્તો વલ્લભાચાર્યજીને
તેમના પ્રાગટય ઉત્સવે શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે અને તેમના સિદ્ધાંતોને આત્મસાત્ કરવાનો
પ્રયત્ન કરે છે.
પાટોત્સવનો
મહિમા ગોવર્ધનધારી શ્રીનાજીને જાણ્યા વગર અધુરો...
ભગવાન શ્રીનાથજી
અહીં બિરાજમાન છે અને તેમના નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું. શ્રીનાથજીની
આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી
પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ ઉડાડવામાં આવે છે.
શ્રીમદ્
ભાગવતના મતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં શ્રીકૃષ્ણ સાક્ષાત્ ભગવાન છે. તે અવતારી પુરુષ છે.
અન્ય ઘણા બધા દેવતાઓ તેમના અંશાવતાર છે. ભગવાન પોતાની લીલાઓ દ્વારા ભકતોને દુન્યવી
પ્રપંચ લીલાઓમાંથી મુકત કરે છે. દ્વાપરયુગમાં માત્ર સાત વર્ષની વયે તેમણે પોતાની અલૌકિક
લીલા વડે ચમત્કારિક ઘટના કરી હતી. તે સમયે દેવરાજ ઈન્દ્રે વ્રજવાસીઓ પર કોપાયમાન થઈ
ભીષણ વરસાદ વરસાવ્યો હતો. આ સમયે ભગવાન શ્રીકૃષ્ણ આ વ્રજવાસીઓની વહારે ધાયા હતા.
તેમણે પોતાના
ડાબા હાથની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વતને ઊંચકીને સતત સાત દિવસ સુધી ધારણ કરીને દેવરાજ
ઈન્દ્રનું ઘમંડ ઉતારી દીધું હતું. તેમની આવી લીલાને કારણે તેઓ આખા જગતમાં ગોવર્ધનધારી
તરીકે પ્રસિદ્ધ થયા. તેઓએ ઈન્દ્રનું ઘમંડ ઉતારવા માટે ઈન્દ્રદમન, કાલિયા નાગ માટે નાગદમન, બ્રહ્ના, વરુણ, યમરાજ, કામદેવ વગેરેનું અભિમાન
ઉતારવા માટે દેવદમન તરીકે પ્રખ્યાત બન્યા હતા. કલિયુગમાં તે ગિરિરાજ ગોવર્ધન પર પ્રકટ
થઈ શ્રીનાથજીના નામે જગપ્રસિદ્ધ થયા.
શ્રીનાથજીની
પ્રાકટ્ય કથા પણ અદભૂત અને રોચક છે. ગિરિરાજની એક કંદરામાંથી શ્રીનાથજીની ઊધ્ર્વભુજાનું
પ્રાકટ્ય વિ.સં. ૧૪૬૬ને શ્રાવણ વદ ત્રીજની તિથિએ વહેલી સવારે પ્રાત: કાળે શ્રવણ નક્ષત્રમાં
થયું, પરંતુ વ્રજવાસીઓને તેમની ભુજાનાં દર્શન શ્રાવણ શુક્લ પંચમીએ
થયાં. તેમની પૂજા ૬૯ વર્ષ સુધી થતી રહી. દેવદમનની માનતાના કારણે અનેક વ્રજવાસીઓના મનોરથો
પૂરા થયા. વિ.સં. ૧૫૩૫ની વૈશાખ વદ એકાદશીએ ભકતોને તેમના મુખારવિંદનાં દર્શન થયાં.
આ જ દિવસે
મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો. વિ.સં. ૧૫૪૯ની ફાગણ સુદ એકાદસીએ ઝારખંડમાં વલ્લભાચાર્યને
શ્રીનાથજીએ ગિરિરાજ પર્વત પર તેમની પાસે આવીને સેવા કરવાની આજ્ઞા કરી. શ્રાવણ સુદ બારસના
દિવસે મહાપ્રભુજી પાંચ સેવકોની સાથે ગિરિરાજ પર જ્યારે આવ્યા ત્યારે શ્રીનાથજી કંદરામાંથી
બહાર નીકળીને પોતાના પરમ ભકત અને અંશસ્વરૂપ વલ્લભચાર્યજીને આલિંગન આપ્યું. આવા અવિસ્મરણીય
અને અલૌકિક ર્દશ્યને જોઈ દેવતાઓએ સ્વર્ગમાંથી પુષ્પવર્ષા કરી.
ભગવાન શ્રીનાથજીએ
મહાપ્રભુજીને કહ્યું કે વગર સેવાએ પુષ્ટિમાર્ગમાં જીવનો અંગીકાર ન થઈ શકે. તમે મને
આસન પર બેસાડો અને જગતના ઉદ્ધાર માટેની મારી સેવાનો પ્રારંભ કરો. ત્યારબાદ વલ્લભાચાર્યજીએ
રાજસ્થાનના મેવાડ રાજ્યના ઉદયપુરની પાસે સિહાડ નામના સ્થળે વિ.સં.૧૫૫૯ને વૈશાખ સુદ
ત્રીજના દિવસે શ્રીનાથજીના નૂતન મંદિરના કાર્યનો પ્રારંભ થયો. વિ.સં. ૧૫૭૬માં ગિરિરાજના
બ્રહ્નશિખરના મધ્યભાગે શ્રીનાથજીનું ઐતિહાસિક મંદિર પૂર્ણ થયું અને અખાત્રીજના શુભ
દિવસે શ્રીનાથજીની સ્થાપના કરવામાં આવી અને આ મંદિરમાં શ્રીનાથજી વિ.સં. ૧૭૨૬ સુધી
બિરાજમાન રહ્યા.
આ જ વર્ષે
શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ ગંગાબાઈ નામની એક વૈષ્ણવ મહિલા મંદિરના બધા જ સેવકોની સાથે
શ્રીનાથજીના દેવ વિગ્રહને રથમાં મૂકી વ્રજમાંથી નીકળી પડી. ગંગાબાઈની આ યાત્રા આગ્રા, કોટા-બુંદી, પુષ્કર, કિશનગઢ તથા
જોધપુર થઈને બે વર્ષ ચાર મહિના અને સાત દિવસ પછી વિ.સં. ૧૭૨૮માં ફાગણ વદ સાતમના દિવસે
સિહાડ ગામે આવી પહોંચી. રથ ત્યાંથી આગળ ન વધતાં એવું માની લેવામાં આવ્યું કે શ્રીનાથજી
ત્યાં જ સ્થાયી થવા ઇચ્છે છે. ત્યારથી ભગવાન શ્રીનાથજી અહીં બિરાજમાન છે અને તેમના
નામથી આ સ્થળ નાથદ્વારા તરીકે જગપ્રસિદ્ધ થયું.
શ્રીનાથજીની
આ લીલા સ્મૃતિમાં દર વર્ષે મહા વદ સાતમના દિવસે નાથદ્વારામાં પૂરા આનંદ અને ઉત્સાહથી
પાટોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ઢોલ-નગારાં વગાડીને શંખનાદ કરવામાં આવે
છે. ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને શ્રદ્ધાળુઓ પર અબીલ-ગુલાલ
ઉડાડવામાં આવે છે. ચારેબાજુ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દ્રષ્ટિગોચર થાય છે. ફાગણ માસમાં
એકાદશીએ કુંજનાં દર્શન થાય છે. આ દર્શન બગીચામાં કરાવવામાં આવે છે. આ દર્શનમાં હોળીનો
ભારે ખેલ થાય છે ત્યારેબાદ હોળી આવે છે. હોળી ખેલનો ભારે મનોરથ થાય છે અને ભવ્ય ડોલોત્સવ
મનાવવામાં આવે છે. નાથદ્વારામાં આખંુ વર્ષ અવિરતપણે ઉત્સવો ઊજવાતા હોય છે.
અહીંની
એક-એક વસ્તુ પાછળ ધર્મની સાથે કલા અને વૈભવનાં અદભૂત દર્શન થાય છે. આ એક વૈષ્ણવ સંપ્રદાયની
અનોખી પરંપરા છે અને એમાં સંસ્કૃતિ સાથે ઊજવાતા ઉત્સવોનું અનેરું મહત્વ છે. નાથદ્વારાની
ગલીએ ગલીઓ વહેલી સવારથી જ આનંદ, ઉલ્લાસ અને ભક્તિ
ભાવનાથી રંગેચંગે ઊછળતી હોય છે. વર્ષ દરમિયાન ઊજવાતા ઉત્સવોમાં પ્રભુની સેવા બહુ નિયમબદ્ધ
રીતે અને વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. આપણા પરંપરાગત રીતરિવાજ અનુસાર પ્રભુનાં વસ્ત્રો,
આભૂષણો, શણગાર, ગીત,
સંગીત, ઝૂલા, શ્રીજીને અર્પણ
કરાતો ભોગ, પ્રભુનાં ગવાનાં પદો અને ધાર્મિક વિધિનું ચોકસાઈપૂર્વક
આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત ઉત્સવોનું વલ્લભ સંપ્રદાયનાં મંદિરો અને
હવેલીઓમાં પણ અનેરું મહત્વ છે.
શ્રીનાથજી
ભગવાનના જુદા જુદા આઠ સમાનાં દર્શન કરવા એ પણ વૈષ્ણવ ભકતો માટે અમૂલ્ય લહાવો છે. નાથદ્વારામાં
સાંજની આરતી પછી શ્રીનાથજીની ગોવર્ધન યાત્રા માટે રોજ સુવર્ણરથ સજાવવામાં આવે છે. શ્રીનાથજી
રાત્રે આ સુવર્ણરથમાં ગિરિરાજજીના શિખર પર જાય છે અને ત્યાં જ શયન કરે છે. બીજે દિવસે
સવારની આરતીના સમયે શ્રીનાથજીના ધૂળ લાગેલા રથ અને બળદની જોડીનાં દર્શન નાથદ્વારામાં
કરાવવામાં આવે છે.
બીજી તરફ
જતીપુરા વ્રજધામમાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મંદિરમાં તેમના શયન માટે રોજ સાંજે ચંદનનો
પલંગ બિછાવાય છે. રોજ સવારે પલંગ પર શ્રીનાથજીના રાત્રિ શયનના સંકેત મળે છે. દિવસભર
શ્રીનાથજી નાથદ્વારામાં હોવાથી ગિરિરાજજીના મંદિરમાં શ્રીનાથજીની છબીની સેવા કરવામાં
આવે છે. વ્રજવાસીઓને આપેલા વચન મુજબ રોજ રાત્રે શ્રીનાથજી ગોવર્ધન પર્વત પર આવીને વ્રજ-જતીપુરા
સ્થિત પોતાના સ્થાને જ સૂઈ જાય છે. આમ શ્રીનાથજી ભગવાન ખૂબ જ ઉદાર, ભકતવત્સલ અને ખૂબ જ ચમત્કારી લીલાધર પ્રભુ છે. પોતાના અદભૂત માધુર્ય અને વિલક્ષણ
લાવણ્યને લીધે સૌના ઘટ ઘટમાં બિરાજે છે.
ભગવાન શ્રીકૃષ્ણે
પ્રગટ કરેલ ‘બ્રહ્મસંબંધ પ્રક્રિયા’થી જીવોનો ઉદ્ધાર કરનાર –
શ્રી વલ્લભાચાર્ય
મહાપ્રભુજી
શ્રી વલ્લભચાર્ય
મહાપ્રભુજીનું પ્રાક્ટય સંવત ૧૫૩૫ના ચૈત્ર વદ અગિયારસના રોજ થયું હતું. એમના પિતાનું
નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઇલ્લમાગારુ હતું. લક્ષ્મણ ભટ્ટ દક્ષિણ ભારતના તેલંગ
પ્રદેશના વિદ્વાન બ્રાહ્મણ હતા અને તેમના પત્ની ઇલ્લમાગારુ વિજયનગરના વિદ્વાન રાજપુરોહિત
સુશર્માની પુત્રી હતાં. તેઓ યજ્ઞ-યાગ માટે કાશી ગયાં હતાં અને થોડો સમય ત્યાં જ રોકાઇ
ગયા હતાં. પણ કાશીમાં રહેવું હવે સલામત નથી એવું સાંભળી બ્રાહ્મણોના સમુદાય સાથે લક્ષ્મણ
ભટ્ટ તેમના પત્ની સાથે ત્યાંથી નીકળી ગયાં હતા. મઘ્યપ્રદેશના રાયપુર પાસે આવેલા ચંપારણ્યમાંથી
તેઓ પસાર થઇ રહ્યાં હતાં ત્યારે ઇલ્લામા ગારુજીએ રાતના સમયે એક વૃક્ષ નીચે એક બાળકને
જન્મ આપ્યો. એ વખતે તેમને અને સાથેની સ્ત્રીઓને એમ લાગ્યું કે એ બાળક જીવિત નથી એટલે
એ બાળકને સૂકા પાંદડાથી ઢાંકી એ વૃક્ષની બખોલમાં મૂકી દીઘું. ત્યાંથી એ આગળ આવ્યા અને
પતિને મળ્યા. તેમણે બાજુમાં ગામમાં રાત પસાર કરી. ત્યાં સમાચાર મળ્યા કે કાશીમાં હવે
ભય રહ્યો નથી. તેથી તેમણે પાછા કાશી જવાનો નિશ્ચય કર્યો. સવારે કાશી તરફ જતા હતા ત્યારે
એ વનમાંથી પસાર થતાં પેલા વૃક્ષ પાસે આવ્યા ત્યારે એક અદ્ભુત વિરલ દ્રશ્ય જોયું.
વૃક્ષની
બખોલમાં મૂકેલું પેલું બાળક મૃત નહોતું પણ જીવતું હતું ! તેની આસપાસ અગ્નિની જ્વાળાઓ
ઘેરાયેલી હતી પણ એ જ્વાળાઓ આગળ વધતી નહોતી. એ તો બાલકની રક્ષા કરી રહી હતી જેથી કોઇ
વન્ય પશુ એ બાળક પાસે આવી ન શકે. બાળક હસતું હતું અને પોતાના જમણા પગનો અંગૂઠો મોમાં
રાખી ચૂસતું હતું. ઇલ્લમાગારુજી પોતાના બાળકને લેવા તેની નજીક ગયાં તે સાથે જ અગ્નિની
જ્વાળાઓ અદ્રશ્ય થઇ ગઇ. તેમણે તે બાળકને લઇ લીઘું. લક્ષ્મણ ભટ્ટ અને તેમના પત્નીને
ખ્યાલ આવી ગયો - તેમનું બાળક સાધારણ નથી. તે દૈવી અવતાર છે. લક્ષ્મણ ભટ્ટજીને લાગ્યું
કે છેલ્લી છ પેઢીથી ચાલ્યા આવતા સોમયજ્ઞોમાં તેમના થકી કરાયેલા સોમા સોમયજ્ઞનું જ આ
ફળ છે.
આ દૈવી
બાળક એ જ વલ્લભાચાર્ય મહાપ્રભુજી.
આચાર્ય
શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદનું નિરૂપણ કરી ‘શુદ્ધાદ્વૈત સિદ્ધાંત’ પ્રસ્થાપિત કર્યો.
પ્રેમલક્ષણા ભક્તિ પર આધારિત ભગવત્સેવા અને સ્મરણ ધર્મવાળો પુષ્ટિમાર્ગ સ્થાપ્યો. શ્રી
વલ્લભાચાર્યજીએ આખા ભારત વર્ષની પરિક્રમા કરી હતી. તેમણે જોયું કે તીર્થોમાં તીર્થપણું
રહેવા પામ્યું નથી, પંડિતો અહંકારી અને નિજલાભ દ્રષ્ટિવાળા
સ્વાર્થી બની ગયા છે, મંત્રોના અર્થ અને દેવ તિરોક્તિ થઇ ગયા
છે, જ્યાં જુઓ ત્યાં દંભ અને પાખંડ પ્રવર્તવા લાગ્યા છે એટલે
એમના હૃદયને બહુ દુઃખ થયું. આ સંજોગોમાં ‘કૃષ્ણનો આશ્રય’ જ આપણું રક્ષણ અને ઉદ્ધાર
કરી શકે એમ છે એ સમજી અનન્ય ભાવે કેવળ, કૃષ્ણનું શરણ સ્વીકારવાનો
જ અનુરોધ કર્યો - ‘કૃષ્ણ એવ ગતિ ર્મમ’
સંવત ૧૫૫૦ની
શ્રાવણ સુદ અગિયારસની મઘ્યરાત્રિએ શ્રી વલ્લભ ચંિતાતુર હતા કે જીવોનો ઉદ્ધાર કેવી રીતે
કરવો? પ્રભુ તમે કોઇ સરળ ઉપાય બતાવો. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણે
સ્વયં પ્રગટ થઇ એમને કહ્યું ઃ ‘જીવનો બ્રહ્મની સાથે સંબંધ કરવાથી એના તમામ દોષોનો નાશ
થશે. (બ્રહ્મસંબંધકરણાત્ સર્વેષાં દેરજીવયોઃ સર્વ દોષ નિવૃત્તિ) ભગવાનમાંથી જીવ છૂટયો
પડયો તે પછી અવિદ્યાનો સંબંધ થતાં તેને દેહાઘ્યાસ, પ્રાણાઘ્યાસ, અન્તઃ કરણાઘ્યાસ અને ઇન્દ્રિયાઘ્યાસ લાગતાં તે પોતાના ભગવત્સ્વરૂપના જ્ઞાનને
ભૂલી ગયો છે. પ્રભુ અંશી છે અને પોતે એમનો અંશ છે એ સંબંધ પણ વિસરી ગયો છે. અવિદ્યા
અને તેનાથી ઉદ્ભવનારા દોષો જીવને પ્રભુનો સંબંધ થવા દેતા નથી. ગદ્યમંત્ર તરીકે ઓળખાતા
આત્મ નિવેદન મંત્રથી જીવને નિર્દોષ બનાવી ભગવાન સાથે જોડવાનું કામ પ્રભુએ વલ્લભને દર્શાવ્યું.
આ જ છે બ્રહ્મસંબંધ પ્રક્રિયા. બ્રહ્મસંબંધ વખતે બોલાતા આ મંત્રનો ભાવાર્થ આ પ્રમાણે
છે - ‘હજારો વર્ષથી શ્રીકૃષ્ણનો વિયોગ મને થયો છે. શ્રી કૃષ્ણના વિયોગથી જે તાપ- કલેશ
થવો જોઇએ તે મારામાંથી તિરોહિત થયો છે. ભગવાન શ્રી ગોપીજન વલ્લભ - શ્રી કૃષ્ણને હું
મારો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને તેના ધર્મો, પત્ની, પુત્ર, ઘર, આપ્તજન, દ્રવ્ય, આ લોક અને પરલોક સંબંધી સર્વ મારા આત્મા સાથે
અર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ! હું તમારો છું.’ સિદ્દાંતરહસ્યમાં બ્રહ્મસંબંધનું
મહત્વ સમજાવાયું છે.
શ્રી વલ્લભાચાર્યજીએ
સિત્તેરથી પણ વઘુ ગ્રંથોની રચના કરી છે. તેમાં અણુભાષ્ય, શ્રી સુબોધિની અને ષોડશગ્રંથ મુખ્ય છે. અણુભાષ્યમાં બ્રહ્મસૂત્રની વ્યાખ્યા
છે. શ્રી સુબોધિનીમાં ભાગવના ગૂઢાર્થ પ્રકટ કર્યા છે. ષોડશગ્રંથમાં જીવનને ઉન્નત કરવાનું
શ્રેષ્ઠ તત્વજ્ઞાન સરળ શબ્દોમાં સમજાવી પુષ્ટિમાર્ગની આચારસંહિતા રજુ કરી છે. એમણે
રચેલું ‘મઘુરાષ્ટકમ્ ’ પણ અતિ પ્રસિદ્ધ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની સર્વાંગ સુંદર
રસ મઘુરતા નિરુપવામાં આવી છે અને કહેવાયું છે -‘મઘુરાધિપતે રખિલં મઘુરમ્ ’
સંવત ૧૫૮૭ની
સાલમાં અષાડ સુદ બીજના રોજ સ્વધામમાં પધારવા ભગવદાજ્ઞા થતાં તેમણે ‘આસુરવ્યામોહ લીલા’
કરી બપોરના સમયે ગંગાજીના પ્રવાહમાં ઉભા રહી ભગવાન શ્રીકૃષ્ણના ઘ્યાનમાં લીન હતા ત્યારે
એમના શરીરમાંથી એક દિવ્ય તેજપુંજ પ્રગટ થયો અને અવકાશમાં અદ્રશ્ય થઇ ગયો. આ વખતે એમનું
સ્વરૂપ પણ એ દિવ્ય અગ્નિ સાથે તિરોહિત થઇ ગયું. ત્યાં ઊભા રહેલા હજારો માણસોએ એ નિહાળ્યું
આમ, વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી દિવ્ય અગ્નિ સાથે પ્રગટ
થયા અને દિવ્ય અગ્નિના તેજ સાથે તિરોહિત થયા.
મહાપ્રભુજી
શ્રી વલ્લભાચાર્ય જયંતિ
પૂર્ણ પુરૂષોત્તમ
ભગવાન શ્રીકૃષ્ણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે પ્રગટ થયેલા. આનું પ્રથમ પ્રમાણ
શ્રી મહાપ્રભુજીની પહેલાંની પાંચમી પેઢીએ મળે છે. શ્રી મહાપ્રભુજીના પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ
ભટ્ટને ભગવાને વરદાન આપેલ કે ભટ્ટના વંશમાં જ્યારે સો સોમયાગ પૂર્ણ થશે ત્યારે ભગવાન
પોતે તેમના વંશમાં અવતાર ધારણ કરશે. પેઢીમાં લક્ષ્મણ ભટ્ટ જન્મ્યા અને તેમના હાથે સો
સોમયાગની પરંપરા પુર્ણ થઈ, એટલે તેમના ત્યાં ભગવાન વલ્લભરૂપે
પ્રગટ્યા.
શ્રી લક્ષ્મણ
ભટ્ટજી કાશીમાં હતા ત્યારે યવનોના ઉપદ્રવના સમાચારથી બીજાઓની માફક તેઓ પણ સ્વદેશ પાછા
જવા નીકળ્યા. સાથે તેમનાં પત્ની યલ્લ માગારૂજી હતા તેઓ સગર્ભા હતા. માર્ગમાં ચંપારણ્ય
પ્રદેશ પહોંચતાં આઠમા માસે ત્યાં વલ્લભનું પ્રાગટ્ય થયું. બાલક અચેતન જણાતાં તે મરેલું
છે એમ સમજી શમીવૃક્ષની બખોલમાં પધરાવીને તેઓ આગળ પ્રયાણ કરવા લાગ્યા. એક જગ્યાએ મુકામ
કર્યો. ત્યાં દંપતીને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યાં, અને કહ્યું કે તેમને ત્યાં તેઓ ભગવાન પોતે પ્રગટ થયેલ હોઈ, પાછા જઈને બાળકને લઈ લેવા આજ્ઞા કરતાં દંપતી પાછાં ફરીને જુએ છે તો અગ્નિ મંડળ
વચ્ચે બાળક હતું પરંતુ અગ્નિએ માર્ગ આપ્યો અને બાળકને લઈ દંપતીએ પરમાનંદ અનુભવ્યો.
વિ.સં.
૧૫૩૫ના ચૈત્રવદી એકાદશીને રવિવારે રાત્રિના ૬ ઘડી અને ૪૪ પળે શ્રીમદ્ વલ્લભ પ્રાગટ્ય
થયું હતું. જેમ વેદ, ધર્મ, પૃથ્વી,
ભક્તો પર અનુગ્રહ કરવા શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું તેમ જીવોના ઉદ્ધાર
માટે, અનેક ઉત્તમ કાર્ય માટે, સાકાર બ્રહ્મવાદની
સ્થાપના કરવા, પૃષ્ટિ ભક્તિ પ્રસ્થાપિત કરવા, સેવા માર્ગની પરંપરા ચલાવવા જેવા અનેક હેતુ માટે વલ્લભ પ્રગટ થયા હતા.
ભૂતળ પરના
જીવોને મહાપ્રભુજીના સ્વરૂપનો અનેક પ્રકારે અનુભવ થયેલો. સામાન્ય મનુષ્યોને એમના સન્મનુષ્યાકૃતિ
રૂપની અનુભૂતિ થઈ છે. પ્રભુજી અગ્નિ સ્વરૂપ પણ છે. શ્રી સુબોધિનીની મંગલાચરણમાં, પુરૂષોત્તમ સહસ્ત્ર નામમાં, સર્વોત્તમ સ્તોત્રમાં,
અણુભાષ્યમાં, અગ્નિ પુરાણમાં એમના અગ્નિપણાના પ્રમાણો
મળી રહે છે. શ્રી મહાપ્રભુજી આચાર્ય સ્વરૂપ પણ છે. ‘ધર્મસંસ્થાપનાર્યાય સંભવામિ યુગે
યુગે...’ ભગવાન પોતાના આચાર્ય અવતારોનો ઉલ્લેખ કરી શ્રી ગીતાજીમાં કરેલ જ છે. ધર્મના
અનેકવિધ સ્વરૂપો, અનેકવિધ શાખાઓ છે. જ્યારે જ્યારે ધર્મના કોઈ
સુવિશેષ આયામની સંસ્થાપના કરવાની જરૂર ઉભી થાય છે ત્યારે ત્યારે પોતાના જ આત્મારૂપ
આચાર્યોના રૂપે ભગવાને અવતરણ કરેલ છે. વૈદિક દર્શનમાં શુઘ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિઘ્ધાંત
આપનારા, અણુ ભાષ્યદ્વારા વ્યાસમતને પ્રગટ કરનારા ભક્તિમાર્ગમાં
પુષ્ટિમાર્ગ નામે એક સર્વમાર્ગથી વિલક્ષણ એવા માર્ગને પ્રવર્તાવનારા તેમજ જે આચરણ કરીને
જગતને આચરણ શીખવે તેવા શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું આચાર્ય સિઘ્ધ થાય છે.
શ્રી વલ્લભ
શ્રી સ્વામિની રૂપ પણ છે મારે જ તેમને રાસસ્ત્રી ભાવથી ભરપૂર સ્વરૂપવાળા કહેવામાં આવે
છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય છે. તેમણે સનાતન વૈદિક હંિદુ
ધર્મની ઇતિહાસ પરંપરામાં ભક્તિનો એક નવો માર્ગ, જે પુષ્ટિ માર્ગ તરીકે ઓળખાય છે તેવો માર્ગ શરૂ કર્યો જે વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત દ્વારા પ્રમાણિત
છે. પુષ્ટિમાર્ગ એટલે કૃપાનો માર્ગ. પુષ્ટિમાર્ગ એ મર્યાદા ભક્તિમાર્ગથી કઈ રીતે જુદો
પડે છે તે જોઈએ - ‘‘તમારે કંઈ જોઈતું હોય તો મારી પાસે આવી યાચના કરો, દયા કરીને હું તમને આપીશ.’’ આ એક વ્યવહાર થયો જે મર્યાદા માર્ગ કહેવાય. ‘‘તમારે
જે કંઈ જોઈએ છે કે નહીં તેની તમને ખબર હોય કે ન હોય, પણ તેની
મને ખબર છે, સામે ચાલીને હું આપવા તમારી પાસે આવ્યું છે અને હું
કૃપા કરીને હું તમને આપું છું.’’ - આ છે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ એટલે પોષણ. પોષણ એટલે
અનુગ્રહ. અનુગ્રહ એટલે કૃપા. પુષ્ટિ-કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. અને ભગવાનની શક્તિ છે.
જીવાત્માનો ઉદ્ધાર કરે એ માર્ગનું નામ પુષ્ટિમાર્ગ. આ માર્ગ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ
છે. જીવન નિઃસાધન છે તેથી જીવ પાસે પ્રભુને સમર્પવા પ્રેમ સિવાય બીજું કંઈ જ નથી. પ્રેમ
જ ભક્ત-ભગવાનને બાંધી રાખે છે. મહાપ્રભુજીરૂપે નવધા ભક્તિમાં પ્રેમનું તત્ત્વ ઉમેરીને
નવધાભક્તિને પ્રેમલક્ષણા ભક્તિના નવા સ્વરૂપમાં રજૂ કરી છે.
પુષ્ટિલીલામાં
પ્રત્યેક સ્વરૂપ ‘રસસ્વરૂપ’ છે. ભગવાન રસાવતાર છે. શ્રી વલ્લભ એ શ્રીકૃષ્ણનું શ્રીમુખ
છે. શ્રી રાધા અને શ્રીકૃષ્ણના મુખારવંિદમાંથી પ્રગટેલા વિપ્રયોગાગ્નિ સ્વરૂપ પણ મુખારવંિદ
જ છે. લીલામાં શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીરૂપે (પુંભાવ) શ્રી સ્વામિનિજી - આ માર્ગમાં
શ્રી રાધાજી સ્વામિનીજી તરીકે છે. (સ્ત્રીભાવ) અને ઉભયાત્મક રૂપના સાક્ષીરૂપે બિરાજે
છે. ભોક્તા તરીકે એ આનંદરૂપ, ભોગ્ય તરીકે પરમાનંદ
રૂપ અને લીલાશાક્ષીરૂપ મુખારવંિદરૂપ પણ છે. શ્રી મહાપ્રભુજી રસરૂપ શ્રીકૃષ્ણની અનેક
રસમય લીલાઓથી અને શ્રીકૃષ્ણ પ્રત્યેના અપાર પ્રેમના અમૃતથી ભરપૂર છે એ એમનું ઐશ્વર્ય
છે. ‘વસ્તુતઃ કૃષ્ણએવ’ શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત્ ભગવાન જ છે. શ્રી વલ્લભની ત્રણ
શ્રી છે. સેવા, પ્રેમ અને આ બંન્નેનો ઉપદેશ. પ્રભુને પામવા માટેના
પંથ તો ઘણાયે છે પરંતુ સરળ, સર્વસુગમ, નિષ્કંટક
પંથ તો પ્રેમનો જ પંથ છે.
કળિયુગમાં
ભક્તિ વગેરેના માર્ગ પણ દુઃસાઘ્ય છે. સાધનાત્મક માર્ગો પણ દુઃસાઘ્ય છે એવા સમયમાં નિઃસાધનાત્મક
શરણમાર્ગ-પુષ્ટિમાર્ગ જ ઉઘ્ધારકતાનું બળ વધારે છે. દરેક માણસના સ્વભાવ બુઘ્ધિ અને પસંદગી
અલગ તેથી પ્રભુ પ્રાપ્તિ માટે પરમાત્માએ અલગ અલગ ધર્મો બનાવ્યા. બધા જ એકભાવે પ્રભુને
ભજે એ પ્રભુ પણ ઈચ્છતા નથી. તેમજ જેના દ્વારા સારી રીતે અને ઉત્તમ રીતે ધર્મનો બોધ
અને જ્ઞાન મળે તથા પરમાત્માની પ્રાપ્તિ કરવામાં સહાયભૂત થાય તે સંપ્રદાય કહેવાય છે.
શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે ભગવદ્ પ્રાપ્તિ માટે ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. કળિયુગના
જીવો માટે જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સરળ છે. જીવ, જગત અને બ્રહ્મ વચ્ચે શુઘ્ધ અદૈત છે. જીવ એ બ્રહ્મ નહીં પરંતુ બ્રહ્મનો ચેતન
અંશ છે અને બ્રહ્મ સાથે જીવનો અંશ-અંશી સંબંધ છે. તેથી પ્રભુ નિત્ય સ્વામી છે અને જીવ
પ્રભુનો નિત્યદાસ છે.
શ્રી યમુનાજીની
કૃપા સિવાય કૃષ્ણલીલામાં પ્રવેશ નથી. શ્રી યમુનાજી અલૌકિક આદિદૈવિક સ્વરૂપે શ્રીકૃષ્ણના
હૃદયમાંથી પ્રગટેલાં છે. રાસલીલામાં સ્વામિનીજી (શ્રીરાધા) અને અન્ય ગોપીઓ સાથેની ક્રીડામાં
ઠકોરજી તથા સ્વામિનીજીના સ્મરશ્રમ જલબંિદુઓ જે પ્રગટ્યા તે યમુનાના જલમાં મિશ્રિત થયા
તેથી યમુનાજીનું જલ સુગંધીદાર અને અત્યંત શીતલ થયું અને ઠાકોરજી તથા સ્વામિનીજીના રતિશ્રમને
હરનારું થયું. ઝારીજીમાં આ ભાવનાથી જ અતિ પવિત્ર દિવ્ય જલ ઠાકોરજી સમક્ષ ધરાવવામાં
આવે છે. ઝારીજીનું પાત્ર એ સ્વામિનિ-રાધાજીનું સ્વરૂપ ગણાય અને એમાં રહેલું યમુના જલ
સ્વામિનિજી તથા ઠાકોરજીના અલૌકિક રાસવિલાસના રતિશ્રમના બંિદુઓના સ્વરૂપે છે. ઝારીજી
તો સાક્ષાત રાધાજીના અધરામૃત સ્વરૂપ છે. જે શ્રીકૃષ્ણને નિત્યનૂતન નવજીવન પ્રેમરસ બક્ષે
છે.
મહાપ્રભુજીએ
યાત્રા કરી અને જ્યાં જ્યાં મુકામ કરી પ્રવચન-બોધ આપ્યો ત્યાં ત્યાં બેઠકો સંસ્થાપિત
થઈ. આમ આવી ૮૪ બેઠકો છે. બેઠકમાં ઝારીજી ભરવામાં આવે છે. ઝારીજી ભરવા પાછળની ભાવના
કૃષ્ણના વિરહ રસને દૂર કરવા માટે ગોપીહૃદયની મઘુર કામના છે. કૃષ્ણનો વિરહ રસ શ્રી વલ્લભે
અનુભવ્યો તેથી તો જે તે એકાંત સ્થળે બેઠકોની સ્થાપના થઈ.
શ્રીકૃષ્ણના
અવતાર શ્રી વલ્લભાચાર્ય અને શ્રીકૃષ્ણની મોરલીના અવતાર શ્રી હિતહરિવંશ છે. આ બંને જ
ફક્ત મહાપ્રભુજીનું પદ મળ્યું છે. આ બંને મહાપ્રભુજી સમકાલીન છે. બંનેએ પ્રેમલક્ષણા
ભક્તિનો પ્રચાર-પ્રસાર કરેલ છે. શ્રી વલ્લભાચાર્યજીએ ભારતયાત્રા કરી છે જ્યારે શ્રી
પ્રિયા-પ્રિતમ (શ્રી રાધાવલ્લભ) વૃન્દાવનમાં બિરાજતા હોઈ શ્રી હરિવંશચંદ્રજીએ વૃન્દાવનમાં
જ વાસ કરેલ છે અને પ્રેમલક્ષણા ભક્તિનો પ્રચાર-પ્રસાર કરેલ છે. બોલ શ્રી વલ્લભાધિશ
કી જય.
દક્ષિણ
ભારતમાં આન્ધ્ર દેશ છે. વ્યોમસ્તંભ નામનો પર્વત અને પવિત્ર કૃષ્ણ નદી છે. એના કિનારે
કાંકરવાળ નામનું ગામ છે. શ્રી મહાપ્રભુજી, જે કુળમાં
પ્રકટ્યા થયેલ, તે તૈલાગકુંડ, એ નગર માં
આવેલું છે. શ્રી મહાપ્રભુજી ના પૂર્વજઓ સોમયાજી હતા. એ કુળ માં શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ
નામના એક વિદ્વાન ભટ્ટ હતા. પુષ્કળ પ્રમાણ માં સંપતિ પ્રાપ્ત કરી હતી. કુળ ને દિપાવવા,
કોઈ સતકર્મ કરવું જોઈએ એ સુભવિચાર થી તેમને ઉત્તમ બ્રહ્મણોને બોલાવી
સામયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યા.
સત્કર્મ
ને આધારે પ્રભુ પ્રસન્ન થતા યજ્ઞકુંડથી દિવ્ય વાણી ઉચ્ચારાઈ કે, આવું શુભ મહાકાર્ય કરવાથી આપ વેદના અવતાર છો. અરંભેલા આવા સામયજ્ઞથી ધન્ય છો.
આવા ૧૦૦ સામયજ્ઞ સંપૂર્ણ થવાથી તમારા કુળ માં ગોકુલ ના નાથ શ્રી કૃષ્ણ પોતે જ વલ્લભચાર્ય
તરીકે પ્રગટ થશે. અને તમારા અખા કુળ ને દિવ્ય બનાવશે.
સર્વત્ર
આનંદ છવાઈ ગયો. દિવ્ય વાણી ને આનંદ થી સત્કારી અને પવિત્ર સામયજ્ઞ ની શરૂઆત કરી. શ્રી
યજ્ઞનારાયણ ભટ્ટે ૩૨ સોમયજ્ઞ કર્યા. તેમને ત્યાં શ્રી ગંગાધરભટ્ટજી નામના પુત્ર થયા.
પિતાનું અરંભેલું કાર્ય ઉપાડી તેમને ૨૮ સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ શ્રી ગણપતીભટ્ટ નામે
પુત્ર થયા જેમને ૩૨ સોમયજ્ઞ પુરા કર્યા હતા. તેમેણ ત્યાં શ્રી વલ્લાભટ્ટજી નામે પુત્ર
થયા. જે સંપૂર્ણ ગુણવાન સૂર્ય જેવા તેજસ્વી હતા. સ્વહસ્તે ૫ સોમયજ્ઞ કરતા, જયજયકાર થવા લાગ્યો. શ્રી વલ્લાભટ્ટજી એ શુર્ટનો અવતાર હતા.
વલ્લાભટ્ટજી
ને ત્યાં શ્રી લક્ષ્મણજી નામે પુત્ર થયો. ૯૫ સોમયજ્ઞ પૂર્વજો ઉજવી ચુક્યા હતા. શ્રી
લક્ષ્મણભટ્ટજી એ શ્રી માલ્લાગારુજી સાથે લગ્ન થયા. પૂર્વજો ની માફક પોતે પણ સોમયજ્ઞનો
પ્રારંભ કર્યો. ૪ યજ્ઞ પુરા કરી ૫ માં ની શરૂઆત માં જ દિવ્ય આકાશવાણી થઇ કે, હે લક્ષ્મણભટ્ટજી! પ્રભુના અનુગ્રહ થી તમારા કુળ માં ૧૦૦ સોમયજ્ઞ પુરા થઇ રહ્યા
છે તેથી તમારા કુળ માં શ્રી પુરષોત્તમનો પ્રાદુર્ભાવ થશે.
શ્રી લક્ષ્મણભટ્ટજીએ
છેલ્લા સોમયજ્ઞની પુર્ણાહુતી કરી અને પુર્ણાહુતી ની ખુશાલી માં શ્રી લક્ષ્મણભટ્ટજીણજી
પત્ની સાથે કાસી પધાર્યા અને ત્યાં સવા લક્ષ બ્રાહ્મણો ને જમાડ્યા. એ સમયે યવનો ચઢી
આવેલ છે, એવી ખબર પડતા રાજાએ યાત્રાળુઓને વિદાય
કર્યા.
શ્રી લક્ષ્મણભટ્ટજી
મધ્ય પ્રાંત ના ચંપારણ્ય સુધી પોહ્ચ્યા હશે. ત્યાં શ્રીમતી થયેલી પત્ની ને અધૂરા માસે
ઘર્ભસ્ત્રાવ થઇ જતા તેઓ ઘભરાયા. આવા ઘોર અરણ્ય માં ફરી રહેલા હિંસક પ્રાણીઓનો અતિસય
ત્રાસ હોવાથી રાત્રી પસાર કરવી યોગ્ય નથી, અ સુચન ને
સમર્થન મળતા અને વળી ગર્ભ જીવતો નથી એવું અનુમાન કરી તેને કપડા માં લપેટીને બાજુના
કોઈ એક છોકર ના વૃક્ષ ની બખોલ માં મૂકી દીધો. પાંદડાઓથી એ બખોલ ને ઢાકી દીધી.
પછી એમને
પ્રવાસ ચાલુ રાખ્યો. કસી યવન ના ત્રાસ થી મુક્ત થયાના સમાચાર આવ્યા. શ્રી લક્ષ્મણભટ્ટજી
પત્ની સાથે પાછા ફર્યા. બાળક ની કબર કાઢી તો સુરક્ષિત જણાયું. જે વન ભયંકર લાગતું હતું
તે જ વન બાળક ના પ્રાગટ્ય ને કારણે નિર્ભય અને રળિયામણું લાગતું હતું. તેઓએ નદી કિનારે
આવેલા વૃક્ષ પાસે આવ્યા. તે ઝાડ ને બાજુ માં જ એક મોટો અગ્નિકુંડ જોયો. અ અગ્નિકુંડની
મધ્ય માં આવેલા એક ચોતર પર રમતા બાળક ને જોતા જ માતા ના સ્તન માંથી દૂધ ની ધારાઓ છુટવા
લાગી. અગ્નિ એ એ બાળક ની રક્ષા કરી એ બાળક શ્રી વલ્લભ.
શ્રી વલ્લભ
નો પ્રાકટ્ય સંવત ૧૫૩૫ ના ચૈત્ર વદ ૧૧ને રવિવાર બપોર ના સમયે ચંપારણ માં થયું. દેવો
અગ્નિકુંડ પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સૌ દેવો દેવાંગનાઓ વદન કરવા લાગ્યા. સર્વત્ર
જયજયકાર થઇ ગયો. આકાશવાણી થતા અગ્નિ શાંત થયો. પુત્ર ને પ્રેમ થી અગ્નિકુંડ માંથી લઇ
અવની આજ્ઞા કરી. માતા એ અનોખા ઉમળકા થી બાળક ને જરા પણ શ્રમ ના પડે તેમ ચોતરા પરથી
પધરાવી વારંવાર છાતીએ દબાવીને ચુંબન કરવા લાગ્યા. મોટા મોટા ઋષીઓ પુષ્ટિ વૃષ્ટિ ઉચારવા
લાગ્યા.
તેઓ વિદ્યા
અભ્યાસ માં ખુબ જ તેજસ્વી હતા. નાનપણ માં વેદ શીખ્યા. નારાયણ દિક્ષિત પાસે વ્યાકરણ
ન્યાય વગેરે શીખ્યા. ત્યારબાદ કાશી ગયા.
જ્યોતિ
શાસ્ત્ર પ્રમાણે મુની રાજે શ્રી લક્ષ્મણભટ્ટજી ને કહ્યું કે આ ભૂમિ પર ૩ વંશ અથવા કુળ
મહાન કેહવામાં આવે છે, સૂર્યવંશ એટલે રઘુકુળ,
ચન્દ્રવંશ એટલે યદુકુળ અને અગ્નિવંશ એટલે આ બાળક નો વંશ કે જે આગળ જતા
શ્રી વલ્લભકુળ નામે ઓળખાશે.
શ્રી વલ્લભાચાર્યેએ
ભારત ની ૩ વખત પરિક્રમા કરી. આપશ્રી કમંડળ, પાવડી,
દંડ, દર્ભાસન અને ભાગવત એટલું સાથે રાખતા. કૌપીન,
શિખા અને જનોઈ ઉપર એક જ ધોળું વસ્ત્ર પેહેરે અને ઓઢે. એમની આકૃતિ ભવ્ય
અને મોહક લાગતી.
ભારત ની
પરિક્રમા દરમિયાન જે સ્થળે આપશ્રી વિશ્રામ કરતા એ સ્થળ ને આજે શ્રી મહાપ્રભુજી ની બેઠક
તરીકે જણાય છે. ભારતભર માં આવી ૮૪ બેઠક છે. જયારે આપશ્રી કાશી પધાર્યા ત્યારે, આપશ્રી ના લગ્ન શ્રી કૃષ્ણભટ્ટજી ની સુપુત્રી શ્રી મહાલક્ષ્મી સાથે કરવામાં
આવ્યા. શ્રી મહાપ્રભુજી નું વદ ૨૮ વર્ષ નું હતું. ૧૫૬૬ ના ભાદરવા વદ ૧૨ ના દિવસે શ્રીગોપીનાથજી
નું પ્રાકટ્ય થયું. તેલંકુળમાં તિલક જેવા તીલકાયત શ્રે વિઠ્ઠલનાથજીનો જન્મ સંવત ૧૫૭૨
ના માગસર(વ્રજ-પોષ) વદ ૯ ના રોજ થયો હતો.
શ્રી મહાપ્રભુજી
ની આજ્ઞા
તુલસીજી
ની માળા નિત્ય કંઠ માં પેહરી રાખવી. સદાય તિલક કરવું. ચાર જયંતી અને એકાદશી ના વ્રત
કરવા. અન્યાયશ્રય કદી કરવો નહિ. અસમર્પિત અન્ન કદી લેવું નથી. સ્વધર્મી સિવાય બીજાની
સાથે બને ત્યાં સુધી મૌન રાખવું. પ્રભુ સન્મુખ રેહવાય તેવા પ્રકાર ની સેવા કરવી. પ્રભુજી
નું નિરંતર સ્મરણ કરતા રેહવું જોઈએ.
યમુનાષ્ટકની
રચના
શ્રી મહાપ્રભુજી
શ્રાવણ સુદ ૩ ના ગોકુલ ના ગોવિંદ ઘાટ પર પધાર્યા. અહી ગોવિંદ અને ઠકુરાણી ઘાટ ને સમાન
જોઈ આપ વિચારમગ્ન બન્યા. ત્યારે સાક્ષાત શ્રી યમુનાજીએ ત્યાં પધારી તેનું નિરાકરણ કરી
આપ્યું. તે જ સમયે આચાર્ય શ્રી એ અપની અષ્ટક દ્વારા સ્તુતિ કરી કે જે પાછળ થી શ્રી
યમુનાષ્ટક ના નામથી પ્રસિદ્ધ થયું.
લોકહૃદયમાં
પ્રભુ નહીં મહાપ્રભુજી તરીકે બિરાજમાન વલ્લભાચાર્યજી....
મહાપ્રભુ
વલ્લભાચાર્યજીએ તત્કાલીન ભારતના લોકમાનસમાં નવચેતના પ્રગટાવીને નષ્ટ થતી ભારતીય સંસ્કૃતિને
પુનર્જીવિત કરી.
શ્રીમદ્
વલ્લભાચાર્યજીએ માતા ઇલ્લમાની આજ્ઞા લઈને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની
બાળવયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને તેમને ભારતની પરિક્રમા કરી હતી. તેમણે
આખાય ભારતની ત્રણ વખત પરિક્રમા કરી. આ પરિક્રમામાં તેમના જીવનનાં ૧૮ જેટલાં વર્ષો વ્યતીત
થયાં છે. સંવત ૧૫૪૯માં શ્રાવણ સુદ ત્રીજે ગોકુળમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રીમદ્ ભગવદ્નો
પ્રારંભ કર્યો.
આવા સમયે
ઠકુરાની ઘાટ ઉપર રાત્રિએ શ્રીજીબાવાએ સાક્ષાત્ દર્શન આપ્યા. ઠાકોરજીએ શ્રીવલ્લભને આજ્ઞા
કરી કે આપ જે જીવને મારા નામનું નિવેદન કરાવી બ્રહ્નસંબંધ કરાવશો તે જીવનો હું અંગીકાર
કરીશ અને તેના તેના બધા દોષો દૂર કરીશ. શ્રી વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા તે ભૂમિ મહાપ્રભુજીની
બેઠક તરીકે પ્રગટ થયેલી છે. જે વૈષ્ણવ સંપ્રદાયમાં છોટું વ્રજ ગણાય છે.
સોળમી સદીમાં
ઇસ્લામ ધર્મે ભારતમાં મૂળ ઘાલ્યાં હતાં. દિલ્હીના તખ્ત ઉપર લોદીવંશના બાદશાહો રાજ્ય
કરતા હતા. તે સમયે દેશમાં રાજકીય અંધાધૂંધી ફેલાઇ હતી. રાજસત્તાના પલટા નીચે લોકો ત્રાહિમામ્
પોકારી ગયા હતા. હરક્ષણ યુદ્ધના ભણકારાના આધારે લોકો જીવન જીવતા હતા. સ્ત્રીઓની સ્થિતિ
કફોડી હતી. વટાવ પ્રવૃત્તિએ માઝા મૂકી હતી. સ્ત્રીઓ માટે ઘરની બહાર નીકળવું સહીસલામત
ન હતું. પ્રજાનાં હૈયાં વિષાદમાં ઘેરાયેલાં હતાં. લોકોમાંથી જોમ, જુસ્સો, વીરતા, ઓજસ બધું જ ખલાસ
થઇ ગયું હતું. આડેધડ મંદિરોનો ધ્વંશ થતો હતો. ધાર્મિક પરિસ્થિતિ અસ્થિર હતી. ધર્મનું
હાર્દ ભુલાઇ ગયું હતું.
વૈદિક વિચારધારાની
ઇમારત ડગમગવા લાગી હતી. કેવળ બાહ્યાચાર, પાખંડ, વહેમ અને અંધશ્રદ્ધાને પોષનારા અનેક નાના મોટા પંથોએ ધાર્મિક મૂલ્યોનો હ્રાસ
નોંતર્યો હતો. યજ્ઞયાગાદિ ક્રિયાઓ ઉપરથી લોકોનું મન ઊઠી ગયું હતું. જ્ઞાનની સુફિયાણી
વાતોથી લોકો વાજ આવી ગયા હતા. સર્વત્ર અધર્મનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આવા અનાચાર,
અત્યાચાર અને અંધાધૂંધીના કાળમાં ઇ.સ. ૧૪૭૯માં સવંત ૧૫૩૫ના ચૈત્ર વદ
એકાદશીના રોજ મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો હતો.
વૈદિક સંસ્કૃતિના
પાયા હચમચી ગયા હતા. તેને સ્થિર કરવાની આવશ્યકતા નિર્માણ થઇ હતી. તેવા નાજુક સમયમાં
જ્યારે સમાજ અધ:પતિત થયો હતો. મ્લેચ્છાક્રાંત થયો હતો ત્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યે
ધાર્મિક ભાવનાને સાચું રૂપ આપ્યું. અંધાધૂંધીના આવા કાળમાં તેમણે સાચાં ઓજસ પાથયાઁ
અને વૈષ્ણવ ધર્મને યોગ્ય દિશામાં વાળ્યો. વૈદિક પરંપરા અને તત્વજ્ઞાનને સંપૂર્ણ પુષ્ટ
કરતા શ્રીમદ્ ભાગવત ગ્રંથનો આધાર લઇ ભક્તિનો આશ્રય લીધો અને જનમાનસને સ્પર્શી જાય તેવું
ભાગવતનું રસસિંચન કર્યું. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું અતિ મધુર રસપાન કરાવી વૈદિક વિચારધારાને
સ્થિર કરી અને ભક્તિમાર્ગનો ઉપદેશ આપી તેમણે પુષ્ટિમાર્ગની સ્થાપના કરી.
અભ્યાસુ
દ્રષ્ટિથી વિચાર કરીશું તો જણાશે કે જ્ઞાન અને કર્મનો મહાપ્રભુ વલ્લભાચાર્યે નિષેધ
નથી કર્યો પરંતુ જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠાનું સ્વતંત્ર અસ્તિત્વ ન રાખતાં તે બંને
નિષ્ઠાઓને પ્રભુમાં યોજી છે. તેમના મત મુજબ પ્રભુની સેવા માટે જે કાર્ય થાય તે સાચું
કાર્ય અને પ્રભુના માહાત્મ્યનું ખરું જ્ઞાન થાય તે સાચું જ્ઞાન.વલ્લભાચાર્યે કેવળ આદર્શો
રજૂ નથી કર્યા. કેવળ ભાવુક બનીને ભાવનાઓ વ્યક્ત નથી કરી, પરંતુ તેમણે જીવનની વાસ્તવિકતાનું સચોટ વેધક દર્શન કરાવ્યું છે. જીવનની સાર્થકતાનો
રાહ ચÃધ્યો છે. તેમણે કેવળ વૈષ્ણવો માટે જ નહીં, પણ સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે
જીવનનો સરળ રાહ ચÃધ્યો
છે.
સમાજમાં તથા ધર્મમાં પ્રવર્તતી હાનિકારક જૂની જડો
ઉખેડીને તેની જગ્યાએ નવા બીજનું રોપણ કરી નિસ્તેજ ચેતનાહીન બનેલી ધર્મવાટિકાને
તેમણે સુંદર બનાવી. વાસ્તવમાં તે માટે જ તેમનો જન્મ થયો હતો તેમ કહેવું
અતિશયોક્તિભર્યું નહીં ગણાય.ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પ્રભુ પ્રાપ્તિ થઇ શકે છે. તે
માટે દેહદમન અથવા સંન્યાસ લેવાની આવશ્યકતા નથી, તે મહાપ્રભુજીએ સ્પષ્ટ સમજાવ્યું
છે. ઇન્દ્રિય ઓનો પ્રભુની સેવામાં વિનિયોગ કરવાનો સુગમ રસ્તો તેમણે દેખાડ્યો.
પ્રભુ એ જ જીવનનું અંતિમ લક્ષ્ય હોવાથી, બધી શક્તિઓને પ્રભુ
તરફ વાળવી જોઇએ એવી સમજ તેમણે પ્રચલિત કરી.
હજારો લોકોને તેમણે ઇશ્વરાભિમુખ કરી તેમના જીવન
સુધાર્યાં. સ્ત્રીઓ અને શુદ્રો માટે બંધ થયેલાં ભગવદ્ પ્રાપ્તિનાં દ્વાર ખુલ્લાં
કરી સંસારના ત્રિવિધ તાપથી તપ્ત થયેલા પીડિત, શોષિત, કચડાયેલા સમાજને તેમણે પડખે
લીધો. વ્યક્તિ જીવનમાં અને સમિષ્ટમાં અનેક પ્રવૃત્તિઓ અથવા જે કંઇ બધું થતું
રહ્યું છે તે આનંદમય પ્રભુની ક્રીડાપાત્ર છે. એ સમજાવી તેમણે ઉપનિષદનું તત્વજ્ઞાન
જનમાનસ સુધી પહોંચાડ્યું.
તત્કાલીન ભારતની અવદશા એ પાનખર જેવી હતી. તેમાં
મહાપ્રભુ વલ્લભાચાર્યનું પ્રગટ થવું એ વસંતની પધરામણી સમું હતું. તેમણે પ્રજાનાં
જીવનમૂલ્યોમાં પ્રાણ પૂરી નવચેતના પ્રગટ કરી. સૈકાઓથી નશ્વિેતન થયેલા લોકમાનસમાં
ચેતના પ્રગટાવી હિન્દુસ્તાનને નવા આદર્શો આપ્યા. નવી ભાવનાઓ જગાડી, નષ્ટ થતી ભારતીય સંસ્કૃતિને
પુનર્જીવિત કરી.
મહાપ્રભુના સિદ્ધાંત
મહાપ્રભુના સિદ્ધાંત માટે, તેમની વિચારધારા માટે ટૂંકમાં
કહેવું હોય તો એમ કહી શકાય કે
એકં શાસ્ત્રં દેવકીપુત્રગીતમ્
એકો દેવો દેવકીપુત્ર એવ|
મંત્રોડપ્યેકસ્તસ્યનામાનિ યાનિ
કમૉપ્યેકં તસ્ય દેવસ્થ સેવા ||
ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદથી ગાયેલી શ્રીમદ્
ભગવદ્ગીતા એ જ એક શાસ્ત્ર છે. દેવકીપુત્ર શ્રીકૃષ્ણ એ જ એક દેવ છે. મંત્ર પણ એક જ અને
તે તેનું નામ સ્મરણ (શ્રીકૃષ્ણ શરણં મમ:) અને શ્રીકૃષ્ણની સેવા એ જ એક ખરું કર્મ
છે.મહાપ્રભુજીના ભગવદ્ભક્તિના પ્રચારથી તાંત્રિક કર્મ અને શુષ્ક જ્ઞાનના ભાર નીચે
દબાયેલા તત્કાલીન જનમાનસને ધર્મનો સાચો રાહ સાંપડ્યો. જનમાનસમાં ભાગવત ધર્મનું
અમીસિંચન થયું. અંધાધૂંધીના એ યુગમાં હિન્દુ ધર્મ અને વૈદિક સંસ્કૃતિનો એક નવો
અધ્યાય તેમણે શરૂ કર્યો. લોકોના એ હૃદયસમ્રાટ બન્યા અને લોકોએ તેમને પ્રભુ નહીં, મહાપ્રભુ તરીકે બિરદાવ્યા.
મહાપ્રભુજી વલ્લભાચાર્યનો જન્મ દિવસ છે ત્યારે
બુદ્ધિશાળી પુષ્ટિમાર્ગીઓનું એ વિશેષ કર્તવ્ય છે કે જ્યારે સમાજ ભોગાકાંત બન્યો છે
અને પુષ્ટિમાર્ગમાં જે કોઇ વિકૃતિઓ આવી ગઇ છે તેથી પુષ્ટિમાર્ગથી અલપિ્ત ન રહેતા
મહાપ્રભુજીની વિચારધારાને બુદ્ધિપૂર્વક સમજી લઇ પુષ્ટિમાર્ગને યોગ્ય દિશામાં વાળવો
જોઇએ. એ કાળની તાતી જરૂરિયાત છે.
શ્રી મહાપ્રભુજીની ગુજરાતમાં આવેલી બેઠકો
ભારતભરમાં કુલ ૧૪૨ બેઠકો આવેલી છે. જેમાંથી ૮૪ બેઠકો
મહાપ્રભુજીની, ૨૮
બેઠકો ગુસાંઇજીની, ૩૦ બેઠકો હરિરાયજી અને બીજા આચાર્યોની
આવેલી છે. આમ મહાપ્રભુજીની ૮૪ બેઠકોમાંથી ગુજરાતમાં ૨૦ બેઠકો આવેલી છે. આ બેઠકો
ગુજરાતના ક્યા-ક્યા જિલ્લાઓમાં ક્યાં-ક્યાં આવેલી છે તેની માહિતી આપ સમક્ષ અહીં
પ્રસ્તુત કરીએ છીએ:
બેઠકજી-૫૩ સુરત
બેઠકજી-૫૪ ભરૂચ
બેઠકજી-૫૫ મોરબી
બેઠકજી-૫૬ જામનગર
બેઠકજી-૫૭ જામખંભાળિયા
બેઠકજી-૫૮ પિંડતારક, જિ. જામનગર
બેઠકજી-૫૯ નાના ભાવડા, તા. દ્વારિકા
બેઠકજી-૬૦ દ્વારિકા
બેઠકજી-૬૧ ગોપી તળાવ
બેઠકજી-૬૨ બેટ દ્વારિકા
બેઠકજી-૬૩ નારાયણ સરોવર
બેઠકજી-૬૪ જૂનાગઢ
બેઠકજી-૬૫ પ્રભાસ પાટણ
બેઠકજી-૬૬ માધવપુર
બેઠકજી-૬૭ ગુપ્ત પ્રયાગ, જિ. જૂનાગઢ
બેઠકજી-૬૮ તગડી, અમદાવાદ-બોટાદ હાઇવે
જિ. અમદાવાદ
બેઠકજી-૬૯ નરોડા, અમદાવાદ
બેઠકજી-૭૦ ગોધરા
બેઠકજી-૭૧ ખેરાલુ, જિ. મહેસાણા
બેઠકજી-૭૨ સિદ્ધપુર
શ્રી કૃષ્ણ શરણં મમ,
શ્રી મહાપ્રભુજી ની ૮૪ બેઠકજી દંડવત પ્રણામ
આપણા સર્વ
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ના વહાલા શ્રી વલ્લભ ,શ્રી વિઠ્ઠલ અને તેમના વંશજો ના
ચરણો માં અમારા દંડવત પ્રણામ .
શ્રી મહાપ્રભુજી ,શ્રી ગુંસાઈજી અને તેમના વંશજો એ
જ્યાં ભાગવત પારાયણ કર્યું હોય તે સ્થાન ને બેઠક જી કહેવા માં આવે છે .
હે વલ્લભ પ્રભુ , અમે નીસાધન જીવો આપને વંદન સિવાય
શું આપી શકીએ ?હે દયાળુ ગુરુદેવ અમારા દંડવત પ્રણામ સ્વીકારજો અને સદાયે આપના ચરણો
માં અમારી મતી ,ગતિ અને રતીબની રહે એવી કૃપા કરજો .
શ્રી મહાપ્રભુજી ની ૮૪ બેઠકજી માં દંડવત પ્રણામ .
પ્રથમ બેઠક શ્રી ગોકુલ માં શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રીમહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોચે .
બીજી બેઠક ગોકુલ માં બડી બેઠક જ્યાં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત પ્રણામ
પહોચે .
ત્રીજી બેઠક ગોકુલ માં શૈયા મંદિર માં શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોચે .
ચોથી બેઠક વૃંદાવન માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોચે .
પાંચમી બેઠક શ્રી મથુરા માં વિશ્રામઘાટે શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
છઠ્ઠી બેઠક શ્રી મધુવન માં શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સાતમી બેઠક કમોદવન માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
આઠમી બેઠક બહુલા વન માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે.
નવમી બેઠક રાધા કૃષ્ણ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
દસમી બેઠક શ્રી માનસી ગંગા ઉપર શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
અગિયાર મી બેઠક શ્રી પરસોલી ચંદ્ર સરોવર ઉપર શ્રી
મહાપ્રભુજી બીરાજે છે,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બારમી બેઠક આન્યોર માં સદુપાંડે ને ઘેર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
તેરમી બેઠક ગોવિંદ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોચે .
ચૌદમી બેઠક સુંદર શિલા ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પંદરમી બેઠક શ્રી ગિરિરાજજી ઉપર શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સોળમી બેઠક શ્રી કામવન ની સુરભી કુંડ ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સત્તર મી બેઠક ગહેવર વન માં શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભ્જી ને અમારા
દંડવત પ્રણામ પહોંચે .
અઢારમી બેઠક કૃષ્ણ કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને અમારા
દંડવત પ્રણામ પહોંચે .
ઓગણીસમી બેઠક નંદગામ ની પાન સરોવર ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને અમારા
દંડવત પ્રણામ પહોંચે .
વીસમી બેઠક કોકિલા વન માં કૃષ્ણ કુંડ ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
એકવીસમી બેઠક શ્રી ભાંડીરવન માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બાવીસ મી બેઠક માન સરોવર ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ત્રેવીસમી બેઠક સોરમ ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને અમારા
દંડવત પ્રણામ પહોચે.
ચોવીસમી બેઠક ચિત્રકૂટે કાન્તાનાથ પર્વત પાસે શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પચીસમી બેઠક અયોધ્યા માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
છવીસમી બેઠક નૈમિષારણ્યમાં શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સતાવીસમી બેઠક કાશી માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
અઠ્ઠાવીસમી બેઠક કાશી માં હનુમાન ઘાટે શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ઓગણત્રીસમી બેઠક
હરિહર ક્ષેત્ર માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ત્રીસમી બેઠક જનકપુર માં માણેક તળાવ ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
એકત્રીસમી બેઠક ગંગાસાગર કપિલાશ્રમ માં શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બત્રીસમી બેઠક શ્રી ચંપારણ માં જ્યાં નિત્ય
શ્રીબિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
તેત્રીસમી બેઠક બીજી ચંપારણ માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ચોત્રીસમી બેઠક જગન્નાથપુરી માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પાંત્રીસમી બેઠક પંઢરપુર મા શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
છ્ત્રીસમી બેઠક નાશિક માં તપોવન માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને અમારા
દંડવત પ્રણામ પહોંચે .
સાડત્રીસમી બેઠક પન્નાનૃસિંહ ધામે શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
આડત્રીસમી બેઠક લક્ષ્મણ બાલાજી માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ઓગણચાલીસ મી બેઠક શ્રી રંગ માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ચાલીસમી બેઠક વિષ્ણુ કાંચી માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
એક્તાલીસમી બેઠક સેતુબંધ રામેશ્વર માં શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બેતાલીસમી બેઠક મલયાચલ પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
તેતાલીસમી બેઠક લોહગઢ માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને અમારા
દંડવત પ્રણામ પહોંચે .
ચુમાંલીસમી બેઠક તામ્ર પણી નદી તીરે શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પીસ્તાલીસમી બેઠક કૃષ્ણા નદી તીરે શ્રી મહાપ્રભુજી
ને બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
છેતાલીસમી બેઠક પંપા સરોવર સરોવર શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સુડતાલીસમી બેઠક પદ્મનાભ માં શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ઉડતાલીસમી બેઠક શ્રી જનાર્દન માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી એ
દંડવત પ્રણામ પહોંચે.
ઓગણપચાસ મી બેઠક વિદ્યાનગર માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પચાસ મી બેઠક ત્રિલોક ભાનજી માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
એકાવન મી બેઠક શ્રી તોતાદરી પર્વત ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બાવન મી બેઠક દરવ સેનજી માં શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
તેપણ મી બેઠક સુરત માં તાપી નદી ના તીરે શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને અમારા
દંડવત પ્રણામ પહોંચે .
ચોપન મી બેઠક ભરુચ માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પંચાવન મી બેઠક મોરબી માં મયુર ધ્વજ માં શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
છપન મી બેઠક નવા નગરે નાગમતી નદી તીરે શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સત્તાવન મી બેઠક ખંભાળિયા માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
અઠ્ઠાવન મી બેઠક પિંડતારા દ્વારકા માં શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ઓગણસાઠ મી બેઠક મૂળ ગોમતી તીરે શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સાઠ મી બેઠક દ્વારકા માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
એકસઠ મી બેઠક ગોપી તળાવ ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બાસઠ મી બેઠક શંખોદ્વાર શંખ તળાવ ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ત્રેસઠ મી બેઠક શ્રી નારાયણ સરોવર ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ચોસઠ મી બેઠક જુનાગઢ ગીરનાર રેવતી કુંડ ઉપર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પાસઠ મી બેઠક પ્રભાસ ક્ષેત્રે શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
છાસઠ મીબેઠક માધવપુર માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સડસઠ મી બેઠક ગુપ્ત પ્રયાગ દેલવાડા પાસે શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહા પ્રભુજી ને
દંડવતપ્રણામ પહોંચે .
અડસઠ મી બેઠક તગડી માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ઓગણ સીતેરમી બેઠક નરોડા માં શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સીતેરમી બેઠક ગોધરા માં રાણા વ્યાસ ના ઘેર શ્રી
મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને અમારા
દંડવત પ્રણામ પહોંચે .
એકોતેરમી બેઠક ખેરાળુ માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બોતેરમી બેઠક સિદ્ધપુર ક્ષેત્ર માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
તોતેરમી બેઠક અવન્તિકા ઉજ્જૈન માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ચુંમોતેરમી બેઠક શ્રી પુષ્કરજી માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
પંચોતેરમી બેઠક કુરુ ક્ષેત્રે શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
છોતેરમી બેઠક હરીદ્વારે શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
સીતોતેરમી બેઠક બદ્રીકાશ્રમ ધામે શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ઇઠોતેરમી બેઠક કેદારનાથજી માં શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ઓગણાએશી મી બેઠક
વ્યસાશ્રમ માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
એશી મી બેઠક હિમાલય પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
એક્યાસી મી બેઠક વ્યાસ ગંગા ને તીરે શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં હરી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
બ્યાસી મી બેઠક મુદ્રચલ પર્વત ઉપર શ્રી મહાપ્રભુજી
બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ત્યાસી મી બેઠક અડેલ માં શ્રી મહાપ્રભુજી બિરાજે છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ચોર્યાસી મી બેઠક ચરણાટગમે શ્રી મહાપ્રભુજી બિરાજે
છે ,
અમારા પૂર્ણ પ્રેમે ત્યાં શ્રી મહાપ્રભુજી ને દંડવત
પ્રણામ પહોંચે .
ચોરાસી બેઠક તણું લેજો નિત્ય નામ ,
થાય કૃપા શ્રી મહાપ્રભુજી ની ,અંતે પ્રભુ નું નામ .
સર્વે વૈષ્ણવો ને જય શ્રી કૃષ્ણ.
વરૂથિની એકાદશી
શ્રીમદ વલ્લભાચાર્યજીનો જન્મદિવસ ‘ મહામહોત્સવ ’
રીતે પુષ્ટિમાં પ્રસિધ્ધ છે.મંદિરોમાં જન્માષ્ટમી જેવો ઉત્સવ મનાય છે.સવારે કેસરસ્નાન
થાય, કુલેરજોડના ભારે શણગાર ધરાય
અને પલના ઝુલે છે.ચૈત્રમાસને વરૂથિની એકાદશીએ જ પ્રગટ થવાનો ભાવ એવો છે કે
સંસ્કૃતમાં ચૈત્રમાસનું નામ ‘માધવ માસ’ છે.‘મા’નો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી
અને ‘ધવ’ એટલે લક્ષ્મીના પતિનો માસ છે.એટલે પોતાના જ માસમાં પ્રભુ પ્રગટ થાય તોજ
દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે.આ એકાદશીને ‘વરૂથિની એકાદશી’ કહેવાય છે.કારણકે
વરદાન આપનાર છે.એટલે દૈવી જીવોને પુષ્ટિ પુરૂષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા
વરદાન આપનાર એકાદશી છે.બીજો ભાવ એ છે કે બ્રહ્મસબંધ મંત્ર પ્રગટ કરવાનો દિવસ પણ
શ્રાવણ માસની શુક્લપક્ષની એકાદશીનો દિવસ.વરૂથિની વરદાન આપનાર તિથિ માની તે દિવસે
પ્રગટ થયા છે.ઉપરાંત એકાદશી માસની અગિયારમી તિથિ છે એટલે શરીરની દસ ઈંદ્રીયો અને
અગિયારમી મન રૂપી ઈન્દ્રીયને વશ કરી શ્રી આચાર્યજીનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરે તો
પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે.લૌકિક ભોગમાં પડેલા જીવો શ્રી આચાર્યજીના આ
સ્વરૂપ ને ઓળખી જ શકતા નથી.શ્રી પ્રભુએ ભૂતળ ઉપર પ્રગટ થઈ, નંદાલયમાં
શુધ્ધ પુષ્ટિની લીલા અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી જ કરી છે.પછીની મથુરા અને
દ્વારકાની લીલા મર્યાદાની છે.પરંતુ એ જ શ્રીકૃષ્ણ પ્રભુ મનુષ્યની આકૃતિથી તૈલંગ
બ્રાહ્મણસ્વરૂપે આચાર્ય નામ ધારણ કરી અગિયારસને દિવસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે
ભૂતળ પર પ્રગટ થયા છે.જેમ શ્રી પ્રભુએ નંદરાયજીને ત્યાં અગિયાર વર્ષ અને બાવન દિવસ
બિરાજી શુધ્ધ પુષ્ટિ લીલા કરી તે જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા બાવન વર્ષ
ભૂતળમાં બિરાજી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કર્યો. માટે જ શ્રી આચાર્યજીનું પ્રભુની લીલા
સાથે એક સરખું સામ્ય છે.શ્રી આચાર્યજી વસંત ૠતુ ની સમાપ્તિમાં અને ગી્ષ્મની
શરૂઆતમાં પ્રગટ થયા.એટલે બન્નેની વચમાં ત્રીજી વસ્તુ પેદા થાય તે માટે તૃતીયાત્મક
સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે.આ પ્રકારે આપે પ્રગટ થઈ વસંતૠતુ રૂપી ઘીનું કામ કરી
દૈવી જીવોને હૃદયમાં પ્રભુમિલનનો આધિદૈવિક અગ્નિ પ્રગટ કરવા ગ્રીષ્મના આરંભમાં
આપશ્રી પ્રગટ થયાં હતાં.
ચૈત્ર વદ એટલે અંધારીયામાં એટલા માટે જ પ્રગટ થયા કે
જે માયાના ઘોર અંધકારમાં પડેલા દૈવી જીવોના હૃદયમાં જ્યોતિના પ્રકાશથી અજવાળુ
થાય.પ્રકાશમાં અજવાળુ કરવામાં આચાર્યની મહત્તા હોતી નથી પરંતુ અંધકારમાં પ્રકાશ
કરે એ પ્રભુના અવતારરૂપે ગણાઈ શકે.એટલે જ શ્રી આચાર્યજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા
છે.અને સદાસર્વદા આપશ્રી ૮૪ બેઠકોમાં યદ્યાપિ બિરાજમાન છો જ.દૈવીજીવોને આપના
અલૌકિક દર્શનનો અલભ્ય લાભ પણ મળે જ છે.પરંતુ જીવોના અધિકાર પ્રમાણે અનુગ્રહ
થાય.શ્રી મહાપ્રભુજી્ અને શ્રી ગુસાં ઈજી પ્રભુ મુખાવતાર છે.છતાં પણ વેદ અને
વેદાંતના પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાનું એ કારણ છે કે જગતના જીવોને માગદર્શક થાય.
એટલે એ રસ્તે દોરવા માટે જ આચાર્યો વૈદિક ક્રિયાઓ કરે છે.શ્રી મહાપ્રભુજીનું
પ્રાગટ્ય સં.૧૫૩૫ શકે ૧૪૦ ચૈત્ર વદ એકાદશીને ગુરૂવારે ઘનિષ્ઠા નક્ષત્ર, શુભ યોગ, બવકરણ
અને રાતની ગતઘડી ૬.૪૪ પળે વૃશ્રિક લગ્નમાં થયું.તે બાળક અત્યંત મનોહર શ્યામવર્ણ,
તેજસ્વી અને વિશાળ લલાટવાળું અલૌકિક સ્વરૂપે હતું. બાદ લક્ષ્મણ
ભટ્ટજીએ સર્વ સમૂહ સહિત પ્રાગટ્યોત્સવ ઉજવવા પ્રથમ મંગલ સ્નાનાદિક કરી નવીન
વસ્ત્રો ધરીને તૈતરીય શાખાઓના મંત્રો ભણી સજાતીય વર્ગ સન્મુખ વિધિપૂર્વક
જાતકર્માદિ સંસ્કારો કર્યા.તે પછી સાયંકાલે બાળકને લઈ ચોડાનગરમાં આવ્યા અને ત્યાં
છઠ્ઠી તથા બરહીના પ્રસ્તાવો કરીને બાળકનું નામકરણ કરાવ્યું.પરંતુ એ બાળક સર્વને
અત્યંત પ્રિય હોવાથી તેમનું નામ ‘શ્રી વલ્લભ’ રાખ્યું.જે નામ આજે જગપ્રસિધ્ધ
છે.ભગવદ્ અવતાર નું રહસ્ય એ છે કે શ્રી વામનજીએ બ્રાહ્મણકુળમાં સતયુગમાં જન્મ લીધો
અને બ્રાહ્મણોનો ઉધ્ધાર કર્યો.શ્રી રામચંદ્રજીએ ક્ષત્રીય કુળમાં ત્રેતાયુગમાં જન્મ
લીધો અને ક્ષત્રીયોનો ઉધ્થાર કર્યો. શ્રી મહાપ્રભુજીએ તો જન્મથી પણ શુદ્ર હોય અને
સ્ત્રીઓને શરણે લીધાં.અને સારસ્વત કલ્પની લીલા પૂરી કરવા આપશ્રીનો કળિયુગમાં
પ્રાદુર્ભાવ થયો. આજના દિવસે બધા જ પુષ્ટિમાગીર્ય વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીના
ચિત્રજીને તિલક કરવું.માળા ધરવી.દૂધઘર, મીસરી, સૂકો મેવો, ફળ - ભોગ ધરવા અને પછી આરતી કરવી. જો ગામ
પાસે બેઠકજી બિરાજતા હોય તો ત્યાં જઈ ઝારીજી ભરવા અને ચરણ સ્પર્શ કરી ધોતી ઉપરણાં
ધરવા.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના વિપ્રયોગ
સિદ્ધાંતની પ્રણાલિકાનું ગૂઢ રહસ્ય.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી પોતે કેવળ વિપ્રયોગાત્મક
સ્વરૂપના ગૂઢ રહસ્યનો બોધ કરનાર છે. આમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ દુનિયાભરના
વિદ્વાન તત્વજ્ઞાનીઓ તેમજ વિચારકો સમક્ષ ભગવાન માટેના દિવ્ય પ્રેમ તેમજ ઇશ્વરનો
સાક્ષાત્કાર તેમજ અનુભવ કરાવવાની પ્રણાલીકાવાળો તાજો સંદેશો વાસ્તવિક રીતે રજુ
કરેલ છે કે જેના વડે જીવ માત્રને વિપ્રયોગ સિદ્ધાંતની ગૂઢતા વડે ભગવદ્ સાક્ષાત્કાર
તેમજ પ્રૌઢતાવાળું નવજીવન પ્રાપ્ત થાય છે.
ઘણા લાંબા સમયથી શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વિપ્રયોગ
રહસ્યની માન્યતા પર સુંદર અને દોષદર્શી પુથક્કરણવાળું વિવરણની ખાસ જરૂર હતી. આ
રહસ્ય વડે શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ હાલના દોષદર્શી કળીયુગના સમયમાં પણ થી ભગવદ્
અવતારની અપ્રકટ દશામાં પણ હર કોઇ જીવ ઇશ્વરનો અનુભવ ભોગવી શકવાની સિધ્ધાંતિક તાકાત
મેળવી શકે છે. તે હકીકત હાલનાં શી વલ્લભ સંપ્રદાયના ભણેલા અને નવા આગેવાનો દ્રારા
વિશાળતા પૂર્વક શીખવાઇ રહેલ છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ભગવદ્ પ્રાપ્તિ કરાવવાની
આ રીત આજ દિન સુધી નિમકહલાલી પૂર્વક રજુ કરવામાં આવેલી નથી તેનું દુઃખ થાય છે. અને
તેથી પાશ્ચિમાત્ય દેશોના વિચારકો તેમજ તત્વજ્ઞાનિઓને જેની ખાસ જરૂરીયાત છે એવા
શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ભગવદ્ પ્રાપ્તિ કરાવવાના સંદેશાને અસરકારક રીતે બહોળા
પ્રમાણમાં પ્રસારાવવાની ખાસ જરૂરીયાત છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજી પોતે એક
ઇશ્વરવાદની પધ્ધતિ પરના શુદ્ધ અદ્રૈત તત્વજ્ઞાનના પ્રથમ જ માર્ગદર્શી છે અને
કૃપાના સિદ્ધાંતના ગૂઢ રહસ્ય સાથે વિપ્રયોગ પદ્ધતિ દ્વારા હરેક જીવને ઇશ્વરના અનુભવની
પ્રાપ્તિ કરવવાની રીતવાળા પ્રથમ જ પુરૂષ છે.
ગોપીજનોએ ભગવાન શ્રીકૃષ્ણને ભોગવ્યા અને સંયોગ રસમાં
પરમ કાષ્ઠા પન્ન અનિર્વચનીય સેવા રસ સમુહ જેવી રાસરસાબ્ધિથી કલ્લોલ સર્વ ઇન્દ્રીયો
વડે આસ્વાદન કરી રસનો અનુભવ કર્યો પણ તે શ્રી કૃષ્ણ ભગવાનની પૃથ્વી પરની પ્રકટ
અવસ્થામાં તે વખતે શ્રીકૃષ્ણજીની હાજરીમાંજ આ રસનો અનુભવ કર્યો છે.
ગોપીજનો માટે શ્રીકૃષ્ણ ભગવાનનો વેણુનાદ એ ગોપીજનોના
અંગે અંગનું સર્વાંગિ ઉદબોધન હતું એટલે કે આ વેણુનાદથી તેઓને તેમના પૂર્વજન્મની
સ્મૃતિ થઇ હતી. શ્રીકૃષ્ણ ભગવાને પોતાની વાણી વેણું દ્રારા મોકલીને પોતાના ખરેખરા
સ્વરૂપનું જ્ઞાન ગોપીજનોને કરાવ્યું કારણ કે વાણી એ દેવતા રૂપ છે. જે ભગવાનને
યોગ્ય પાત્ર છે તે જીવનની અંદર ભગવદીય સામગ્રી ભરપુર હોય છે તેની જ સાથે ભગવાનની
વાણીને બોલવા ચાલવાનો વ્યવહાર હોય છે. આવાં ગોપીજનો ભગવાન શ્રીકૃષ્ણના વેણુ દ્વારા
વાગાદિ વ્યવહારથી પોતાની જાતને ઓળખી શક્યાં એટલે કે પોતે કોણ હતા ? ક્યા કારણને લઇને તેઓને આ દુનિયા
પર આવવું પડયું તથા તેમનો નિર્દેશક ભગવાન કોણ છે ? તેણે શું
વરદાન આપ્યું હતું ? તેથી ગોપીજનોને ભગવાન શ્રીકૃષ્ણનો
વેણુનાદ તેમના કર્ણ દ્વારા સાંભળતાં બરાબર જ તેઓએ સર્વ ઇંદ્રિયોને આસ્વાદ્ય એવો
સાક્ષાત સ્વરૂપ સાથે સંબંધ પ્રાપ્ત કર્યો જે મનોરથાન્તરૂપ બન્યો.
ગોપીજનોએ ભગવાન શ્રીકૃષ્ણ સાથેની સંયોગલીલામાં
શ્રીકૃષ્ણ ભગવાનનો અંગસંગ પ્રાપ્ત કર્યો જે રાસલીલામાં પરિણમ્યો. આ
સંયોગલીલા-રાસલીલા ભગવાન શ્રીકૃષ્ણ સાથે ભોગવ્યા પછી સંયોગલીલાનું વિયોગલીલામાં
પરિવર્તન થયું.
સંયોગલીલામાં ગોપીજનોએ ભોગવેલા અતિ આનંદમાં મસ્ત બની
ગોપીજનોએ અભિમાન ધારણ કર્યું તે જાણીને ભગવાન શ્રીકૃષ્ણેજ તેમનું અભિમાન દૂર કરવા
ગોપીજનોને છોડીને અન્તર્ધાન થઇ ગયા જે ભગવાન શ્રીકૃષ્ણ સાથે વિયોગલીલામાં
ગોપીજનોનું પરિવર્તન થયું.
ગોપીજનોની એ અગાધ ઉંડાણવાળી અને નક્કર
વાસ્તવિકતાવાળી વિયોગલીલા હોઇને ગોપીજનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે અતિ વિગાઢ ભાવ વડે
ભગવાનમાં અભેગની સ્ફુર્તિ કરવા લાગ્યાં. આ વિયોગલીલા એ ગોપીજનોની ભગવાન શ્રીકૃષ્ણ
સાથેની દર્પહનન લીલા જ છે એમાં કોઇ સંશય નથી.
ત્યારપછી ગોપીજનો ભગવાનમાં સ્મરમ સહિત સ્નેહમાં
તરબોળ થઇ જાય છે એટલે કે સાધન દશામાં જ ફળની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.ભગવાન
શ્રીકૃષ્ણની પ્રકટ હાજરીમાં તો રમવા સંયોગરસના આસ્વાદનોની સિધ્ધિઓ પ્રાપ્ત થાય
એમાં તો સંશય ન જ હોય પરંતુ ભગવાનની અપ્રગટ અવસ્થાના સમયમાં આવા સંયોગ રસના
આસ્વાદનોની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી ઘણી અધરી છે.તેથી સાધન દશામાંજ ફળની સિધ્ધિઓ
જીવને પ્રાપ્ત કરાવવા માટે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વિપ્રયોગની પ્રમેય
સિદ્ધાંતની પ્રણાલિકા ઉમેરી છે. તેથી ભગવદ્ આવિર્ભાવ સિવાય પણ ભગવાનના અંગ રૂપી
રૂપ અને નામ વડે જીવને મુક્તિ મળે છે આસ્વાદન મળે છે.
આ રીતે ગોપીજનોએ સંયોગરસને ભોગવ્યો છે અને વિયોગરસ
પણ ભોગવ્યો છે. ત્યારપછી શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ ભ્રમરગીતમાં નિર્દેશ કરેલ
વિપ્રયોગ રસ પણ ભોગવ્યો છે.
અત્યારના જલદ કલિયુગના દોષદર્શી પ્રવાહમાં વિશ્વના
તત્વો જેવાં કે જડ, જીવ
અને ચેતનને કેવી રીતે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું તેમજ ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા
પુરતી ભગવાન માટે યોગ્યતા લાયકાત પ્રાપ્ત કરવી તેની કોઇ ખાત્રી મળી શકે તેમ નથી.
તેથી શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પ્રથમ બ્રહ્મમિમાંસા
હાથ પર લીધી છે અને સૂત્ર “અથાતો બ્રહ્મમિમાંસા” થી શરૂ કરી વાંચનાર તેમજ અભ્યાસ
કરનારને બ્રહ્મમિમાંસાનો જ અભ્યાસ કરવા સૂચવે છે અને તેથી ધર્માનન્તર્ય તેમજ સાધન
ચતુષ્ટય અનન્તર્ય જેવાં કોઇ પણ સૂત્રો અહીં વિશેષ કરી શકતાં નથી.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ અધિકારાર્થ સૂત્રને એવા સત્ય
તરફ દોર્યું છે કે જીવો તો અનેક દોષોથી દુષ્ટ હોવાના કારણે અધિકાર તેના શ્રેય માટે
જરૂરી છે અને તેથી જન્માદ યદિ યસ્ય યતઃ સૂત્રમાં બ્રહ્મન્ની વ્યાખ્યા વર્ણન ફક્ત
એકલા વેદ પર જ પ્રમાણિત કરી રજુ કરેલ છે અને તેમ કરવામાં તેમની નેમ-ઇચ્છા-ફક્ત
એકલી જીવનમાંથી તેની – અવિદ્યા કલ્પિતભેદ અજ્ઞાનતાના કારણે જીવે ભગવાન માટે
કલ્પેલો ભેદ દૂર કરવાની ન હતી. પરંતુ હરેક જીવને બ્રહ્મનો અનુભવ કરાવવાનો આશય છે.
બ્રહ્મન્ એ કર્મ સાપેક્ષ છે. વેદ પણ એજ સૂચવે છે.
ઉપનિષદનું ઇશ્વર વિષેનું જ્ઞાન પણ બ્રહ્મન્ને સત્યં જ્ઞાનં અનન્તમ્ તરીકે વર્ણવે
છે.
બ્રહ્મન્ને સ્વરૂપ લક્ષણ કહેવાને બદલે કાર્યલક્ષણ
તરીકે એટલા માટે વર્ણવે છે કે બ્રહ્મન એ વિશ્વના સર્જનહાર છે. તેથી સૂત્ર જન્માદ્
યદિ યસ્ય યત: એ ઘણું અગત્યનું છે. આ રીતે બ્રહ્મન ચપલતા ધરાવે છે, અને બ્રહ્મન એ શબ્દમૂલ છે.
જીવાત્મન્ એ પરમાણુ જેવડો છે. પરંતુ જીવાત્મન્ની
પરમાણુ શક્તિ જીવના આખા શરીર પર ચંદનની માફક પથરાઇ જાય છે. ગન્ધની જેમજ પથરાઇ જાય
છે. તેથી ગન્ધ તેમજ હીરાની સરખામણી છે.
જીવાત્મન્નું રહેઠાણ હૃદયમાં છે. ગુણ દ્રવ્ય સિવાય
રહી શકતો નથી. આ રીતે જીવ બ્રહ્મનું બની જાય છે અને બ્રહ્મભાવનો અનુભવ કરે છે અને
બ્રહ્મન્ના ધર્મો ધારણ કરતાં પોતાના અણુત્વપણા સાથે વિભુત્વપણાનો પણ અનુભવ કરે છે.
તેથી બ્રહ્મમિમાંસામાં ધર્મમિમાંસા કે કર્મમિમાંસાની કોઇ જુદી જરૂરીયાત રહેતી જ
નથી,
જીવાત્મન્નું વિભુત્વ વિગેરે જીવાત્મન્ બ્રહ્મભાવનો
અનુભવ કરે તે પહેલાંથી જ તેનામાં ગુપ્તપણે સુષુપ્ત અવસ્થામાં બ્રહ્મ વિભુત્વ
વિગેરે છે જ અને તે જીવાત્મન્માં વિકસે જ છે. જેવી રીતે નાના છોકરામાં પુરૂષપણું
ગુપ્તપણે સુષુપ્ત અવસ્થામાં છે જ અને તે યુવાની ધારણ કરતાં વિકસે જ છે તેવી રીતે
આખી વિશ્વસૃષ્ટિએ આ રીતે બ્રહ્મ પ્રયત્ન બને છે. જ્યારે સૃષ્ટિ એ ભગવાનીન
આત્મસૃષ્ટિ બને છે અને આવી જ આત્મકૃતિ એ કેવળ ભગવાનની લીલા બને છે એ રીતે એમ જણાય
છે તે બ્રહ્મન પોતાની મધુર ઇચ્છાને લઇને પોતાની અંગત રમતમાં પોતે પોતાને જડ, જીવ અને ચેતનમાં પોતાના ચઢીઆતાપણાને
બાજુ પર રાખીને પણ ફેરવે છે અને અમુક જીવાત્મન્ અમુક કામ કરશે અને તેઓ તેણે અમુક
ફળ આપશે એમ વિચારે છે. તેથી ફલદાન કરવાની ઇચ્છાને લઇને બ્રહ્મન પોતાના અંશરૂપ જીવો
પર અમલ કરે છે. તેથી મનુષ્ય જાતીના જીવોની પરિસ્થિતિ તો એક એકટર તરીકે સરખાવી
શકાય. તેણે તો ફક્ત બ્રહ્મલીલામાં જે પાઠ ભજવવાનો મળે તે જ ભજવવાનો હોય છે. આ રીતે
આ જડ, જીવાત્મક અને નામરૂપાત્મક સૃષ્ટિ એ બ્રહ્મન્ની આત્મકૃતિ
હોઇ આત્મ પરિણામરૂપ હોઇ બ્રહ્મનની કેવળ લીલા જ છે.
જે ક્ષણે મનુષ્યનો જીવ અનુભવશે કે બ્રહ્મન્ પોતાની
રમતમાં જીવને અમુક કાર્યકર એવી દોરવણી આપે છે તે ક્ષણે તે જીવ દુઃખી થતો મટી જાય
છે. જીવના પોતાના કાર્યમાં રહેલા મર્યાદિત પ્રિયત્વના વિચારો દૂર થઇ જશે અને જીવ
ભગવાનના સાધુના વસુધૈવ કુટુમ્બકમ્ એ ન્યાયે ભગવાનની મહાન ઉદાર વિશાલતા અનુભવતો થઇ
જશે.
એ રીતે જીવ પોતાના કર્તુત્વને ભુલી જઇને – છોડી દઇને
– બ્રહ્મન્ના કર્તુત્વને યાદ કરીને પોતે કરેલાં સર્વે કામોની જવાબદારી છોડી દે છે
– જવાબદારી સ્થગીત થઇ જાય છે. તે જીવને પછી કોઇ કર્મબંધન રહેતું જ નથી અને પોતાના
બધાં જ કર્મોને બ્રહ્માનંદની લીલામાં બંધાયેલાં જુએ છે. આ રીતે જીવનું કર્તુત્વ
માત્ર બ્રહ્માનન્દના આનન્દની પ્રાપ્તિ માટેનો ઉપાયમાત્ર બને છે. તેથી જીવમાત્રને
દેહના સંબંધને લઇને તેના જીવનમાં જે જે કર્મો કરવાં પડે છે તે બધાં દેહ સંબંધના
કારણને લઇને થઇ જાય છે. એટલે જીવનું કર્મકરણપણું એ દેહ સંબંધનું કારણ બને છે તેથી
જ્યારે જીવ એવું અનુભવે છે કે દેહથી તેનો આત્મા જુદો છે ત્યારે તે પોતે કરેલાં
કર્મોથી બંધન થવાનું તેમજ કરેલા કર્મોનું ફળ ભોગવવાનું છોડી દે છે બધી જવાબદારીઓમાંથી
મુક્ત થઇ જાય છે.
ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દેહના અધ્યાસ
વગરના એવા જીવનમુક્ત મહાનુભાવો કર્મો કેવી રીતે કરતાં હશે ? અને તેમાંયે તેમના કર્મ વડે
બ્રહ્મની અભિવ્યક્તિ પણ કેવી રીતે થતી હશે ?
આ રીતે દેહના અધ્યાસ વગર તેમજ દેહના અભિમાન વગરના
થતાં કર્મો તે બ્રહ્મ કર્મો જ હોય છે અને તે જ્ઞાનમાં ફક્ત એક જ બ્રહ્મનમાં
અભિવ્યક્તિ કરાવનારાં બને છે.
આ રીતે ભગવાન એ કર્મના કર્તા છે અને તે કર્તુપણે
બ્રહ્મનના તરફથી જીવને વારસામાં મળેલ છે તેથી જીવાત્મન્ નિત્ય છે. જો કે જીવાત્મન્
અણું છે છતાં પણ બ્રહ્મભાવની કક્ષામાં તે વિભુત્વપણાને ભોગવી શકે છે. જેવી રીતે
તાજનો કુંવર જ હંમેશને માટે રાજા થાય છે તેવી જ સરખામણીથી જીવાત્મન્ કાયમને માટે
વિભુત્વપણાને ભોગવી શકે છે.
જ્યારે બ્રહ્મન્ એ શબ્દનું મૂળ છે ત્યાં બ્રહ્મનમાં
વિકાર અને નિરવયત્વપણાનો ભય રહેતો જ નથી.
જગતપ્રવાહનો છેડો નથી અને બ્રહ્મન એ બધા જ ધર્મોને
ધારણ કરે છે. જડ, ચેતન
અને જગત એવો જીવાત્મન્ જો કે તે બધાયનો બ્રહ્મનમાં ઉદભવ છે છતાં પણ જડ એ ચેતન
બનતું નથી તેમજ ચેતન એ જડ બનતું નથી.
વિકારને તો તેનું આગવું વ્યક્તિત્વ કે અસ્તિત્વ છે જ
નહીં વાચા આરભણ વિકારો નામધેયમ્. મૃતિત્વેન સત્યમ્ ઇતિ ત્યાં જ વિકાર વાણીમાત્રના
આરંભથી જ શરૂ થાય છે પરંતુ ખરેખર તો તે વસ્તુરૂપ જ જણાય છે તો તે કયા બ્રહ્મ
કારણથી થાય છે ત્યાં શ્રુતિના વાક્યથી અર્થ કહે છે કે વાણીનો આરંભ શબ્દો વડે જ થાય
છે તેમાંજ તેનું અનન્યપણું જણાય છે. કાર્યનું કારણપણામાં અનન્યપણું છે પરંતુ તેનું
મિથ્યાપણું નથી. બધા જ પદાર્થોનું જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થઈ શકે કે જ્યારે બધા
પદાર્થોનું અસ્તિત્વ હોય અને જ્યારે એકની જ અંદર તેઓનું અનન્યપણું હોય ત્યારે જ
એકનું જ્ઞાન બધાયના જ્ઞાનનુ સાધન બની શકે છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી માટે તો જગત સત્ય છે અને
તેમના પોતાના સ્નેહપાત્ર એવા ભક્તોના સંસાર પણ સત્ય જ છે. વિશ્વના દરેક પદાર્થ
જેવો કે જવાર વિગેરે એ પણ ઇશ્વરથી જુદો નથી. વિશ્વનો દરેક પદાર્થ એ પ્રભુની જ અમુક
પ્રકારની વિભુતિરૂપ સામગ્રી છે.
મોક્ષ એ ભગવાનની જીવનમાં પ્રવેશ દ્વારા થતી
પ્રક્રિયા તેમજ જીવની ઇશ્વરમાં પ્રવેશ દ્વારા થતી પ્રક્રિયા તેમજ જીવની ઈશ્વરમાં
પ્રવેશ દ્વારા થતી પ્રક્રિયા જ છે. એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં જીવના સ્વતંત્ર
અસ્તિત્વનો નાશ થતો નથી.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ભક્તિમાં ઉચ્ચ કક્ષાની
ભક્તિ એટલે પ્રભુ માટે નિઃસ્વાર્થ પ્રેમ ભક્તિ છે જેનું અસલરૂપ પ્રેમ આસક્તિ અને
વ્યસન છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી કહે છે કે જીવાત્મન્ના મોક્ષ
પ્રાપ્તિમાં પ્રભુ જીવાત્માન્ પર પોતાની કૃપાનું દાન કરે છે અને ભગવાનના આનન્દ
સ્વરૂપમાં ભાગીદાર બનાવે છે.
પ્રભુના ભક્તોએ પ્રભુને જ્ઞાનાવતાર તરીકે નહીં પણ
સ્નેહની વિભુતિ તરીકે અનુભવવાના છે અને આનન્દ મેળવવાનો છે. શ્રીમદ્
વલ્લભાચાર્યજીના સિદ્ધાંત અનુસાર ઇશ્વરના સ્નેહને ભોગવવાનો આનન્દ એ જ ઉચ્ચ કક્ષાનો
આનન્દ મોક્ષ છે.
આ કળિયુગમાં જ્યારે ભગવદ્ પ્રાપ્તિ માટેના બધાં જ
સાધન બળોએ પોતાનું વિદ્યાબળ તથા શક્તિબળ ગુમાવી દીધાં છે ત્યારે પ્રભુની કૃપા
પ્રાપ્ત કરવાને માટે ફક્ત સ્નેહભક્તિ એ એક જ પ્રક્રિયા બાકી રહે છે.
તેથી શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ જીવાત્મન્ને ભગવદ્
પ્રાપ્તિ કરાવવા માટે કીટ ભ્રમર ન્યાયની સિદ્ધાંતિક પ્રક્રિયા અપનાવી છે. કીટ
ભ્રમર ન્યાયમાં જેવી રીતે ભ્રમર પોતે પોતાના જેવો બીજો ભ્રમર બનાવવા માટે જાતે
શ્રમ લઇ પ્રથમ પોતે મોટી તથા પોતાની લાળ વડે તે ભ્રમરને તૈયાર કરવા માટે ઘર –
પ્રયોગ – શાળા બાંધે છે. પછી તે પોતે કોઇપણ જાત કે રંગના નાના કીડાને ઉપાડી લાવી
તે ઘરમાં – પ્રયોગશાળામા લાવી વસાવે છે. ત્યાર પછી તે કીડો જેટલું સહન કરી શકે એટલો
જ ડંખ તે કીડાને ભ્રમરો લગાવે છે. જેમ જેમ જે કીડામાં સહન શક્તિ વધતી જાય છે તેમ
તેમ તે ભ્રમર તે કીડાને વધુને વધુ જોરથી ડંખ લગાવી તે કીડાનું સેવન કરે છે. આ
પ્રક્રિયાથી ધીમે ધીમે તે કીડો પોતાનો રંગ તેમજ આકાર બદલતો જાય છે અને ભ્રમરે તે
કીડામાં સેવન દ્વારા દાખલ કરેલ ભ્રમરપણું ઉત્તરોત્તર વિકસતું જાય છે અને છેવટે તે
કીડો પેલા ભ્રમર જેવો જ ભ્રમર બની ઉડી જાય છે ત્યાં સુધી મુળ ભ્રમર પેલા કીડાની
પુરેપુરી કાળજીથી જતન કરે છે. અને પોતાનું રૂપ તેમજ સ્વભાવ તે કીડામાં દાખલ કરે
છે. તેવી જ રીતે પુષ્ટિમાર્ગ માં તો ભગવાન જ પોતે શ્રમ લઇને પોતાના પ્રિય એવા
ભક્તોને પોતાને લાયક સ્નેહની પરમકાષ્ટાવાળા ભગવાનનો અનુભવ કરવાની તાકાતવાળા બનાવે
છે. ખરી રીતે તો, જીવે
જ ભગવાનમાં પ્રથમ પ્રવેશ મેળવવો જોઇએ. પરંતુ અહીં તો ભગવાન જ પ્રથમ શ્રમ લઇને
જીવમાં દાખલ થાય છે. અને આ રીતે ભગવાન જ જીવને પોતાના જેવો બનાવવા માટે તેને શુદ્ધ
કરે છે અને જીવને બધી બાજુથી ભગવાનનો અનુભવ કરતો કરી દે છે.
પ્રથમ તો ભગવાને દરેક જીવને વિવેક વિગેરેથી ભરપુર
ઇંન્દ્રિયોવાળું શરીર આપીને તે જીવને અર્ધકૃપાયુક્ત બનાવ્યો જ છે. જો તે જીવ પછી
પૂર્ણકૃપાયુક્ત બનવાની પ્રક્રિયા મોહને વશ થઇને કદાચ પ્રાપ્ત ન કરે તો તેણે શરમાવા
જેવું છે. તે જીવ પોતાના આત્માને છેતરનારો બને છે. જેવી રીતે ઘરમાં નિધિ સ્વરૂપ
એવા ભગવાન પ્રાપ્ત થયેલાં હોવા છતાં મંદ ભાગ્યને લઇને તે નિધિ સ્વરૂપ ભગવાનની
કિંમત સમજતો નથી અને અજ્ઞાનતા તેમજ મોહવંશતાનાં કારણને લઇને તે નિધિ સ્વરૂપ
ભગવદમૂર્તિને પત્થર – કિંમત વગરની – સમજી પોતાનો પગ તે મૂર્તિ પર મૂકે છે.
આ કેવળ મંદ
ભાગ્યનું લક્ષણ છે.આવી પરિસ્થિતિ જીવના અધિકારની ટાળવા માટે શ્રીમદ્
વલ્લભાચાર્યજીએ ઘણો શ્રમ લઇને પોતાની વિપ્રોગ સિદ્ધાંતની પ્રક્રિયા જીવને ઇશ્વરમાં
બ્રહ્મસંબંધ દ્વારા જોડવા તેમજ ભગવાનનો અનુભવ કરાવવા દાખલ કરી છે. અને તેથી પહેલાં
તો જીવ પોતે પોતાનો પોતાનામાં જુએ છે એટલે કે પોતે કોણ છે ? તેના અસ્તિત્વનું કારણ શું છે તથા
પોતે શું કરવા આવેલ છે ? તે માટે પૂર્વજન્મની સ્મૃતિને
અનુભવે છે. અને પોતાના ચાલુ જીવનમાં પોતાના સંસારમાંના એકમેક સાથેના સાચા સંબંધોનો
અનુભવ કરે છે. પછી જીવ એની મેળે પોતાની ધનસંપત્તિ શું છે. લોક સંપત્તિ શું છે. કામ
સંપત્તિ શું છે અને સંસાર સંપત્તિ શું છે ? તેનું યથાર્થ
જ્ઞાન પામી જાય છે અને પોતાની ધન સંપત્તિ, લોક સંપત્તિ,
કામ સંપત્તિ તથા સંસાર સંપત્તિના બધાજ પદાર્થોનો સામગ્રીનો પોતાના
ચાલુ જીવન સાથે કેવા કેવા પ્રકારના સંબંધો છે તે અનુભવવા માંડે છે. પછી તે જીવ
વિશ્વના દરેક પદાર્થો તેમજ વસ્તુઓને અને પોતાને ઇશ્વરની સામગ્રી તરીકે માનતો થઇ
જાય છે અને સામગ્રી સંપાદન કરવી તે અલંકાર રૂપ છે એંમ અનુભવે છે. પછી તે જીવ દરેક
સામગ્રીના અણુએ અણુના પ્રભુ સાથેના સાચા સંબંધ વડે પ્રાપ્ત થતી દિવ્યતા મેળવવામાં
ઘણો જ ચકોર બને છે. કારણ કે ભગવાનને સમર્પિત થયેલી સર્વે સામગ્રીઓ ભગવદીય બની જાય
છે. કેવળ બુદ્ધિ સમર્પિત થતાં સર્વનું જ સમર્પણ થઇ જાય છે.
આવી રીતના જીવનું સર્વાંગી ઉત્થાન શ્રીમદ્
વલ્લભાચાર્યજીના વિપ્રયોગ રહસ્ય વડે પ્રાપ્ત થાય છે અને સાથો સાથ જીવ સાચો ભક્ત
અને ભગવદીય બની જાય છે. એટલે પછી તે જીવને ભક્તિરસની અપેક્ષા હોવા છતાં પણ તે
જીવને ફરી ઇંદ્રિયોનું ભગવદ્ સ્વરૂપ વડે ભક્તપણું – પવિત્રપણું – નિર્ગલિત પ્રાપ્ત
થતાં ભક્તિરસ કરતાં પણ અધિક રસ પ્રાપ્ત કરે છે. પછી જીવ ભક્તિમાર્ગમાં અગિકાર એ
ભાગ્યરૂપ હોવા છતાં પણ પુષ્ટિપુષ્ટૌ અંગિકારનું મહત્વ અનુભવી શકે છે.
ભક્તિમાર્ગમાં તો કેટલીક વખત વિષયબુદ્ધિનું વિદ્યમાનપણું હોવાના કારણે કોઇક વખત
મોહ પણ થઇ જાય છતાં પણ તે જીવનો કાલગ્રાસ થતો નથી. જે જીવ વશ થતો જ નથી. એ રીતે
જીવ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના જીવભાવમાંથી નિવૃત્ત થાય છે અને ભગવદભાવમાં
પ્રવૃત્ત થાય છે.
આ રીતે શ્રીમદ્ વલ્લભાચાર્યજી જીવ માટે આશ્ચર્યકારક
પગલું ભરે છે. એટલે કે પ્રભુ પોતાના સ્નેહ વડે તે જીવના સર્વકાલના સર્વે દોષો દૂર
કરે છે અને જીવ પાસે ભગવાનની સેવા કરાવી જીવના મનના દોષો પણ નિવૃત્ત કરે છે એટલે
પછી પરસ્પર સ્નેહ વડે કરીને ચલ સૌહદપણું પ્રાપ્ત કરે છે. ભગવાન સર્વના આત્મા છે
એટલે ભગવદ્ અર્થે જીવે કરેલા દરેક ત્યાગને અનુલક્ષીને પ્રભુ જીવ માટે તે તે રૂપ
ધારણ કરે છે. કારણ કે પરસ્પર વરણ – સ્નેહના સંબંધનો પ્રકાર જ એવો છે. આજ ફળરૂપ
ભક્તિ છે.
આવાં ભક્તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આવી ફળરૂપ
ભક્તિમાં જ જીવન વ્યતીત કરે છે.
આવી ફળરૂપતાતો ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે
ભગવાનનું ભજન સ્મરણ કરતાં કરતાં બહુ પ્રકારથી રસ અભિવ્યક્ત – અનુભવયુક્ત થાય. તે
રસના અનભવથી ભગવાન સાથે એકાત્મપણું પ્રાપ્ત થાય છે. જે રીતના તે ભક્ત ભગવાનમાં
પ્રેમવાળો થાય છે તે જ રીતના ભગવાન પણ તે ભક્તમાં પ્રેમવાળા થાય છે કારણ કે પ્રિય
વસ્તુ સ્નેહીને આપી શકાય છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વિપ્રયોગ સિદ્ધાંતમાં
ભગવાને પોતે જ જીવ માટે શ્રમ લેવાનો હોય છે. એટલે કે ભગવાને જ જીવને ઇશ્વર
સંબંધીનું સાચું જ્ઞાન આપવું પડે છે અને ભગવાને જ જીવને તેના ચાલુ જીવનને દીવ્ય
બનાવવાનું જ્ઞાન આપવું પડે છે. અને જીવને તેના સાચા અસ્તિત્વ માટે અને તેના જન્મના
કારણ માટે ચકોર બનાવવો પડે છે. અને તે જીવને તેના ચાલુ જીવનમાં ચારે બાજુથી ઇશ્વર
પ્રાપ્તિ માટે તૈયાર કરવો પડે છે જ્યારે જીવને કાંઇ જ કરવાનું રહેતું નથી કારણ કે
ભગવાને જ જીવ માટે કામ કરવાનું હોય છે.
આ કલિયુગમાં જીવાત્મનને માટે પોતે પોતાને ઇશ્વર
પ્રાપ્તિ માટે પોતાની લાયકાત તૈયાર કરવાનું તદ્દન અશક્ય છે. અહીંયા ભગવાન જ
કર્મસાપેક્ષ છે. ભગવાન જ જીવને તૈયાર કરવા માટેના પગલાંની વ્યવસ્થા કરે છે જીવ જે
ભગવાનનો આશ્રય કરે છે તેજ ભગવાન તે જીવના આત્મા બની પ્રકાશે છે. આ પુષ્ટિમાર્ગમાં
તો જીવ માટે શરૂઆતથી જ ભગવદભાવ કરવાનો હોય છે. અહીંયા જીવભાવની ગૌણતા છે ભગવદભાવની
મુખ્યતા છે. કારણકે જીવાત્મન્માં તેનું મન માયામોહમાં વિક્ષિપ્ત હોવાવાળું હોવાથી
ક્ષણે ક્ષણે અનેક વ્યસનવાળો તે જીવ થઇ જાય છે. આવાં વ્યસન લાગુ ન પડે તે માટે
પ્રથમ ગુરૂ એજ એક સાધન છે અને પુષ્ટિમાર્ગમાં તો ભગવાન એજ ગુરૂ છે એટલે જીવે
ભગવાનમાં જ ગુરૂપણું રાખવાથી તેને પ્રભુ માટેનો પ્રેમ – આસક્તિ અને વ્યસન લાગુ
થતાંમાં જ રસનો અનુભવ થાય છે.
વળી એમ સંશય-શંકા થાય છે કે જ્યારે
વિષય-માયામોહ-વ્યસન વિગેરે ઇશ્વરે જ આપેલી સામગ્રી છે તો પછી તે સામગ્રીનો ત્યાગ
શા માટે કરવો જોઇએ ? ત્યાં
કહે છે કે સર્વ સામગ્રી માત્ર રસ રૂપ છે અને એ બધાંય રસો અહીં પ્રકટ છે પરંતુ તે
બધાં કેવળ મધુર રસ વ્યક્ત કરનાર નથી. સ્ત્રી સહિત જ ભગવાનનું ભજન કર્તવ્ય છે પરંતુ
કોઇપણ સામગ્રીનો ત્યાગ કરીને ભગવાનનું જ ભજન કરવાનું નથી.
જીવ જ્યારે સુખની અપેક્ષા કરે છે ત્યારે ભગવાન પોતે
જ જીવના સુખરૂપ થઇને સુખ પ્રદાન કરે છે. વળી જીવ જ્યારે ભગવદ્ પ્રાપ્તિ માટે
સાધનોની અપેક્ષા કરે છે ત્યારે ભગવાન પોતે જ જીવ માટે સાધનરૂપ બની જઇ અલૌકિક સાધનો
પ્રદાન કરે છે. ભગવાન તો પોતાના ભક્તને વૈકુંઠ પર્યંત જવા માટે શ્રમ દુઃખ ન પડે
માટે ભગવાન પોતે વૈકુંઠરૂપી પોતાને જીવ પાસે લાવી દે છે. ભગવાન જીવને સહેજ પણ દુઃખ
પડવા દેતા નથી એટલી બધી કાળજી ભગવાન જીવ માટે રાખે છે.
જીવને સ્વભાવિક સારા તેમજ ખરાબ પ્રકૃતિના પ્રવાહ જે
પદાર્થોના રંગ-સુગંધ અને અવાજ વિગેરેથી ઉદભવે છે તે બધાનું મૂળ ઇશ્વરની ઇચ્છા હોય
છે અને તે ભગવાનની લીલાના દિવ્ય હેતુઓસર જ ભગવાન પોતે યોજે છે. તેણે જીવે તો
આનંદથી ઇશ્વરની કૃપાના ફળ તરીકે સ્વીકારી દુઃખની નિવૃત્તિ કરવાની છે.
મનુષ્યની એકેએક પ્રવૃત્તિના અણુ એ અણુની કાંઇને કાંઇ
કિંમત હોય છે જ. ભગવાનના આનંદનો ગુણ વિશ્વની રચનાના અણુ એ અણુમાં હરેક જગ્યાએ
વિદ્યમાન છે. નિરાશા, હતાશા, દુઃખ, મહેનત, મુશીબતોમાં તેમજ આસું જેવા પદાર્થોના અણુ એ અણુમાં પણ એ જ ભગવાનનો દિવ્ય
આનંદ ભોગવી શકાય છે. ટુંકામાં ભગવાનને શોધવામાં એકાગ્રતા તેમજ મક્કમતાથી તમારી
દરેક પ્રવૃત્તિમાં ભગવાનના આનંદને અનુભવવાની પ્રવૃત્તિ જ હિતાવહ છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી પૃથ્વી પર સર્વના ઉદ્ધાર માટે
પ્રગટ થયા છે. અને તેથી તેમણે વિપ્રયોગના રસાત્મક એટલે પુરેપુરા સ્નેહ અને કૃપાના
સિદ્ધાંતની ઉચ્ચ કક્ષા ધારણ કરેલ છે. તેમનો દિવ્ય પ્રેમ એ ખરેખર અગ્નિ જેવો
તાપામત્મક છે જેના સ્પર્શ માત્રથી જ પદાર્થમાં રહેલ મૂળની વિકૃતિ દૂર થાય છે અને
પદાર્થની પ્રકૃતિને શુદ્ધ કરી નરમ બનાવી રસાળ બનાવે છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી પોતાની સર્વોદ્ધારની
પ્રક્રિયામાં તેમની અંદર ગુપ્તપણે રહેલો રસાળ તાપાત્મક પ્રકાર અપનાવે છે અને
વિશ્વના દરેક પદાર્થને શુદ્ધ કરી નરમ બનાવી રસાળતા પ્રાપ્ત કરાવી તેણે ‘રસો વૈ સઃ’
ના એટલે ભગવાનના રસ સ્વરૂપના ચોકખા રસની દિવ્યતા પ્રાપ્ત કરાવી રસરૂપ બનાવે છે. આ
રીતે ભક્ત – જીવાત્મન્ – ભગવદમય બને છે અને ભગવાનનો બની રહે છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પોતાની ગુપ્ત રસાળ તાપાત્મક
તાકાત વડે વિશ્વના દરેક પદાર્થને જાગ્રત કરી મૂર્ત બનાવવાની પ્રક્રિયા આદરી છે.
અને તેમ કરવા માટે તેઓએ ત્રણ વખત પૃથ્વી પરિક્રમા ઉઘાડા પગે ચાલીને કરી છે જેથી
કરીને પૃથ્વી તત્વના અણુ એ અણુના રજકણોને એમના ખુલ્લા ચરણારવિંદનો સ્પર્શ થતાં જ
પૃથ્વિતત્વને જાગૃત – મૂર્ત બનાવ્યું છે. અને પરિક્રમા દરમ્યાન જળાશય પાસે જ મુકામ
કરીને સ્નાન વિગેરે કરી તેમના દેહ સાથે જલતત્વનો સંબંધ થતાં જલતત્વને મૂર્ત બનાવેલ
છે. અને દરેક વિશ્રામ સ્થળે ભગવદ્પારાયણ કરવા માટે તેમની વાણીના સ્પર્શ વડે
આકાશતત્વ, વાયુતત્વ
અને તેજતત્વ વિગેરેને મૂર્ત બનાવેલ છે. આમ વિશ્વના પંચાત્મક તત્વો તેમજ રસાળ
તાપાત્મક તાકાત વડે વિશ્વના જડ, જીવ, પશુ,
પક્ષી વિગેરે સર્વેને સર્વોદ્ધાર માટે જાગૃત કર્યા છે અને તે
બધાંયને ભગવાનના ઉચ્ચ ‘રસો વૈ સઃ’ એવા રસ સ્વરૂપમાં અંગિકાર માટે અર્પણ કર્યા છે.
આ રીતે પોતે વિશ્વના પદાર્થો તેમજ તત્વોને જાગૃત કરી પ્રભુ સન્મુખ કરી સર્વોદ્ધાર
આદર્યો છે.
આ રીતે પોતે દેવ તથા દેવીઓની જુની પત્થરમાં, લાકડામાં, કાગળમાં
તેમજ ધાતુઓમાં કોતરેલી મૂર્તિઓની પોતાની ગુપ્ત રસાળ તાપાત્મક તાકાત વડે મૂર્ત
બનાવી સાચા વૈદિકમાર્ગ પ્રમાણે પત્થરને પરમેશ્વર બનાવવાની ગુપ્ત મૂર્તિપૂજાને
જાગૃત કરી નિરંજન નિરાકાર એવા ભગવાનને ‘રસો વૈ સઃ’ ના રસ રૂપ સાકાર સ્વરૂપને પત્થર
વિગેરે સેવા પ્રકારથી પ્રકટ બનાવી જીવને ભગવાનના રસરૂપના આનંદનું દાન પોતે પ્રગટ
કર્યું છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિપ્રયોગ રહસ્ય પ્રગટ કરી
તેને અપનાવવામાં વધારે સાચા છે કારણ કે આવા કલિયુગમાં જીવને ભગવદ્ – સંબંધ કે
સાક્ષાત્કાર મળવો દુર્લભ જ હતો. આ વિપ્રયોગ રહસ્યમાં ઇશ્વરનો જીવ માટેનો પ્રેમ એજ
મુખ્ય સિદ્ધાંત બને છે. સર્વાત્મકભાવના પ્રાથમિક પણામાં જીવ પ્રથમ ઇશ્વર માટે
પોતાનો અંગત પ્રેમ ધારણ કરે છે જે ઉચ્ચ કક્ષાએ જતાં ભગવાન જીવ માટે પોતાનું
ઉંચાપણું છોડી જીવને પોતાનો માની નીચે આવે છે. અને આ રીતે ભગવાન પોતે પ્રેમાસ્પદ
પ્રભુ બને છે.
અંગત સ્નેહ એ બીજ છે. વિશ્વપ્રેમ એ ડાળીઓ પાંદડાં
સાથેનું વૃક્ષ છે જ્યારે ઇશ્વર માટેનો પ્રેમ એ પુષ્પ છે અને ઇશ્વરનો જીવ માટેનો
પ્રેમ એજ ફળ છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજી એ બ્રહ્મસંબંધનો સિદ્ધાંત
ભગવાન સાથે જીવને સીધો સંબંધ કરાવવા માટે અપનાવ્યો છે. તેઓ આ બ્રહ્મસંબંધ તત્વ વડે
વિશ્વમાત્રના દરેક જીવમાત્રને તેના ચાલુ જીવનમાં જ ભગવાનનો સીધોજ સંબંધ –
સાક્ષાત્કાર કરાવવાના દ્વાર હંમેશ માટે ખુલ્લાં જ રાખ્યાં છે.
આ રીતે જે જીવ બ્રહ્મસંબંધમાં જોડાયો છે તે ભગવાન
સાથે દિવ્ય જીવન જીવવાનો આનંદ લઇ શકે. તે જીવ ભગવાનની લાલસાવાળો થવાથી ભગવાનમાંજ
તેની આસક્તિ અને વ્યસન જાણીતું થાય છે આ રીતે તે જીવ પોતાના અવયવોના પદાર્થો અને
વસ્તુઓમાંથી વિકૃતિ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના રસાળ તાપાત્મક સિદ્ધાંતની તાકાત વડે
દૂર કરે છે અને સમજી શકાય તેવી શુદ્ધિ પ્રાપ્ત કરી નરમ રસાળતા પ્રાપ્ત થતાં
ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે અને ભગવાન સાથે પ્રેમબદ્ધ થાય છે એટલે અંતઃકરણથી
પ્રેમાળપણે ભગવાનમાં બંધાયેલા જીવને ભગવાન પણ ભૂલી શકતા નથી. આવા જીવને ભગવાન
પોતાનો માની અંગત આશ્રય અને રક્ષણ તળે રાખે છે અને તેનો પછી અન્યત્ર વિનિયોગ થવા
દેતો નથી.
સાક્ષાત્ ભગવાનનો દેહ સંબંધ જેનામાં સર્વભાવ વડે હોય
છે તેના કરતાં આ ભગવાન સાથેનો પ્રેમયુક્ત આન્તર સંબંધ વધારે ઉંચો છે. એટલે જે
જીવની દેહ, ઇંન્દ્રિય;
મન વિગેરેની ઉત્પત્તિ ભગવાનને બદલે અન્યને માટે હોવા છતાં જો તે
ભગવદ્ પરત્વે ભગવદીય બની જાય છે ત્યાં કહે છે ભગવાનમાં જ જેનું મન છે, ભગવાનમાં જ જેના પ્રાણ અને ઇંન્દ્રિયો છે અને ભગવાન માટે જ જે જીવ જીવી
રહ્યો છે, તે જીવની સર્વે ઇંન્દ્રિયો વડે ભગવાનના સંબંધવાળા
જ વિષયો ઉદભવે છે. તે જીવનો દેહ પણ ભગવાન માટે જ વપરાય છે એનો અર્થ એ થયો કે તે
જીવ ભગવાન માટે જ પોતાના દૈહિક બધા જ વિષયો છોડી દે છે અને ભગવાનને જ ગ્રહણ કરે
છે. તેવી રીતે જીવનારના કામ, ક્રોધ વિગેરે પ્રકૃત્તિના દોષો
એ ભગવાનના જ દોષો બને છે જીવના દોષો ગણાતા નથી. આવા જીવની ચાલુ જીવનની
પ્રવૃત્તિમાં પણ તે જ્યારે જ્યારે ભગવાનની સેવા કરે છે ત્યારે તે વખતે સેવાયેલા
ભગવાન જગતમાં – લૌકિકમાં – એકલા સેવાયેલા ગણાતા નથી પરંતુ ભગવાન મૂળમાં જ્યાં
બિરાજે છે તેવા વૈકુંઠધામ સુધી તેના હાથ લંબાઇને તેની કરેલી સેવા ત્યાં પહોંચે છે
અને ભગવાનની જ્યાં બિરાજત હોય તે વૈકુંઠમાં થયેલી સેવા ગણાય છે પછી તે કેવળ જગતમાં
લૌકીકમાં કરેલી સેવા રહેતી નથી. તેથી ભગવાનના ગુણનું અનુશ્રવણ એજ જીવનું નિત્યકર્મ
બને છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પોતાની અંદર જ ગુરૂ અને
ભગવાનને
ભોગવવાનો
આનંદ લીધો છે.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પોતાની અંદર જ ગુરૂ અને
ભગવાનને ભોગવવાનો આનંદ લીધો છે. તેઓ એકલાજ વિશ્વના જીવમાત્રને ભગવદ્ સાક્ષાત્કાર
કરાવવાની ઉંચી કોટની દિવ્યતા રજુ કરનાર શોધક છે. તેમને માટે ગુરૂ અને ભગવાન એક જ
છે ભિન્ન નથી. તેમની વિપ્રયોગ સિધ્ધાંતની પ્રણાલિકા અગમ્ય અને હંમેશને માટેની
રસાત્મક અને ન પડકારી શકાય તેવી પ્રક્રિયા છે. આજ પ્રક્રિયા વડે તેઓ પોતે જ દરેક
જીવને તેની બુદ્ધિને પ્રેરણા આપી જાગૃત કરે છે. તેના વડે ભગવાનનું બધું જ
પ્રેરકપણું તે જીવ માટે થાય છે. તે જીવને મૂળ પુરૂષોત્તમ ભગવાનના સ્વરૂપ સંબંધીનું
જ્ઞાન ભગવાન પોતે પ્રેરણા કરી આપે છે. એ રીતે જીવનમાં તે સ્વરૂપનું ઉત્થાન પ્રેરણા
વડે કરીને ભગવાન તે જીવને ભગવાન સાથે ફલ સાથે સંબંધ કરાવે છે. આ રીતે પ્રેરણા
મેળવનાર જીવને ઇશ્વર સિવાય બીજા કોઇપણ ગુરૂશ્રીની માધ્યમની ઇશ્વર સંબંધીના જ્ઞાન
માટે કે વિશ્વ અને પ્રપંચ વિગેરેના જ્ઞાન માટે જરૂર રહેતી નથી. આ સિદ્ધાંત અનુસાર
ભગવાન જ જીવ માટે ગુરૂ બની જાય છે. અને પોતાની સીધી પ્રેરણાથી જીવને જરૂરી બધું જ
જ્ઞાન કરાવે છે અને આ રીતે જીવ પોતે સ્વતંત્ર ભગવાનની કૃપારસનો ભોક્તા બને છે અને
આવો વિપુલ પ્રસાદ – કૃપા એ સ્વતંત્ર ભક્તિ પર્યન્ત જ છે.
આનું નામ જ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો વિતથોઉદ્યોગ છે
કે જ્યાં સંસારમાં આવિષ્ટ ચિત્તવાળો જીવ કે જે ભગવાનથી બહિર્મુખ થયેલ છે અને
સંસારના પ્રકાર વડે જ જે ભગવાનનું ભજન કરે છે તેવા જીવાત્મનનો તેના દેહ સહિત કેવી
રીતે ભગવાનમાં પ્રવેશ થઇ શકે ?
ત્યાં કહે છે કે ભગવાન તો જીવમાત્રના અને તેમાંયે સ્ત્રીઓના ખાશ
ઉત્થાન –ઉદ્ધાર માટે જ શ્રમ લઇને પ્રકટ થયા છે. એટલે તે કારણ માટે ભગવદ્ અવતાર
હોવાથી તે સ્ત્રીઓના ઉત્થાન – ઉદ્ધારનું કાર્ય તો અવશ્ય કરવું જ પડે. ત્યાં ફક્ત
ભગવાનનો સંબંધ – બ્રહ્મસંબંધ માત્રની જરૂર છે એટલે ભગવદ્ વાણી માત્રનું શ્રવણ એજ
એક માત્ર સુલભ ભગવદ્ સંબંધ કરવાનું સાધન છે. અહીંયા કૃપાબળ જ મુખ્ય છે. ભગવાન પોતે
જ જીવના મનને ખેંચીને પોતાના તરફ આકર્ષે છે.
ગોવિંદ સ્વામી
તેઓ સનાઢ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. 1562માં ભરતપુર
જીલ્લાના આંતરી ગામમાં જનમ્યા હતા. નિકુંજ લીલામાં સુદામા સખા અને સખીમાં ભામા સખી
તરીકે હતા. સંવત 1562માં રાજા ઠાકોરના મંદિર શ્રીમદ્ ગોકુલમાં શ્રી ગુંસાઈજી
દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા પ્રાપ્ત કરી હતી. તેમની સ્વરૂપ આશક્તિ શ્રી
દ્વારાકાધીશમાં હતી અને પ્રભુના શ્રીઅંગમાં તેઓનું સ્થાન નેત્રમાં હતું.
ગિરિરાજજીની કદમ ખંડીમાં તેમનું અધિકૃત દ્વાર હતું
અને હિંડોળા ત્થા આંખમિચૌલી લીલામાં આશક્ત હતા. લીલામાં કમલકુંજ અને સંબંધિત ઋતુ વસંત
હતી. તેઓ 40મા વર્ષે અષ્ટ સખા તરીકે પદને પ્રાપ્ત થયા. આશરે ચારસો પદની રચના કરી
ગોવિંદ છાપ થી આજે પણ પ્રસિધ્ધ છે. સં. 1642ના ફાગણ વદ-7ના રોજ શ્રી ગિરિરાજજી પર
80 વર્ષની ઉંમરે લીલાને પ્રાપ્ત થયા. ત્યારબાદ તેમનું સ્મૃતિ સ્થાન તરીકે
કદમખંડીમાં સમાધિ બનાવાયી છે.
પુષ્ટિમાર્ગીય સાધન વિચાર...
સર્વ કંઈ ભગવદનુગ્રહૈકસાધ્ય –પુષ્ટિમાર્ગનાં લક્ષણ
વિચારતાં સ્પષ્ટ સિદ્ધ થાય છે કે શાસ્ત્રબોધિત જીવકૃતિસાધ્ય વિહિતજ્ઞાન ભક્તિરૂપ
સાઘન, મર્યાદામાર્ગીય છે, અને તત્સાધનરહિત એવા પણ જીવને ભગવત્સ્વરૂપ બલેજ સ્વાપ્રાપ્તિ થાય એ પુષ્ટિમાર્ગીય
રીતિ છે અર્થાત ભગવદનુગ્રહૈકસાધ્ય પુષ્ટિમાર્ગમાં જીવકૃતિસાધ્ય કોઈપણ સાધનનો
સર્વથા અવકાશ નથી.
સાધનનો વિચાર કયા ગ્રંથથી કરવો ?પુષ્ટિમાર્ગમાં સાધનો હોઈ શકે કે
કેમ ? એના નિર્ણયમાં પણ જ્યાં પુષ્ટિમાર્ગનો વિચાર કર્યો હોય
એવાંજ શ્રી મદાચાર્યચરણ વચન ઉપયુક્ત થાય, અર્થાત આ પ્રશ્નના
કાર્યમાં શ્રી મહાપ્રભુનાં મર્યાદામાર્ગને લીધે લખેલાં વચન પણ ઉપરના વિચારમાં ન
થાય. ફલિતાર્થ એ છે કે પુષ્ટિમાર્ગના ઉત્તમોત્તમ અધિકારી શ્રીગોપીજનો છે તેથી જે
જે પ્રસંગોમાં શ્રીગોપીજનને શ્રીમદાચાર્યચરણ પ્રભુતિ મહાનુભાવિ જે જે આજ્ઞા કરી
હોય તે તે આજ્ઞાજ માર્ગમાં શિરસા ગ્રાહ્ય છે.
સાધનરૂપ કોણ ?
માર્ગ માત્રને સાધન હોય, પરંતુ મર્યાદા માર્ગમાં જેમ
અક્ષરબ્રહ્મ પ્રમાણ, પ્રમેય, સાધન,
ફલ છે તેમ પુષ્ટિમાં સાક્ષાત શ્રીગોપીજનવલ્લભ લોકાતીત, વેદાતીત અનુભવૈકગમ્ય રસરૂપ પુરૂષોત્તમ જ પ્રમાણ, પ્રમેય,
સાધન અને ફલરૂપ છે. અર્થાત ફલની પૂર્વાવસ્થા પણ પુષ્ટિમાર્ગીય
પુરૂષોત્તમ સ્વતઃ થઈ જાય છે. એજ સિદ્ધાંતનું સ્મરણ શ્રીતત્વદીપ નિબંધ પ્રકાશમાં
‘અસાધનં સાધનં કરોતિ’ ઈત્યાદિમાં તેમજ મહાનુભાવી શ્રીહરિરાયજીના પણ ‘પુષ્ટિમાર્ગ
લક્ષણાનિ’ નામના ગ્રંથમાં ‘સર્વ સાધનરા હિત્યફલાપ્તૌ યત્ર સાધનમ્। ફલં વા સાધનં યત્ર, પુષ્ટિમાર્ગઃ સ કથ્યતે’ ઈત્યાદિ
શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે. ફલરૂરપ પુષ્ટિપુરૂષોત્તમ પુષ્ટિસ્થ ભગવદીયના સાધન
સ્વરૂપ થઈ જાય છે. તેથી નિઃસાધન પુષ્ટિમાર્ગમાં સ્વભાવતઃ દુષ્ટજીવની કોઈપણ કૃતિથી
ફલ મળતું નથી.
અત્ર ઉપપતિ (સાધક દ્રષ્ટાંત) પણ છે. જેમ અમૃત રોગના
પ્રયત્નની અપેક્ષા વિના અમરત્વ આપે છે, તેમ પુષ્ટિમાર્ગસ્થ પ્રભુ પણ પોતે વરેલા જીવની કૃતિમાત્રની અપેક્ષા વિના જ
તે ભક્તની પૂર્વાવસ્થામાં સાધનરૂપ અને ઉત્તરાવસ્થામાં ફલરૂપ થઈને રમણ કરે છે.
પુષ્ટિમાર્ગમાં જીવ માત્રે સાધન કર્તવ્ય હોય તો ‘ગોપ્યો ગાવો ખગા મૃગા’ઈત્યાદિ
શ્લોકથી પુષ્ટિમાર્ગસ્થ અધિકારીઓએ પણ નિજ કૃતિસાધ્ય સાધન કરવું જ એમ થાય. પરંતુ તે
અધિકારીઓમાં સાધન જ અશક્ય છે, અર્થાત પુષ્ટિમાર્ગમાં જીવ
કૃતિસાધ્ય સાધન કરવું જ એમ થાય પરંતુ તે અધિકારીઓમાં સાધન જ અશક્ય છે. અર્થાત પુષ્ટિમાર્ગમાં
જીવ કૃતિ સાધ્ય કોઈ પણ પ્રયત્ન કે સાધન નથી પરંતુ ભગવાન જ સાધન છે. અતઃ એવ,
ભાષ્યના સાધના ધ્યાયમાં જ્યાં પુષ્ટિમાર્ગીય સાધનોનો વિચાર કર્યો છે,
ત્યાં પણ પુષ્ટિમાર્ગમાં સર્વાત્મભાવનેજ સાધન ગણ્યો છે. તે
સર્વાત્મભાવ પણ જીવકૃતિસાધ્ય નથી, પરંતુ પ્રદાનવત છે,
એમ સુત્રકારે પણ નિઃસંદિગ્ધ આજ્ઞા કરી છે. આથી પણ સ્પષ્ટ થાય છે કે
– સાધનોનો અર્થ જીવૃકતિ નહિં, પરંતુ ફલની પૂર્વવસ્થા. સાધન
એટલે ફલની પૂર્વાવસ્થા એ પણ ગુડજીવિકા છે. કારણકે પુષ્ટિમાર્ગમાં તો અધિકારી
વિશેષને ફલનો અનુભવ પ્રથમ કરાવી લઈને તદનન્તર પુષ્ટિમાર્ગસ્થ પુરુષોત્તમ તેના
સાધનરૂપ થઈ જાય છે.અર્થાત પૂર્વ સાધન પશ્ચાત્ ફલ એમ પણ ક્રમ પુષ્ટિમાર્ગમાં નક્કી
નથી. અર્થાત્ કેવલ ભગવદિચ્છાધીનત્વજ પુષ્ટિમાર્ગમાં પરમભૂષણ છે.
ષોડષ ગ્રથમાંજ કૃષ્ણાશ્રય, વિવેકધૈર્યાશ્રયાદિ ગ્રથમાં “કૃષ્ણ
ણ્વ ગતિમર્મ” કલૌ મક્ત્યાદિમાર્ગા હિ દુઃસાધ્યા ઈતિ મે મતિઃ”ઈત્યાદિ વચનામૃતનું પણ
એ જ સ્વારસ્ય જણાય છે કે દેશ, કાલ, દ્રવ્ય,
કર્તૃ, મન્ત્ર, કર્મ
પ્રકાર, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ઈત્યાદિ સર્વથી
નિરપેક્ષ શુદ્ધ પુષ્ટિસ્થ પુરૂષોત્તમનો આશ્રય માત્ર જ ગતિ છે. આધુનિક જીવો માટે તે
વિના બીજી ગતિજ નથી. આ સર્વ પરોક્ષવાદ માત્ર છે, વસ્તુતઃ તો
શ્રીયમુનાજી અને શ્રીમહાપ્રભુજી આપણા સાધનરૂપ છે, તેથી ‘પતિ
વલ્લભોસ્માકમ્’ ગ્રંથમાં ઉક્ત પ્રકારે ‘સ્વદાસાર્થ કૃતાશેષસસાધનઃ’
શ્રીમદાચાર્યચરણારવિદનો દ્રઢાશ્રયભાવ પુષ્ટિમાર્ગમાં સર્વ ફલ સાધે છે, તેથી સર્વ ધર્મ પરિત્યજીને કેવળ શ્રી મદ્વલ્લભાધીશ્વરનું શરણજ નિઃસાધન
નિષ્કંચનનું સર્વસ્વ છે.
વિધિવાક્યનો વિચાર ‘કૃષ્ણસેવા સદા કાર્યા’ ઈત્યાદિ
વાક્યમાં પણ વિધિ નથી પરંતુ આવશ્યકત્વ છે. “આવશ્યકત્વ” શ્રી સુબોધિનીમાં 2-1-5 છે.
આવશ્યકનો અર્થ પણ વિચાર્યો છે. કૃપાપાત્ર નિજભક્ત સ્વતંત્ર નથી, પરંતુ ભગવદધીન છે, અને પોતે અવશ હોવાથી અર્થાત્ ભગવદ્વશ્યતાથીજ અર્થાત જીવમાં ભગવત્પ્રવેશ
થવાથી અથવા શ્રીમદાચાર્ય ચરણના પ્રવેશથીજ પ્રેમ પછી પ્રાપ્ત થવાના શ્રવણાદિ કથા
સેવાનો રસ પ્રાપ્ત કરે છે. તેથી પણ વિહિત સમજવું નહિં, પરંતુ
અવશ્ય કર્તવ્ય અને ભાવના સ્વતઃ અને સહજ કરી બેસે છે. તે કથા સેવાદિ પણ
શ્રીમદ્વલ્લભાધીશ્વરના હદય પ્રવેશને આભારી છે, એમ સિદ્ધ થઈ
રહેતાં તનુજા વિત્તજા સેવા પણ જીવકૃતિસાધ્ય સર્વથા ન જ થઈ. જીવકૃતિસાધ્ય કોઈપણ
સાધનથી પુષ્ટિમાર્ગીય પુરૂષોત્તમ મળતા નથી, અને કેવલ
શ્રીમહાપ્રભુજીનેજ અધીનપુષ્ટિમાર્ગીય ફલ છે. તેથી શ્રીમહાપ્રભુજીના દ્રઢ આશ્રય
માત્રથી સર્વ સંગતિ અને કલેશ થતાં અત્યાર્દ્રતાએ કરીને આ નિધિનું રક્ષણ એજ
પુષ્ટિમાર્ગમાં ગુઢ છે. કારણકે પુષ્ટિમાર્ગમાં કોઈ પણ આદર નથી, પરંતુ કેવળ ધર્મિસ્ઠ અતિ આદર છે. માટે શ્રી મહાપ્રભુજી “ભજનીયો વ્રજાધિપઃ”[વિધિ] ભજનની આજ્ઞા કરેલી છે પ્રભુને પ્રસન્ન કરવાની આજ્ઞા
છે, તે સાધનો નથીજ. આ વાત પણ હવે
સ્પષ્ટ થઈ.
આ ચોતરફથી વશ્ય એટલે તાબે થઈને રહેવું તે, અર્થાત જેના સિવાય ઘડીવાર પણ ન રહી
શકાય. આથી સમજી શકાય છે કે શ્રોતવ્યઃ એટલે શ્રવણ વિના રહી ન શકાય તેજ. પાછળથી આપણે
વિચાર કરી ગયા કે-વ્યસની ભક્ત પ્રભુ સિવાય જેમ રહી ન શકે તેમ પ્રેમનું દાન કરેલો
ભક્ત આ શ્રવણ વિના ક્ષણ પણ રહી શકતો નથી. તાત્પર્ય કે- આ જીવ પૂર્વોક્ત શ્રવણાદિ
કરી બેસે છે. શ્રીમહાપ્રભુજીનો પ્રવેશ થતાં તેમને વશ થાય છે. આટલા જ માટે એક
મહાનુભાવે કહ્યું છે કે-સાધન એજ ફળ છે, અને ફળ એજ સાધન છે.
પ્રેમથી કરતાં સાધનો ફળરૂપ હોવાથી તેની ગણના અન્ય સાધનવત્ નથી અર્થાત્
અન્વયવ્યતિરેકથી વ્યભિચારી નથી, પરંતુ તે ફળરૂપ હોવાથી સાધન
કક્ષાનું ફળજ છે આ પ્રમાણે ભાષ્યાદિક અનેક પ્રમાણોથી સિદ્ધ થાય છે કે, સર્વાત્મભાવ તો ‘પ્રદાનવત્’ પ્રભુદાન કરે તોજ પ્રાપ્ત થઈ શકે એવો છે,
એ જરાય જીવકૃતિસાધ્ય નથી.
વિશ્વાસ પુર્વક આશ્રય એ જ કર્તવ્ય. આપણે જીવોએ એકજ
વચન ઉપર આશ્રય રાખવાનો છે, અને તે નીચે મુજબ છે-
‘મયિ ચેદસ્તિ વિશ્વાસ શ્રીગોપીજનવલ્લભે’
એ વાક્યથી પ્રભુમાં ર્દઢ વિશ્વાસ એજ આપણને કૃતાર્થ
કરનાર છે, શ્રી
મહાપ્રભુજી પણ બ્રહ્માસ્ત્ર અને ચાતક ન્યાયથી આપણને વિશ્વાસજ સૂચવે છે. અને આજ
હેતુથી આપણને ‘કલૌ ભકત્યાદિમાર્ગા હિ દુઃસાધ્યા ઈતિ મે મતિઃ।।’ આ વાક્યથી સ્પષ્ટ સમજાય છે કે શ્રી મહાપ્રભુજીના
સિવાય અન્ય કાંઈ સાધન છેજ નહિં.
પ્રથમ ધર્મમાં જણાવે છે કે- આરંભમાં શ્રીમદાચાર્યચરણ
કમળનો એક ર્દઢ આશ્રય કરવો. કારણકે પુષ્ટિમાર્ગનું ફલ પ્રભુના આપ્યા વિના મળતું
નથી. તે ફલનું દૈવી જીવોને દાન કરવાને શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકુરજીએ પ્રકટ
કર્યા છે માટે બીજા. સાધનોમાં રહેલી સર્વ આસક્તિને ત્યજીને-લેશપણ સાધનની નિષ્ઠાનો
અંકુર ન રહે તેમ સર્વાંશે તેનો ત્યાગ કરી શ્રી મદાચાર્યચરણારવિન્દની મનમાં ભાવના
કરો. વખતે લોકમાં દેખાડવા સાધનો કરવાં પડે તો આસક્તિરહિત કરવાં જેથી પાખંડીપણું ન
કહેવાય.
શ્રીવલ્લભ શબ્દનો ભાવાર્થ,
શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર, કહો કોનપે જૈયે હો ।
સબગુણ પુરણ કરૂણા સાગર, જહાં મહા રસ પૈયે હો ।।1।।
સુરત હી દેખ અનંગ વિમોહિત, તન-મન પ્રાન બિકૈયે હો ।
પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગૈયે હો ।।2।।
સબહીન તે અતિ ઉત્તમ જાની, ચરન પર પ્રીત બઢૈયે હો ।
કાનન કાહુકી મન ધરીયે, વ્રત અનન્ય એક ગહિયે હો ।।3।।
સુમર સુમર ગુણરૂપ અનુપમ, ભવ દુઃખ સબે વિસરૈયે હો ।
મુખ વિધુ લાવણ્ય અમૃત એકટક, પીવત નાંહી અદ્યૈયે હો ।।4।।
ચરન કમલ કી નિશદિન સેવા, અપને હૃદે વસૈયે હો ।
‘‘રસિક’’ સદા સંગીનસો ભવોભવ, ઇનકે દાસ કહૈયે હો ।।5।।
‘‘શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર’’
શ્રીવલ્લભ શબ્દનો ભાવાર્થ, ‘‘અતિ વ્હાલા’’ એવો થાય છે. નિત્ય
લીલાધામમાં અનંત કોટિ શ્રીસ્વામિનીજીઓમાં જે દિવ્ય પ્રેમનો પ્રતિક્ષણ નૂતન-નૂતન
વિલાસ થઈ રહ્યો છે તે અનંત કોટિ સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમના સમૂહાત્મક, ઘનીભૂત, સાકાર, દિવ્ય
પ્રેમ-સુધાનું સ્વરૂપ શ્રીવલ્લભ છે. તેથી શ્રીહરિરાયચરણ એક પદમાં કહે છે કે,
‘‘શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન.’’ જેમ અનેક સરિતાઓનો પ્રવાહ સમુદ્રમાં
સમાઈ જાય તેમ અનંત કોટિ સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમના સમુદ્ર રૂપ છે, તે અનંત દિવ્ય પ્રેમના સમુદ્રનો પ્રવાહ મહાસમુદ્ર રૂપ શ્રીવલ્લભમાં
સમાવિષ્ટ થઈ જાય છે. તેથી શ્રીવલ્લભને ‘દિવ્ય પ્રેમના મહાસિન્ધુ’ કહ્યા છે. અને
જેમ મહાસમુદ્રના અનંત તરંગોનું અનંત ભક્તો સેવન કરે તો પણ મહાસમુદ્રના અનંત
તરંગોમાં કાંઈ ન્યૂનતા થતી નથી. અનંત ભક્તો આ દિવ્ય પ્રેમના મહાસમુદ્રના તરંગોથી
સુખ પ્રાપ્ત કરે તો પણ મહાસમુદ્ર તેટલો ને તેટલો જ ભરેલો રહે છે અને પ્રતિક્ષણ
અનંત તરંગો તેમાંથી પ્રક્ટ થયા જ કરે છે. તેવી જ રીતે દિવ્ય પ્રેમના મહાસિન્ધુ
શ્રીવલ્લભ સ્વરૂપમાંથી અનંત કોટિ સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમનો અનુભવ કરે છે. છતાં
મહાસિન્ધુ પૂર્ણ જ ભરેલો રહે છે.
અહીં શ્રીવલ્લભ મહાસિન્ધુના અનંત તરંગો જ અનંત કોટિ
સ્વામિનીજીનાં સ્વરૂપો છે. એક-એક તરંગ દિવ્ય પ્રેમના સમુદ્ર સમાન છે, તે સમુદ્રરૂપ સ્વરૂપ પ્રત્યેક
સ્વામિનીજી છે. આવો કલ્પનામાં ન આવી શકે તેવો મહિમા શ્રીવલ્લભનો હોવાથી
‘‘શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન’’ અને ‘‘શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર, કહો કોનપે જૈયે હો ।’’ એમ શ્રીહરિરાયચરણ કહી રહ્યા છે.
આવા શ્રીવલ્લભને છોડીને કોની પાસે આનંદની ભિક્ષા
માગવા જવું ? એમ
કરૂણા ભરેલા હૃદયથી શ્રીહરિરાયચરણ શ્રીવલ્લભના જનોને સૂચવી રહ્યા છે. અનંત
સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમ-વિલાસની પૂર્ણતા મહાસિન્ધુ સ્વરૂપ શ્રીવલ્લભમાંથી જ થાય
છે. તેવા શ્રીવલ્લભને છોડીને કોની પાસે દિવ્ય આનંદની ભિક્ષા માગવા જઈએ ? આ પદમાં શ્રીહરિરાયચરણે દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રીવલ્લભના અનિર્વચનીય,
અકથનીય મહીમાને જણાવેલો છે. આ મહિમા દિવ્ય પ્રેમ રૂપ જ સમજવો. જેમ
મીઠા સમુદ્રનું જલ પણ મીઠું જ હોય છે, તેમ દિવ્યપ્રેમના
મહાસમુદ્ર રૂપ શ્રીવલ્લભનો મહિમા પણ દિવ્ય છે.
હવે બીજી પંક્તિમાં કહ્યું છે કે, ‘‘સબગુણ પૂરણ કરૂણા સાગર, જહાં મહા રસ પૈયે હો.’’ ‘‘સબગુણ પૂરણ’’ એટલે સૌંદર્યતા, લાવણ્યતા, માધુર્યતા, સુકુમારતા,
મૃદુલતા, કમનીયતા આદિ દિવ્ય પ્રેમના અનંત
ગુણોની સીમા શ્રીવલ્લભ સ્વરૂપમાં જ રહેલી છે. વળી પ્રત્યેક ગુણ, સાગર સમાન પૂર્ણ છે. આવા અનંત ગુણોની સીમાવાળા શ્રીવલ્લભ સ્વરૂપને ભક્તજન
હૃદમાં કેમ ધારણ કરી શકે તેવી કોઈને શંકા થાય, તેના
સમાધાનમાં કહે છે કે, ‘‘કરૂણા સાગર.’’ કરૂણા એટલે
વાત્સલ્યતા. માતાને વાત્સલ્યપ્રેમ પોતાના બાળક પ્રત્યે હોવાથી માતા પોતે જ નિરાધાર
બાલકનું લાલન-પાલન કરે છે, બાલક તરફની કોઈ અપેક્ષા માતા
રાખતી નથી. આવા વાત્સલ્ય પ્રેમના સાગરરૂપ શ્રીવલ્લભ હોવાથી પોતાના અનંત દિવ્ય
ગુણોને ભક્ત ધારણ કરી શકે તેવી પાત્રતા પોતાના સામર્થ્યથી જ આપ સિદ્ધ કરે છે.
‘‘વિભુ’’ નામવાળું આપનું સ્વરૂપ હૃદયમાં પધારે, ત્યારે ભક્ત
હૃદયને પણ ‘‘વિભુ’’ એટલે વ્યાપક ધર્મવાળું બનાવે છે. સર્વાત્મભાવી ભક્તમાં ભગવાન
જેવું જ સામર્થ્ય હોય છે. (આ કથનમાં પ્રમાણની અપેક્ષા રહે તો સુ. 3-28-24માં
જોવું.)
હવે ‘‘મહારસ પૈયે’’ તેમ પદમાં કહ્યું છે. તો રસ અને
મહારસના અનુભમાં આનંદનું તારતમ્ય હોવાથી, શ્રીવલ્લભરસને ‘‘મહારસ’’ કહ્યો છે. સંયોગના આનંદને રસ
કહેવાય છે, અને વિપ્રયોગના આનંદને મહારસ કહેવાય છે.
શ્રીવલ્લભનું સ્વરૂપ વિપ્રયોગાત્મક છે તેથી આપ મહારસરૂપ છે. સંયોગનો આનંદ એક
સ્વરૂપથી અનુભવાય છે, જ્યારે વિપ્રયોગનો આનંદ અનંત સ્વરૂપથી
અનુભવાય છે. તેથી વિપ્રયોગ સ્વરૂપ શ્રીવલ્લભને મહારસ રૂપ કહેલ છે.
‘‘સુરત હી દેખ અનંગ વિમોહિત, તન-મન પ્રાન બિકૈયે હો.’’ આ
પંક્તિમાં કહ્યું છે કે, શ્રીવલ્લભ સ્વરૂપનું સૌંદર્ય દેખિને,
‘‘અનંત’’ કામદેવ વિશેષે કરીને મોહિત થઈ જાય છે ! લીલા લોકમાં કામદેવ
શ્રીજી છે ! તે શ્રીજી શ્રીવલ્લભની સૌંદર્યતાના દર્શનથી વિશેષે કરીને મોહિત થઈ જાય
છે ! મોહિત શબ્દનો અર્થ જેમાં મોહ થયો હોય તેના વિના બીજું કોઈ જ્ઞાન રહે નહીં,
બીજું બધુંય ભૂલાય જાય તે મોહિત શબ્દનો અર્થ છે ! તો અહીં શ્રીવલ્લભ
સ્વરૂપની સૌંદર્યતા, લાવણ્યતા, માધુર્ય
સુધાનું પાન કરીને શ્રીજી તેમાં નિમગ્ન થયા છે ! પ્રેમામૃત રસાયન ગ્રંથમાં એક નામ
છે ‘‘શ્રીવલ્લવી વદનામ્ભોજ મધુમત્ત મધુવ્રત’’ વલ્લવી એટલે શ્રીગોપીજન, તેના વદન કમલના લાવણ્ય, માધુર્ય પાનમાં જેની મત્ત
અવસ્થા છે, અને તે લાવણ્ય મધુનું પાન કરવું તે જ જેનું વ્રત
છે તેવા શ્રીજી છે ! અહીં ‘‘મત્ત’’ અવસ્થા કહી છે તો મત્ત અવસ્થા વાળાને અન્યનું
વિસ્મરણ હોય છે ! જેમ મદિરા પાન કરનારને તેના નશામાં પોતાનું કે અન્યનું જ્ઞાન
રહેતું નથી, તેમ શ્રીસ્વામિનીજીનાં વદનામ્ભોજ મધુનું પાન
કરીને શ્રીજી મત્ત થઈ ગયા છે ! શ્રીવલ્લભ મુખામ્ભોજનાં લાવણ્ય માધુર્યમાં તો અનંત
કોટિ સ્વામિનીજીઓનાં શ્રીમુખનું લાવણ્ય મધુ એકત્રીત થયેલું છે, તેવા શ્રીવલ્લભનાં શ્રીમુખની સૌંદર્યતાનાં પાનમાં શ્રીજી વિશેષ મોહિત થાય
તેમાં શું આશ્ચર્ય હોય ? શ્રીસર્વોત્તમજીમાં ‘‘ત્રિલોકી
ભૂષણ’’ આપનું નામ છે. ‘‘ત્રિલોકી’’ એટલે રાજસ-તામસ-સાત્વિક ભાવવાળા કોટાનકોટિ
સ્વામિનીજીઓમાં જે સૌંદર્યતા રહેલી છે તે સર્વ સૌંદર્યતા શ્રીવલ્લભના સ્વરૂપમાં
રહે છે. અથવા કોટાનકોટિ સ્વામિનીજીઓને સૌંદર્ય લાવણ્યામૃતથી ભૂષિત કરનાર શ્રીવલ્લભ
છે. શ્રીવલ્લભના મહાન સૌંદર્ય સ્વરૂપમાંથી જ કોટાનકોટિ સ્વામિનીજીઓની સૌંદર્યતા
પ્રગટ થઈ છે. તેથી ‘‘ત્રિલોકી ભૂષણ’’ નામ કહ્યું છે. આવા મહાન સૌંદર્ય સ્વરૂપમાં
તન-મન-પ્રાન ન્યોછાવર કરવા શ્રીહરિરાયચરણ ઉત્સાહિત થઈ રહ્યા છે.
‘‘પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગૈયે હો.’’ આ
પંક્તિમાં ‘‘પરમ ઉદાર’’ કહ્યા. ‘‘પરમ’’ શબ્દનો અર્થ જેનાથી બીજું કોઈ તત્વ શ્રેષ્ઠ
ન હોય તેને ‘‘પરમ’’ કહેવાય છે. તો શ્રીવલ્લભથી કોઈ તત્વ શ્રેષ્ઠ નથી અને શ્રીવલ્લભ
સમાન બીજું કોઈ ઉદાર નથી. સંસાર સાગરમાં ડૂબેલા અને પતિત થયેલા જીવને એક
કૃપા-કટાક્ષ માત્રથી ઉદ્ધાર કરી પોતાના મહાન અલૌકિક સ્વરૂપના આનંદનું દાન કરે છે.
પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વગર પોતાના અદભૂત સામર્થ્યથી જીવને યોગ્ય બનાવી તે
જ ક્ષણે દિવ્ય પ્રેમ સાગરમાં નિમગ્ન કરે છે, તેથી કહ્યું કે,
શ્રીવલ્લભ પરમ ઉદાર છે. હવે ‘‘ચતુર સુખ સાગર’’ કહ્યા. તેનો ભાવાર્થ
આપની ચાતુર્યતા ભૂતલનાં ભક્તોને નિત્યલીલા સ્વરૂપનો અનુભવ કરાવવામાં રહેલી છે.
નિત્યલીલામાં બિરાજતું પ્રભુનું સ્વરૂપ નિત્ય સિદ્ધા સ્વામિનીજીઓમાં જ આસકત છે.
તેવી આસકિત ભૂતલના અંગીકૃત જનોને તત્સુખી પ્રેમનું દાન કરીને શ્રીજીને નિજ્જનોમાં
આસકત કર્યા છે. તત્સુખ પ્રેમમાં માધુર્યતા રહેલી છે, અને આ
માધુર્ય પ્રેમના જ શ્રીજી ભોક્તા છે. તેથી જેમ ભ્રમરને કમલ મકરંદની સૌરભતા
દૂર-દૂરથી પ્રાપ્ત થતાં ભ્રમર સ્વયં ચાલીને કમલ મકરંદ પાનમાં લુબ્ધ થઈ જાય છે,
કમલ ભ્રમરને બોલાવવા જતું નથી, ભ્રમરની
અપેક્ષા પણ કરતું નથી, પરંતુ સ્વયં ભ્રમર જ કમળ પુષ્પ મકરંદ
સૌરભતા તરફ આકર્ષાય છે. તેથી એક કવિએ કહ્યું છે કે :
કમલ બુલાવન કબ ગયે, કબ કીનો સન્માન ।
નેહ નિમંત્રણ કે સગે, અતિ અધિર ઉલટાન ।।
મકરંદ પાનનો લોભી ભોંરા સ્વયં અધિર બનીને કમળ પાસે
જઈને તેની મકરંદ પાનમાં લુબ્ધ બને છે. તેમ નિજ્જનોને શ્રીવલ્લભે તત્સુખી પ્રેમનું
દાન કરેલું હોવાથી શ્રીજી સ્વયં નિજ્જનોનાં હૃદયમાં બંધાઈ જાય છે. જેમ નારાયણદાસ
બ્રહ્મચારીના પ્રસંગમાં શ્રીચંદ્રમાજીએ તત્સુખ સેવાથી પ્રસન્ન થઈ નારાયણદાસજીને
આજ્ઞા કરી કે, તું
માંગ, હું તારી ઉપર પ્રસન્ન છું. પ્રભુના આવા વચનો શ્રવણ
કરીને કહે છે કે, આપ શ્રીગુસાંઈજીના ઘેર પધારો, આપને અપાર સુખ ત્યાં મળશે. આવી નારાયણદાસજીની તત્સુખ ભાવવાળી ભાવનાથી
શ્રીચંદ્રમાજી પરવશ થઈને નારાયણદાસને માથે જ 50 વરસ વધારે બિરાજ્યા. આવું તત્સુખી
માધુર્ય પ્રેમનું દાન નિજ્જનોને ચાતુર્યતા પૂર્વક કરેલું છે. શ્રીમદનમોહનજી
શ્રીરૂક્ષ્મણિજીના ઋણી થઈ ગયા તે પણ તત્સુખી પ્રેમનો જ પ્રભાવ છે. આપની ચાતુર્યતા
પૂર્વકની મહોદારતા આ તત્સુખી માધુર્ય પ્રેમ દાનમાં જ રહેલી છે. આ તત્સુખી માધુર્ય
પ્રેમ તે આપનું સ્વયંનું શ્રીસ્વામિની ભાવાત્મક સ્વરૂપ છે. તે સ્વરૂપનું દાન
શ્રીવલ્લભ અતિ ઉદારતાથી નિજ્જનોને કરે છે. ચતુઃશ્લોકીમાં અને શ્રીસર્વોત્તમજીમાં
‘‘અંગિકૃત્યૈવઃ ગોપીશઃ વલ્લભી કૃત માનવઃ’’ આ નામમાં પણ આપની ચાતુર્યતાના દર્શન થાય
છે. આપનું નિગૂઢ સ્વરૂપ, નિગૂઢ ચાતુર્યતા, નિગૂઢ દાન, નિગૂઢ વિલાસ. આ સર્વ નિગૂઢ જ રહેલું છે.
તેનો અનુભવ અનન્ય જનો જ જેવા કે કોટિમાં વિરલા શ્રીપદ્મનાભદાસદિ જ કરી શકે છે.
‘‘સુખ સાગર.’’ આપને સુખના સાગર કહ્યા. તેનો ભાવાર્થ
એ છે કે, સંયોગ
લીલામાં ભક્તોને પ્રભુના સંયોગ પછી વિયોગ દુઃખનો અનુભવ કરવો પડે છે. તેવું દુઃખ
શ્રીવલ્લભ ચરણકમલના આશ્રિત જનમાં માધુર્ય પ્રેમનો સિન્ધુ ભરેલો છે, તેમાંથી પ્રતિક્ષણે મધુર પ્રેમના નૂતન-નૂતન ભાવ-તરંગો પ્રગટ થતાં જ રહે છે,
તેના આસ્વાદમાં શ્રીજી સદા અતૃપ્ત રહે છે ! તૃપ્તિ થઈ જાય ત્યારે જ
બીજા ભક્તનું સદન શોધે. પણ જ્યાં મધુર સુધા-પાનની તૃપ્તિ જ નથી થતી ત્યાં બીજા
સદનમાં પધારવાનું રહેતું નથી. અથવા માધુર્ય સુધા આસ્વાદનમાં શ્રીજીને અન્યનું
વિસ્મરણ થયેલું છે. તેથી ભાગવતમાં ભગવદ્ વાક્ય છે કે, ‘‘હું
મારા ભક્ત વિના બીજું કંઈ જાણતો નથી. અને ભક્ત મારા વિના બીજું કંઈ જાણતો નથી.’’ આ
ઊભયની દુનિયા જ નિરાલી રચાય છે. શ્રીવલ્લભનાં મહા ઉદાર ચરિત્રમાં આથી વિશેષ શું
કહેવું ? માધુર્ય પ્રેમ અપાર સિન્ધુ સમાન હોવાથી તે કથનમાં
કેટલો આવી શકે ? ‘‘શરણ વલ્લભ ગહી, ભાગ્યકો
પાર નહિં, ભજો ‘કૃષ્ણદાસ’ અંતર્જામી.’’
પુષ્ટિમાર્ગમાં ભાવ-ભાવનાનું મહત્વ
પુષ્ટિમાર્ગમાં જે કાંઈ મહત્વનું છે તે ભાવ જ છે.
પુષ્ટિપ્રભુ ભાવાત્મા છે. પુષ્ટિમાર્ગ ભાવાત્મક છે, ગદ્યમંત્ર ભાવાત્મક છે, પ્રભુનું સ્વરૂપ અને ભાવનું દાન પણ ભાવાત્મક છે. આમ સર્વ કાંઈ છે તે સઘળું
ભાવાત્મક છે. ‘ભજ સખી ભાવ ભાવિક દેવ.’ પ્રભુ સ્મરણ અને સેવા ભાવપૂર્વક કરવામાં આવે
તો જ તે ફલ રૂપ છે. ભાવ વગરની સેવા ક્રિયાત્મક છે. ભાવ સાકાર-સ્વરૂપાત્મક છે.
ભાવનું સ્વરૂપ જ નિરાલું છે. શ્રીમહાપ્રભુજી ‘સંન્યાસ નિર્ણય’ ગ્રંથમાં આજ્ઞા કરે
છે કે ‘ભાવો ભાવનયા સિદ્ધઃ’ શ્રીહરિરાયજી વાંગમુક્તાવલીમાં કહે છે. ‘પુષ્ટિમાર્ગે
ભાવ એવ ફલં સર્વોત્તમં મતમ્.’ અનુગ્રહ માર્ગમાં ભાવ જ સર્વોપરી ફલરૂપ મનાયો છે. આ
પુષ્ટિભાવનું દાન કૃપાસિંધુ શ્રીવલ્લભ જ કરે છે. પુષ્ટિમાં ભાવના માલિક જે
શ્રીગોપીજનો છે.
હવે ભાવ અને ભાવના શું છે ? તે જોઈએ. પ્રભુના વિષયમાં રાખેલો
પ્રેમ એનું નામ જ ભાવ. ભાવ એટલે વિશુદ્ધ પ્રેમ-સ્નેહ. ભાવના એટલે ભગવદ વિષયક
ચિંતન. (કીટભ્રમરન્યાએ) પુષ્ટિમાર્ગની સેવામાં સ્વરૂપભાવના, લીલાભાવના
અને ભાવભાવાનું અતિ આવશ્યક અંગ છે. તે જાણ્યા વિનાની સેવા ક્રિયાત્મક છે. એક વાર
શ્રીગોકુલનાથજી ગુજરાતના પ્રદેશે બિરાજતા હતા. આપે શ્રીજાનકી વહુજીને આજ્ઞા કરી,
‘આપ પ્રભુની સેવા સુખરૂપ પહોંચજો.’ શ્રીજાનકી વહુજીને પુછયું. જય
કૃપાનાથ, આપનું સેવ્યસ્વરૂપ તે કઈ લીલાનું છે, તેની ભાવના કેમ કરવી, તે કૃપા કરી દર્શાવો. ત્યારે
આપશ્રી ગોકુલેશપ્રભુએ કહ્યું. ‘આપણું સેવ્ય સ્વરૂપ શ્રીગોકુલનાથજી છે. તે સારસ્વત
કલ્પની ગિરિરાજ ધારણ લીલા (આશ્રય લીલા)નું સ્વરૂપ છે. તે ચત્રભૂજ છે. બે હસ્તથી
વેણું ગ્રહણ કરેલ છે, જમણા શ્રીહસ્તથી ગિરિરાજ ધારણ કરેલ છે,
ડાબા હસ્તથી શંખ ધારણ કરેલ છે, બે સ્વામિનીજીઓ
શ્રીરાધાજી અને શ્રીચંદ્રાવલીજી બિરાજે છે. આ રીતે સ્વરૂપ, લીલાને
બરાબર સમજી ભાવના કરી સેવા કરજો.’ આમ અહીં શ્રીજાનકી વહુજીને નિમિત્ત બનાવી સઘળી
પુષ્ટિ સૃષ્ટિને સ્વરૂપ, લીલા અને ભાવના કરવાની પરોક્ષ આજ્ઞા
આપે કરી છે. મહાન સ્વરૂપોની વાણીનું હાર્દ સમજવું દુર્લભ છે.
શ્રીગુરૂદેવ દ્વારા ભાવનું દાન થાય ત્યારે જ સેવા
ફલરૂપ બને છે. પુષ્ટિજીવને બ્રહ્મસંબંધ વખતે જ દાસ્યભાવનું દાન થયેલું છે. પ્રથમ
દાસ્યભાવની જ મુખ્યતા છે. દાસ્યભાવ અને દિનતા સિદ્ધ થયે, પ્રભુ-સેવ્ય સ્વરૂપ આપ જે ભાવે જીવ
સાથે વિલસવા ઇચ્છા કરશે તે ભાવનું દાન કરશે. જીવ પોતે મનસ્વી કોઈ ભાવ કરી શકતો જ
નથી. અને કદી એવી ચેષ્ટા કરી ભાવ કરે તો તે ફલરૂપ થતો નથી. દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુરીભાવ આ
બધા ભાવો આપશ્રી પોતે શ્રીવલ્લભ કૃપા કરી દાન કરે તોજ તે ફલરૂપ છે. પ્રથમ દાસ્ય
અને દીનતા જરૂરી છે. હવે ભાવનું કેવું સુક્ષ્મ સ્વરૂપ છે તે એક પ્રસંગ પરથી જોઈએ.
શ્રીગુસાંઈજી આપશ્રી દ્વારકા જતા હતા, સાથે ચાચાજી પણ હતા. રસ્તામાં
આપશ્રીએ એક પર્વત જોયો, તે જોઈ ચાચાજીને કહ્યું. ‘દેખો,
એ પર્વતકો દેખતે હી મુજ શ્રીગિરિરાજકી યાદ આ ગઈ ?’ ચાચાજીએ કહ્યું. ‘એમ ! પછી ચાચાજીએ લીલાભાવ દ્રષ્ટિથી એ પર્વત પર જોયું.
આમ કૃપાશક્તિ અવલોકનથી પર્વત પરના સર્વ પદાર્થો જડ, ચેતન સૌ
અલૌકિક બની ગયા. અને તત્કાલ જેમ આકાશમાં વિજળી ઝબકે તેમ તે પર્વત ચમકીને સીધો જ
ગોલોક ધામમાં જઈ શ્રીગિરિરાજજીના બ્રહ્મ શીખરમાં સમાઈ ગયો ! કેવલ એક અલૌકિક
ભાવદ્રષ્ટિથી જડ પર્વત ચેતન અને અલૌકિક બની ગયો. તો વૈષ્ણવ જેવા ચેતન પ્રાણી પર જો
આવી કૃપા શક્તિની દ્રષ્ટિ પડે તો શું ના પ્રાપ્ત કરી શકે ? હા,
તે માટે સતત ભગવદ સન્મુખ રહેવું જરૂરી છે. શ્રીગુસાંઈજીએ કહ્યું,
‘ચાચાજી, આ તમે શું કર્યું ?’ ‘મહારાજ, હવે એ ભૂતલ પર રહેવા લાયક ના રહ્યો તેથી
તે ગોલોક ધામ ગયો.’ આ છે પુષ્ટિ ભાવનું સ્વરૂપ. બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં એક
ડોશીનો પ્રસંગ છે. જેમને શ્રીબાલકૃષ્ણજીને પોતાના ભાવથી શ્રીમદનમોહનજી થવું પડયું
છે. પરેની વાર્તામાં પણ ભાવ એ જ પ્રમાણે બતાવ્યો છે.
વાર્તા સાહિત્યમાંથી આપણે આવા ભાવો વિચારતા નથી. અને
કેવળ ભાવલા વેડા કરીએ છીએ. જ્યાં ત્યાં ભટકીએ છીએ. સેવ્યને જ સર્વસ્વ અને સાક્ષાત
માની સેવતા નથી. પણ જરા વિચાર તો કરો કે, શ્રીમહાપ્રભુજીએ સેવામાં જે સ્વરૂપ પધરાવી આપ્યું છે તે
શું ઓછું છે ? ખરા ભાવથી અહીંજ રોજ ઝારી ભરો, નૂતન સામગ્રી કરો, મનોરથ કરો, વૈષ્ણવ
– ભગવદીયોને પ્રસાદ લેવડાવો. પણ આ નથી થતું. પ્રભુને નિવેદીત કરેલ પૈસામાંથી ખર્ચ
કરી બહાર જાય તો જ જીવને યાત્રા કરી, જારી ભરી એવો સંતોષ
થાય. આ જીવની કેટલી પામરતા છે. જીવને જે પ્રકારનો સત્સંગ પુષ્ટિ પોષણ જોઈએ તે નથી
તેથી તે ભટકે છે. જ્યારે આ બધી બહારની ભટકન મટી જશે, સેવ્ય
સ્વરૂપને ઓળખશે, ત્યારે જીવ પુષ્ટિ સેવા કરી શકશે. જ્યાં
સુધી સેવ્ય સિવાય બીજા સ્વરૂપને નિરખવાની ઇચ્છા થાય છે ત્યાં સુધી તે ભાવ વ્યભિચાર
છે. પુષ્ટિ પ્રભુ પતિવ્રત ભાવથી વશ થાય છે. વ્યભિચારી ભાવવાળાથી કદી પ્રસન્ન નહિ
પણ અપ્રસન્ન જ રહે છે. હા ! નાથ, શ્રીવલ્લભ કૃપા કરે તોજ
જીવને આ સત્ય સમજાશે.
ઘણા વૈષ્ણવો સેવા ન બની શકતી હોય ત્યારે માનસીમાં જ
એક જગ્યાએ બેસી સેવાની ભાવના કરે છે. આ સેવા ભાવનાને જ તે માનસી કહે છે. અરે ભાઈ
માનસી તો ફલ રૂપા છે. તનુ વિત્તજા સેવા મન લગાવી કર્યા પછી, તે સિદ્ધ થયે માનસી થાય છે. સેવા ન
બની આવે ત્યારે એકાંતમાં બેસી સેવ્યની મંગળાથી સેન પર્યંત સેવા ભાવના કરવી તે ભગવદ
ચિંતન છે, માનસી નહિ. ભગવદચિંતન (ભાવના) અને માનસીમાં આસમાન
જમીનનો ફેર છે. પુષ્ટિમાર્ગમાં અન્નદોષ અને દુઃસંગ દોષ એ ભગવદ પ્રાપ્તી માટે પહાડ
જેવા પ્રતિબંધ છે. ભોગ ધરી પ્રસાદીથી નિર્વાહ કરવો. ગુણગાન કરવા, વાણીનો નિરોધ કરવો. ભગવદીયોનો સંગ કરવો. ભગવદીય ના મળે તો માર્ગમાં નાના
મોટા ગ્રંથોનું શ્રવણ – મનન ખુબ કરવું. આ જ જીવનું મુખ્ય કર્તવ્ય છે.
પુષ્ટિમાર્ગમાં જીવે સેવા પ્રકાર, ભાવ – ભાવના રીત-પ્રિત
બધું પોતાના દીક્ષા ગુરૂ પાસે નમ્ર ભાવે, વિનંતી કરી શીખી
લેવું. શ્રીગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે, ‘શ્રીપુરુષોત્તમ
ઉત્તમ વરને સમય જોઈ શીશ નામવું’ એકાંતમાં પ્રસન્નચિત્તે બિરાજતા હોય ત્યારે
દીનભાવે સન્મુખ દ્રષ્ટિ કરી, આજ્ઞા માગી પૂછવાથી, કૃપા જરૂર કરશે. કૃપા કરવા તો ભૂતલ શ્રમ લઈ બિરાજે છે. શ્રીવલ્લભશરણ થકી
સૌ પડે સહેલું રે.
પુષ્ટિમાર્ગ તત્સુખાત્મક છે
પુષ્ટિમાર્ગ સ્વરૂપાત્મક – ભાવાત્મક છે. જેમાં સાધન
રૂપ સેવા જ ફલરૂપ છે. સાધન અને ફલનો અભેદ છે. સેવામાં જ ફલ રહેલું છે. એમાં
પ્રભુના તત્સુખનો ભાવ જ મુખ્ય છે. ભાવ જ પરમ ફલરૂપ છે. ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાંથી
એક સ્નેહી વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે, “ભાઈ, ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં પધરાવી બહાર
નીકળી જવું કે, ઘરમાં જ પ્રભુ પાસે બેસી નામ સ્મરણ કરવું
? ઘણા કાંઈ કહે છે, કોઈ પ્રભુ પાસે જ બેસી
રહેવાનું કહે છે. શું કરવું ?” મેં કહ્યું, “ભાઈ, શ્રીમહાપ્રભુજીએ સારસ્વત કલ્પની ‘આશ્રય લીલા’
વખતે જ્યારે ઇન્દ્રે ખૂબ વૃષ્ટિ કરી, ત્યારે એ પ્રલયકારી
વર્ષાથી બચવા શ્રીગોપીજનોએ પ્રભુને વિનંતી કરી, “કૃપાનાથ,
આપ અમારી રક્ષા કરો” અહીં શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે
શ્રીગોપીજનો અહીંયા સ્નેહમાર્ગથી ખસી ગયાં ! સાત વર્ષનો કુંવર કનૈયો ગોપીઓનું
રક્ષણ કરે કે ગોપીઓએ એમનું રક્ષણ કરવું જોઈએ ! સ્નેહમાર્ગમાં તો પ્રિયના જ સુખનો
પ્રથમ વિચાર કરવો જોઈએ. સ્નેહની એ જ રીત છે. તેમ ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં
પધરાવી ઘરની બહાર નીકળી જવું. પ્રભુ તો ઘરમાં અને બહાર તમારી રક્ષા કરવાના જ છે.
પરંતુ સેવકનો ધર્મ સ્વામીના સુખનો વિચાર કરવો તે છે.
એકવાર શ્રીમહાપ્રભુજી અને શ્રીચૈતન્ય પ્રભુના સેવકો
જગન્નાથજી જઈ રહ્યા હતા. માર્ગમાં બે રસ્તા આવ્યા. એક જંગલમાં થઈ જવાનો, બીજો લાંબા રસ્તે જવાનો. ચૈતન્ય
પ્રભુના સેવકોએ જંગલ રસ્તો લીધો. મહાપ્રભુજીના સેવકો લાંબા રસ્તે ગયા, બંને મુકામે પહોંચી ગયા. ત્યાં ચૈતન્ય પ્રભુના સેવકોએ શ્રીમહાપ્રભુજીને
વિનંતી કરી કે, “પ્રભુ, તમારા સેવકો
કેવા છે ? અમારી સાથે ટૂંકા રસ્તે ન આવતાં લાંબો રસ્તો લીધો.
આપશ્રી સ્વામીએ હસીને જવાબ આપ્યો, “ભાઈ, અમારા સેવકો સ્વામીને પરિશ્રમ ન થાય તેથી લાંબો રસ્તો પકડયો. તમે જંગલ
રસ્તે આવ્યા, તેમાં હિંસક પશુ વિગેરેથી તમારી રક્ષા કરવા
માટે તમારી પાછળ પ્રભુને આવવું પડયું. તેમાં પ્રભુને શ્રમ કરવો પડયો. આ સાંભળી સૌ
પ્રસન્ન થયા. હાલમાં જીવો નાના-મોટા દુઃખોમાંથી મુક્ત થવા પ્રભુને શ્રમ આપે છે.
શ્રીગિરિરાજ બાવાની માનતા માને છે. આ ઉચીત નથી, કંઠે પ્રાણ
આવે છતાં પ્રભુને શ્રમ ન અપાય. પ્રભુ અંતરયામી છે. શું તમારાં દુઃખને નથી જાણતા
? શ્રીવલ્લભની આજ્ઞા છે પુષ્ટિ જીવે ત્રણે પ્રકારના દુઃખોને દ્રઢ
આશ્રય અને વિવેક પૂર્વક સહન કરવા. એમાં જ જીવનું કલ્યાણ છે. “અશક્યમાં સુશક્યમાં
શ્રીહરિનું જ શરણ લેવું એવી આજ્ઞા છે. જે શ્રીગિરિરાજજીની બાધા રાખે છે, તેઓએ એ પણ ખાસ ધ્યાન રાખવું કે શ્રીગિરિરાજજી ભક્ત સ્વરૂપ-હરિદાસવર્ય છે.
એની બાધા રાખે, ગિરિરાજજી જે સ્વયમ્ પુષ્ટિ પુરુષોત્તમ
સ્વરૂપે બિરાજે છે તેમની નહીં. આ ભેદ સમજીને કરવું. પુષ્ટિમાર્ગના નિગૂઢ સિદ્ધાંતો
84 / 252 ની વાર્તાઓમાં સમાયેલ છે. ત્યાંથી પ્રમાણ મળી રહેશે. બીજે ફાંફા મારવાની
કે પૂછવાની જરૂર જ નથી. સ્વામી શ્રીવલ્લભ અતિ કરૂણાસાગર છે. આપ જ જીવના સાધન રૂપ
થઈ સાધ્યને પ્રાપ્ત કરાવી આપી છે.
પુષ્ટિજીવનું કર્તવ્ય
પુષ્ટિમાર્ગમાં આવ્યા પછી જીવને પોતાના કર્તવ્યનું
જ્ઞાન ન હોય તો તે જીવ કશું જ પ્રાપ્ત કરી શકે નહી. મોટા ભાગના વૈષ્ણવો સેવા કરે
છે, કેટલાક મેંડ – મર્યાદાથી ભોગ
ધરીને લે છે. દર વર્ષે વ્રજયાત્રા કરે, ચારે ધામની યાત્રા,
દરેક બેઠકમાં જારીજી ભરે છે. જ્યાં ત્યાં થતા મનોરથો, ઉત્સવોમાં દોડાદોડી કરે છે. બધાની કથાઓ, ભાગવતજી
સાંભળે છે. આમ બધું જ કરે છે. ઠેર ઠરે સત્સંગ કરવો. છતાં આપણે પૂછીએ કે, ‘તમને પ્રભુનો કાંઈ અનુભવ થયો ?’ તો કહેશે ના,
હતા ત્યાંના ત્યાંજ છીએ. જીવનમાં કોઈ બદલાવ નથી. નથી પ્રાપ્ત થયું
તેનો કોઈ પરિતાપ કે ચિંતા પણ થતી નથી. કેવળ ક્રિયામાત્ર કરે છે. જિંદગીના અમુલ્ય
વર્ષો આમ જ વહી ગયા, બાકીના વહી જાય છે. આ છે આજના મોટા
ભાગના વૈષ્ણવોની સાચી પરિસ્થિતિ.
પ્રભુથી વિખુટા પડે ઘણો કાળ વહી ગયો. અનેક જન્મ
મરણના ફેરામાં જીવ પોતે પોતાનું મુલ ધામ, પ્રભુનું સ્વરૂપ, લીલા અને પોતાનું
લીલા મધ્યપાતિ સ્વરૂપ આ સર્વ કાંઈ વિસરી ગયો ! અનેક જન્મોના પૂણ્યથી વૈષ્ણવને
ત્યાં જન્મ મળ્યો. વળી શ્રીવલ્લભ પ્રભુનું શરણ મળ્યું. છતાં કોઈ પુરુષાર્થ કે
ધ્યેયનો વિચાર કર્યા વિના, નિશ્ચય કર્યા વિના જીવન પસાર કરી
રહ્યા છે. જીવનું પ્રથમ કર્તવ્ય છે, દ્રઢ નિશ્ચય કરવો.
જીવનમાં પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરવી છે, તેવો નિશ્ચય,
સંકલ્પ કરવો. જીવને મનમાં આવો દ્રઢ નિશ્ચય થતાં જ કરૂણાનિધિ
શ્રીવલ્લભ પ્રતિબંધો નિવૃત્ત કરી ભગવદ્ વિષયક સઘળી સામગ્રી, સેવા,
રીત-પ્રિત, ભગવદીયનો સંગ, એમ જે કાંઈ પુષ્ટિ પોષણની જરૂર છે તે પ્રાપ્ત કરાવશે. માટે જ
શ્રીદયારામભાઈ કહે છે કે, ‘નિશ્ચયના મહેલમાં વસે મ્હારો
વાલમો, જે રે જાયે તે ઝાખી પામે જીરે.’ નિશ્ચયનો મહેલ ક્યાં
છે ? પુષ્ટિ જીવના હૃદયમાં જ એ છે. બ્રહ્મસંબંધ વખતે જ
શ્રીવલ્લભે તેના હૃદયમાં પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ અને તે જીવનું મુળ લીલા
મધ્યપાતિ સ્વરૂપ પ્રસ્થાપિત કરી અલૌકિક કૃપા શક્તિનું દાન કર્યું છે. આ બાબતની
પહેચાન જીવને નથી. છે તો તેનો નિશ્ચય કર્યો નથી. સેવા, સ્મરણ,
ગુણગાન, ધ્યાન દ્વારા તે પ્રભુની પ્રાપ્તિનો
પુરુષાર્થ કર્યો નથી. અને જીવ નિઃસહાય બની ભવ-સાગરમાં ભટકી રહ્યો છે. જીવને
અસમર્પિત અને દુઃસંગથી નિશ્ચય થતો નથી. કર્તવ્યનું ભાન થતું નથી. શ્રીમહાપ્રભુજીની
આજ્ઞાનું પાલન જીવ નથી કરતો. પછી ફલની આશા કેવી રીતે રાખી શકાય ?
પુષ્ટિ જીવને નથી પ્રાપ્ત થયું તેનો પ્રચૂર તાપ હોવો
અતિ આવશ્યક છે. પુષ્ટિજીવને શિથિલભાવ નહિ ચાલે. કેટલાક વૈષ્ણવો કહે છે, ભાઈ, આ તો
કૃપામાર્ગ છે. પ્રભુ કૃપા કરશે ત્યારે બધું જ થશે. પ્રભુ કૃપા તો કરી રહ્યા છે,
કરે છે, પણ જીવ પ્રભુથી વિમુખ રહેવાથી એ
અદ્રષ્ટ કૃપાને જાણી શકતો નથી. શરણે લઈ સાક્ષાત પ્રભુસેવાનો અધિકાર આપી દીધો એ શું
ઓછી કૃપા છે ? કઈ લાયકાતે પુષ્ટિ પુરુષોત્તમની સેવા માથે
પધરાવી આપી ? સેવ્યને ઓળખવા પ્રયત્ન નથી કરવો, સેવ્યને સાક્ષાત માની તત્સુખ સેવા નથી કરવી. અને પોતાની જવાબદારી સ્વામી
પર ઢોળી દેવી તે તો કૃતધ્નતા છે. અપરાધ છે. આપે સતત અષ્ટાક્ષરની આજ્ઞા કરી છે. કોણ
એને પાળે છે ? આજ પળે નિશ્ચય કરો કે મારે આ જન્મમાં જ પ્રભુ
પ્રાપ્તિનો આનંદ લેવો છે. તો કાંઈ દુર્લભ નથી. સાચી દિશાનો તાપ હશે તો તાપાત્મક
શ્રીવલ્લભ અવશ્ય કૃપા કરશે જ. કરે છે જ. જીવને આપ સાધનરૂપ બની સાધ્ય પ્રાપ્ત કરાવે
છે. આ સમાવવા માટે એક દ્રષ્ટાંત જોઈએ. જર્મની દેશના એક શહેરમાં એક સુથાર રહેતો
હતો. ખુબ મહેનત કરી તેણે સુંદર ખુરશી બનાવી. તેનું રંગ રોગાન કરવા માટે તેના દીકરા
વેટને કહ્યું. દીકરાએ પણ રાત દિવસ મહેનત કરી સુંદર રંગથી કારીગરી કરી ખુરશી તૈયાર
કરી. પછી તેણે પોતાના પિતાજીને પુછયું : આ ખુરશી પર કોણ બેસશે ? પિતાએ કહ્યું : ‘આ શહેરના ન્યાયાધીશ બેસી ન્યાય કરશે.’ છોકરાએ કહ્યું,
‘પિતાજી, આ ખુરશી પર ન્યાયાધિશ બની હું જ
બેસીશ. એ વેચશો નહિ.’ દ્રઢ નિશ્ચય કર્યો. સંકલ્પ કર્યો, ખુબ
અભ્યાસ કરી ન્યાયાધીશ બન્યો. એ જ ખુરશી પર બેસી ન્યાય કરવા લાગ્યો. આમ લૌકિકમા આ
છોકરાએ દ્રઢ નિશ્ચય કર્યો તો સફળ થયો, તો પછી પુષ્ટિ જીવ
નિશ્ચય કરે તો શું પ્રાપ્ત ના કરી શકે ? જીવના સાચા નિશ્ચય,
સંકલ્પમાં અગાધ શક્તિ રહેલી છે. જીવે આળસ તજીને પોતાની ધ્યેય
પ્રાપ્તિમાં લાગી જવું જોઈએ. સંસારનાં કાર્યો કરતા છતાં ચિત્ત-મનને ધ્યેય
સ્વરૂપમાં જોડી સતત ગુણગાન કરતાં રહેવાથી શ્રીવલ્લભ પ્રભુ નીજ સ્વકીયો ઉપર
કૃપાવૃષ્ટિ કરશે જ. જીવકૃત પ્રતિબંધો જીવે જ પુરુષાર્થથી દુર કરવાં જ પડે. તે
સિવાય કાંઈ પ્રાપ્ત થઈ શકે નહિ. જીવને બધું કરવું ગમે છે, પણ
પ્રભુનું નામ લેવાનું નથી ગમતું. અધિકાર વિના નામ પણ લેવાતું નથી. નામ દુર્લભ છે.
નામ ધર્મ રૂપ છે. તેમાં ધર્મિ પ્રભુ સાક્ષાત બિરાજે છે.
પુષ્ટિ જીવે આચરવા જેવી વાતો
આજનો જમાનો ચિંતાનો છે. આપણા જીવનમાં રાત-દિવસ
ચિંતાનો ચરખો ચાલ્યા જ કરે છે. તેથી બુદ્ધિ હંમેશા તનાવમાં રહે છે. તેથી માનવ મનનો
રોગી બને છે. આવા સંજોગોમાં દરેક સમજદાર વિચારક એકજ સલાહ આપે કે, ચિંતા થાય એવુ કંઈ પણ કરશો નહિ.
ચિંતાથી દુર રહો. અંતઃકરણ ચાર તત્વોનું બનેલ છે (1) મન (2) બુદ્ધિ (3) ચિત્ત અને
(4) અહંકાર, મનનો ધર્મ સારી-ખોટી ઇચ્છાઓ કરવાનો છે. ચિત્તમાં
ઇચ્છાઓની બાબતમાં સંકલ્પ વિકલ્પ કરવાનો છે. ચિત્ત જ્યારે કોઈ નિર્ણય પર આવી શકતું
નથી ત્યારે બુદ્ધિ નિર્ણય કરે છે. બુદ્ધિના નિર્ણયનું અમલીકરણ કરવાનું કાર્ય
અહંકાર તત્વ કરે છે.
દુનિયામાં બહુ થોડા માણસો તદ્દન જુદી માટીના હોય છે.
તેમને ફીકર હોય છે કે પ્રભુ ક્યારે મળે ?
આ આધિદૈવિક ચિંતા છે. આ ચિંતા દરેકને હોવી જોઈએ. ચિંતા અને ચિંતન
બંને જુદાં છે. ચિંતાનો સ્થુળ અર્થ જગતના વિષયોનું વારંવાર સ્મરણ કરવું એવો છે.
તેમાં કંઈક મેળવવાની ઇચ્છા હોય છે. તેથી ચિંતા સકામ છે. જ્યારે ચિંતન શબ્દનો અર્થ
ભગવદ સ્મરણ કરવું એવો થાય છે. જ્યારે માણસનો વિચાર જગતના પદાર્થોમાંથી હટીને ભગવદ
સ્વરૂપના સુક્ષ્મ વિચારમાં મળી જાય છે ત્યારે તેને ચિંતન કહેવાય. ચિંતન નિષ્કામ
છે. બીજા શબ્દોમાં એને ભાવના કહેવાય. ભાવના એટલે ભગવદ વિષયક ચિંતન.
શ્રીમહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ચિંતન, સ્મરણ, અને
ધ્યાનની સુંદર સમજણ આપી છે. જ્યારે આપણે પ્રયત્ન પૂર્વક આપણા ચિત્તને પ્રભુના નામ
સ્મરણમાં લગાડીએ ત્યારે તેને ચિંતન કહેવાય. આવો ચિંતનનો પ્રયત્ન ટેવ બની જાય,
તેમાં થોડો પ્રેમ ઉમેરાય એટલે વિના પ્રયત્ને ચિત્ત પ્રભુનું નામ
સ્મરણ કર્યા કરે. આમ નામ સ્મરણની ક્રિયા સતત આપો આપ ચાલે ત્યારે તે સ્મરણ કહેવાય.
આ સ્મરણની ક્રિયા સાથે જે ભગવદનામનું રટન થતું હોય ત્યારે નામમાં બિરાજેલ (નામી)
પ્રભુ સ્વરૂપ અને લીલા અને ભાવના પણ થવા લાગે ત્યારે તેને ધ્યાન કહેવાય. શ્રીવલ્લભ
‘નવરત્ન’ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ચિંતા કદી કરવી નહિ. તાદ્રશીજન સાથે મળી
નિવેદનનું સતત સ્મરણ કરવું.
અંગ્રેજીમાં કહેવત છે : માણસ કામથી નથી મરતો પણ
ચિંતાથી મરે છે. આપણે જાણીએ છીએ કે આ જગત પ્રભુનું બનાવેલું છે. એની ઇચ્છાથી જ
સર્વ કાંઈ થાય છે. જીવનું ધાર્યું કશું જ થતું નથી. છતાં મુર્ખ જીવ ખોટી ચિંતાઓ
કરે છે. શ્રીદયારામભાઈ પણ કહે છે કે, ‘જીવ તું શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે
કરે.’ છતાં આપણે જગતની ચિંતા કરીને ફરીએ છીએ.
શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે આ
મનુષ્ય અવતાર પરમ દુર્લભ છે. કલીયુગમાં ઘણા દોષો છે, પણ એક ઉત્તમ ગુણ પણ છે. આ દેહથી પ્રભુની
સેવા કરવી. અનેક છિદ્રોવાળા ઘડામાંથી પાણી ટપકી જાય તેમ આપણું આયુષ્ય પણ ક્ષણે
ક્ષણે ઘટતું જાય છે. એ સ્થિતિમાં જે આયુષ્ય મળ્યું છે તેનો પુરેપુરો ઉપયોગ ચતુર
વૈષ્ણવે ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત લગાડી સેવા, સ્મરણ કરવા
જોઈએ. (1) પ્રભુ કૃપા (2) આત્મ નિવેદન સહિત સેવા (3) ભગવદીયોનો સંગ અને (4)
પ્રભુમાં દ્રઢ શરણાગતિ. ચિંતા દુર કરવા આ ચાર બાબતો શ્રીમહાપ્રભુજીએ બતાવી છે.
પ્રભુ કૃપાનિધિ છે. જેમાં જીવનું કલ્યાણ હોય તે જ કરે છે. પ્રભુ ભક્તના સકલ દોષ
હરિ લે છે. કારણ કે તે હરિ છે. શરણાગતનું રક્ષણ કરવું હરિનો ધર્મ છે. ભગવદીઓનો સંગ
કરી, સેવા સ્મરણ કરતાં જે જીવન વિતાવે છે તેની સર્વ ચિંતાઓ
શ્રીહરિ હરિ લે છે.
ધર્મ-ધર્મિ સ્વરૂપ નિરૂપણ
ઘણા વૈષ્ણવો પ્રશ્ન કરે છે કે, તમે શ્રીગોકુલના કૃષ્ણના સેવા સ્મરણ
કરો છો પણ શ્રીમથુરા કે શ્રીદ્વારકાના કૃષ્ણના સેવા-સ્મરણ કેમ કરતા નથી, એનું શું કારણ ? શું મથુરા અને શ્રીદ્વારકાના કૃષ્ણ
અલગ અલગ છે ? તે બંને એક નથી ? આ બધા
પ્રશ્નોના જવાબ શ્રીમહાપ્રભુજીએ શ્રીભાગવતના દશમસ્કંધના જન્મ પ્રકરણના
શ્રીસુબોધિનીજીમાં સુંદર રીતે સમજાવ્યા છે.
દશમ સ્કંધ પાંચમા અધ્યાયના પ્રારંભમાં શ્રીશુકદેવજી
એમ કહે છે કે નંદરાયજીના પોતાના પુત્ર ગોકુલમાં પ્રગટ થતાં ગોકુલમાં આનંદ મહોત્સવ
થયો. મોટા ભાગના કૃષ્ણ ભક્તોની એવી સમજ છે કે કૃષ્ણ મથુરામાં વસુદેવ દેવકીજીને
ત્યાં પ્રગટ થયા અને વસુદેવજી તેમને ગોકુલ મુકી આવ્યા. અગિયાર વર્ષ અને બાવન દિવસ
પછી તે પાછા મથુરા પધાર્યા. અને ત્યાંથી દ્વારકા પધાર્યા. આ બે બાબતોને સ્પષ્ટ
કરતાં શ્રીમહાપ્રભુજીએ સમજાવ્યું કે વ્યાસજી અને શુકદેવજીનાં હૃદયમાં બિરાજીને
જ્યારે શ્રીકૃષ્ણે દશમ સ્કંધ ગાયો છે, ત્યારે જો એમ કહેતા હોય કે નંદરાયજીના પોતાના પુત્રનું પ્રાગટય ગોકુલમાં
થયું, ત્યારે તે વાતનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
શ્રીમહાપ્રભુજીએ કૃષ્ણ પ્રાગટયનું રહસ્ય સમજાવતાં આજ્ઞા કરી કે મથુરામાં ચતુર્ભુજ
સ્વરૂપે કૃષ્ણે વસુદેવ – દેવદીજીને ત્યાં શ્રાવણ વદ આઠમની મધ્ય રાત્રીએ દર્શન
આપ્યા અને પછી તે બાળ સ્વરૂપ બની ગયા. એ કૃષ્ણ ધર્મ સ્વરૂપ હતા. ધર્મ સ્વરૂપના બે
મુખ્ય કાર્ય – જગતમાં આસુરી દુષ્ટ તત્વોનો નાશ કરવો અને જગતને ધર્માચરણ લાયક
બનાવવું. આમ અધર્મનો નાશ અને ધર્મનું સ્થાપન, ધર્મ સ્વરૂપનાં
કાર્યો છે. આ બે કાર્યો કરવા માટે શ્રીકૃષ્ણ સંકર્ષણ, અનિરુદ્ધ
અને પ્રધ્યુમ્ન નામના ત્રણ વ્યૂહો સાથે મથુરામાં પ્રગટ થયા. ધર્મ સ્વરૂપ એટલે
પુરુષોત્તમ સ્વરૂપ. મથુરામાં ધર્મ સ્વરૂપે શ્રીકૃષ્ણનું પ્રાગટય થયું ત્યારબાદ 40
મિનિટ પછી નંદરાયજીને ત્યાં ધર્મિરૂપ કૃષ્ણ વાસુદેવ વ્યૂહને સાથે લઈને પ્રગટ થયા.
ધર્મિ સ્વરૂપ એટલે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સ્વરૂપ. તેઓ કેવલ આનંદાત્મક, રસાત્મક, ભાવાત્મક અને ફલાત્મક છે. નિજાનંદ માટે
વિવિધ રસમય લીલાઓ કરવી અને નીજ ભક્તોને લીલાનંદ અને પોતાના સ્વરૂપનું દાન કરવું.
ધર્મિ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે, જ્યારે ધર્મ
સ્વરૂપ પુરુષોત્તમ કહેવાય છે. જ્યારે વાસુદેવજી ધર્મ સ્વરૂપ કૃષ્ણને ગોકુલમાં
પધરાવી લાવ્યા ત્યારે જેમ પાત્રમાં જલ ભરાઈ જાય તેમ તે ધર્મ સ્વરૂપમાં ગોકુલમાં
પ્રગટ થયેલું ધર્મિ સ્વરૂપ બિરાજમાન થઈ ગયું. પરિણામે અલગ અલગ પ્રગટ થયેલ કૃષ્ણ એક
સ્વરૂપ બની ગયા. એ સ્વરૂપે તેઓ 11 વર્ષ પર દિવસ બિરાજ્યા. ધર્મ લીલાઓ ધર્મ સ્વરૂપ
દ્વારા થઈ અને ધર્મિ લીલાઓ ધર્મિ સ્વરૂપ દ્વારા થઈ. જ્યારે શ્રીકૃષ્ણને અક્રુરજી
મથુરા પધરાવી ગયા, ત્યારે મથુરામાં પ્રગટ થયેલ સ્વરૂપ પાછું
મથુરા પધાર્યું. તે સમયે ગોકુલમાં પ્રગટ થયેલ ધર્મિ સ્વરૂપ વ્રજભક્તોનાં હૃદયમાં
બિરાજી ગયું. આ ધર્મિ સ્વરૂપ વ્રજમાં જ પ્રગટ થયું અને સદાય વ્રજમાં જ બિરાજ્યું.
તે વ્રજ છોડી ક્યાંય પધાર્યું નથી.
ધર્મ સ્વરૂપ દરેક કલ્પમાં પ્રગટ થતું રહ્યું છે, જ્યારે ધર્મિ સ્વરૂપ કેવળ સારસ્વત
કલ્પમાં જ પ્રગટ થયું હતું. આથી શ્રીમહાપ્રભુજીએ સમજાવ્યું કે ધર્મિ સ્વરૂપ
શ્રીકૃષ્ણ જ પુષ્ટિમાર્ગમાં સેવનીય છે. જ્યારે ધર્મ સ્વરૂપ શ્રીકૃષ્ણ સ્મરણિય છે.
જે લીલા કરતાં પ્રભુને શ્રમ પડે તે ધર્મ સ્વરૂપની લીલા અને જે લીલા કરતાં પ્રભુને
આનંદ થાય તે ધર્મિ સ્વરૂપની લીલા કહેવાય છે.
આશરો એક દ્રઢ
રથમ ‘આશરો’ શબ્દનો અર્થ અને મર્મ સમજી લઈએ.
શિક્ષાપત્રમાં વારંવાર શ્રીહરિરાયચરણ શ્રીવલ્લભ પ્રભુનો દ્રઢ આશરો કરવો એવી આજ્ઞા
કરે છે. ભક્ત કવિ સુરદાસજી પણ આશરાના પદમાં ‘દ્રઢ ઈન ચરણને કેરો’ આજ્ઞા કરે છે.
શ્રીવલ્લભના ચરણ ગ્રહણ કેવી રીતે કરવા એનો મર્મ છે, સતત તાપભાવ પૂર્વક શ્રીવલ્લભનું નામ
સ્મરણ કરવું. એ જ આશરો કર્યો કહેવાય. ‘આશરા’નો બીજો અર્થ થાય છે, આશ્રય. ‘આશરો એક શ્રીવલ્લભાધીશનો’ વૈષ્ણવો આ પદ પ્રાયઃ બોલે છે. એનો
ભાવાર્થ કોઈક વિરલા જ જાણે છે. આશ્રય એ ભગવાનનું જ સ્વરૂપ છે. શ્રીઆચાર્યચરણે
અનુગ્રહનો એક અર્થ આશ્રય પણ કર્યો છે. તેથી આશ્રય અનુગ્રહની ભાંતિ ભગવાનના એક
ધર્મરૂપ પણ છે. આશ્રય સિદ્ધિ થયા વિના પુષ્ટિ શક્તિનો જીવમાં પ્રવેશ થતો નથી. અને
પુષ્ટિ શક્તિના પ્રવેશ વિના આત્મા બલિષ્ટ થઈ ભગવદ પ્રાપ્તિ નહિ કરી શકે. (સુ.
10-36-55) બલહીને ન લભ્યઃ (શ્રુતિ), અનન્યભાવ વિના આશ્રય
દ્રઢીભૂત નથી થતો. એકમાત્ર શ્રીકૃષ્ણને શરણે જવાથી જ અનન્યભાવ સિદ્ધ થાય છે. અને એ
પ્રકારે અનન્યતાથી સર્વાત્મભાવની પ્રાપ્તિ થાય છે.
હવે પુષ્ટિ મર્મને સમજીએ. ટૂંકમાં દશ મર્મ
શ્રીહરિરાયજીએ બતાવ્યા છે.
(1) શ્રીમદાચાર્ય ચરણ કમલમાં દ્રઢ નિષ્ઠા રાખવી.
(2) બીજો મર્મ શ્રીકૃષ્ણ સેવા છે. તનુવિત્તજા સેવાથી
સેવ્યને તત્સુખભાવથી સેવવા અને માનસિ દશા સુધી પહોંચવું એ જ સેવા છે.
(3) લૌકિક વૈદિકનો ત્યાગ કરી પ્રભુને શરણે જવું.
(4) દીનતા’ શ્રીમહાપ્રભુજી પ્રભુ પ્રાપ્તિનું એક
માત્ર સાધન દીનતા – દૈન્યને ગણે છે. દૈન્ય પ્રાપ્તિથી જ પ્રભુપ્રાપ્તિ પ્રસન્નતા
સત્વરે થાય છે. દૈન્ય યુક્ત વિરહભાવથી ગોપીગીત ગાયું, ત્યારે જ પ્રભુ અંતરધ્યાન થયા હતા,
તે શ્રીગોપીજનોની મધ્યમાં પ્રગટ થઈ ગયા.
(5) પુષ્ટિ પુરુષોત્તમ સદાનંદ પ્રભુની નિત્ય લીલાની
સદાય હૃદયમાં ભાવના કરવી. ‘ભાવો ભાવનિયા સિદ્ધઃ’
(6) વિરહી
વ્રજભક્તોનો ભાવ, તેનું
જ સ્મરણ કરવું તે છઠો મર્મ. ભાવનું સ્વરૂપ સાકાર અને વ્યાપક છે. ભાવ જ સાકાર
સ્વરૂપાત્મક છે. પુષ્ટિમાર્ગમાં ભાવ જ ફલરૂપ છે. પેલી વૈષ્ણવ ડોકરીએ પોતાના
શુદ્ધ-અનન્ય ભાવથી શ્રીબાલકૃષ્ણ પ્રભુને મદનમોહનજી બનાવી દીધા. આવું ઉત્તમ પ્રમાણ
ભાવનું વાર્તા સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે.
(7) ગુણગાન
: પ્રભુના ગુણગાનમાં અલૌકિક અગ્નિ રહેલો છે, જે ગુણગાન કરનાર ભક્તના હૃદયમાં રહેલ જન્મોજન્મની વાસનાના
પાપોના ઢગલાને બાળી સાફ કરી નાખે ચે. ગુણગાન (નામ) ધર્મ રૂપ છે. તેમાં નામી પ્રભુ
ધર્મિસ્વરૂપે બિરાજે છે. ગુણગાન કરનારના હૃદયમાં પ્રભુના ગુણો પ્રગટ થાય છે. અવળા
ક્રમે પહેલાં ‘વૈરાગ્ય’ ગુણ આવે પછી ‘જ્ઞાન.’ ગુણગાન તાપભાવે સ્વરૂપ અને લીલાના
અનુસંધાન સહિત થાય તો જ તે ફલરૂપ છે.
(8)
‘કૃષ્ણનામ સ્ફુરે.’ નામ અને રૂપ બંને ફલરૂપ છે તેથી જ પુષ્ટિમાર્ગમાં નામ
સેવા અને સ્વરૂપ સેવા એમ બે પ્રકારો દર્શાવ્યા છે. બંનેનું ફલ એક જ સ્વરૂપાનંદનો
અનુભવ. પણ શરત એક જ કે નામ અને સેવા પ્રપંચ વિસ્મૃતિપૂર્વક થવી જોઈએ તો જ તે
ફલાત્મક થાય.
(9) ભગવદ વાક્ય માત્રમાં નિષ્ઠા જોઈએ. નિષ્ઠા તો
માર્ગના પ્રાણ છે. શ્રીમહાપ્રભુજીનાં વચનો-આજ્ઞામાં આધુનિક જીવોને નિષ્ઠા નહિ
હોવાથી જ પુષ્ટિ ફલથી વંચીત રહી ભટકે છે. સ્વામીની આજ્ઞાનું પાલન કરવુ તે સેવકનો
ધર્મ છે. શ્રીમહાપ્રભુજીની આજ્ઞા છે. અસમર્પિતનો ત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ, અસત આલાપ, અસત્સંગનો ત્યાગ. જીવ આ વચનો પાળે છે
? જે આ ચાર આજ્ઞા માને છે તેજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ જાણવો.
(10)
‘વિશ્વાસ.’ વિશ્વાસ એ ધર્મનો આત્મા છે. વિશ્વાસથી ધુળની ચપટી ખાતા પણ રોગ
મટી જાય છે એ કિંવદંતી છે. વિશ્વાસે વહાણ ચાલે છે. જ્યારે હરિ, ગુરૂ, વૈષ્ણવમાં
દ્રઢ વિશ્વાસ થાય ત્યારે જાણવું કે જીવ પુષ્ટિને લાયક થયો.
શ્રીમહાપ્રભુજીના ચરણકમલનો દ્રઢ વિશ્વાસ રાખી આશ્રય
કરવો એ જ પુષ્ટિ ભક્તિમાર્ગમાં પ્રથમ કર્તવ્ય છે.
“
પુષ્ટિ જીવ માટે પ્રગટ સ્વરૂપ કયું ?
સત્સંગ માસિકના માર્ચ માસના અંકમાં પાન – 4 પર પ્રગટ
સ્વરૂપનું ભજન કરવું આ વિશે શ્રી ગોકુલેશજીના વચનામૃત છે. જેમાં આપે આજ્ઞા કરી છે
કે, કંસ, રાવણ,
દ્વિવિદ વાનર વિગેરેએ પ્રગટ સ્વરૂપને નહિ ઓળખવાથી દુઃખી થયા.
સર્વનાશ પામ્યા. જે જીવ પ્રગટ સ્વરૂપથી જ વિમુખ રહે છે તેનું સુકૃત સર્વનાશ પામે
છે. તેવા જીવને અધમો અધમ જાણવો. પ્રગટ સ્વરૂપ વિશે સમ્યક્ પ્રકારે ભાવ રાખીને સેવન
કરે તો આનંદ દાન થાય. આમ પ્રગટ સ્વરૂપોનો મહિમા દર્શાવ્યો. પરંતુ મહત્ સ્વરૂપોની
વાણી નિગૂઢ અને પરોક્ષ કથનની હોય છે. ત્યાં આપે પ્રગટ સ્વરૂપ કયું ? તે શ્રીમુખે ન બતાવ્યું. અંગુલીનિર્દેશ જ કર્યો.
પ્રભુ પ્રાપ્તિના માર્ગે ચાલનાર શ્રીમહાપ્રભુજીની
આજ્ઞા પ્રમાણે જ ચાલવું. તે આજ્ઞાનું ઉલ્લંઘન એજ મોટો અપરાધ જીવ માટે છે.
શ્રીમહાપ્રભુજીએ જીવને માથે સ્વયં સ્વરૂપ પધરાવી આપ્યું છે એ મૂલધામસ્થ, નિત્યલીલાસ્થ ધર્મિ રસાત્મક સ્વરૂપ
જ છે. તેમા નખ-શીખ શ્રીવલ્લભ પ્રભુ સુધા સ્વરૂપે બિરાજે છે. જીવને આ પ્રગટ
સ્વરૂપનું જ્ઞાન નહિ હોવાથી બહાર આનંદ અને સુખની પ્રાપ્તિ અર્થે રખડે છે. તેને ખરો
આનંદ પ્રાપ્ત થતો જ નથી. અખંડ નિત્યનો આનંદ તો સેવ્ય દ્વારા ઘરમાં જ મળવાનો. જે
પ્રગટ આ સ્વરૂપને છોડી બીજાનું ભજન કરે છે તે માયાનું જ ભજન કરે છે તે આસુરી
જાણવો. જીવની એક માત્ર અનન્યતા પોતાના જ સેવ્ય વિશે હોવી જરૂરી છે. પેલી ડોકરી કે
જે શ્રીમદનમોહન સિવાય બીજા સ્વરૂપને જ ન્હોતી ઓળખતી, જેથી
બાલકૃષ્ણજીને તેના ભાવથી મદનમોહનજી થવું પડ્યું. આ છે પુષ્ટિ. એવા ભક્તોના ચરણમાં
લોટવાનું મન થઇ જાય. રોજ એવા ભક્તોનું સ્મરણ કરવું જેથી ધ્યેય પ્રાપ્તિથી દૂર ખસી
ન જવાય.
શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે, “વિદ્યમાન આનંદ ત્યજ ચલત કયોં
અપાર્થે ?” હે પુષ્ટિ સ્વકીયો, વિદ્યમાન
આનંદ ધન તારા સાથે બિરાજતું સ્વરૂપ જ છે તે છોડી તું કુમાર્ગે કેમ ભટકે છે
? એવા જનોને મુરખ કહે છે, અને જે સેવ્યને જ
ભજે છે તેને આપશ્રી મહા બડભાગી જન કહે છે. આપ મોટાના વચનોમાં આવુ આલંબન છે. છતાં
જીવને એ સમજાતું નથી. તો પછી એવા જીવોનો પુષ્ટિ અધિકાર નથી એમ જ જાણવું જોઇએ. ઘણા
વૈષ્ણવ બ્હેનો અજ્ઞાનતાને લીધે મુખરતા દોષ કરી, સ્વરૂપ અનાદર
કરે છે. જે અપરાધ છે. શ્રીવલ્લભ કુલના બાળકો માટે એ જ પ્રગટ પુરૂષોત્તમ છે. પ્રગટ
વલ્લભ જ છે. આમ કહે છે, તે નરી ઘેલછા,
ગાંડપણ છે એમને સ્વરૂપ જ્ઞાન નથી બાળકો પણ સમજાવે છે કે અમે પ્રગટ પૂર્ણપુરૂષોત્તમ
કે શ્રીવલ્લભ નથી. તમારે અમારા હૃદયમાં એ શ્રી વલ્લભ અને પૂર્ણપૂરૂષોત્તમ બિરાજે
છે એ ભાવ કરવાનો છે.
તમારો ભાવ પૂર્ણ પુરૂષોત્તમ છે. આને સમજો, પરંતુ અમારા બ્હેનો એ સમજે કેમ
? માયાનો પડદો છે તેથી અંધકાર છવાઇ ગયો છે જેથી બીજું દેખાય ક્યાંથી
?“શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલુ રે, દૈવી જન
પ્રતિ “દયો” ગાય રે…”
સેવાફલ
શ્રીમહાપ્રભુજી એક સમયે આગ્રા પધાર્યા, તે વખતે વિષ્ણુદાસ છીપા સુંદર
છીંટનો તાકો લઇ આગરા વેચવા આવ્યા. તે વેળા આચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું, “આ છીપા પાસે છીંટ બહુ સુંદર છે. તું લે. જે માંગે તે આપ.” કૃષ્ણદાસે જે
માગ્યા તે દામ આપી છીંટ લઇ લીધી. વિષ્ણુદાસને લાગ્યું કે આ કોઇ મહાપુરૂષ છે. થાનનું મૂલ્ય ન કર્યું. અને
આખું થાન લીધું તેના ચાર ગણા પૈસા આપ્યા. માટે એમને છીંટ આપવી યોગ્ય નથી. તેથી
વિષ્ણુદાસે કહ્યું, “પૈસા તમારા પાછા લો, મારી છીંટનો તાકો મને પાછો આપો.”
કૃષ્ણદાસે કહ્યું, “ના, તાકો
શ્રીમહાપ્રભુજીએ શ્રીમુખથી વખાણ કરી લેવા કહ્યું. તેથી મેં તને ચાર ઘણા દામ આપી
લીધો. હવે તું પાછો માગે તે ના મળે” વિષ્ણુદાસે કહ્યું કે આચાર્યજી ક્યાં છે
? કૃષ્ણદાસે કહ્યું. આ પીપળાના વૃક્ષ નીચે બિરાજે છે. વિષ્ણુદાસ
ત્યાં ગયા. દંડવત્ કરી કહ્યું. “આપ તો ભગવાન છો.” અહીં વિચાર કરો, શ્રીમહાપ્રભુજીનું સ્વરૂપ તેમણે કેવી રીતે જાણ્યું ? હજુ શરણે પણ આવ્યા નથી. શ્રીમહાપ્રભુજીએ એની છીંટ પર દ્રષ્ટિ કરી, તે જ વખતે છીપાજીની અવિદ્યા દૂર કરી દીધી હતી. પછી શરણે આવ્યા. વિનંતી કરી
મહારાજ હું મહામૂર્ખ છું. તેથી એવી કૃપા કરો જેથી શ્રીભાગવત્ વગેરે શાસ્ત્રનું
જ્ઞાન થાય. અને માર્ગનો સિદ્ધાંત સમજાય. સ્વ દોષોનું ભાન થયું એ પ્રભુ કૃપાનું
લક્ષણ છે. આપે ‘સેવાફલ’ ગ્રંથ કરી
સંભળાવ્યો. જેથી સાંભળી સકલ શાસ્ત્રોનું જ્ઞાન થયું. પણ સેવા ફલનો અભિપ્રાય ન
સમજાયો તેથી વિનંતી કરી. આપે કહ્યું, સારું કર્યુ કે તેં
પૂછ્યું, એ ગ્રંથ કઠિન છે. આપે તેની ટીકા કરી સંભળાવી. જેથી
સઘળો માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. આ ગ્રંથમાં સેવામાં ત્રણ પ્રતિબંધ ઉદ્વેગ,
ભોગ અને પ્રતિબંધ છે. તેમ અહીં સેવામાં નિહિત ત્રણ ફળ બતાવ્યા છે.
અલૌકિક સામાર્થ્ય, સાયુજ્ય, અને
વૈકુંઠાદિમાં સેવાપયોગી દેહ અહીં ત્રણ ફલ વિશે જોઇએ.
(1) અલૌકિક સામર્થ્ય : જીવાત્માની સાથે શરીરમાં
સૂક્ષ્મ દેહ હોય છે. જ્યારે દેહ છૂટી જાય છે ત્યારે લીંગ દેહ પણ શરીર છોડી
જીવાત્મા સાથે જાય છે. જ્યાં સુધી પાપ-પૂણ્ય ભોગવાઇ ન રહે ત્યાં સુધી જીવાત્માને
ફરી ફરી જન્મ લેવો પડે છે. જીવાત્માનો મોક્ષ થાય ત્યારે લીંગ દેહનો પણ મોક્ષ થઈ
જાય છે. પછી તેનું અસ્તિત્વ રહેતું નથી.
શાસ્ત્રો કહે છે જ્યાં સુધી જીવાત્માની અહંતા મમતા
સંપૂર્ણ ન છૂટે ત્યાં સુધી તેનો મોક્ષ થતો નથી. શાસ્ત્રોમાં અહંતા – મમતા છોડવાના
જે માર્ગો બતાવ્યા છે. તે ઘણા મુશ્કેલ અને ખૂબ કપરા છે. આજના કાળમાં તે શક્ય નથી,. આથી શ્રીમહાપ્રભુજીએ ખૂબ સરળ માર્ગ
– પુષ્ટિ – અનુગ્રહ માર્ગ બતાવ્યો છે. માર્ગ જ ભાવાત્મક અને ફલપ્રાપ્તિ કરાવનારો
છે. સ્નેહ માર્ગ છે. પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે જે માર્ગે ચાલી શ્રીગોપીજનોએ
શ્રીકૃષ્ણ પ્રભુને પ્રાપ્ત કર્યા. તે માર્ગ દૈવી જીવોને શરણે લઇ બતાવ્યો છે.
બ્રહ્મસંબંધી જીવની અહંતા – મમતા શ્રીઠાકોરજીને સોંપી દો, સેવ્ય
પ્રભુની પુષ્ટિ રીતે સમર્પિત થઇ સેવા કરો. મારું લૌકિક – અલૌલિક સર્વ પ્રભુનું છે.
હું દાસ છું, જે કંઇ થાય છે તે સર્વ પ્રભુ ઇચ્છાથી થાય છે.
આવો દૃઢ વિશ્વાસ પુષ્ટિ વૈષ્ણવોનો હોવો જોઇએ. તો જ સેવા ફળની પ્રાપ્તિ થાય. દાસ
અને દીનતાથી સેવા કરવાથી અહંતા – મમતા નાશ પામે અને કર્મનું બંધન છૂટી જાય. મારું
જે કાંઇ થાય છે, થયું છે, અને થશે તે
સર્વ પ્રભુ કૃપાથી જ છે. પુષ્ટિ પ્રકારે સેવ્યની સુખરૂપ સેવા કરવાથી પ્રભુ પ્રસન્ન
થાય છે. ત્યારે તે જીવાત્માને તેના મૃત્યુ બાદ અલૌકિક સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત
કરાવે છે. એકવાર સ્વરૂપનો અનુભવ થઇ ગયો તો જીવ કૃતાર્થ થઈ જાય છે. આધિદૈવિક દેહ
પ્રાપ્ત થતાં જ જીવ ગોલોકધામમાં ચાલ્યો જાય છે. કારણ એના આધિદૈવિક દેહમાં
શ્રીવલ્લભ પ્રભુ ભાવાત્મક બિરાજે છે. એને નથી કોઇ લઇ જતું, કે
નથી કોઈ સામે તેડવા આવતું. શ્રીવલ્લભ ભૂતલ લેવા આવ્યા. તેમની જ કૃપાથી મૂલધામમાં
જવાનું છે. સેવા, સ્મરણ, ગુણગાન,
ધ્યાન દ્વારા આ અલૌકિક દેહની પ્રાપ્તિ એ જ મુખ્ય ધ્યેય પુષ્ટિ
જીવનું છે. પુષ્ટિમાં ત્રણ પ્રકારના અધિકારી જીવો : ઉત્તમ, મધ્યમ
અને કનિષ્ઠ – સાધારણ. તે જ પ્રકારે ત્રણ ફલ : અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુઠાદિમાં સેવાપયોગી દેહ.
(2) સાયુજ્ય : કેટલાક જીવાત્માઓનો અધિકાર અલૌકિક
સામર્થ્યનો હોતો નથી. તેવા મધ્યમ અધિકાર વાળાને શ્રીઠાકોરજી સાયુજ્ય ફલ, પુષ્ટિમાર્ગીય મોક્ષ આપે છે. – આ
મોક્ષ મર્યાદા મોક્ષથી જુદો, ઉત્તમ છે. આવા જીવાત્માઓને
પ્રભુ પોતાના ચરણાવિંદ અથવા હૃદયમાં કે શ્રીમસ્તકના વાળમાં વિલીન કરી રાખે છે.
જીવાત્મા કાયમ ત્યાં જ રહે છે. શ્રીઠાકોરજી ક્યારેક પોતાની સ્વેચ્છાથી આવા જીવોને
અલૌકિક દેહ આપી અમૂક પૂરતો સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. પાછા તેઓને મૂલ સ્થાનમાં
વિલિન કરી દે છે. અંતરગૃહતા ગોપીજનોને આ સાયુજ્ય મળ્યું છે. કેમ કે તેઓનો પ્રભુ
પ્રત્યે જાર ભાવ હતો. જેથી સ્વરૂપાનંદના અનુભવથી વંચિત રહી ગયા.
(3) વૈકુંઠાદિમાં સેવાપયોગી દેહ : કેટલાક પુષ્ટિ
જીવાત્માઓ કનિષ્ટ – સાધારણ અધિકારવાળા હોય છે, તેઓને ગૌલોક ધામમાં – પશુ, પક્ષી, વૃક્ષ લતા, જલચર
વિગેરેમાંથી કોઇપણ યોનીમાં જન્મ મળે. લૌકિક કરતાં આ યોની તો અલૌકિક છે. નિત્ય છે.
કાયમ ગોલોકમાં જ વાસ. પ્રભુના દર્શાનાદિનું સુખ મળે. પ્રભુની પરોક્ષ સેવાનો આનંદ
પણ મળે, સ્વરૂપાનંદનો આનંદ નથી મળતો. આવા પુષ્ટિ જીવો 252 ની
વાર્તામાં અમદાવાદવાળા શેઠ જે કીડો થયા, વિરક્ત ડબ્બામાં
મૂકી ગોકુલ લાવ્યા. શ્રીગુસાંઇજીએ શ્રીયમુનાજીમાં એને પધરાવી દેવાની આજ્ઞા કરી.
લીલામાં જળચર છે. 84 ની વાર્તામાં મથુરાના નારાયણદાસ ભાટ લીલામાં વાનર યોની હતી.
તેથી શ્રીવલ્લભે કહ્યું, “તમને સ્વરૂપ સેવાનો અધિકાર નથી.
તમે પશુ યોનીના જીવ છો.”
પુષ્ટિ જીવ પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ ક્યારે કરી
શકે ?
ભગવાન જીવનિષ્ઠ પદાર્થનો પોતે અનુભવ કરે છે. તે પછી
તેમાં સામર્થ્ય મૂકે છે. પછી જ પ્રભુનો અનુભવ જીવ કરી શકે છે. ભક્તિથી જીવવા સર્વ
તત્વો ભગવદ્ રૂપ બને છે. તેમાં બિરાજમાન થઇ પ્રભુ પોતે અનુભવ કરે છે. વ્રજભક્તોના
હૃદયમાં નાદ દ્વારા અધરરસના અંશે કરીને, રસનું સ્થાપન પ્રભુએ કર્યું. રસ સ્થાપન પછી વિવિધ ભાવથી તે રસ પુષ્ટ થાય
છે.તે પછી જ્યારે ખૂબ જ ભાવોદય થાય. અધર રસપાન કરવા ભક્તો સમર્થ થઇ જાય – પ્રભુ
ક્યારે જીવને યોગ્યતા સંપાદન કરાવી આપે ? રસનું સ્થાપન
જ્યારે હૃદયમાં થાય છે, રસ જ્યારે હૃદયમાં પ્રવેશે છે,
સ્થિર થાય છે, ત્યારે આસક્તિરૂપ નિરોધ સિદ્ધ
થાય છે. ભક્તિ પછી જ નિરોધ પ્રાપ્ત થાય
છે. પ્રભુ બે પ્રકારે યોગ્યતા સંપાદન કરાવી આપે છે. વ્યાપ્ત વૈકુઠમાં દર્શન કરાવી
યોગ્યતા રૂપ બ્રહ્માનંદની પ્રાપ્તિના મિષે ફલ પ્રકરણમાં ભજનાનંદનું (સ્વરૂપાનંદનું)
દાન પ્રકારન્તરે કાત્યાયની પ્રસંગમાં પણ બ્રહ્માનંદની પ્રાપ્તિ ભક્તોને કરાવી. તે
પછી બ્રહ્માનંદનો અનુભવ કરવાની જરૂર રહી નહિં. આધિદૈવિક સ્રીત્વ પ્રાપ્ત થાય તેમને
પછી બ્રહ્માનંદની પ્રાપ્તિની જરૂર નથી. તેથી કેટલાકને બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવી
યોગ્યતા આપે છે. કેટલાકમાં આધિદૈવિક સ્ત્રીત્વ આપીને યોગ્યતા આપે છે.
જીવ ભોક્તા અને ભગવાન ભોગ્ય ક્યારે બને ? સામાન્ય રીતે ભગવાન કદી પણ ભોગ્ય
બનતા નથી. તેઓ હંમેશા ભોક્તા છે. જીવમાં સ્થાપેલ ભગવદ્ ભાવને ભગવાન પોતે ભોગવે છે.
ભગવદ્ રસનો અનુભવ જીવ કરે તે તો ક્વચિત્ જ થાય, અને તે
ચરમસીમા છે. પ્રભુ પોતાનું ભોક્તૃત્વ દૂર કરી ભોગ્ય બને તે બહુ મોટી વાત છે.
અલૌકિકમાં ભગવાન ભોક્તા છે અને જીવ ભોગ્ય છે. પરંતુ અલૌકિકમાં પ્રભુ વિશિષ્ટ દાન
આપવા ઇચ્છે છે ત્યારે પ્રભુ ભોગ્ય બને છે અને ભક્તો ભોક્તા બને છે. વિશેષ રસ પ્રગટ
થાય ત્યારે જ આમ બને છે. આ સીમા પ્રાપ્ત કરાવવા જ શ્રીઆચાર્જીના પ્રયાસો છે અને
જીવે ઇચ્છવાનું છે. “કૃષ્ણાધરામૃતાસ્વાદ” ની સિદ્ધિમાં જીવ ભોક્તા બને છે. અને
ભગવાન ભોગ્ય બને છે. “કૃ્ષ્ણાધિનાતુ મર્યાદા સ્વાધિનાતુ પુષ્ટિ ઉચ્ચતે” પ્રભુને
આધિન રહી લીલા થાય ત્યરે જીવ નિયમ્ય બને છે, ભક્ત નિયામક બને
છે. ભક્તોને આ પ્રકારની સ્વચ્છંદતા પ્રાપ્ત કરાવવા વૃંદાવનમાં પ્રવેશ કર્યો. પ્રભુ
સર્વ ભક્તોની સાથે અનેક પ્રકારની ક્રીડા કરી વિવિધ પ્રકારે તેમના ચરણનું સ્થાપન
કરી ભાવોદબોધ કરાવે છે. એ પછી ભક્ત કર્તુક ભોગરૂપનો પણ અનુભવ કરાવે છે. સર્વાભોગ્ય
સુધાના અનુભવથી વ્રજસ્થાઓને મોક્ષનો અનુભવ કરાવ્યો, ગોપાલોને
વનમાં સાથે લઇ જઇ તેમનામાં દાસ્ય ધર્મનું સ્થાપન કર્યું. અવશિષ્ટ પુરૂષાર્થ અર્થ
ગુણગાન વૈણુગીત રૂપી, વ્રજસ્થામાં સ્થાપિત કર્યું.
વનસ્થિતામાં કામ અને ભક્તિ રૂપી અર્થ. વ્રજસ્થામાં મોક્ષ અને ગોપાલોમાં ધર્મ –
પુરૂષાર્થનું સ્થાપન કર્યુ.
શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં ઝારીજી ભરી આવ્યા !
આજે પુષ્ટિમાર્ગમાં વૈષ્ણવો માર્ગના સિદ્ધાંત, મૂલ ગ્રંથોના શ્રવણ-મનન અને સાચા
સત્સંગથી વંચિત છે. જેથી ફલપ્રાપ્તિમાં અતિ વિલંબ રહી આવે છે. શ્રી ભાગવતજીનું શું
સ્વરૂપ છે. દશવિધ લીલાયુક્ત હરિ અને હરિની લીલાઓ એટલે શ્રીમદ્ ભાગવત. શ્રીજીનું
નામાત્મક સ્વરૂપ. એનું શ્રવણ, કિર્તન, મનન
થાય તે જરૂરી છે. પુષ્ટિ જીવ જે કરે તે સેવા અને પ્રભુ જે કરે તે લીલા છે.
પ્રભુમાં અનન્યતા જરૂરી છે. સેવ્ય સ્વરૂપનું જ્ઞાન હોવું અને તેમાં નિષ્ઠા હોવી
જરૂરી છે. નિષ્ઠા એટલે ડગે નહિ, અચલ રાખે, સ્થિર રહે તેનું નામ નિષ્ઠા છે. સ્વાભાવિક સ્થિરતા એનુ નામ શ્રદ્ધા અને
વિચારપૂર્વકની સમજણ એનું નામ વિશ્વાસ.
પુષ્ટિ પ્રભુની ભક્તિ શોક, મોહ અને ભયને દૂર કરનારી છે.
વૈષ્ણવે પુષ્ટિમાર્ગ પર ચાલવા માટે ઉપરોક્ત બાબતો ગ્રહણ કરવી જરૂરી છે. આજે
વૈષ્ણવોને ગૃહસેવાનું મહત્વ જ સમજાતું નથી. મંદિરોની દોડાદોડી વધી છે. પુષ્ટિમાર્ગ
ગૃહસેવાનો જ છે. મંદિર સેવાનો નહિ. આ મૂલ પાયાની સમજણ નહિ હોવાથી જેમ લૌકિક
સંસારમાં લોકો પીકનીક પર જાય, મોજમજા કરે છે તેમ વૈષ્ણવો
બેઠકજીઓમાં અને તીર્થોમાં જાય છે. શું પ્રાપ્ત કરવું છે તેની ખબર નથી. બધા જાય છે
તેમ અમે કરીએ છીએ. બેઠકજી અને બેઠકજીમાં બિરાજતા સ્વરૂપનું જ્ઞાન નથી. એક
બેઠકજીમાં શ્રીમહાપ્રભુજી બિરાજે છે. તેમ એ જ સ્વરૂપે બીજી બેઠકોમાં પણ બિરાજે છે.
છતાં બધી જ બેઠકજીમાં ઝારી ભરવાની. ઝારી ભરવાની અને ઠાલવવાની એ જ ક્રિયા કરવાની.
ત્યાં શ્રીમહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. ત્યાંથી હૃદયમાં કશું ભરી લાવવાનુ નહિ.
એક બેઠકજીમાં શ્રીમહાપ્રભુજી સમક્ષ નામ, રૂપ, ગુણ શ્રીસર્વોત્તમજી શ્રીવલ્લભાષ્ટક, સપ્તશ્લોકીના
પાઠ કરો. શ્રીભાગવતજી અગર શ્રીસુબોધિનીજીની કારીકાના પાઠ કરો. ખરી ઝારી તો આનાથી જ
ભરવાની છે. જળથી નહિં. ત્યાં શ્રીમહાપ્રભુજી સિદ્ધાંતરસનો ભોગ કરે છે. આપશ્રી
ગુસાંઇજી સર્વોતમજીમાં કહે છે, “સ્વયશોગાન સંહૃષ્ટ
હૃદયામ્બોજ વિષ્ટરઃ યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ ।” ઝારીજીનું સ્વરૂપ જ શ્રીદમલાજી છે. તેમાં યશોગાનરૂપ
રસ ભરો તેથી શ્રીદમલાજી દ્વારા તમારી સેવા શ્રીવલ્લભ અંગીકાર કરે છે. આનું ભાન
નથી. પ્રભુ અતર્ધ્યાન થયા ત્યારે શ્રીગોપીજનોએ વિરહાત્મક ગોપીગીતનું ગાન કર્યું.
જેથી પ્રભુ પ્રગટ થઈ ગયા.
વૈષ્ણવોને સાધન અને ફલનો ભેદ નથી ખબર.
શ્રીગુંસાઇજીનો એક સેવક. તેને રોજ શ્રીગિરિરાજજીની પરિક્રમા કરવાનો નિયમ. એક વખત
પગમાં વાગ્યું તેથી પરિક્રમા કરવા ના જવાયું. પરંતુ ભંડારમાં જઇ સેવા કરવા બેઠો.
એટલામાં ત્યાં ગુસાંઇજી પધાર્યા. આપે પૂછ્યું કેમ વૈષ્ણવ, આજે પરિક્રમા કરવા ના ગયો ? વૈષ્ણવે આશ્ચર્યથી આનંદપૂર્વક કહ્યું : “મહારાજ ! આટલા દિવસથી હું અહીં
રહું છું. છતાં આપ કોઇ દિવસ મારી સાથે બોલ્યા નથી ! આજે કૃપા કરી.” આપે કહ્યું :
“ભાઈ ! આજ દિન સુધી તું દેહનું સાધન કરતો હતો. આજે તેં પ્રભુની સેવા કરી તેથી તારી
સાથે બોલ્યો.” વિચાર કરો વૈષ્ણવો ! મંદિરોમાં દર્શને જવું, બેઠકોએ
જવું એ સાધન છે. ગૃહમાં પ્રભુની સેવા કરવી એ જ ફલ છે. આજે તો ફલ છોડી સાધનમાં
દોડવું છે. ઘરના પ્રભુના સવારમાં ઉઠી, મીસરીની કટોરી ધરવી
નહીં અને મંદિરમાં મંગલા કરવાનો નિયમ ! પછી ઘરના ઠાકોરજી કેવી રીતે બોલે ?
વૈષ્ણવો બેઠકજીમાં જઈ શું શું કરે છે તે જોઈએ.
બેઠકજીમાં તુલસીની કંઠીઓ, ગુંજામાળા, ગૌમુખી વિ. લઈ જવાનું. શ્રીમહાપ્રભુજીને
કંઠી-માળા ધરવાની. વિચાર કરો, ગુરૂ શિષ્યને કંઠી બાંધે કે
શિષ્ય ગુરૂને ? પણ આજે બ્હેનો તો ગુરૂને કંઠી બાંધે – ધન્ય
છે ! આવું બધું કરવાનું કોણે કહ્યું છે ? ખબર નથી, ફલાણાં કહે છે તેમ કરીએ છીએ. આંધળું સમજણ વિનાનું અનુકરણ. અરે, એટલું જ નહિ. સૈયા મંદિરમાં જઈ શૈયાનીએ ગુપ્ત દાન કરે ! વાહ બ્હેનો ! આ શો
તમાસો ? તમને ભાન છે ? ખાસાની અપરસમાં
શૈયા મંદિર પાસે પાકીટ કાઢી તેમાંથી નોટો લઈ મૂકવી. નોટો મોઢાં વાળા હાથથી ગણેલી
હોય ! મહાપ્રભુજીની અપરસ છોવાઈ જાય એનું ભાન છે ખરું ? કોણ
સમજાવે આવી અન્યથા – અજ્ઞાનયુક્ત ચાલતી પ્રથાને ! ક્યાં છે પુષ્ટિની સમજણ ?
ત્યાં મુખ્યાજી ગદ્યમંત્ર બોલાવે. મુખ્યાજીને એવો અધિકાર નથી.
શ્રીમહાપ્રભુજી આગળ ગદ્યમંત્ર શા માટે ? શું કારણ ? ખબર નથી ?
અરે, ઘણી બેઠકજીમાં ચોતરીજી પર શ્રીમહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. છતાં તેમની
પાછળ શ્રીમહાપ્રભુજીનાં ચિત્રજી પધરાવે છે. કેમ ? શા માટે
? ચાલે છે. માધવપુર (ઘેડ) ત્યાં મુખ્યાજી કહે છે, અહિંયા શ્રીમહાપ્રભુજીને સાડી જ ધરાય છે, ધોતી –
ઉપરણાં નહિ, મેં કહ્યું, કેમ ? તો કહે અહિંયા શ્રીકૃષ્ણે રૂક્ષ્મણીજી સાથે લગ્ન કરેલા, તે પ્રસંગમાં ગોપીઓએ કૃષ્ણને સાડી પહેરાવેલી ! મેં કહ્યું, ભાઈ, એ દ્વારિકાલીલાના કૃષ્ણે સારસ્વત કલ્પમાં
દ્વાપર યુગમાં સાડી પહેરી હશે. પરંતુ આજે શ્વેતવરાહકલ્પમાં કલિયુગમાં
શ્રીમહાપ્રભુજી પધાર્યા છે. એમણે શો ગુનો કર્યો કે તમારે સાડી પહેરાવવી પડે
? કેવું બધુ ચાલી રહ્યું છે ? સૌરાષ્ટ્રની ઘણી
બેઠકજીમાં વૈષ્ણવો માટે રહેવાની અને પ્રસાદ લેવાની વ્યવસ્થા છે. જૂનાગઢ, જામનગરમાં વૈષ્ણવ મંડાણ ચાલે છે. શું દરેક જગ્યાએ આવી વ્યવસ્થા ન થઈ શકે
? આવડી મોટી વૈષ્ણવોની સંખ્યા છે. આ કાર્ય વૈષ્ણવોએ જ ઉપાડી કરવું
પડશે. બીજા નહિ કરે. નવા મંદિર બે-ચાર ઓછા થશે કે છપ્પનભોગ નહિ થાય તેથી
શ્રીમહાપ્રભુજી કદી અપ્રસન્ન નહિ થાય. પરંતુ વૈષ્ણવો માટે ઉતરવાની અને પ્રસાદ
લેવાની વ્યવસ્થા થશે તેથી શ્રીવલ્લભને ઘણી જ પ્રસન્નતા થશે.
પુષ્ટિ જીવે સદા ધ્યેય પ્રાપ્તિની ચિંતા કરવી
પુષ્ટિ દૈવી જીવ ગોલોકધામથી ભૂતલમાં પડ્યો છે. અનેક
જન્મોના અંતરાય પછી, શ્રીવલ્લભ
પ્રભુએ જીવોના ઉદ્ધાર અર્થે ભૂતલ પ્રગટ થયા. બ્રહ્મસંબંધ કરાવી, તેના માથે મૂ લીલાધામસ્થ સ્વરૂપને સેવાર્થે પધરાવી આપ્યું. બ્રહ્મસંબંધ
બધાને થતો નથી, જે જીવો મૂળધામથી ભૂતલ પડ્યા છે તેને જ થાય
છે. એનું લક્ષણ બ્રહ્મસંબંધ લઈ તેવા જીવને પ્રભુ પ્રાપ્તિનો તાપ થશે. સૈવા વિના
રહે નહિ, અસમર્પિત લે નહિ. આ છે દૈવી જીવ જેને બ્રહ્મસંબંધ
થાય છે તેની નિશાની. જ્યાં સુધી આ દેહે સેવ્યની સેવા દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ
પ્રાપ્ત નથી કર્યો તો મેં શું પ્રાપ્ત કર્યું ? કાલ-માયાના
પૂરમાં તણાઈ જઈશ. મન જ મોટા શત્રુ છે. મનને વશ કેવલ તાપાત્મક શ્રીવલ્લભના
નામ-સ્મરણ શ્રીસર્વોત્તમજીથી જ કરી શકાશે. જીવ સ્વતંત્ર રીતેસેવા કે
નામ-સ્મરણ-ધ્યાન કરી શકતો જ નથી. શ્રીવલ્લભ પ્રભુ જ્યારે ભાવનું દાન કરે ત્યારે જ
તે નામ-સ્મરણ-સેવા કરી શકે છે. પુષ્ટિમાં ભાવદાન-કૃપા જ નિયામક છે, જીવની ઈચ્છા નહિ. જીવ એના મૂલ વરણીય સ્વરૂપની કૃપાથી જ ફલ પ્રાપ્ત કરી શકે
છે. જીવનો અધિકાર વરણીય સ્વરૂપ દ્વારા થાય છે. જ્યાં સુધી ધ્યેય સ્વરૂપ – આધિદૈવિક
હું પ્રાપ્ત નહિ કરૂં તો જ્યાં નીજધામમાં પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચાશે
? મહત્ સ્વરૂપોની વાણી જ મોટું અવલંબન છે. અહીં દયારામભાઈ નું એક પદ
જોઈએ : “હરિ હું શું કરૂં રે, માયા ન મૂકે મારો કેડો. કોટી
કલ્પ સુધી એણે ભમાવ્યો, ભમું હજી નહીં છેડો ।। મુજથી ન છૂટે, આપ ન છોડાવો, મારો કિયે કાળ નિવેડો ।। સેવા-સ્મરણ કેમ કરૂં, મારો ક્ષણ એસ ન છાંડે હેડો । શું ગજું મારૂં અવિદ્યા જીતીને કરૂં ચરણમાં નેડો. આપ
વિના સહુ એના ચેલા, કોને
કહું દુઃખ ફેડો ।। દાસી
તમારી જયાય ઘેરો ત્યાં, પાછી ફરે જ્યારે તેડો । કરગરી કહું છું કૃષ્ણ કૃપાનિધિ, ચરણ પડ્યો ન ખસેડો । માયા-કાલ અગ્નિથી બચે, “દયો” કૃષ્ણ કૃપા જલ રેડો ।।
ખરેખર, પુષ્ટિ જીવની વાસ્તવિક પરિસ્થિતિ ઉપરના પદમાં જણાવી છે તેવી જ છે. પ્રભુની
રચેલી આ કાળ-માયા તરવી કપરી છે. પ્રભુ કૃપા થાય તો પ્રભુમાં સ્નેહ થવો અઘરો નથી,
પરંતુ કાળ-માયાને વશ કરવી કઠિન છે. એ ત્યાગ વિના, તાપાત્મક ગુણગાન વિના નહિ થઈ શકે. અત્યાર સુધી એણે જ જીવને ભટકાવ્યો છે.
મનને બધું જ કરવું ગમે છે, પ્રભુનું સ્મરણ કરવું નથી ગમતું.
માયા અવિદ્યા પુતના છે. પાણીમાં જળો થાય છે, માનવીના પગે
વળગે તો છૂટે નહિ, લોહી ચૂસે છે પણ અગ્નિ ધરીએ તો છૂટી જાય.
તેમ સંસાર માયા જીવને ચોંટી છે. શ્રીવલ્લભનામ રૂપી અલૌકિક અગ્નિથી એ છૂટે છે. એટલા
માટે નામ-સ્મરણની જ મહત્ સ્વરૂપો જીવને આજ્ઞા કરે છે. કવિ કહે છે કે, મારું જે દુઃખ છે તે સંસાર સાગરને તરવાનું છે. એમાંથી છોડાવવા હું કોને
કહું ? જે છે તે બધા માયાના ચેલા છે, સત્સંગ
નથી મળતો, દુઃસંગ જ પ્રાપ્ત થાય છે. કેવલ મારી માટે તો આપના
ચરણકમળનો આશ્રય છે. આપ જ કૃપા કરો. વિના મૂલની હું તમારી દાસી છું. દીન-હીન
અજ્ઞાની છું, આ સંસાર અગ્નિમાં તપું છું. આપ કૃપા જલ રેડી
મને ઉગારો. શ્રીવલ્લભે શરણે લીધો છે તેના બળથી આ વિનંતી કરું છું. મારી કોઈ તાકાત
કે સામર્થ્ય નથી. નવરત્નમાં આપ જણાવે છે કે, આ સકલ
લૌકિક-અલૌકિક જગતના કર્તા-હર્તા પ્રભુ જ છે. નીજ ઈચ્છાથી જ જીવનું કાર્ય કરશે.
જીવે સ્વ-કર્તવ્યનું શ્રીમહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પાલન કરવું એ જ એનો ધર્મ છે.
શ્રીવલ્લભ અને એના નીજજનોની કૃપા વિના કાંઈ પ્રાપ્ત થતું નથી. જીવ
શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી કરતો તે જ મોટો અપરાધ છે. શ્રવણનું મનન કરી,
જીવનમાં ઉતારવું. 84/252 ભગવદીયોની વાર્તા પ્રમાણે જીવવા પ્રયત્ન
કરવો. મન-ચિત્તને બધામાંથી કાઢી સ્વરૂપ ધ્યાન-સ્મરણ-ગુણગાન કરવા, પુષ્ટિમાર્ગમાં પરમ ફલ પ્રાપ્તિ એ જીવનું આધિદૈવિક લીલા મધ્યપાંતિ સ્વરૂપ
જ છે. એ ન પ્રાપ્ત થયું તો જીવન નિષ્ફળ ગયું જાણવું.
પરમ ફલ રૂપ વિરહ
નીજ ગોલોક ધામમાંથી દૈવીજીવ ભૂતલ પર આવ્યા. ઘણા સમય
કાળના પ્રતાપે અનેક જન્મોના ચક્કરમાં પડી એ પોતાનું અને પ્રભુના મૂલ સ્વરૂપને ભૂલી
ગયો. પુષ્ટિનું બીજ તો હતું જ. બ્રહ્મસંબંધ તેઓને જ થાય છે કે જેમાં પુષ્ટિ બીજ છે
અને મૂલ ધામથી ભૂતલ વિછર્યો છે. દેખાદેખી ભલે બ્રહ્મસંબંધ લેવાય-અપાય પરંતુ
અધિકારી-પુષ્ટિ વરણીય જીવોને જ તે ફલીત થાય છે. અન્યને નહિ. અનેક જન્મોનાં ફલ રૂપ
મનુષ્ય દેહ મળ્યો. શ્રીવલ્લભે નીજ દૈવી જાણી શરણે લીધો. સેવા માટે સેવ્ય સ્વરૂપ
પધરાવી આપ્યું. છતાં માયા મોહના અંધકારને લીધે ધ્યેય પ્રાપ્તિની ચિંતા-કલેશ નથી.
શ્રીવલ્લભની આજ્ઞા પ્રમાણે નિવેદનનું સ્મરણ સતત નહિ કરતો હોવાથી, વિરહ ભાવનાથી વંચીત રહી આવે છે.
વિરહ ભાવના વિના પુષ્ટિ પરમ ફલની પ્રાપ્તિ જ નથી. સતત શ્રીમહાપ્રભુજીની આજ્ઞા
મેંડ-મર્યાદા સહિત સેવા, સ્મરણ, ગુણગાન,
ધ્યાન કરતા રહેવાથી અને સંતપુરૂષોનો સત્સંગ કરવાથી, સ્વરૂપ અનુસંધાન સહિત તાપાત્મક ગુણગાન કરવાથી જ તાપાત્મક સુધા સ્વરૂપ
શ્રીવલ્લભ વિરહ-તાપભાવનું દાન કરશે. સેવા અને સ્મરણ પણ ધર્મિ સાક્ષાત સ્વરૂપાનંદની
પ્રાપ્તિના માર્ગે ચાલનાર ને જ થાય છે. કારણ તે અધિકારી જીવો છે. પુષ્ટિ વરણીય છે
માટે. જીવનું અવાંતર ફલ-ધ્યેય સ્વરૂપ તેનું જ લીલામધ્યપાંતિ આધિદૈવિક સ્વરૂપ છે.
જે સેવા દ્વારા પ્રાપ્ત કરવાનું છે. આ જ દેહે અહીં જ આ આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ
કરવાની છે. બ્રહ્મસંબંધ વખતે જ આ જીવનું આધિદૈવિક સ્વરૂપ અને પ્રભુનું ભાવાત્મક
સ્વરૂપ તેનાં હૃદયમાં પધરાવી આપ્યું છે. બીજે કાંઈથી પ્રાપ્ત નથી કરવાનું.
શ્રીહરિરાયજી આજ્ઞા કરે છે, “સુધા સિંધુ કે નિકટ બસત હે,
ક્યોં રહત મૂઢ પ્યાસા.” આ સુધા સિંધુ સ્વરૂપ પ્રભુનું જીવના હૃદયમાં
જ છે. એને ઓળખવાની, માનવાની, અનુભવવાની
જ જરૂર છે. ભગવદીયોની કૃપાથી સત્સંગ દ્વારા તાપભાવની વૃદ્ધિ થવાથી એની પ્રાપ્તિ
છે.
મનને સતત પ્રયત્નપૂર્વક પ્રપંચ જગતમાંથી કાઢી એકાંત
અને એકાગ્રતા સાધી સંગ રહિત થઈ, નીજ ગૃહમાં જ રહી, સ્વરૂપ ધ્યાન અને ગુણગાન કરવાથી
વિરહ ભાવની પ્રાપ્તિ થાય છે. આપશ્રી વલ્લભ રહઃ પ્રિય છે. જ્યારે જીવ એકાંતમાં એક
ધ્યાનથી સતત ગુણગાન કરે તો તેના હૃદયમાં આપ બિરાજે છે. “જે કરે પોતાના ગુણનું ગાન,
તેના હૃદય કમલે રહેવાનું સ્થાન.” શ્રીસર્વોત્તમજીના ઘોળમાં બતાવ્યું
છે. નિ.લ.માં પણ આપે ગુણગાન-ધ્યાનની જ આજ્ઞા કરી છે.
ગીતામાં ભગવાને અર્જુન પ્રતિ આજ્ઞા કરી છે, કે જે જીવ મારા એકલાને શરણે આવે છે,
તે જ મારી દુસ્તર માયાને તરી શકે છે. શ્રદ્ધાપૂર્વકનું અનન્ય શરણ જ
માયા તરવાનું સાધન છે. શ્રીમહાપ્રભુજી સુ.1-7-6માં આજ્ઞા કરી છે કે આ જ્ઞાન જેવી
દેખીતી માયાથી મોહ ઉત્પનન થાય છે. તેથી તેમાં (જ્ઞાન-પંડિતાઈ) વિશ્વાસ રાખી શકાતો
નથી. શબ્દ બ્રહ્મનો નિષ્ણાંત રસાત્મક બ્રહ્મને વસુકી ગયેલી ગાય તેના માલિકને
બોજારૂપ છે. તેમ પ્રભુના કેવળ ધર્મિ સ્વરૂપના શરણથી જ વિરહમાં બધા પ્રતિબંધો દૂર
થઈ જાયછે. કેવલ વિરહ સ્વરૂપ સિવાય અન્ય કોઈ સંબંધ રહે તો વિરહનો અનુભવ થઈ શકતો જ
નથી. વિરહી ભક્તનું “અહં” વિરહમાં દગ્ધ થઈ જાય છે. ભાવ સ્વરૂપ સાથે અદ્વૈત પ્રાપ્ત
થાય છે. પ્રભુની સમાન ઐશ્વર્ય તાદાત્મકતાથી સિદ્ધ થાય છે. ત્યારે જ તનુનવત્વતા
પ્રાપ્ત કરી અગણિતાનંદ સ્વરૂપને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ થાય છે. તાપાત્મક
વિરહના માર્ગે ચાલનારા જ સ્વતંત્ર ભક્તિમાં પ્રવેશ પામે છે. મધુર તાપાત્મક સ્વરૂપ
શ્રીવલ્લભચરણ કમલનો અનન્ય આશ્રય કરનારામાં આપનું તાપાત્મક સ્વરૂપ બિરાજે છે. તે
સ્વરૂપ જ વિરહનો આનંદ કરાવે છે. અગિણાતનંદને ધારણ કરવાનું પાત્ર આપશ્રીનું
તાપાત્મક સ્વરૂપ જ છે. “રાજ, યહ માર્ગ તાપ કલેશ કો હૈ.” આ
ધ્રુવ વચન શ્રીદમલાજી દ્વારા પુષ્ટિ સૃષ્ટિ પ્રતિ કરેલ છે. બિંદુ અને નાદ બંને
સૃષ્ટિને તાપાત્મક માર્ગનું સૂચન કરેલું છે.વિરહની કાષ્ટાપન્ન અવસ્થાને ભોગવીને
અગણિતાનંદને ધારણ કરવા શ્રીગોપીજનો પાત્ર બન્યાં અને પ્રભુની સ્તુતીના વિષય
બન્યાં. અને પ્રભુને તેવા ભક્તોનું ઋણ સ્વીકાર્યું. તેની પુષ્ટિ નીચેના શ્લોકથી
થાય છે. “ન ધારયેહં નિરવદ્ય સંયુજાં સ્વ સાધુ કૃત્યં વિદ્યુધાયુષાયવિ” (સુ.
10-21-22)
શ્રીમહાપ્રભુજીનાં સિદ્ધાંતનું ઉલ્લંઘન એ જ અપરાધ
શ્રીમહાપ્રભુજીએ નીજ દૈવી જીવોના ઉદ્ધાર અર્થે
ભાવાત્મક સેવા માર્ગ – કૃપામાર્ગ પ્રગટ કર્યો. અને માર્ગના સિદ્ધાંતો ભૂતળના જીવો
સમજે અને જીવનમાં ઉતારે એ માટે નીજ ચોરાસી ભક્તોની વાર્તાઓમાં તે દર્શાવ્યા છે.
એમાંથી આજે રજોબાઈની વાર્તાનો એક પ્રસંગ અવલોકીએ :
એકવાર શ્રીલક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધનો દિવસ હતો.
શ્રીમહાપ્રભુજીએ બ્રહ્મ ભોજન માટે બ્રાહ્મણોને બોલાવ્યા હતા. તે સમયે સામગ્રી માટે
ઘી ઓછું હતું. જેથી શ્રીમહાપ્રભુજીએ રજોબાઈને ત્યાં ઘી લેવા માટે એક માણસને
મોકલ્યો. રજોબાઈએ એ માણસને કહ્યું, “મારે ત્યાં ઘી નથી.”એ માણસ ત્રણ વાર આવ્યો અને ત્રણેય વાર ઘી આપ્યા વિના
રજોબાઈએ તેને પાછો કાઢ્યો. અહીંયા રજોબાઈની પરીક્ષા કરવા અર્થે જ શ્રીમહાપ્રભુજીએ
માણસને ઘી લેવા મોકલ્યો છે. ઘી નહીં આપવાનું કારણ એ હતું કે પુષ્ટિ દૈવી જીવોએ
વૈદિક, લૌકિક અને કૌટુંબિક આમ ત્રણે પ્રકારના આચરણના નિયમો
ક્યારે ઉલ્લંઘન કરી શકાય અને સેવા શુદ્ધ ભાવે કરી શકાય તે દર્શાવ્યું છે. આમ આ
ભાવને ભૂતલના અત્યારના જીવો સમજે એવા હેતુથી જ શ્રીમહાપ્રભુજીએ ઘી લેવા મોકલ્યો
હતો. ઘી કયા કાર્યમાં લેવાનું હતું, તેનો વિવેકપૂર્વક સમજી
અમલ કરવાનો હતો. જો ઘી શ્રીઠાકોરજી માટે મંગાવ્યું હોત તો જરૂર આપત. શ્રાદ્ધ અર્થે
મંગાવ્યું જેથી રજોબાઈએ ના પાડી. રજોબાઈ કહે છે કે, ‘હું
શ્રીલક્ષ્મણ ભટ્ટજીની દાસી નથી ! હું તો શ્રીમહાપ્રભુજીની દાસી છું’ આમ
ખુમારીપૂર્વક જવાબ આપે છે. આ જે પુષ્ટિભક્તનું સ્વરૂપ, કેવલ
શ્રીમહાપ્રભુજીએ મંગાવ્યું માટે આપવું જોઇએ એ વાત અહીં નથી. ક્યાં કઇ ઠેકાણે એને
વિનિયોગ કરવાનો છે તે મહત્વનુ છે. નિવેદિત જીવનું જે કાંઈ છે, તન-મન-ધન તે સર્વનો વિનિયોગ પ્રભુ માટે જ થવો જોઈએ. એનો અન્ય વિનિયોગ
કરાવવો તે જ અપરાધ છે. શ્રીવલ્લભના સિદ્ધાંતો હાલમાં નહીં સમજવાથી મોટો અનર્થ જીવો
કરી રહ્યાં છે. સર્વસ્વ પ્રભુને અર્પણ કરનાર જીવનું પોતાનું કશું જ નથી. આ મૌલિક
મુખ્ય સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો છે.
ઉપરના પ્રસંગને હાલમાં ભૂકંપ ગ્રસ્તવિસ્તારના થઈ
રહેલા કાર્યોના સંદર્ભમાં વિચારીએ. જેઓએ ત્યાં ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ગામો દત્તક
લીધાં છે, અને
લોકકલ્યાણ-જનકલ્યાણના નામે વૈષ્ણવ સૃષ્ટિને ધનનો વિનિયોગ કરવા માટે અપીલ કરી રહ્યા
છે ! ત્યાં ઉપરનો રજોબાઈનો પ્રસંગ વિચારણિય થઈ પડે છે. વૈષ્ણવ સૃષ્ટિનું ધન
શ્રીહરિ-ગુરૂ-વૈષ્ણવ માટે જ ચે. અન્ય વિનિયોગ માટે નથી. પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ
નીજની સેવા અર્થે પ્રગટ કરી છે. નહીં કે અન્ય કાર્યો માટે. કીડીથી કુંજર સુધીના
જીવો પર દયા કરવી એ વૈષ્ણવનું કર્તવ્ય છે. શ્રીગુસાંઇજીના માર્ગમાં કુંજરી તરસે
મરતી પડી હતી, તેથી ખાસા ઝારીજીનું જલ પાઇ બચાવી લીધી. શ્રીગુસાંઇજી
શ્રીહસ્તમાં ઝારીજી લઈ એવી કુંજરીઓને શોધવા કદી નિકળ્યા નથી ! વૈષ્ણવ પરિવારમાં
શ્રીમહાપ્રભુજીના ત્રણ બેઠકોને ભૂકંપમાં નુકશાન થયું છે. ત્યાં મદદની જરૂર છે જ.
આવી પરિસ્થિતિમાં વૈષ્ણવો દ્વીધામાં પડી જાય છે. જ્યાં જ્યાં પરોપકાર દયાના
કાર્યોં થતાં હોય છે તેમાં સૂક્ષ્મ અહમ્ અને પ્રતિષ્ઠા અવશ્ય છૂપી વાસનાની જેમ રહે
છે. કોઈ વિરલા જ એમાંથી મુક્ત રહી શકે. જડભરતજી હરણનો જીવ બચાવવા ગયા. દયા-ઉપકાર
કર્યો. તેમાં આસક્તિ થવાથી ત્રણ જન્મનો ભગવદ પ્રાપ્તિમાં અંતરાય પડ્યો. તો હાલના
જીવોનું શું થાય ? આવા સમયે શ્રીમહાપ્રભુજીના અંતરંગ ભક્તોના
જીવનચરિત્રોનું અવગાહન અવલંબન રૂપ છે. કાલની પ્રવાહે સતપુરૂષોની બુદ્ધિ પણ હરિ
લીધી છે એમ શ્રીહરિરાયજી શિક્ષાપત્રમાં જણાવે છે, ત્યારે
શ્રીવલ્લભનું એક અનન્ય શરણ જ ફલરૂપ છે. દુઃસંગ, પ્રતિષ્ઠા
અને અહમથી ભલભલા દોષથી ગ્રસ્ત થયેલ છે. જેથી જીવોને સાચી વસ્તુ નહિ સમજાય.
શ્રીવલ્લભ જ નીજજનોની રક્ષા કરી બચાવશે.
શ્રીવલ્લભ શરણ થકી સૌ પડે સહેલું- (દયારામ)
પુષ્ટિમાર્ગીય સેવા પ્રભુને પ્રગટ કરવા માટે છે.
શ્રીમહાપ્રભુજીએ ભાવાત્મક ફલરૂપ પુષ્ટિમાર્ગમાં ‘રાગ, ભોગ અને શૃંગાર’ને પ્રાધાન્યતા આપી
છે, જેથી પુષ્ટિ જીવની સકલ ઇંદ્રિયો અને દેહનો વિનિયોગ
સેવામાં થઈ જાય છે. પ્રભુ જીવને સેવા દ્વારા પોતાની સન્મુખ રાખે તેનું નામ નિરોધ.
બ્રહ્મસંબંધ કરાવી જીવને સેવા માટે સ્વરૂપ પધરાવી આપે છે. જીવને માથે પ્રભુ
સાક્ષાત બિરાજે છે એવો દ્રઢ ભાવ થઈ જવો જોઇએ. એ પ્રભુ જ મારું સર્વસ્વ છે.
પુષ્ટિમાં પ્રભુ પ્રથમ મળી જાય છે, જ્યારે મર્યાદામાં સાધના
કર્યા પછી પ્રભુ મળે છે. હવે એ મળેલા પ્રભુ સાક્ષાત છે. તે પ્રગટ થઈ અનુભવ કરાવે
તે પુષ્ટિમાર્ગીય ફળ છે. ઠાકોરજી મળે તે પ્રમાણ અને રસાનુભવ કરાવે તે ફલ.
શ્રીમહાપ્રભુજીની મેંડ-મર્યાદાથી સેવા સ્વીકારે છે. જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે
ફલાનુભવ કહેવાય.
જ્યાં સુધી જીવત્વ છે ત્યાં સુધી દાસત્વ માટે સેવા
કરવી, દાસત્વ છે તો પ્રિયત્વ માટે
સેવા કરવી, પ્રિયત્વ છે તો સ્વરૂપાનંદના આનંદ માટે સેવા
કરવી. પ્રથમ દાસત્વ જરૂરી છે. બધા ભાવો દાસત્વને અવલંબે છે. દાસત્વમાં દેહભાવ
નિવૃત્ત થઈ જાય. ભગવદ્ ભાવ દઢ થાય. વરણ પરસ્પર છે. પહેલું વરણ પ્રભુ જીવનું કરે
છે. પ્રભુ કહે છે, “આ જીવ મારો છે. હું એને પ્રાપ્ત કરાવીશ.”
પછી જીવનું પ્રભુમાં વરણ થાય છે. પ્રિયત્વ ત્રણ પ્રકારનું સખ્ય, વાત્સલ્ય કે માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા ખૂબ જરૂરી છે. નિષ્ઠામાં સ્નેહ હોય છે,
જ્યાં ભક્તિ છે ત્યાં સ્નેહ અને સહનશિલતા છે જ. સાક્ષાતમાં પ્રભુને
જોઇ શકો. પણ અનુભવ ના કરી શકો. પ્રગટમાં અનુભવ કરી શકો. પુષ્ટિમાર્ગમાં સેવા
પ્રભુને પ્રગટ કરવા માટે છે. પુષ્ટિ દૈવી જીવને ત્યાં પ્રભુ છે જ, ક્યાંયે ગયા નથી. સમજીને શોધવા માંડો. જેમ શ્રીગોપીજનોએ પ્રભુ અંદરધ્યાન
થયા પછી શોધ કરી પ્રભુને પ્રગટ કર્યા. બસ, એ જ શ્રીગોપીજનોના
ભાવથી સેવા કરો તો ફલ પ્રાપ્તિ થશે.
શ્રીમહાપ્રભુજીએ જીવના અધિકાર અને વરણ પ્રમાણે રૂપ
સેવા અને નામ સેવા બતાવી છે. બંને સેવા દ્વારા મન-ચિત્તનો નિરોધ સિદ્ધ થતાં પુષ્ટિ
ફલની પ્રાપ્તિ થાય છે. સેવામાં ક્રમે ક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન
અને ફલ સુધી પહોંચાય છે. ફલ શું ? પુષ્ટિ પ્રભુના
સ્વરૂપાનંદનો અનુભવ. ફલમાં સ્વરૂપ સેવા એટલે કે સાધનની અપેક્ષા રહેલી છે. જ્યારે
પ્રમેય બળથી શ્રીમહાપ્રભુજી જીવને તાપાત્મક ગુણગાન કરવાનું કૃપાદાન કરે છે ત્યારે
સીધો જ વ્યસનાત્મક ભાવ સિદ્ધ થઈ જાય અને માનસી સહજ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ
પુરૂષાર્થ પ્રાપ્તિમાં સાધનની અપેક્ષા નથી. સુધા સ્વરૂપ શ્રીવલ્લભની કૃપા જ નિયામક
છે. તેથી સ્વામીએ નિ. લક્ષણ ગ્રંથમાં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે.
જ્યાં સુધી જીવને પ્રભુમાં સ્નેહ નથી થયો ત્યાં સુધી
બધુ નકામું છે. જ્યાં સુધી જીવને સંસાર આસક્તિ છે, રાગ છે, ત્યાં
સુધી પ્રભુમાં અનુરાગ થવો કઠીન છે. સ્વરૂપજ્ઞાન પુષ્ટિ જીવ માટે જરૂરી છે. સેવા
દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે ? જીવે પોતાના લીલા મધ્યપાંતિ
આધિદૈવિક દેહ (સ્વરૂપ) ને પ્રાપ્ત કરવાનું છે. એ અવાંતર ફલ છે., એની પ્રાપ્તિથી જ સ્વયમ્ જીવ ગોલોક ધામમાં જઈ ફલરૂપ પુષ્ટિ પ્રભુની સેવા
યોગ્ય થાય છે. તે મુખ્ય ફલ, શ્રીહરિરાયચરણ આજ્ઞા કરે છે કે,
“સર્વ દોષ અને ચિંતાથી રહિત જે ભગવદિય છે, તેની
સાથે મળીને શ્રીગોકુળાધીશ પ્રભુ સદા નિશ્ચય સ્મરણ કરવા યોગ્ય છે. જે અહર્નિશ ભગવદ્
સેવા-સ્મરણ, ગુણગાન,ધ્યાન કરે તેનો
ભગવાન નિરોધ કરે છે.”
પુષ્ટિ ધર્મ એટલે શું ?
પુષ્ટિમાર્ગ એટલે કૃપાનો માર્ગ.
કૃપા દ્વારા પ્રભુને પામવાનો માર્ગ.
પુષ્ટિમાર્ગ એ શુધ્ધ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે.
પુષ્ટિમાર્ગ એ આપણા સુખનો માર્ગ નથી પણ ભગવત સુખનો
માર્ગ છે.
તત્સુખનો માર્ગ છે.
તત્સુખ એટલે ત્રણેનું સુખ.
શ્રી ઠાકોરજીનું,શ્રી વલ્લભકુળનું અને વૈષ્ણવોનું
સુખ.
આ ત્રણેના સુખ માટે આપણાથી બનતું બધું કરી છુંટવું
એનું નામ છે પુષ્ટિમાર્ગ.
વૈષ્ણવની વ્યાખ્યા…..????
વૈષ્ણવનો પહેલો ‘વ’ શ્રી વલ્લભનો.
વચ્ચેનો ‘ષ્ણ’ શ્રી કૃષ્ણનો.
છેલ્લો ‘વ’ શ્રી વિઠ્ઠલનો.
જેના હ્રદયમાં શ્રી વલ્લભ,શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલ બિરાજે
છે તે વૈષ્ણવ.
‘વ’ ની ઉપર જે બે માત્રાઓ છે તે સેવા અને સ્મરણ છે.
સેવા અને સ્મરણની છત્રછાયા હોય તો હ્રદયમાં શ્રી
વલ્લભ,શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલનો
વાસ હંમેશા રહે છે.
વૈષ્ણવના ચાર કર્તવ્યો.
-ગુણગાન.
-દુ:ખભાવન.
-દિનતા.
-ત્યાગ.
પુષ્ટિ ધર્મ એટલે શું ?
..પુષ્ટિ એટલે પ્રેમ થી,સ્નેહ થી,એકાગ્ર
મન થી સતત ચિંતન કરતાં ઈશ્વર ને ભજવું,તેમની સેવા કરવી આ
પુષ્ટિ માર્ગ નો ધર્મ અથવા પ્રેમ ભક્તિ કહેવાય.શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા મુજબ ઘરે
રહી ને શ્રી ગોકુલ નિવાસી શ્રીનાથજી ની નિરંતર તન,મન,ધન અને હ્ર્દય ની ભાવ ભરી લાગણી થીસેવા કરી ને પ્રભુ ને રિઝવવાં.આવી પ્રેમ
ભક્તિ દ્વારા જ ઇશ્વર ની કૃપા આપણાપર ઉતરે છે,અને સંસાર ના
દરેક બંધનો થી આપણ ને છોડાવે છે. પુષ્ટિ ધર્મ નાં ઈષ્ટદેવ શ્રીનાથજી છે. શ્રીનાથજી
જ સર્વ કાંઇ છે. તેમની કૃપા વગર જીવન અસાધ્ય અને અપૂર્ણ રહે છે. જ્યારે મનુષ્ય નાં
હ્રદય માં પુષ્ટિ ભાવ સિદ્ધ થઇ જાય છે,ત્યારે તે પરમ ભગવદીય
વૈષ્ણવ બની જાય છે. જીવન માં બીજા ને સુખ આપવા નું ધ્યેય જ પોતાનું સુખ માને
છે.પરમાર્થ જ તેનો પોતાનો સ્વાર્થ હોય છે. પુષ્ટિ ધર્મ માં પોતાનું સર્વ અર્પણ કરી
દેવાની ભાવના મુખ્ય છે. તે જ સાચો પુષ્ટિ માર્ગ કહેવાય છે..! શ્રી મહપ્રભુજી એ
ધર્મ નાં પ્રચાર માટે પગપાળા ચાલી ને આખા ભારત ની યાત્રા કરી અને જે કોઇ ગામે
વિશ્રામ કર્યો એ સ્થળ આજે શ્રી મહાપ્રભુજી ની બેઠક તરીકે ઓળખાય છે, અને લગભગ આવી રીતે એમની ૮૪ બેઠકો છે..
..એક વખત જ્યારે તેઓ ગોકુલ માં બિરાજતાં હતાં ત્યારે
શ્રીનાથજી ત્યાં પધાર્યાં અને કહ્યું કે તમો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો નો સંબંધ મારી
સાથે કરાવી આપો, એટ્લે
કે બ્રહ્મસંબંધ ના મંત્ર થી જીવો ને મારી શરણ માં લઇ આવો..આવા શરણે આવેલા જીવો નો
હું હંમેશ ઉધ્ધાર કરીશ,તેમ જ તેમની કોઇ જ અવગતિ નહીં થવા દઉં.
આ આજ્ઞા મુજબ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ ની શરૂઆત કરી અને ઘણાં જીવો ને તેમણે
શ્રીનાથજી સન્મુખ મંત્ર બોલી ને તુલસી ની કંઠી પહેરાવી ને તેમની શરણ માં લીધાં.આ
બ્રહ્મસંબંધ ની વિધિ ફક્ત શ્રી વલ્લભ કૂળ ના પરિવારો જ કરી શકે છે.
પુષ્ટી પથિક
..લગભગ ૧૨ થી ૧૬ સદી ની અંદર પાંચ મહાન ઋષિઓ એ
ધાર્મિક શિક્ષણ નો પ્રચાર કર્યો, જેઓ ના નામ છે ..શ્રી રામાનુજ, શ્રી માધવ, શ્રી નિમબારકા, શ્રી ચૈતન્ય મહાપ્રભુજી અને શ્રી
વલ્લભજી છે…. ..પુષ્ટિ માર્ગ નાં ધર્મ નો ઉદભવ શ્રી વલ્લભાચાર્યજી નાં હસ્તકે થયો,જેમને આજે લાખો લોકો અનૂસરે છે.શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ સંવત ૧૫૩૫ માં
ચૈત્ર વદ અગિયારસ ને દિવ્સે દક્ષિણ ભારત માં લક્ષમણ ભટ્ટ નામ નાં તેલુગુ બ્રાહ્મણ
નાં ઘરે થયો હતો.તેમના પુર્વજોએ ઘણા વર્ષો થી વૈદિક સોમયજ્ઞ ચાલુ કર્યો હતો ત્યારે
એક વખત શ્રી કૃષ્ણ તે યજ્ઞ ની પવિત્ર અગ્નિ મા થી પ્રગટ થયાં અને તેમના પરિવાર ને
વચન આપ્યું કે, જ્યારે તમારે ત્યાં સો યજ્ઞ પૂરા થશે ત્યારે
હું તમારે ઘરે જન્મ લઇશ… ..શ્રી લક્ષમણ ભટ્ટે જ્યારે સો યજ્ઞ પૂરાં કર્યાં,ત્યારે તેમને ત્યાં શ્રી વલ્લભાચાર્યજી નો જન્મ થયો…
શ્રી વલ્લભાચર્યજી ના માતા-પિતા પહેલા બનારસ રહેતા
હતા પણ મુસ્લિમો ના અક્રમણ ને લીધે તેઓ ને છોડ્વુ પડ્યું.જ્યારે તેઓ મધ્ય પ્રદેશ
ના ચંપારણ્ય ગામ ના જંગલ મા પહોંચ્યા તે સમયે લક્ષમણભટ્ટ ના ધર્મપત્નિ ઇલમ્માગરૂ એ
ચેતન રહિત બાળક ને જન્મ આપ્યો.તેઓ એ દુઃખી હ્રદયે તે બાળક ના શરીર ને ઝાડ ની બખોલ
માં રાખી દીધું અને આગળ વધવા લાગ્યાં,અચાનક તેમને એક મધુર વાણી સંભળાઇ કે તમે લોકો શા માટે જાવ છો ? હું અંહી છું.તેઓ તરત જ પાછા ફર્યા અને જોયુ તો તેમનો દિકરો જીવતો હતો,અને તે પોતાને ફરતી પવિત્ર અગ્નિ જોડે આનંદ થી રમી રહ્યો હતો .તેમની માં એ
તરત જ દિકરા ને તેડી લીધો અને ત્યાં થી પાછા આગળ ચાલવા માંડ્યું.
..પુષ્ટિમાર્ગ ના ધર્મ ને અનૂસરનારા ચુસ્ત વૈષ્ણવો
ની માન્યતા મુજબ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ નાં મુખારવિંદ માં થી અગ્નિ રૂપે
પ્રગટ થયા છે. અગ્નિદેવતા એ વાણી ના દેવતા કહેવાય છે.એટ્લે વલ્લભચાર્યજી ‘વાકપતિ’
કહેવાયા કારણકે તેમના જીવન નું મુખ્ય ધ્યેય લોકો ને ધર્મ નું સાચુ શિક્ષણ આપવા નું
હતું.એમની અદભૂત વિદ્વતા અને તેજસ્વિતા ને લીધે વૈષ્ણવો તેમને પ્રેમ થી ‘શ્રી
મહાપ્રભુજી’ તરીકે બોલાવવા લાગ્યાં.
શ્રી મહાપ્રભુજીના સાત અલૌકિક સ્વરૂપથી
સ્વરૂપાનંદનું દાન
શ્રી મહાપ્રભુજી સાત અલૌકિક સ્વરૂપોથી પોતાના
સેવકોને સ્વરૂપાનંદનું દાન કરે છે.
૧) મુખ્ય પુરૂષાકાર - સુધાસ્વરૂપ :
શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણીમાં આપશ્રી અલૌકિક નામાત્મક સ્વરૂપે બિરાજો
છો.જેમ શ્રી કૃષ્ણે વેણુનાદ દ્વારા પોતાની અધરસુધાનું પાન વ્રજના જડચેતનને
કરાવ્યું હતું તેમ શ્રી મહાપ્રભુજીએ પોતાની દિવ્ય વાણી દ્વારા પોતાની અધરસુધાનું
પાન કરાવી એ અલૌકિક સુધા સ્વરૂપે આપણાં રોમરોમમાં બિરાજે છે.આજના સમયમા શ્રી
મહાપ્રભુજીનું સાનિધ્ય અને સાનુભવ આપણાં ગંથોના પાઠ અને સ્વાધ્યાયથી વિશેષ અનુભવાય
છે.
૨) આનંદ સ્વરૂપ - કૃષ્ણ સ્વરૂપ :
શ્રી મહાપ્રભુજી એટલે શ્રી સ્વામિનીજીના હ્રદયમાં બિરાજમાન પ્રભુનું
પુંભાવાત્મક સ્વરૂપ.આથી આપે પોતાના સેવકોને સેવા માટે ભગવદ્ સ્વરૂપ પધરાવી આપતાં
આજ્ઞા કરીકે ‘ આ મારું સર્વસ્વ તમને સોંપું છું.’ આપણા માથે આપણા સેવ્ય સ્વરૂપશ્રી
મહાપ્રભુજી આ ભાવાત્મક સ્વરૂપે બિરાજી સંયોગ ધર્મ અને અને સંયોગ ધમીર્ સ્વરૂપ નો
અનુભવ કરાવે છે.
૩) પરમાનંદ સ્વરૂપ-સ્વામિની સ્વરૂપ :
શ્રી મહાપ્રભુજી એટલે શ્રી ઠાકોરજીના હ્રદયમાં બિરાજતું શ્રી
સ્વામિ્નીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ.આ સ્વરૂપથી આપ સદાસર્વદા ભગવદ્ વાર્તા અને
લીલા ચિંતનમાં નિમગ્ન રહો છે.માટે આપનું નામ છે ‘ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ
સુપૂરિતઃ.’ આ વિપ્રયોગ ધર્મ સ્વરૂપે આપે ભક્તોને પોતાનો સ્વરૂપાનુભવ કરાવે
છે.વિપ્રયોગ રસનું દાન કરે છે.
૪) કૃષ્ણાય સ્વરૂપ- ભગવદ્ મુખારવિંદનું સ્વરૂપ :
શ્રી મહાપ્રભુજી ભગવદ્ મુખારવિંદ સ્વરૂપ છે. આ સ્વરૂપે આપ બાહ્ય અને
અંતરમાં સદા નિકુંજ લીલારસમાં ડુબેલા છે.આપનું આ સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક
સ્વરૂપ છે.જેનો અનુભવ શ્રી દામોદરદાસજી આદી ભગવદીયોને આપે કરાવ્યો છે.આ સ્વરૂપ
શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ઉભયભાવનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે.
૫) વૈશ્વાનર - તાપાત્મક સ્વરૂપ : વૈશ્વાનર એટલે અગ્નિ.શ્રી સુબોધિનીજીના
પ્રારંભમાં આપે પોતાના આ સ્વરૂપનો પરિચય સ્વયં આપ્યો છે.આ સ્વરૂપથી આપ આસુરી
જીવોને દૂર રાખો છો. સ્વભક્તોને ભગવદ્ પ્રાપ્તિ માટે આવશ્યક દીનતા, વિરહ , પ્રેમનું
દાન કરે છે.
૬) શ્રી વલ્લભ સ્વરૂપ - લીલા મધ્યપાતી સ્વરૂપ : શ્રી યુગલ સ્વરૂપના માનમિલાપ માટે નિજધામમાં
પ્રગટ થયેલું સ્વરૂપ.આપ સૌ નિજ્જનોના પ્રિય હોવાથી - કૃપાસ્વરૂપ હોવાથી શ્રી વલ્લભ
નામે પ્રસિધ્ધ થયા.
૭) શ્રી આચાર્ય સ્વરૂપ - સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ :
પૃથ્વી પર શ્રી લક્ષ્મણ ભટ્ટનંદન સ્વરૂપે પધાર્યા તે સ્વરૂપ. કિશનગઢમાં
બિરાજતા ચિત્રજીમાં આ સ્વરૂપના દર્શન થાય છે.આ સ્વરૂપે આપ જીવોને બ્રહ્મસબંધ આપી
શરણે લો છે.માયાવાદ દૂર કરી બ્રહ્મવાદનું સ્થાપન કરો છે.
પુષ્ટિમાર્ગ ના સાહિત્ય
૧) શ્રી
બ્રહ્રમસૂત્રાનુભાષ્ય્રમ્ ૨)
પૂર્વમીમાંસા ભાષ્યકારિકા ૩)
જૈમિનીસૂત્રભાષ્યમ્ ૪) શ્રીમદ્
ભાગવતસુબોધિની ૫) સુક્ષ્માતિકા ૬) ભાગવત દશમ સ્કંધની ક્રમાણિકા ૭) પત્રાવલંબનમ્ ૮) તત્વાર્થદીપ નિંબધ : ૯) ષોડસ ગ્રંથ
૧) શ્રી
યમુનાષ્ટક ૨) શ્રી બાલબોધ ૩) શ્રી સિધ્ધાંત મુક્તાવલી ૪) પુષ્ટિપ્રવાહમર્યાદાભેદ ૫) સિધ્ધાંતરહસ્મય્ ૬) નવરત્નમ્ ૭)
અન્તકરણ પ્રબોધ : ૮)
વિવેકધૈર્યાશ્રય : ૯) શ્રી
કૃષ્ણાશ્રય ૧૦) ચતુ : શ્ર્લોકી ૧૧) ભકિતવર્ધિની ૧૨) જલભેદ : ૧૩)
શ્રી પંચપધાનિ ૧૪) સંન્યાસનિર્ણય
૧૫) નિરોધલક્ષ્મણ ૧૬) સેવાફલમ્ ૧૦)
પંચશ્લોકી ૧૧) શિક્ષાશ્લોક : ૧૨) મધુરાષ્ટકમ્ ૧૩) શ્રી પરિવઢાષ્ટકમ્ ૧૪) શ્રી કૃષ્ણશરણાષ્ટકમ્ ૧૫) શ્રી ગિરિરાજધાર્યષ્ટકમ્ ૧૬) શ્રી ગોપીજનવલ્લભાષ્ટકમ્ ૧૭) શ્રી પુરૂષોમસહસ્ત્રાનામ ૧૮) ત્રિવિધનામાવલિ ૧૯) તેલુગુભાષામાં ભક્તિ સાહિત્ય ૨૦) ગાયત્રી ભાષ્યમ્ ૨૧) શ્રી ભાગવત પિઠિકા ૨૨) શ્રી દામોદરાષ્ટકમ્ ૨૩) કૃષ્ણપ્રેમમંત્રમ્ ૨૪) કૃષ્ણવલ્લભ યજુર્વેદભાષ્યમ્
શ્રી મહા પ્રભુજી ની ઉત્તમોત્તમ શિક્ષાઓ
૧) વૈષ્ણવે ભગવાન શ્રીકૃષ્ણને સર્વસમર્થ ઈશ્વર
માનીને માત્ર તેમનો જ આશ્રય કરવો જોઈએ. અન્યાશ્રય ક્યારેય ન કરવો. કેમકે અન્ય
દેવતા ગણીતાનંદ (ગણી શકાય તેવા સુખ) આપવાવાળા છે તેમનામાં સામર્થ જ નથી કે તે કંઈક
અધિક આપી શકે. તેનાથી માલિકને છોડીને તેમના અધિકારી વર્ગો ની સેવા કરવી અજ્ઞાનતા
છે.
૨) પ્રત્યેક વૈષ્ણવની ઈચ્છા પરબ્રહ્મ પ્રાપ્તિની
હોવી જોઈએ. આ પ્રાપ્તિ ભાગવત સેવા દ્વારા સંભવ છે તેથી નિષ્કામ થઇ ભગવાનની આરાધના
કરો. કપટ કયારેય ના રાખો.
૩) વેદો પર અડગ વિશ્વાસ રાખો, કેમ કે તેમાં પ્રભુનું સ્વરૂપ
રક્ષિત છે. આ પ્રકારે શ્રીમદભાગવતની પણ સેવા કરો.
૪) શ્રીકૃષ્ણ પર અડગ વિશ્વાસ રાખી તેમની સેવા કરો.
સેવામાં મન સર્વથા એકાગ્રહ રાખો. માનસી સેવા ઉતમ છે તેની સિદ્ધિ માટે તનુજા અને
વિતજા સેવા છે.
૫) જીવ અક્ષર બ્રહ્મનો અંગ છે. તો પણ અવિધાથી તે
પોતાનાં સ્વરૂપને નથી જાણતો અવિદ્યાથી મુકત થવાથી સ્વરૂપાનંદ મળે છે.
૬) શ્રવણાભક્તિ કરવાથી ભગવાનનું મહાત્મ્ય જાણી શકાય
છે. અને ભગવાનની સેવામાં અભિરુચિ વધે છે. સેવાની સાથે શ્રાવણદિ કરવાથી અવિદ્યા માંથી
જીવ શીધ્ર મુકત થાય છે.
૭) જીવોના બે ભેદ છે, દેવી અને આસુરી, દેવી સૃષ્ટિ મોક્ષની અધિકારીણી છે આના બે ભેદો છે પુષ્ટિ અને મર્યાદા.
પુષ્ટિસુષ્ટિ પ્રભુના સ્વરૂપમાં જ આસકત રહે છે અને એની પ્રવૃતિ પ્રભુની સેવા
કરવામાં જ હોય છે.
મર્યાદાસુષ્ટિ વેદાજ્ઞામાં આસકત હોવાથી મર્યાદામાં જ
તેમની વિશેષ આસક્તિ રહે છે. આસુરી પ્રવાહી સુષ્ટિ છે. આ સુષ્ટિ લૌકિક પ્રવાહમાં જ
આસક્ત રહે છે પુષ્ટિભક્તિમાં પણ ભેદ છે. તેમાં શુદ્ધ પુષ્ટિભક્તિ અત્યંત શ્રેષ્ઠ
ગણાય છે આ ભક્તિનાં અધિકારી જીવ, માત્ર પ્રભુની આજ્ઞાથી જ પ્રભુની લીલાપયોગી અનુકૂળતા કરવા માટે પ્રકટ થાય
છે . પ્રભુની આજ્ઞાનુંરૂપ કાર્ય કરીને તે ફરી પ્રભુની સમીપ જ ચાલ્યા જાય છે.
મિશ્રપુષ્ટિ અપરાધ વશ પ્રભુના દ્વારા આ લોકોમાં આવે છે તેના ત્રણ ભેદ છે પુષ્ટિ,
મિશ્ર પુષ્ટિ, મર્યાદામિશ્ર પુષ્ટિ અને
પ્રવાહી મિશ્ર પુષ્ટિ ભકત.
પુષ્ટિ મિશ્ર પુષ્ટિ ભકત ભગવાનનાં બધા સ્વરૂપો ને
અને ગુણોને, તેમની
લીલાને અને પોતાના ઉપર થયેલા દંડ ને અને તેમના કર્તવ્ય શું છે આ બધું જાણવા વાળા
હોય છે.
મર્યાદા મિશ્રપુષ્ટિભકત ભગવાન નાં ગુણો ને જાણવા
વાળા હોય છે.
પ્રવાહ મિશ્રપુષ્ટિભકત માં ભગવાનમાં સ્નેહ ઓછો હોય
છે. લૌકિક આસક્તિવશ તે પ્રભુ સેવા સંબંધી કાર્ય સ્નેહ રહિત થઈને રહે છે. આ
મિશ્રપુષ્ટિ ભક્તોનો ક્રમથી શુદ્ધ પુષ્ટિમાં પ્રવેશ થઇ શકે છે.
પ્રવાહી જીવોને બે ભેદ છે. સહજ આસુર અને અજ્ઞ આસુર.
સહજ આસુરોનું વર્ણન ગીતાજીના સોળમાં અધ્યાય નાં સાત થી વીસ શ્ર્લોકોમાં કર્યું છે
.
અજ્ઞ આસુર સાચુ પૂછો તો દેવી જ છે. તેમનો સમાવેશ
પ્રવાહીમિશ્ર પુષ્ટિભક્તોમાં થાય છે તે સહજ આસુરમાં મળી નથી જતા. તે ભક્તિમાર્ગનાં
અનુકરણ વાળા હોય છે અને દંડનો ભોગ કરી ક્રમથી કૃતાર્થ થઇ જાય છે.
પુષ્ટિ સુષ્ટિ પ્રભુના અંગથી જ ઉત્પન્ન થઇ છે. તેથી
તેમની ક્રિયા , પ્રભુ
સ્વરૂપની સેવા અને આસક્તિ પણ તે સ્વરૂપમાં જ હોય છે જેનાથી અંતિમ ફળ પણ પ્રભુ
સ્વરૂપની પ્રાપ્તિ અને તેમની અવિચ્છિન્ન સેવાનું ફળ મળે છે. મિશ્ર પુષ્ટિ જીવ પણ
ક્રમ-ક્રમથી અંતમાં શ્રી ભગવત્સ્વરૂપને પામી શકે છે.
મર્યાદા સુષ્ટિ પ્રભુની વાણી દ્વારા ઉત્પન્ન થઇ જાય
છે તેથી તેમની આસક્તિ વાણીરૂપ વેદમાં જ વિશેષ હોય છે. પ્રભુના રૂપમાં તેમની આસક્તિ
નથી હોતી. વેદને માને છે તેથી જ્ઞાનરૂપ વેદ તેમને ફળ આપે છે પ્રભુ પ્રાપ્તિનું ફળ
તેમને નથી મળતું.
પ્રવાહ સુષ્ટિ પ્રભુની ઈચ્છાથી આ જગતના પ્રારંભથી , અંત સુધી , મહાકાળ
સુધી ,લૌકિક સુખદુ:ખ માં જ આસકત થઇ ને તેમાં જ ભટક્યા કરે છે
તે સહજ આસુર (અહંકારી) છે. આ આસુરી જીવોમાં પણ કેટલા ચર્ષણી જીવ છે તે પુષ્ટિ
પ્રવાહ અને મર્યાદામાં ભ્રમણ કર્યા કરે છે તે બે માર્ગ માં દીક્ષિત થઇ તૃદુકત કર્મ
કરે છે. પરંતુ તેમનું ચિત કશામાં પણ લાગતું નથી. હંમેશા ડગડગ ડોલતા રહે છે. તેમને
પોતાની ક્રિયાના અનુસાર લૌકિક ફળ પ્રાપ્ત થાય છે.
૮) દોષોની નિવૃત્તિને માટે 'બ્રહમ સંબંધ' અવશ્ય
લેવું જોઈએ બ્રહ્મસંબંધ નાં બાદ જ જીવ સેવાનો અધિકાર બની શકે છે.
૯) પ્રભુને નિવેદન કરીને જ વાસ્તુમાત્રનો ઉપયોગ કરવો
જોઈએ.
૧૦) સેવકનો સ્વામીનાં પ્રતિ જે ધરમ છે તેનું અનુસરણ
કરતા પ્રભુની પરિચર્યા કરવી. પોતાના સુખની ઈચ્છા ન રાખીને, પોતાના પ્રભુમાં સુખની ઈચ્છા રાખવી.
૧૧) સેવા કરવામાં કોઈ પણ ભાવંતર નહિ આવવું જોઈએ. જો
આવી જાય તો પ્રભુની ક્ષમા - યાચના કરવી અને પછી તે દોષ કયારેય ન આવે એવો પ્રયત્ન
કરવો જોઈએ.
૧૨) વૈષ્ણવ દીનતા અવશ્ય રાખવી. જેમને સાચી દીનતા
પ્રાપ્ત થાય છે તેને પ્રભુની અન્ગીકૃતિનો પરિચય થાય છે. દીનતા પ્રાપ્ત કરવાને માટે 'શ્રીકૃષ્ણ: શરણ મમ' આ મંત્ર ઉત્તમ સાધન છે.
૧૩) વિવેક ધેર્ય અને આશ્રયની đ 6;ક્ષા પ્રત્યેક વૈષ્ણવે કરવી જોઈએ 'ભગવાન બધુ પોતાની ઈચ્છાથી કરશે'
આ ભાવનાને વિવેક કહે છે . પ્રભુની આગળ ક્યારેય દુખની નિવૃત્તિ માટે
અથવા સુખની પ્રાપ્તિ માટે , પ્રાર્થના ન કરવી જોઈએ .
વ્યર્થના અર્થને ગ્રહણ નાં કરવું , તેને વિવેક કહે છે.
સર્વ પ્રકારથી હરિની શરણાગતિ રાખવી. ભય સમયે પણ
તેમનો જ આશ્રય રાખવો જોઈએ. ભગવાનમાં અવિશ્વાસનો પરિત્યાગ કરી આશ્રય રાખવો જોઈએ.
પ્રભુ ,
ભકતની પરીક્ષા કરવા માટે દુ:ખ આપે છે તેથી ધૈર્ય પૂર્વક સહન કરવું
જોઈએ . આ દુ:ખ ભગવદીચ્છા જ દુર થઇ શકે છે. વ્યર્થ મેહનત કરીને ઈશ્વર પર અવિશ્વાસ
પ્રકટ કરવો ન જોઈએ.
૧૪) બધા પ્રકારના અપમાન અને કઠોરતા , પ્રાણીમાત્રામાં ઈશ્વરની ભાવના
રાખી , સહન કરવા .
૧૫) ઇન્દ્રિયોના વિષયોનો સર્વ પ્રકારે ત્યાગ કરવો
જોઈએ .
૧૬) આ લોક અને પરલોકનાં વિષયોમાં ભગવાન
શ્રીકૃષ્ણચન્દ્ર નો જ આશ્રય રાખો. અન્યાશ્રય ન કરો.
૧૭) દુ:ખથી બચવા માટે ભય આવે ત્યારે સર્વ પ્રકારે
ભગવાનનો આશ્રય ગ્રહણ કરો.
૧૮) જીવથી જો અપરાધ થઇ જાય તો પણ કૃષ્ણનો આશ્રય
ગ્રહણ કરવાથી અપરાધની મુક્તિ થાય છે. કોઈ કાર્યની સિદ્ધિ ના પણ થાય તો પણ ભગવાનની
ઈચ્છા એવી હશે તેવુ માનવું. આ પ્રકારે વિચારવાથી દુઃખ નહિ થાય.
૧૯) અભિમાન ક્યારેય ન કરવું. જો ક્યારે અભિમાન આવી
જાય તો 'શ્રી
કૃષ્ણ: શરણં મમ' આ મંત્રનો પાઠ કરવાથી અહંકારની નિવૃત્તિ થાય
છે. યોગ્ય તો આ છે કે સર્વદા અને સર્વત નિરલાસ થઇ ભગવાનના આ મંત્રને જપતા રહો.
૨૦) પોતાના ધર્મને સદા શ્રેષ્ઠ જાણીને તેનામાં અડગ
શ્રદ્ધાપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરો. વિધર્મ અથવા બીજાના ધર્મથી અથવા પોતાના
વિરુદ્ધ ધર્મથી સદા દૂર રહો.
૨૧) પોતાના ઇન્દ્રિયરૂપ ઘોડાઓને ખૂબ રોકો. ક્યારેય
જીજ્ઞાસા અથવા કૂતુહલવશ પણ તેમનો ઉપયોગ ન કરો.
પ્રત્યેક વૈષ્ણવ એ પ્રાત:કાળ ચાર થી પાંચ વાગ્યા
સુધી અવશ્ય જ જાગી જવું જોઈએ. જાગૃત થયા બાદ 'શ્રીકૃષ્ણ' 'શ્રી વલ્લાભાધીશ
' ' શ્રી ગુસાઈજી' 'શ્રી યમુનાજી' 'શ્રી ગુરુદેવ' વગેરે પુણ્યનામોનું સમરણ કરવું જોઈએ.
તેના બાદ શ્રીનાથજી અને પોતાના મંત્રોપદેષ્ટા ગુરુ નાં ચિત્રનું દર્શન કરો.
આચાર્યશ્રીના નામ આગળ પૂ.શ્રી. ૧૦૮ કેમ લખવામાં આવે
છે ?
- નામ સ્મરણની માળામાં ૧૦૮ મણકા કેમ હોય છે ? માળા કરવાથી શું ફાયદો થાય
?
પ્રભુના નામસ્મરણની માળાના મણકા ૧૦૮ કેમ ?
વલ્લભ કુળના આચાર્યોનાં નામ આગળ ૧૦૮ શ્રી કેમ
લખવામાં આવે છે ?
પ્રભુના નામસ્મરણ માટે માળા કરવામાં આવે છે.
પ્રત્યેક ધર્મમાં માળા તો હોય જ છે. માળા ગમે ત્યાં ગમે તે સમયે ગમે તે અવસ્થામાં
કરી શકાય. પ્રભુની માળા કરનારને વૈકુંઠ સુખ મળે છે. આ માળા જીવનને તારતી છે.
પ્રભુનું સ્મરણ વ્યર્થ જતું નથી ગમે તેવી આધિ વ્યાધિમાં માળા કરી હોય તો પ્રભુ
ઠાકોરજી સ્વરૂપે પડખે ઉભો રહે છે. આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ‘માળા’માં
શ્રીકૃષ્ણઃ શરણં મમ્ નો મંત્ર મુખ્ય છે. રામ-રામ મંત્ર છે પણ વૈષ્ણવો શ્રી
કૃષ્ણને ભજનારા છે. પ્રભુના નામસ્મરણ માંનો શ્રેષ્ઠ ઉપાય માળા છે. અગ્નિપુરાણમાં
લખ્યું છે કે ગણતરી વગર મંત્ર જપ સફળ થતા નથી. પ્રાચીન યુગમાં રેતીનું યંત્ર મુકી
માળા થતી હતી. નવધા ભક્તિમાં માળાનું મહત્ત્વ બતાવ્યું છે. માળાના ૧૦૮ મણકા કેમ ? શાસ્ત્રમાં ૧૨ રાશી અને ૯ ગ્રહ છે.
૧૨ ટ ૯ = ૧૦૮ થાય આ જપ કરવાથી ૧૦૮ વાર ગ્રહો અનુકૂળ થાય છે. ખગૌલિક રીતે વિશ્વ
(આકાશ) ૨૭ નક્ષત્રોમાં વહેંચાયેલું છે. દરેકના ૪ ચરણ છે. (દિશી) ૨૭ ટ ૪ = ૧૦૮
સૂર્યના બાર સ્વરૂપો છે. બારમું સ્વરૂપ વિષ્ણુનું છે. ૧૨ અંકવાળા વિષ્ણુરૂપ
સૂર્યની સાથે નવ અંકવાળા બ્રહ્મનો ગુણાકાર કરવાથી ૧૦૮ આંકડો થાય છે.
‘‘ત્વં માલે સર્વ દેવાનાં પ્રીતિદા શુભદા ભવ ।
શિવં કુરુત્વ મે મદ્ર પર્શાવીય ચ સર્વદા ।।’’
હે માળા, તુ સર્વ દેવોને પ્રીતી તેમજ શુભ આપનારી છે. મને તું યશ અને બળ આપ તેમજ
સર્વદા મારૂં કલ્યાણ કર.
માળા સમજપૂર્વક હૃદયના સાચા ભાવથી એક ચિત્તે કરવામાં
આવે તોજ સફળ થાય.
જે પ્રભુની માળા કરીયે તેની મૂર્તિ સ્વરૂપ આપણા માનસ
ઉપર દેખાવી જોઈએ. માણસ ૨૧,૬૦૦ શ્વાસ લે છે રાત્રીના અડધા બાદ કરતાં બાકી ૧૦,૮૦૦
શ્વાસ રહે માણસે ૧૦,૮૦૦ વખત નામ સ્મરણ કરવું જોઈએ.
માળા અને ગળાની કંઠી ભક્તિનું શ્રેષ્ઠ સર્વોત્તમ
માઘ્યમ છે. સમર્પણનો ભાવ તેમાં છે, મહાપ્રભુ વલ્લભાચાર્યનો પુષ્ટિમાર્ગ કંઠી દ્વારા ‘બ્રહ્મસંબંધ’ આવી દીક્ષા
આપે છે.
કબીરજી કહે છે દુઃખમાં જ માળા ન કરવી સુખમાં અને
યુવાનીમાં જ માળા કરવી.
‘‘દુઃખ મે સુમિરન સબ કરે,
સુખેમેં કરે ન કોય
જો સુખમેં સુમીરન કરે
દુઃખ કાહે કો હોય.’’
માળા સુખમાં કરી લેવી પ્રભુને મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય
નામ-સ્મરણ છે તે માળા દ્વારા થઈ શકે છે.
માળા કરવાથી મન સ્થિર થાય છે. એકાગ્રતા મનની વધારવા
૧૦૮ માળાની માળા કરવી માળાના બે છેડાને મેળવી આપતો મણકો ‘સુમેરૂ’ કહેવાય છે.
બ્રહ્માંડ પંિડ સિદ્ધાંત મુજબ નક્ષત્ર માળાને ૠષિઓએ ચારે દિશામાં ફરતી નક્ષત્ર
માળાને નક્ષત્રો (૨૭) ને ચારે દિશામાં ફરતી માળાને ૧૦૮ સંખ્યાવાળી માળા બનાવી. ૨૭
નક્ષત્ર + ૪ દિશા. પુરાણના ઉલ્લેખ મુજબ ૧૦૮ નો આંક પવિત્ર માનવામાં આવે છે. ૧૦૮
કુલ ઉપનિષદોના ગ્રંથો વર્ણવ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં માણસની ‘મહાદશા’ ૧૦૮ બતાવી
છે. ‘મહાદશા’નો નિવારણ કરવા ‘૧૦૮’ મણકાની માળા કરવી. જૈન ધર્મમાં ૧૦૮ માળાનું
વિધાન છે. અરિહંતના ૧૨ સિઘ્ધના ૮ આચાર્યશ્રીના ૩૬ ઉપાઘ્યાયના ૨૫ તેમજ સાઘુના ૨૭ આમ
પંચ પરમિષ્ઠના કુલ ૧૦૮ ગુણ થાય છે. જૈનની માળામાં ૧૧૧ મણકા છે મૂળ ૧૦૮ મણકા ‘‘નમો
અરિહન્તાય’’ બાકીના જ્ઞાન ચારિત્ર્યના ગણવામાં આવ્યા છે. ચારિત્ર્યત્યોના જપ
માળામાં આદિત્ય-૧૨ રૂદ્ર-૧૧ મરૂત-૩૧ વિષ્ણુ-૧, ૠષિ-૭, વસુ-૮,
માતૃકા-૨૮, બ્રમા-૧, મહેશ-૧,
ગણ-૮નો સરવાળો ૧૦૮ માળાના મણકાનું વિધાન છે. (અષ્ટોત્તર શત સંખ્યાક
ના આધારે) આચાર્ય શ્રી આગળ પૂ. ૧૦૮ શ્રી કેમ લખવામાં આવે છે ?
પહેલાંના જમાનામાં પુષ્ટિ માર્ગના વૈષ્ણવો
આચાર્યશ્રીને પત્ર લખતા હતા. તેમાં વૈષ્ણવ (૩) ત્રણ એમ લખવામાં પત્ર આગળ આવતું
હતું. ત્રણનો અંક સેવકનો અંક સૂચિત કરે છે.
ગુરૂના સ્થાન માટે શ્રી-૬ એમ સંબોધન ગણાય છે.
‘‘શ્રી પટ દિજૈ ગુરૂનકો, પાંચ નૃપત્તિ રિપુચાર.’’
ત્રણ ભૃત્ય દૈ મિત્ર કો, એક પુત્ર અરૂનાર
રાજાની આગળ (શ્રી) લખાય દુશ્મનને માટે (શ્રી ૪) એમ
લખાય. આંકડા અંક શાસ્ત્ર મુજબ જુદુ જુદુ ફળ આપે છે. અંકનું એક શાસ્ત્ર છે. જેમ
માળા ૧૦૮ મણકાની ભગવદ્ ભાવ માટે છે તેમ ગુરૂનું સ્થાન ભગવદ્ ભાવ કરનારૂં છે.
ગુરૂ એ ગોવંિદની પ્રાપ્તિ કરાવનાર છે. ગુરૂને ૧૦૮ શ્રી લખવામાં પ્રભુ તુલ્ય
આઘ્યાત્મિક ભાવ છે.
જ્યાં જ્યાં મર્યાદા સ્વરૂપ હોય ત્યાં ૧૦૮ વિશિષ્ઠ મહત્ત્વ
છે. ‘રામ’ મર્યાદા સ્વરૂપ છે. કૃષ્ણ પુષ્ટિ સ્વરૂપ છે. ‘ર’ એટલે મૂળાક્ષરનો (૨૭)મો
અક્ષર છે. ‘આ’ બારાખડીનો બીજો અક્ષર છે ‘મ’ મૂળાક્ષરનો ૨૫મો અક્ષર છે રામ = ૨૯ +
૨૫ = ૫૪ ૫૪ + ૫૪ = ૧૦૮ થાય. રામ બોલો ભાઈ !
રામ ! એટલે જ અંતે બોલવામાં આવે છે ‘રામ’ શબ્દ માણસના
શ્વાસની સાથે જોડાયેલો છે શ્રી રામ ભગવાન (તુલ્ય) છે આમ ગુરૂને ભગવાનનું જ એક
સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં માનવામાં આવ્યું છે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ એટલે જ ‘ગુરૂ’ને જયશ્રી કૃષ્ણ
નથી કહેતો. ગુરૂ વાસ્તવમાં તે ઠાકોરજી છે. કૃષ્ણ સ્વરૂપ જ છે. ગુરૂને દંડવત્
પ્રણામ કરાય. શ્રી ૧૦૮ પ્રભુનું સ્વરૂપ માનવું.
શ્રી ઠાકોરજીની સેવા
શ્રી ઠાકોરજી સેવા કેવી રીતે સ્વીકારે છે ?
એક વખત આપ શ્રી એ
આજ્ઞા કરી કે , જ્યા સુધી સેવા આધીદૈવિકી ન થાય ત્યાં સુધી શ્રી ઠાકોરજી સેવા નો સાક્ષાત
અંગીકાર કરતા નથી ,પણ સ્વરૂપ ના માધ્યમ થી જ સેવા સ્વીકારે
છે . શ્રી ઠાકોરજી નું સ્વરૂપ રસરૂપ છે અને રસ ને રહેવા માટે આધાર પાત્ર જોઈએ .
તેથી રસરૂપ પ્રભુ વાસુદેવ વ્યૂહ ને અધિષ્ઠાન કરી ને બિરાજે છે .આ વાસુદેવ વ્યૂહ જે
અધિષ્ઠાન રૂપ છે તે સર્વોદ્ધારક સ્વરૂપ છે ,અને તેની ભીતર
બિરાજતારસરૂપ પુષ્ટિ પુરુષોત્તમ ભક્તોદ્ધારક
છે .
વૈષ્ણવો ને જે સ્વરૂપ પધરાવી દેવા માં આવે છે , તે ચિત્રજી હોય કે સ્વરૂપ હોય
,તેને શ્રી ગુરુદેવ પાસે પુષ્ટ કરાવવામાં આવે છે અને શ્રી આચાર્ય
બાલક પુષ્ટિકરણ દ્વારા તે સ્વરૂપ માં ભક્તોદ્ધારક પુષ્ટિ પુરુષોત્તમ ને પધરાવે છે
. જ્યા સુધી સેવા કરનાર નો ભાવ શુદ્ધ ન થયો હોય ત્યાં સુધી તે જે સેવા કરે છે તેનો
સ્વીકાર અધિષ્ઠાન સ્વરૂપ ના માધ્યમ થી પુષ્ટિ પુરુષોત્તમ કરે છે અને જયારે ભાવ
અત્યંત વૃદ્ધિગત થાય અને સેવા આધીદૈવિકી
થાય ,ત્યારે અધિષ્ઠાન સ્વરૂપ ની ભીતર બિરાજતા
ભક્તોદ્ધારક સ્વરૂપે તેનો સાક્ષાત સ્વીકાર કરે છે.આ ભક્તોદ્ધારક સ્વરૂપે સેવા
સ્વીકારે ત્યારે પ્રભુ સાક્ષાત આરોગતા હોય તેવા દર્શન થાય છે .
સાધનો દ્વારા ભગવદ્ પ્રાપ્તિ થતી નથી એ વિષયોનાં
આધારે ચોવીસમાં શિક્ષાપત્રમાં વિચારવાંમાં આવ્યું છે કે પુષ્ટિમાર્ગ એટ્લે પ્રભુની
કૃપાનો માર્ગ. જે માર્ગ દ્વારા શ્રી પ્રભુ જીવ પર કૃપા દર્શાવે છે તે પુષ્ટિમાર્ગ
છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ કૃપા જ સૌથી મોટું અને મુખ્ય કારણ છે. શ્રી હરિરાયજી
પ્રભુચરણ ભાવપ્રકાશમાં આજ્ઞા કરતાં કહે છે કે શ્રી ઠાકુરજીની સેવા તન, મન અને ધનથી સહપરિવાર કરવી જોઈએ.
બ્રહ્મસંબંધ લીધેલા જીવની એક ને એક માત્ર ફરજ ભગવદ્
સેવા કરવાની જ છે પરંતુ પુષ્ટિમાર્ગમાં સાધનથી પ્રભુ મેળવી શકાતા નથી. જ્યારે જીવ
નિઃસાધન થઈ દીનતાપૂર્વક શ્રી પ્રભુની સેવા કરે ત્યારે જ તે જીવ પર પ્રભુની કૃપા
અને પુષ્ટિ કૃપા ઉતરે છે. શ્રી વિઠ્ઠલેશપ્રભુચરણ કહે છે શ્રી મહાપ્રભુજીની કૃપા એ
જ વૈષ્ણવોની શક્તિ છે માટે પ્રત્યેક વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીનાં ચરણાર્વિન્દમાં, શ્રી વલ્લભની વાણીમાં, અધરામૃતમાં અને શ્રી વલ્લભની કૃપા શક્તિ પર દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા
રાખવી કારણ કે શ્રી વલ્લભ પરની દ્રઢ આસ્થા, શ્રધ્ધા અને
વિશ્વાસથી જ જીવો પર શ્રી વલ્લભ અને શ્રી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. ભક્ત કવિ
શ્રી સૂરદાસજીનું અંતિમ કીર્તન “દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો” એ પદ વૈષ્ણવોએ નિત નિત
યાદ કરવું.
આજ સત્યને વધારે સાતત્ય પ્રદાન કરાવતાં શ્રી
હરિરાયજી આચાર્યચરણ ૨૫ માં શિક્ષાપત્રનાં ૧૬ શ્લોકથી કહે છે કે શ્રી મહાપ્રભુજીનાં
ચરણકમળનાં ભજન-ભક્તિમાં સદૈવ રહેવામાં આવે તો શ્રી હરિ ક્યારેય પોતાનાં ભક્તજીવને
છોડતાં નથી. જે શ્રી હરિરાયજી આચાર્યચરણે પ્રથમ શ્લોકથી નિરૂપિત કરેલ છે.
શ્રી વલ્લભપદાંભોજભજના હરણાદપિ ।
દયાપરઃ કદાચિતં ન જહાતિજનં હરિઃ ।। ૧।।
બીજા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે જે
વૈષ્ણવનાં ઉપર આપશ્રી મહાપ્રભુજી કૃપાકટાક્ષ કરે છે તેનો પક્ષપાત શ્રી ઠાકુરજી
પોતે કરે છે. ત્રીજા શ્લોકમાં શ્રી હરિરાયજીચરણ કહે છે કે જે વૈષ્ણવ ભક્તનાં
હૃદયમાં શ્રી મહાપ્રભુજીનાં બંને ચરણ બિરાજે છે તેવા જીવનાં લાખો, કરોડો દોષ અને જીવનાં પ્રતિબંધ શ્રી
મહાપ્રભુજીની કૃપાથી દૂર થાય છે. ચોથા શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે,
યદંગુલિનાનંદચંદ્રશૈત્યં સદાહ્રદિ ।
તાપં હરતિ ભકતાનાં તદાનંદ પદાંબુજમ્ ।।૪।।
જે ભક્તોના હૃદયમાં શ્રી મહાપ્રભુજીની દસ આંગળીઑનાં
નખરૂપી ચંદ્રનો શીતળ પ્રકાશ પ્રસરી રહ્યો હોય તેવા ભક્ત જીવનાં હૃદયનો તાપ તેઓશ્રી
હરી લે છે અને ભક્તજીવોને આનંદનું દાન શ્રી મહાપ્રભુજી દ્વારા થાય છે. પ્રતિ
વૈષ્ણવોનાં હૃદયમાં આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવીક એમ ત્રણેય પ્રકારનાં તાપો તેમજ કાયિક, વાચિક, અને માનસિક એ ત્રણેય પ્રકારનાં અંતરાયો,
પ્રતિબંધો અને વિઘ્ન દૂર થાય છે. આમ શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળનાં
નખચંદ્ર સેવકોને આનંદનું દાન કરે છે. આચાર્યચરણ શ્રી હરિરાયજી કહે છે કે લોકમાં
અને વેદમાં એવી સેંકડો વસ્તુઓ અને બાબતો હોય છે જે જીવને માટે સારી હોય છે પરંતુ
વૈષ્ણવ જીવોને માટે તો સૌથી સુંદર ફળસ્વરૂપ તો કેવળ અને કેવળ શ્રી મહાપ્રભુજીનાં
બેઉ ચરણકમળ જ છે, અને જે વૈષ્ણવો શ્રી આચાર્યચરણમાં દ્રઢ
વિશ્વાસ ધરાવે છે તેમને જ ઠાકુર શ્રી કૃષ્ણનાં અધરામૃતની સિધ્ધી પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે વેદોક્ત કર્મ ક્ષણિક ફલરૂપ હોઈ તે અવિનાશી ફળ આપી
શકતાં નથી. કારણ કે ભગવાનનાં ચરિત્રથી જુદા પ્રકારનાં વિચારો સ્મરણથી, મનનથી, ચિંતનથી, શ્રવણથી ચિત્ત
કલુષિત થઈ જાય છે જેનાં કારણે જીવ કૃષ્ણભક્તિથી વિમુખ અને બહિર્મુખ થઈ જાય છે.
વેદોમાં, પુરાણો અને ઉપનિષદોમાં અનેક પ્રકારનાં કર્મ બતાવેલા છે. જ્ઞાનમાર્ગ,
યોગમાર્ગ, કર્મમાર્ગ, ઉપાસનામાર્ગ,
વિવિધ પ્રકારનાં વ્રત, નિયમ, સંયમ વગેરે પ્રકારનાં સાધનો બતાવેલા છે, તેથી તે
અનેક સાધનોનું શું ફળ છે કે શું ફળ મળે છે તે જાણી શકાતું નથી. કારણ કે
પુષ્ટિમાર્ગમાં તો કેવળ વ્રજભકતો અને વૈષ્ણવોરૂપી વ્રજભકતોનો ભાવનાત્મક ભાવ જ
સર્વોપરી છે, જે શ્રી વલ્લભની કૃપાથી જ વૈષ્ણવજીવોને પ્રાપ્ત
થાય છે, અને પ્રાપ્ત થઈ શકે છે. આથી જ કહેવાયું છે કે જે
જીવનું મન, ચિત્ત અને ઇન્દ્રિયો શ્રી હરિની કથારૂપ અમૃતથી,
ભગવદ્સેવાથી અને ભગવદ્ધર્મથી બહિર્મુખ થઇ જાય છે તે જીવ અનેક
પ્રકારનાં ધર્મો કરતો હોવાં છતાં તે અધૂરો જ છે. આવો જીવ જો કોઈપણ પ્રકારનો
ભગવદ્ધર્મ પણ કરે તોયે તેને તે ભગવદ્ધર્મ સોહાતો નથી.જ્ઞાનં તુ (મુક્તિ)
ભક્તિહેતુત્વાત્ સા નૈવ ફલરૂપિણી ।
યતો જીવસ્ય દાસત્વં હેતુભેદનિવર્તિકા ।।૭।।
અર્થાત જ્ઞાન મર્યાદાભક્તિનાં હેતુરૂપે છે તેથી તે
ફળરૂપ કહી શકાય, પણ
મર્યાદા ભક્તિ ફળરૂપ નથી. કારણ કે જીવનાં દાસત્વમાં જે ભેદપણું રહેલું છે. તેવા
ભેદપણા રૂપ મર્યાદાભક્તિને દૂર કરવાની છે. દાસત્વભાવ એટ્લે કે જીવ અને ભગવાન શ્રી
કૃષ્ણ વચ્ચેનો સંબંધ એ સેવક અને શેઠની ભાવના છે. આપણાં પ્રભુ શ્રી કૃષ્ણ એ શેઠ છે,
અને જીવ એ સેવક છે. “દાસોડહમ કૃષ્ણ ત્વાસ્મિ ” એ ભાવ પ્રભુનાં
સેવકનો હોવો જોઈએ. ત્યારપછીનાં શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ ભક્તિનું સ્વરૂપ
સમજાવતાં કહે છે કે ભક્તિનાં બે પ્રકાર છે.
પુષ્ટિભક્તિ હરેરાસ્યં તત્વસ્મત્પ્રભવઃ સ્વયમ્ ।
ત એવ સંશ્રિતાઃ સંતઃ ફલરૂપા ભવંતિ હિ ।। ૯ ।।
-પ્રથમ ભક્તિમાં પ્રભુનાં ચરણાર્વિન્દની શીતળ ભક્તિ
આવે છે, જે
સેવક અને દાસ્યભાવને પ્રગટ કરે છે. શ્રી આચાર્યચરણ હરિરાયજી જણાવે છે કે પ્રભુનાં
ચરણાર્વિન્દની ભક્તિ એ શીતળ છે કારણ કે એ આપણે વૈષ્ણવો દીન ભાવે શ્રી ઠાકુરજી અને
શ્રી વલ્લભ તેમજ શ્રી વલ્લભકુલનાં શરણે રહી તેમનું સ્મરણ, મનન
અને ચિંતન કરતાં રહીએ છીએ. જ્યારે આપણે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજી અને શ્રી
ઠાકુરજીનાં ચરણમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા દર્શાવી છીએ ત્યારે આપણાં વિચારો પણ
શ્રી ઠાકુરજી અને શ્રી મહાપ્રભુજીને સમર્પિત થઈ જાય છે. જ્યારે વિચારો પ્રભુ અને
ગુરૂનાં ચરણોમાં સ્થાપિત થઈ જાય છે ત્યારે શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભ આપણાં
લૌકિક- અલૌકિક સર્વનું આપ જ કૃપા કરીને સિધ્ધ કરશે તેવો દ્રઢ ભાવ હૃદયમાં સ્થાપિત
થઇ જાય છે. શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે પ્રભુ પરનો દ્રઢ વિશ્વાસ એજ વૈષ્ણવોનાં
હૃદયનો શીતળ ભાવ છે.
-બીજી ભક્તિમાં પ્રભુનાં મુખારવિન્દની ઉગ્ર ભક્તિ
આવે છે, જે
ભગવદ્ ભાવને પ્રગટ કરે છે. પરંતુ ભગવદ્ ભાવ વૈષ્ણવોમાં ક્યારે આવે અને
મુખારવિન્દની સેવા શી રીતે થાય? શ્રી આચાર્યચરણ હરિરાયજી
જણાવે છે કે મુખારવિન્દની ભક્તિ એટ્લે સાક્ષાત ભગવદ્સેવા. શ્રી ઠાકુરજીની સેવામાં
આપણી તત્પરતા થાય અતિ જરૂરી છે. વિવિધ સામગ્રી દ્વારા શ્રીજીને ભોગ ધરવાનો,
કીર્તન દ્વારા રાગ અને આલાપ દ્વારા, વિવિધ
આભૂષણો દ્વારા શ્રી પ્રભુને અને શ્રી મહાપ્રભુજીને શૃંગારથી મનુહાર કરીએ, ગુરૂ અને પ્રભુની સેવા કરતાં કરતાં હૃદયમાં સતત તાપ, કલેશ, વિરહ ભાવનો પ્રત્યક્ષ અનુભવ કરતાં રહીએ અને
પ્રભુને વિનંતી કરીએ હે પ્રભુ આપ અમારી ભાવપૂર્વક કરાયેલી તમામ સેવાનો અંગીકાર કરો
અને આપના સાક્ષાત સ્વરૂપનાં દર્શન કરવો. આમ વારંવાર જ્યારે વૈષ્ણવોનાં હૃદયમાં તાપ
કલેશ રહે તે માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે “કૃષ્ણ સેવા સદા કાર્યાઃ।”. ચતુઃશ્લોકી ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે કે ” સર્વદા
સર્વે ભાવેન ભજનિયો વ્રજાધિપઃ ।। “ શ્રી
ઠાકુરજીની સેવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું એક માત્ર કર્તવ્ય છે. શ્રી હરિરાયજી
આચાર્યચરણ કહે છે કે “ચેતસ્તન્પ્રવણં સેવા” અર્થાત્ ચિત્ત પ્રભુમાં મગ્ન રહે તે
હેતુથી વૈષ્ણવોએ સેવા કરવા માટે સદાયે તત્પર રહેવું જોઈએ.
શ્રી હરિરાયજી આચાર્યચરણ ૧૩, ૧૪માં શ્લોકમાં કહે છે કે આ પૃથ્વી
ઉપર શ્રી પ્રભુએ અવતાર ધારણ કરીને આ પૃથ્વીને અલંકૃત કરી છે તે જ રીતે કલિયુગમાં
શ્રી પ્રભુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી રૂપે પધાર્યા છે. શ્રી હરિરાયજીચરણ કહે છે
કે કલિયુગ હોવા છતાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી વિવિધ રીતે આપણી પાસે બિરાજે છે
તેઓ શ્રી ઠાકુરજીનાં મુખારવિન્દમાં, શ્રી વલ્લભકુલ બાલકો અને
વચનામૃતમાં, ગ્રંથોમાં, હસ્તાક્ષરમાં,
તેમની બેઠકજીમાં, તેમનાં ચરણપાદુકાજીમાં
બિરાજે છે. ૧૫માં શ્લોકમાં શ્રી હરિરાયજી આચાર્યચરણ કહે છે કે શ્રીમદ્ભાગવત્જી એ
શ્રી ઠાકુરજીનું વાંગમય સ્વરૂપ છે જ્યારે શ્રીમદ્ભાગવત્જીનાં ટીકા સ્વરૂપ શ્રી
સુબોધિનીજીમાં આચાર્યચરણ શ્રી વલ્લભનું સ્વામિની સ્વરૂપ બિરાજે છે. તદ્પરાંત ભૂતલ
પર હજુયે આપણાં શ્રી વલ્લભનાં, શ્રી વલ્લભકુલ બાલકોનાં,
ભગવદીયોનાં ગ્રંથો બિરાજે છે આમ આટલાં બધાં સ્વરૂપે શ્રીજી ભૂતલ પર
બિરાજતાં હોવા છતાં કેટલાક પુષ્ટિજીવો માર્ગથી અને ભક્તિથી વિમુખ થઈને ચાલી રહ્યાં
છે જેને શ્રી હરિરાયજી કેવળ ભગવદ્ ઈચ્છા માની રહ્યાં છે. શ્રી હરિરાયજી ચરણ કહે છે
કે વૈષ્ણવોએ ભક્તિની પ્રાપ્તિ માટે દિનપ્રતિદિન સેવામાં અને સ્મરણમાં તત્પર રહી
શ્રી મહાપ્રભુજીનાં ચરણકમળનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ, પરંતુ આ
ત્યારે જ થઈ શકશે જ્યારે પ્રભુ તે જીવ પર કૃપા કરશે અને જે જીવ પર પ્રભુકૃપા થશે
તે જ જીવ પુષ્ટિભક્તિનાં માર્ગે ચાલી શકશે.
શ્રી હરિરાયચરણ સૌ વૈષ્ણવો અને પુષ્ટિજીવોને અનુરોધ
કરતાં કહે છે કે ભક્તિની પ્રાપ્તિ માટે શ્રી મહાપ્રભુજીના ચરણકમળનો દ્રઢ આશ્રય
રાખવો. દિન પ્રતિદિન પ્રભુનાં અને પ્રભુ સ્વરૂપ ગુરૂનાં ચરણાર્વિન્દ અને
મુખારવિંદની ભક્તિમાં એટ્લે કે સેવા અને સ્મરણમાં તત્પર રહેવું.
“મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર્વિન્દ”
શિક્ષાપત્ર ગ્રંથ ખોલી વારંવાર શિક્ષાપત્રનું આચમન
કરતાં રહો એજ ભાવભાવના સાથે પચ્ચીસમાં શિક્ષાપત્રનું સમાપન અંતે કરાય છે “શેષ
શ્રીજી કૃપા”.
શ્રીકૃષ્ણ એ જ સાક્ષાત શ્રીનાથજી
ગોલોકમાં બિરાજતા પૂર્ણ પુરૂષોતમ ભગવાન સારસ્વત
કલ્પમાં વ્રજ – ગોકુળમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણના નામે પ્રસિધ્ધ થયા હતા.
શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષો થઈ ગયા. દરમ્યાન ઘણા ભકતાત્માઓને ફરી
પુથ્વી પર જન્મ લેવાનો થયો. ફરીથી તેમનો ઉધ્ધાર કરવાની જરૂર ઉભી થઈ. ત્યારે ભગવાને
પોતાના કૃપાશકિત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે , “દૈવી જીવોનો અંગીકાર કરવા માટે
આપે પણ પુથ્વી પર પ્રગટ થવું પડશે. ‘ શ્રીઠાકોરજીએ આ વાત સ્વીકારી. તેથી શ્રી
મહાપ્રભુજી અને શ્રીનાથજી સ્વરૂપે શ્રીકૃષ્ણ આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે
ભારતમાં પ્રગટ થયા. ભગવાન શ્રીકૃષ્ણ
ફરીથી કળિયુમાં આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રી ગિરિરાજ
પર્વતમાંથી
શ્રી શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા. માટે શ્રીનાથજી એ
જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ શ્રીનાથજી છે. આપના પ્રગટ થવાના મુખ્ય ત્રણ કારણ હતાં.
૧)
ગોલોકમાંથી છૂટા પડેલા ભક્તજીવોનો અંગિકાર કરીને તેમનો ઉધ્ધાર કરવો.
૨) સારસ્વત
કલ્પમાં શ્રીકૃષણ સ્વરૂપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો.
૩) સારસ્વત
કલ્પનો સેવાપ્રકાર ફરીથી શરૂ કરાવવો.
આજે શ્રી શ્રીનાજીનું આ સ્વરૂપ નાથદ્વારામાં બિરાજે
છે. આ સ્વરૂપ કોઈ માનવે કે શિલ્પકારે ઘડેલું નથી. સ્વયંસિધ્ધ સ્વરૂપ છે.
શ્રી નાથજી
પવિત્રા એકાદશી એટલેપુષ્ટિ માર્ગ ના પ્રકટ્ય નો દિવસ
.શ્રી વલ્લભ ને ખુબ ચિંતા થઇ કે દોશી જીવ નો પૂર્ણ પુરુષોત્તમ સાથે સંબંધ કેવી
રીતે થાય અને તેનો ઉદ્ધાર કેવી રીતે કરવો ,ત્યારે શ્રી ઠાકોરજી એ સ્વયં પ્રગટ થઇ આજ્ઞા કરી કે તમે
જીવ નો બ્રહ્મ સંબંધ કરાવો .એથી એમના દોષો ની નિવૃત્તિથશે . તમે જે જીવ નો અંગીકાર
કરશો તેનો હું ક્યારેય ત્યાગ નહી કરું .અને આ વચન શ્રી જી બાવા એ પાળી ને બતાવ્યું
. વૈષ્ણવો નો વિશ્વાસ દૃઢ કર્યો .એક મહાપ્રભુજી ના સેવક રામાનંદ પંડિત જેણે
વૈષ્ણવો નો અવિશ્વાસ કરી અપરાધ કર્યો હતો તેનો શ્રી વલ્લભે ત્યાગ કર્યો તોપણ શ્રી
જી બાવા એ એમની ધરાવેલી જલેબી અંગીકાર કરી .શ્રી વલ્લભે પૂછ્યું ત્યારે શ્રી જી
બાવા એ કહ્યું કે મેં તમને વચન આપ્યું છે
માટે મેં તેનો ત્યાગ નથી કર્યો .આમ આજ ના દિવસે શ્રી મહાપ્રભુજી ની ચિંતા
નું શ્રી ઠાકોરજી એ નિવારણ કર્યું અને વૈષ્ણવો ને અભય વચન મળ્યું . પણ આ બધુ કેવી રીતે અને ક્યારે જયારે બ્રહ્મસંબંધ ની દીક્ષા લઈ
સાચામન થી સમર્પણ કરી ઘર માં ઠાકોરજી પધરાવીપોતાનાં તન મન ધન થી શ્રી વલ્લભ ની
આજ્ઞા મુજબ સેવા કરીએ તો . દેખા દેખી થી કે અન્ય કોઈ પણ પ્રલોભનો થી જો સેવા કરીએ
તો એ આપણા શ્રી વલ્લભ ની આજ્ઞા નો દ્રોહ કર્યો કહેવાય .સાચા સમર્પણ માં પ્રેમ હોય
છે અને પ્રેમ થી યથા શક્તિ કરેલી સેવા થી ઠાકોરજી અને વલ્લભ બંને રાજી થાય છે . કા
કે પ્રીતમ પ્રીત હિ તે પૈયે.જય શ્રી કૃષ્ણ
. કાંઈ ભૂલચૂક હોય તો અણસમજુ ગણી માફ કરશો .
શ્રી ભાગવતજી
આજીવિકા
માટે શ્રી ભાગવત ની કથા
ન કરવી .
શ્રી ભાગવત ની કથા જે નિષ્કામ ભાવે
કરતા હોય તેની પાસે થી
સાંભળવી.
શ્રી ભાગવત નો ઉપયોગ લૌકીક
સ્વાર્થ માટે ન કરાય .
શ્રી ભાગવત
નું પારાયણ નિત્ય જાતે જ કરવું.
નિષ્કામ ભાવે જ
ભાગવત ની કથા સાંભળવી.
ભગવદ સેવા
સેવા માં
અર્ધભુક્ત વસ્તુઓનો કદાપી
ઉપયોગ ન કરવો .
સેવા માં લીલાઓની
ભાવનાઓ નું ચિંતન અવશ્ય
કરવું.
સેવા માં
લોકલાજ ,કુલ
મર્યાદા વિગેરે નો ત્યાગ
કરવો .
સેવા
પોતાનાં ઘર માં ગુપ્ત
રીતે કરવી .
પુષ્ટિ ભક્તિ પતિવ્રતા ના ધર્મ
જેવી છે.
આપણા
કુટુંબીજનો ની સાથે સેવા કરવી .
આપણા પોતાનાં
શરીર -સંપત્તિ થી જ સેવા કરવી.
બીજાને
પૈસા આપી સેવા ન કરાવવી .
બીજા ના
દ્રવ્ય થી સેવા ન કરવી.
સેવા સાધન
અને ફળ
બન્ને છે.
સેવામાં
દીનતા રાખવી .સેવા કર્યાનું અભિમાન
ન રાખવું.
સેવા
નિત્ય આદર અને ભાવ પૂર્વક
કરવી.
સેવા નું જાહેર માં
પ્રદર્શન ન કરવું.
શ્રી વલ્લભ વાણી નું સેવન
શ્રી મહાપ્રભુજી , શ્રી ગુંસાઈજી ના
ગ્રંથો વાણી સ્વરૂપે આપણા ઘર
માં બિરાજે છે .તે ગ્રંથો નો
શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક નિયમ થી દરરોજ
પાઠ કરવો.
અર્થ
સમજીને પાઠ કરવા.પણ કદાચ અર્થ ન
સમજાય તો પણ શ્રદ્ધા રાખી ને
પાઠ કરવા.
શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ થી શ્રી
ભાગવત ના પાઠ નું ફળ મળે
છે.
ત્રિવિધ લીલા
નામાવલી ના પાઠ થી દશમ
સ્કંધ ના પાઠ નું ફળ
મળે છે .શ્રીસર્વોત્તમ
સ્તોત્ર વૈષ્ણવો નીગાયત્રી છે.
શ્રી મહાપ્રભુજી
એ આપેલા અષ્ટાક્ષર
અને પંચાક્ષર મંત્ર નો
દરરોજ બને તેટલો જપ
દીનતા ને એકાગ્રતાપૂર્વક કરવો.
અષ્ટાક્ષર મંત્ર ના
જપ થી શરણાગતિ સિદ્ધ
થાય છે.
પંચાક્ષર મંત્ર
ના જપ થી વિપ્રયોગ ભાવ
સિદ્ધ થાય છે.
શ્રી વલ્લભ નું સ્વરૂપ
શ્રી વલ્લભ
અને શ્રી ઠાકોરજી -શ્રી કૃષ્ણ
ને એક
જાણવા .
શ્રી વલ્લભ
ની સેવા શુદ્ધ ગુરુ ભાવ
થી કરવી .
વલ્લભ ની
આજ્ઞા સદા પાળવી.
આપણા ગુરુ
શ્રી મહાપ્રભુજી છે.તેમના વંશજો -બાલકો ગુરુદ્વાર
રૂપ છે.
શ્રી વલ્લભ
ના વચન માં
હંમેશા દ્રઢ વિશ્વાસ
રાખવો.
ગુરુ દ્વારા જ
પુષ્ટિ માર્ગ માં અંગીકાર થાય છે.
વૈષ્ણવ- સેવા
વૈષ્ણવો ની
ભાવપૂર્વક સેવા કરવાથી તે
પ્રસન્ન થાય છે.
વૈષ્ણવો
પ્રસન્ન થઈને કૃપા કરે
ત્યારે શ્રી મહાપ્રભુજી પણ પ્રસન્ન થઈને
કૃપા કરે છે. શ્રી મહાપ્રભુજીની
કૃપા થી શ્રી ઠાકોરજી
પણ પ્રસન્ન થઈને
કૃપા કરે છે .
આથી
પહેલા વૈષ્ણવ ની કૃપા
મેળવવા વૈષ્ણવોની દીનતા
અને પ્રેમ થી સેવા કરવી
જરૂરી છે .
વૈષ્ણવ-સેવા
ની શરૂઆત ઘર થી
કરવી, કાં.કે ઘર
ના સૌ વૈષ્ણવો છે.
વૈષ્ણવો ના
દોષ જોવા નહી.
વૈષ્ણવો ની નિંદા ના કરવી .
વૈષ્ણવો નું ક્યારેય અપમાન ન કરવું.
ઘેર
આવેલા વૈષ્ણવો ને પ્રેમપૂર્વક
મહાપ્રસાદ લેવડાવ્યા પછી જ
આપણે મહાપ્રસાદ લેવો.
વૈષ્ણવે
સદા દીનતા રાખવી.
વૈષ્ણવ નું સ્વરૂપ
વૈષ્ણવો
પ્રભુની નાદ સૃષ્ટિ
છે.
પુષ્ટિજીવો ને
પ્રભુ એ પોતાની સેવા
માટે જ પ્રકટ કર્યા છે.
આથી
તેમનું મુખ્ય કર્તવ્ય
પ્રભુ સેવા સ્મરણ છે.
જે
જગત ના કણ કણ માં પ્રભુ ને
જુએ તે વૈષ્ણવ .આખું
જગત પ્રભુ નું છે તેમ
માને તે વૈષ્ણવ.
પુષ્ટિમાર્ગ નું સ્વરૂપ
પુષ્ટિ માર્ગ
એટલે કૃપા માર્ગ .
પુષ્ટિમાર્ગ
માં શ્રી હરી -ગુરુ-વૈષ્ણવ ની
મુખ્યતા છે.
શ્રી
હરી એટલે શ્રી ગોવર્ધનનાથજી – શ્રી જી બાવા- શ્રી
નંદનંદન કૃષ્ણપ્રભુ જ શ્રી નાથજી
સ્વરૂપે પ્રકટ થયા છે.
ગુરુ એટલે
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી .
વૈષ્ણવો
એટલે ૮૪-૨૫૨ ભગવદીયો .
શ્રી હરી
-ગુરુ-વૈષ્ણવ ની કૃપા થી
પુષ્ટિમાર્ગ માં આપણો ઉદ્ધાર
છે.
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
અધરમ્ મધુરમ્ વદનમ્ મધુરમ્ નયનમ્ મધુરમ્ હસિતમ્
મધુરમ્
હૃદયમ્ મધુરમ્ ગમનમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
વચનમ્ મધુરમ્ ચરિતમ્ મધુરમ્ વસનમ્ મધુરમ્ વલિતમ્
મધુરમ્
ચલિતમ્ મધુરમ્ ભ્રમિતમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્
મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
વેણુર્મધુરો: રેણુર્મધુર: પાણિર્મધુરો: પાદૌર્મધુરૌ
નૃત્યમ્ મધુરમ્ સખ્યમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્
મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગીતમ્ મધુરમ્ પીતમ્ મધુરમ્ ભુક્તમ્ મધુરમ્ સુપ્તમ્
મધુરમ્
રૂપમ્ મધુરમ્ તિલકમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
કરણમ્ મધુરમ્ તરણમ્ મધુરમ્ હરણમ્ મધુરમ્ રમણમ્
મધુરમ્
વમિતમ્ મધુરમ્ શમિતમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્
મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા
સલિલમ્ મધુરમ્ કમલમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ્ મધુરમ્ મુક્તમ્
મધુરમ્
ઈષ્ટમ્ મધુરમ્ શિષ્ટમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્
મધુરમ્
મધુરાધિપતેરખિલમ્ મધુરમ્
ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા
દલિતમ્ મધુરમ્ ફલિતમ્ મધુરમ્ મધુરાધિપતેરખિલમ્
મધુરમ્
મધુરાષ્ટકમ્
अधरं मधुरं वदनं मधुरं
नयनं मधुरं हसितं मधुरम् ।
हृदयं मधुरं गमनं मधुरं
मधुराधिपतेरखिलं मधुरम् ॥ १॥
અધરં મધુરં વદનં મધુરં
નયનં મધુરં હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં ગમનં મધુરં
મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૧॥
તેમની અધર (ઓષ્ઠ) મધુર છે, મુખ મધુર છે, નયન
મધુર છે, હાસ્ય મધુર છે, હ્રદય મધુર છે,
ગતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
वचनं मधुरं चरितं मधुरं वसनं
मधुरं वलितं मधुरम् ।
चलितं मधुरं भ्रमितं मधुरं
मधुराधिपतेरखिलं मधुरम् ॥ २॥
વચનં મધુરં ચરિતં મધુરં વસનં મધુરં વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં ભ્રમિતં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૨॥
તેમનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગનો મરોડ મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે, મધુરાધિપતિનું
સર્વસ્વ મધુર છે.
वेणुर्मधुरो रेणुर्मधुरः
पाणिर्मधुरः पादौ मधुरौ ।
नृत्यं मधुरं सख्यं मधुरं
मधुराधिपतेरखिलं मधुरम् ॥ ३॥
વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૩॥
તેમની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હાથ મધુર છે, પગ મધુર છે, નૃત્ય
મધુર છે, સખ્ય (મૈત્રી) મધુર છે, મધિરાધિપતિનું
સર્વસ્વ મધુર છે.
गीतं मधुरं पीतं मधुरं भुक्तं
मधुरं सुप्तं मधुरम् ।
रूपं मधुरं तिलकं मधुरं
मधुरधिपतेरखिलं मधुरम् ॥ ४॥
ગીતં મધુરં પીતં મધુરં ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં તિલકં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૪॥
તેમનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન
મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે,
તિલક મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
करणं मधुरं तरणं मधुरं हरणं
मधुरं रमणं मधुरम् ।
वमितं मधुरं शमितं मधुरं
मधुरधिपतेरखिलं मधुरम् ॥ ५॥
કરણં મધુરં તરણં મધુરં હરણં મધુરં રમણં મધુરમ્ ।
વમિતં મધુરં શમિતં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૫॥
તેમનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, સ્મરણ મધુર છે, ઉદગાર મધુર છે, શાંતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
गुञ्जा मधुरा माला मधुरा यमुना
मधुरा वीची मधुरा ।
सलिलं मधुरं कमलं मधुरं
मधुरधिपतेरखिलं मधुरम् ॥ ६॥
ગુઞ્જા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા ।
સલિલં મધુરં કમલં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૬॥
તેમની ગુંજા મધુર છે, માળા મધુર છે, યમુના મધુર છે, તેના તરંગો મધુર છે, તેના જળથી ભીની થયેલા માટી મધુર છે, કમળ મધુર છે,
મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
गोपी मधुरा लीला मधुरा युक्तं
मधुरं मुक्तं मधुरम् ।
दृष्टं मधुरं शिष्टं मधुरं
मधुरधिपतेरखिलं मधुरम् ॥ ७॥
ગોપી મધુરા લીલા મધુરા યુક્તં મધુરં મુક્તં મધુરમ્ ।
દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૭॥
ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે,
ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
गोपा मधुरा गावो
मधुरायष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
दलितं मधुरं फलितं मधुरं
मधुरधिपतेरखिलं मधुरम् ॥ ८॥
ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા ।
દલિતં મધુરં ફલિતં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૮॥
ગોવાળ મધુર છે, ગાયો મધુર છે, લાકડી મધુર છે,
સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
॥ इति
श्रीमद्वल्लभाचार्यविरचितं मधुराष्टकं सम्पूर्णम् ॥
॥ ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્યવિરચિતં મધુરાષ્ટકં
સમ્પૂર્ણમ્ ॥
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારૂ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીના વન
મારા પ્રાણજીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી
મારી આંખે દીસે છે ગિરધારી રે ધારી
મારું તનમન ગયું છે જેને વારી રે વારી
મારા શ્યામ મુરારી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા
નિત્ય કરતાં શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીના કીધાં રે દર્શન
મારું મોહી લીધુ મન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
હું તો નિત્ય શ્રી વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી ન મળે
વારે વારે માનવ દેહ કદી ન મળે
ફેરો લખ રે ચોરાસીનો મારો રે ફળે
મને મનમોહન મળે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારા અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણમાં શ્રીનાથજી દયા રે કરી
મને તેડાં રે જમ કેરાં કદી ન આવે
મને મારો વહાલો બોલાવે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી..
No comments:
Post a Comment