VALLABH KUL / GLOBAL BHATIA FAMILY

Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Tuesday, June 7, 2011

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં સુવર્ણ રત્નો સમાં ૧૦૦ સુંદર સુવાક્યો


શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં સુવર્ણ રત્નો સમાં ૧૦૦ સુંદર સુવાક્યો


ભારતીય સંસ્કૃતિ બે મહાકાવ્યોથી ઉજાગર છે. મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ અને મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત. રામાયણે મર્યાદા પુરૂષોત્તમ રામ આપ્યા અને મહાભારતે પૂર્ણ પુરૂષોત્તમ શ્રીકૃષ્ણ આપ્યા.


શ્રીકૃષ્ણનું નામ આવે એટલે રાધા યાદ આવે અને અમૃતધારા જેવી શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનું સ્મરણ થાય.
રામ માટે સત્ય એ જીવનનો પ્રેમ હતો જ્યારે શ્રી કૃષ્ણ માટે પ્રેમ એ જીવનનું સત્ય હતું. જ્યાં સત્ય અને પ્રેમ સાથે ચાલે છેએવા ધર્મગ્રંથનું નામ છે ઃ શ્રીમદ્‌ ભગવદ ગીતા નવ અક્ષરનું નામ છે. નવ પૂર્ણાંક છે - શ્રીકૃષ્ણ પણ પૂર્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે.
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો સીધો સાદો અર્થ છે ઃ શ્રી ભગવાને ગાયેલું ગીત મહાભારતમાં અઢાર પર્વ છે ઃ જે પૈકી છઠ્ઠો પર્વ એ ભીષ્મપર્વ છે. ભીષ્મપર્વના અઘ્યાય નં. ૨૫થી ૪૨ એટલે કે અઢાર અઘ્યાય છે તે આપણી ગીતા છે.
ગીતાના અઢાર અઘ્યાય છે; કુલ સાતસો શ્વ્લોક છે; ૯૪૧૧ શબ્દો છે; કુલ ઃ ૨૪,૪૪૭ અક્ષરો છે. ૫૭૫ શ્વ્લોક શ્રી કૃષ્ણ; ૮૫ શ્વ્લોક શ્રી અર્જુન; ૩૯ શ્વ્લોક સંજય અને ૧ શ્વ્લોક ઘૃતરાષ્ટ્ર બોલે છે. શ્રી કૃષ્ણ ઉવાચ ૨૮; અર્જુન ઉવાચ ૨૧, સંજય ઉવાચ ૯ અને ઘૃતરાષ્ટ્ર ઉવાચ-૧ એમ ગીતામાં કુલ ઃ ૫૯ વખત ઉવાચ આવે છે.
ગીતાના પ્રથમ અઘ્યાયનો પ્રથમ શબ્દ ‘ધર્મક્ષેત્ર’ છે અને છેલ્લા અઘ્યાયનો છેલ્લો શબ્દ ‘મમ’ છે. મારું ધર્મક્ષેત્ર કયું ? જવાબ છે ઃ આ બે શબ્દો વચ્ચેનું બઘું. અર્થાત્‌ ગીતા. વેદવ્યાસનો કેવો શબ્દ સુમેળ !
સમગ્ર ગીતાનો સાર તેના શીર્ષકનો જ છે. ગીતા શબ્દને ઊલટાવીને વાંચો ઃ તાગી. જે આસક્તિનો ત્યાગ કરે છે તે પ્રભુને પામે છે. આથી જ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ પોતે ગીતા વિશે જે પુસ્તક લખ્યું તનું ચોટડૂક નામ આપ્યું ઃ ‘અનાસક્તિ યોગ.’
ગીતા જેવા અસામાન્ય ગ્રંથ વિશે સામાન્ય માણસ જે કાંઈ લખે તે સૂરજ સામે આગિયો ઝબકારે મારે તેવું લાગે. અસંખ્ય ગીતા ભાષ્યો; ગીતા પ્રવચનો ઃ ટીકાઓ ઃ અર્થઘટનો ઉપલબ્ધ છે.
શ્રીમદ્‌ ભગવદગીતાને પાંચમો વેદ કહેવાય છે. વેદ, ઉપનિષદ અને ગીતાને પ્રસ્થાનત્રયી કહે છે. સગુણ-નિર્ગુણ-સાકાર અને નિરાકર બન્ને ભક્તિ તેમાં છે.
કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ - મુખ્ય ત્રણ યોગો છે. સત્ત્વ, રજ અને તમ - ત્રણ ગુણોનું સુંદર નિરૂપણ છે.
યુઘ્ધ માટે આહ્‌વાન હોય અને તે ધર્મગ્રંથ બને એવો દુનિયાનો આ પ્રથમ કિસ્સો છે.
દુનિયાની તમામ ભાષામાં ગીતાનો અનુવાદ થયેલો છે.
ન્યાય માટેની અદાલતોમાં પણ તે સત્યને પ્રતિપાદિત કરે છે. ગીતામાં સમાવિષ્ટ પ્રચ્છન્ન જ્ઞાન હજુ સુધી સંપૂર્ણ રીતે કોઈ પામ્યું નથી.
ગીતા-ની પૂજા થાય છેઆજદિન સુધી વિશ્વમાં કોઇએ પણ ગીતામતનું ખંડન કર્યાનું સાંભળ્યું નથી. આત્મા-પરમાત્મા; જન્મ-મરણ કર્મ-અકર્મ ઃ રાગ-ત્યાગ; ધર્મ-અધર્મ ઃ પાપ-પુણ્ય; ભક્ત-ભગવાન; નીતિ-અનીતિ; ભોગી-યોગી ઃ શસ્ત્ર-શાસ્ત્ર-જેવાં અનેક દ્વાંદ્વોનું સુપેરે અહીં અવલોકન ઃ આલેખન અને વિશ્વ્લેષણ થયું છે.
‘ય’ ઉપર સૌથી વઘુ ૧૦૩ શ્વ્લોકો ગીતામાં છે; સૌથી વઘુ આત્મા શબ્‌ ૧૩૬ વખત વપરાયો છે; ગીતામાં શ્રી અર્જુને શ્રીકૃષ્ણને કુલ ૨૭ પ્રશ્નો પૂછ્‌યા છે.
બધા અઘ્યાયોમાં મળી શ્રી કૃષ્ણે પોતાની કુલ ૧૬૮ વિભૂતિનું વર્ણ કર્યું છે; સૌથી વઘુ શ્વ્લાકો ઃ ૭૮ અઢારમા અઘ્યાયના છે. ગીતામાં શ્રીકૃષ્ણનાં કુલ ઃ ૧૦૮ સુંદર નામો છે.
ગીતામાં કુલ ૩૦ પ્રકારના અલગ અલગ યોગો છે.
૧ થી ૧૦૦૦ સુધીના સંખ્યાવાચક શબ્દો છે.
કુલ ગીતા ઃ ૨૩૩ છે, જેમાં શ્રીમદ્‌ ભગવદ ગીતા સર્વશ્રેષ્ઠ છે. હંિદુ ધર્મનાં ધર્મગ્રંથ હોવા છતાં સમગ્ર ભગવદ ગીતામાં કોઈપણ જગાએ ક્યાંય હંિદુ શબ્દનો ઉલ્લેખ માત્ર નથી. સ્થિતપ્રજ્ઞ શબ્દ ગીતાનો પોતીકો શબ્દ છે જે બીજા અઘ્યાય સિવાય ક્યાંય વપરાયો નથી.
આવી સુંદર શ્રેષ્ઠ ભગવદ્‌ ગીતામાં અસંખ્ય સુવાક્યો છે - જેમાંથી ૧૦૦ સુવર્ણરત્નો જેવાં સુંદર સુવાક્યો સાદર કરવાનો એક અતિનમ્ર પ્રયાસ છે. આશા છે સૌને ગમશે. આચરણ કરી ધન્ય બનીએ.
શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનાં સુવર્ણરત્નો સમાં ૧૦૦ સુંદર સુવાક્યો ઃ
૧. કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે (અઘ્યાય ૧, શ્વ્લોક ૪૦), ૨. પંડિતો મરેલાનો કે જીવતાનો શોક કરતાનથી. (૨-૧૧), ૩. સુખદુઃખને સમાન માનનારા જે ધીરજવાળા પુરુષને વિષયો વ્યાકુળ કરતા નથી તે અમરતા મેળવવા સમર્થ છે. (૨-૧૫), ૪. અસત્‌નો ભાવ નથી અને સત્‌નો અભાવ નથી. (૨-૧૬), ૫. જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી નવાં શરીરો પામે છે. (૨-૧૨), ૬. જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે. (૨-૨૭), ૭. ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુઘ્ધથી બીજું કલ્યાણ નથી. (૨-૩૧), ૮. પ્રતિષ્ઠાને પામેલાને અપકીર્તિ મરણથી પણ અધિક છે (૨-૩૪), ૯. ધર્મનું અતિ -થોડું પણ આચરણ મોટા ભયથી વચાવે છે. (૨-૪૦), ૧૦. નિશ્ચય વિનાનાઓનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે (૨-૪૧), ૧૧. તારો કર્મમાં જ અધિકાર છે ઃ ફળમાં કદ પણ નથી. (૨-૪૭), ૧૨ સિઘ્ધ-અસિઘ્ધિમાં સમાન થઇ કર્મો કર. ‘સમતા’ એ જ યોગ છે. (૨-૪૮), ૧૩. ફળના હેતુવાળા સકામ પુરુષો પામર છે. (૨-૪૯), ૧૪. કર્મોમાં કુશળતા એ યોગ છે. (૨-૫૦), ૧૫. આસક્તિ રહિત; સારું કે ખોટું; હર્ષ કે ખેદ નથી તે સ્થિર છે(૨-૫૭), ૧૬. જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુઘ્ધ સ્થિર થાય છે. (૨-૬૧), ૧૭. વિષયોનું ચંિતન કરતા પુરૂષને તેઓમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામના થાય છે; કામનાથી ક્રોધ થાય છે; ક્રોધથી મૂઢતા થાય છે ઃ મૂઢતાથી સ્મૃતિનો નાશથાય છે; સ્મૃતિના નાશથી બુઘ્ધિનો નાશ થાય છે અને બુઘ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. (૨-૬૨, ૬૩), ૧૮. પરસન્ન ચિત્તવાળાની બુઘ્ધિ જલદી સ્થિર થાય છે (૨-૬૫), ૧૯. જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય તેમ ઇન્દ્રિયો પુરુષની બુઘ્ધિને ખેંચી જાય છે. (૨-૬૭), ૨૦. સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે જ્યારે પ્રાણીઓ જાગે છે તેમાં સંયમી (મુનિઓની)ની રાત્રિ છે. (૨-૬૯), ૨૧. વિષયોને ઇચ્છનારો શાંતિ પામતો નથી. (૨-૭૦), ૨૨. કોઈપણ મનુષ્ય એક ક્ષણમાત્રપણ કર્મ કર્યા વગર રહી શક્તો નથઈ. (૩-૫), ૨૩. જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયનું ચંિતન કરતો રહે છે તે મિથ્યાચારી; દંભી અને ઢોંગી છે. (૩-૬), ૨૪. કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે. (૩-૮), ૨૫. આસક્તિરહિત થઇ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે. (૩-૧૯), ૨૬. જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે તે પાપ ખાય છે. (૩-૧૩), ૨૭. જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો ઃ આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કંઇક જ કરવાનું રહેતુંનથી. (૩,૧૭), ૨૮. શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે. (૩-૨૧), ૨૯. સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે. (૩-૨૭), ૩૦. રાગ અને દ્વેષ કર્તવ્ય માર્ગમાં વિધ્ન કરનારા શત્રુઓ છે. (૩-૩૪), ૩૧. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ અર્થાત્‌ અઘરો હોય તો પણ પોતાનો ધર્મ જ વઘુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં મરણ આવે તો તે પણ હિતક છે; પરંતુ બીજાના ધર્મનું આચરણ કરવું ખૂબ જ ભયાનક અને ભયપ્રદ છે. (૩-૩૫), ૩૨. જેમ ઘુમાડાથી અગ્નિ, મેલથી દર્પણ અને ઓર-થી ગર્ભ ઢંકાય છે તેમ આ કામ (વાસના) વડે જ્ઞાન ઢંકાયેલું છે. (૩-૩૮), ૩૩. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃઘ્ધિ થાય છે ત્યારે ત્યારે હું (ભગવાન) અવતાર ધારણ કરું છું. (૪-૭), ૩૪. સતપુરુષોના રક્ષણ માટે; દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા હું યુગે યુગે પ્રગટું છુ. (૪-૮), ૩૫. જેઓ જે પ્રકારે મારે શરણે આવે છે તેમને તે જ પ્રકારે હું પોતે ભજું છું. (૪-૧૧), ૩૬. કર્મની ગતિ અતિ ગહન છે. (૪-૧૭), ૩૭. સારાં કરેલાં કર્મો જ્ઞાનમાં સમાઇ જાય છે. (૪-૩૩), ૩૮. જ્ઞાનરૂપ વહાણ વડે પાપરૂપ સમુદ્ર તરી જવાય છે. (૪-૩૬), ૩૯. જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. (૪-૩૭), ૪૦. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઇ પણ નથી. (૪-૩૮), ૪૧. શ્રઘ્ધાવાન ઃ તત્પર અને જિતેન્દ્રિય પુરુષજ્ઞાન પામે છે; જ્ઞાની જ પરમશાંતિ પામે છે. (૪-૪૦), ૪૨. આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શક્તાં નથી. ૪-૪૧, ૪૩. સંશયમય રહેલાને આ લોક નથી; પરલોક નથી અને સુખ પણનથી. શ્રદ્ધાવિનાના સંશયીનો નાશ થાય છે. (૪૪), કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સારો છે. (૫-૨), ૪૫. જે કશાનો દ્વેષ કરતોનથી કે કશાની ઇચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવો. (૫-૩), ૪૬. સાંખ્ય અને યોગ એટલે કે જ્ઞાન અને કર્મ જુદાંનથી ઃ જો માણસ બંનેમાંથી એકનું પણ ઉત્તમ આચરણ કરે તો બન્નેનું ફળ મેળવી શકે છે. (૫-૪), ૪૭. સાચો તત્ત્વજ્ઞાની માણસ પોતાની બધી જ ક્રિયાઓ ‘ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે’ - એવું માની પોતે કંઇ જ કરતો નથી - એવું માને છે. (૫-૮, ૯) ૪૮. જે બધાં કર્મો મને સોંપે છે તે જળકમળવત્‌ ગણાય છે. (૫-૧૦), ૪૯. પરમાત્મા પોતે પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે કર્મોના ફલને સર્જતો નથી પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ મુજબ પ્રવૃત્ત થાય છે. (૫-૧૪), ૫૦. પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. (૫-૧૫), ૫૧. સમભાવવાળા ઃ સમદર્શી મનુષ્યો બ્રહ્મરૂપ જ છે. (૫-૧૯), ૫૨. બ્રહ્મજ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. (૫-૨૦), ૫૩. બ્રહ્મયોગમાં જોડાયેલો; અનાસક્ત અક્ષય સુખને પામે છે. (૫-૨૧), ૫૪. જ્ઞાની માણસ ભોગોમાં રમતો નથી. (૫-૨૨), ૫૫. મોક્ષની સાધનામાં જે તત્પર છે તે સાધક સદા મુક્ત જ છે. (૫-૨૮), ૫૬. જેણે સંકલ્પો છોડ્યા ન હોય તેવો, કોઈ યોગી થતો નથી. (૬-૨), ૫૭. સર્વ સંકલ્પો છોડનાર અનાસક્ત જ ‘યોગારૂઢ’ કહેવાય છે. (૬-૪), ૫૮. મનુષ્ય પોતે જ પોતાનો બંઘુ અને પોતે જ પોતાનો શત્રુ છે. (૬-૫), ૫૯. જે ઇન્દ્રજિત બની અત્યંત શાંત રહે છે તે પરમાત્મા પામે છે. (૬-૭), ૬૦. માટી, પથ્થર, સોનું-સમાન ગણનાર યુક્ત-યોગસિઘ્ધ છે. (૬-૯), ૬૧. બહુખાનાર, ન ખાનાર, ઊંઘણશી કે જાગરણ કરનારને યોગમાં સિઘ્ધિ મળી શક્તી નથી. (૬-૧૬), ૬૨. જેમ વાયુરહિત સ્થાનમાં રહેલા દીપકની જ્યોત સ્થિર રહે છે તે જ ઉપમા આત્માને જોડતા યોગીના વશ થયેલા ચિત્તની કહી છે. (૬-૧૯), ૬૩. જે મને બધે જુએ છે અને બઘું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી. (૬-૩૦), ૬૪. જે સુખ અથવા દુઃખને સમાન જુએ છે તે યોગી શ્રેષ્ઠ છે. (૬-૩૨), ૬૫. મનનો નિગ્રહ વાયુની પેઠે અતિ દુષ્કર મનાય છે. (૬-૩૪), ૬૬. જેણે મન વશ કર્યું નથી તેને યોગ દુર્લભ છે. (૬-૩૬), ૬૭. શુભ કર્મ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. (૬-૪૦), ૬૮. શ્રઘ્ધાવાન, અંતઃકરણપૂર્વક ભજનારો યોગી શ્રેષ્ઠ યોગી છે. (૬-૪૭), ૬૯. પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ આકાશ, મન, બુઘ્ધિ, અહંકાર આ વિભાગો મારી પ્રકૃતિના છે જે આઠ છે. (૭-૪), ૭૦ મારી ગુણમયી દૈવી માયા ઓળંગવી અત્યંત કઠિનછે; જે મારા શરણમાં આવે છે તે જ આ માયા ઓળંગી શકે છે. (૭-૧૪), ૭૧. દુઃખી-પીડિત, જિજ્ઞાસાવળા, ધનપ્રાપ્ત કરવાની લાલસા રાખનારા, જ્ઞાન મેળવવાની ધગશવાળા આમ આ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે. (૭-૧૬), ૭૨. જ્ઞાનીને પ્રભુ અત્યંત પ્રિય છે અને પ્રભુને જ્ઞાની અત્યંત પ્રિય છે. (૭-૧૭), ૭૩. જે મનુષ્ય મને જે પ્રકારે ભજે છે તેની શ્રદ્ધા તે પ્રકારે જ ફળેછે. (૭-૨૧), ૭૪. જે દેવોને પૂજે તે દેવો પામે છે, જે મને પૂજે તે મને પામે છે. (૭-૨૩), ૭૫. મનુષ્ય અંતકાળે જે જે પદાર્થ યાદ કરતો કરતો શરીર છોડે છે તે તે પદાર્થો તે પામે છે. (૮-૬), ૭૬. જ્યાંથી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી તે જ મારું પરમધામ છે, અક્ષરધામ છે. (૮-૨૧), ૭૭. જેને ધર્મમાં જ શ્રઘ્ધા નથી તે વારંવાર મૃત્યુમાં અટવાયા કરે છે. (૯-૩), ૭૮. જે નિષ્કામ ભાવે મને ભજે છે તેના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. (૯-૨૨), ૭૯. પાંદડું, ફુલ, ફળ કે પાણી- જે કોઈ ભક્ત મને જો સાચી ભક્તિભાવનાથી ચડાવે તો તે પણ હું ભોળા ભાવે ચોક્કસ સ્વીકારી લઉ છું. (૯-૨૬), ૮૦. તું નિશ્ચયપૂર્વક એટલું જાણી લે કે ઃ મારો ભક્ત કદાપિ પણ નાશ પામતો નથી. (૯-૩૧), ૮૧. સર્વભૂતોનું બીજ હુ છું (ભગવાન), સમગ્ર સૃષ્ટિમાં એક પણસ્થાવર-જંગમ ભૂત (જીવ) નથી કે જે મારા વિનાનું હોય. ભાવાર્થ એ જ કે કણકણમાં ભગવાન છે. (૧૦-૩૯), ૮૨. જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સમગ્ર સૃષ્ટિનાં તમામે તમામ પ્રાણીઓ કે જીવમાત્ર પ્રત્યે વેરરહિત હોય છે તે મને (ભગવાનને) પામે છે. (૧૧-૫૫), ૮૩. તું મારામાં જ મન ધારણ કર, મારામાં બુઘ્ધિ પરોવ, પછી તું મારામાં જ રહીશ એમાં શકાને સ્થાન નથી. (૧૨-૮), ૮૪. અભ્યાસથી શ્રેષ્ઠ જ્ઞાન છે, જ્ઞાનથી શ્રેષ્ઠ ઘ્યાન છે, ઘ્યાનથી યે વળી શ્રેષ્ઠ કર્મફળ ત્યાગ છે. સૌથી શ્રેષ્ઠ શાંતિ છે, જે ત્યાગથી જ પ્રાપ્ત કરી શકાય છે. (૧૨-૧૨), ૮૫. જેમ સર્વમા રહેલું આકાશ સુક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેમ બધા દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી. (૧૩-૩૩), ૮૬. સત્ત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમો ગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઊપજે છે. (૧૪-૧૭), ૮૭. સત્ત્વ, રજ અને તમ - આ ત્રણ ગુણોથી જે મનુષ્ય પર થઇ જાય છે ત્યારે તેને ગુણાતીત કહેવાય છે. (૧૪-૨૫), ૮૮. જે માનમોહરહિત છે, અનાસક્ત છે, કામત્યાગી છે, આત્મચંિતક છે, દ્વંદ્વોથી પર છે, વિવેકી છે તે મારા આ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. (૧૫-૫), ૮૯. ચાટીને, ચાવીને, ચૂસીને, ગળી જઇને- ખવાતા ચાર પ્રકારના અન્નને જઠરાગ્નિ બની હું જ સારી રીતે પચાવું છું. (૧૫-૧૪), ૯૦. હું ક્ષરથી પર છું, અક્ષરથી ઉત્તમ છું, પુરુષ છું પણ વેદોમાં - લોકોમાં સૌથી ઉત્તમોત્તમ એવો પુરુષોત્તમ છું. (૧૫-૧૮), ૯૧. કામ, ક્રોધ અને લોભ- આ આપણા આત્માને નાશ કરનારાં ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર જ છે; આનો સત્વરે સમજુ માણસે ત્યાગ કરી દેવો જોઇએ. (૧૬-૨૧), ૯૨. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઇને પોતાને મનફાવે તે રીતે વર્તન કરે છે તે ક્યારેય પણસુખી નથી થતો કે પરમગતિ પણ પામી શક્તો નથી. (૧૬-૨૪), ૯૩. શ્રઘ્ધા, આહાર, યજ્ઞ, તપ, દાન, ના સાત્ત્વિક, રાજસિક, તામસિક એવા અલગ અલગ ગુણોથી યુક્ત અલગ અલગ ત્રણ પ્રકારો છે જેમાં સાત્ત્વિક પ્રકાર - સત્ત્વગુણવાળો શ્રેષ્ઠ કહ્યોછે. (૧૭), ૯૪. દાન દેવું એ ફરજ છે, એવું માની બદલાની આશા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે અપાયછે તે સાત્ત્વિક દાન છે. (નોંધ ઃ દાનની આનાથી શ્રેષ્ઠ બીજી કોઈ વ્યાખ્યા નથી) (૧૭-૨૦), ૯૫. દેશકાળ, કર્તા, સાધન, ક્રિયા અને નસીબ-આ પાંચ કોઈ પણ કાર્યસિઘ્ધિ માટેનાં આવશ્યક કારણો છે. (૧૮-૧૪), ૯૬. સત્ત્વ, રજ અને તમસ - આ ત્રણેય ગુણોથી તદ્દન મુક્ત હોય તેવું કોઈ પ્રાણી બ્રહ્માંડમાં નથી. (૧૮-૪૦), ૯૭. પોતપોતાનાં સ્વાભાવિક કર્મોમાં સદા રત રહેલો મનુષ્ય ઉત્તમ સિઘ્ધિ મેળવીને જ જંપે છે. (૧૮-૪૫), ૯૮. ઘુમાડાથી અગ્નિની પેઠે બધાં કર્મો દોષવાળાં જ હોય છે. (૧૮-૪૮), ૯૯. બધા ધર્મો છોડી તું મને એકને શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક કરીશ નહિ. (૧૮-૬૬), ૧૦૦. જ્યાં યોગશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે, એવો મારો મત છે

No comments:

Post a Comment